ટ્રેક્ટર ઈન્સ્યોરન્સ

એગ્રીકલ્ચર/ફાર્મ ટ્રેક્ટર માટે કોમર્સિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ એ તમારા ટ્રેક્ટરને અકસ્માત, ભટકાવવા, કુદરતી આફતો, આગ અથવા તો ચોરી જેવી ઘટનાઓને કારણે થઈ શકે તેવા કોઈપણ અણધાર્યા નુકસાન અને હાનિથી ટ્રેક્ટરને બચાવવા માટે બનાવવામાં આવેલ કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પોલિસીનો એક પ્રકાર છે.

જ્યારે ટેક્ટર માટેની થર્ડ પાર્ટી લાયબિલિટી પોલિસી માત્ર થર્ડ પાર્ટી ડેમેજને કવર કરે છે. ટ્રેક્ટર્સ માટે કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સએ પોતાના નુકસાનને અને તેના કારણે તમને કે તમારા ધંધાને થયેલા નુકસાનને કવર કરે છે, આ માટે તમારે ટ્રેક્ટર્સનો યોગ્ય રકમની પોલિસી લેવી જોઈએ.

મારે ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

  • જો તમે અથવા તમારી સંસ્થા તમારા રોજિંદા વ્યાપારમાં કામગીરી માટે એક ટ્રેક્ટર અથવા ઘણા બધા ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહી છે, તો મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ-પાર્ટી લાયબિલિટી ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. આ તમારા ધંધામાં વપરાતા ટ્રેક્ટરને કારણે થર્ડ-પાર્ટીને થતા કોઈપણ નુકસાન અને હાનિથી તમને નાણાકીય  કવચ પ્રદાન કરે છે.

  • નાના અને મોટા બંને ધંધામાં જોખમ સામેલ હોઈ છે. જો કે, જો તમારા ધંધામાં અસંખ્ય ટ્રેક્ટર્સનો ઉપયોગ વ્યાપાર કામગીરી માટે કરવામાં આવતો હોય, તો ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ મેળવવો એ તમારા બધા ટ્રેક્ટરને- ટ્રેક્ટર અને ડ્રાઇવર-માલિક પોતે, બંનેને થતા નુકસાન અને હાનિથી બચાવે છે.

  • તમારા ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ મેળવવો એ સુનિશ્ચિત કરે છે કે તમે અણધાર્યા, ભારે નુકસાન સામે સુરક્ષિત છો, આમ તે કુદરતી આફતો અને આગના સમયે ઉદ્ભવતા કોઈપણ પ્રકારના ધંધાકીય નુકસાનને અટકાવે છે.

ડિજિટ દ્વારા કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો?

કમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શું કવર કરે છે?

શું કવર નથી થતું?

તમારું કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમને પૂરતી માહિતી હોઈ. નીચેની પરિસ્થિતિઓ કવર થતી નથી:

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટે પોતાને થયેલ નુકસાન

જો તમે ફક્ત તમારા ટ્રેક્ટર માટે થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઇન્સ્યોરન્સ ધરાવો છો, તો પોતાને થયેલ નુકસાન અને હાનિ કવર થશે નહીં.

નશામાં ડ્રાઇવિંગ અથવા માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ

જો ક્લેઇમ કરવા સમયે એવું જણાશે કે ડ્રાઇવર-માલિક ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા દારૂ પીને ટ્રેક્ટર ચલાવતો હતો તો ક્લેઇમ નામંજૂર થઇ જશે.

નુકસાનને શક્ય બનાવે તેવી બેદરકારી

નુકસાનને શક્ય બનાવે તેવી બેદરકારીને કારણે ટ્રેક્ટરને થયેલ કોઈપણ નુકસાન અથવા હાનિ કવર થશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂર છે અને તો પણ કોઈ ટ્રેક્ટર લઈને બહાર નીકળે છે.

પરિણામ રૂપે નીપજતું નુકસાન

કોઈપણ નુકસાન અથવા હાનિ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગના પરિણામરૂપે ન થયા હોઈ, તેના માટે કવર પ્રદાન થતું નથી.

ડિજિટ દ્વારા કમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ ડિજીટના લાભ
ક્લેઇમની પ્રક્રિયા પેપરલેસ ક્લેઇમ
ગ્રાહક સેવા 24x7 સપોર્ટ
વધારાનું કવરેજ પી.એ.(PA) કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સ્ક્લ્યુશન અને ફરજિયાત ડિડકટિબલ, વગેરે
થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત લાયબિલિટી, સંપત્તિ/વાહનને થયેલ નુકસાન માટે 7.5 લાખ સુધી

કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

તમારા ટ્રેક્ટરના પ્રકાર અને તમે ઇન્સ્યોરન્સ લેવા માંગતા હોવ તે ટ્રેક્ટરની સંખ્યાના આધારે, અમે તમને બે પ્રાથમિક પ્લાન ઓફર કરીએ છીએ.

ફક્ત લાયબિલિટી માનક પેકેજ

કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેની સંપત્તિને તમારા ટ્રેક્ટર દ્વારા થયેલ નુકસાન.

×

થર્ડ-પાર્ટીના વાહનને તમારા ટ્રેક્ટર દ્વારા થયેલ નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના ટ્રેક્ટરને થયેલ નુકસાન અથવા હાનિ.

×

ટ્રેક્ટરના માલિક-ડ્રાઈવરની ઈજા/મૃત્યુ.

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

કેવી રીતે ક્લેઇમ કરવો?

અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો

અમારા તરફથી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસી હોલ્ડર/કોલરનો ફોન નંબર તમારી પાસે રાખો.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પપ્રશ્ન સૌથી પેહલાં આવવો જોઈએ. સારું છે તમે આ વિચારી રહ્યા છો! ડિજીટના દાવાઓનું રિપોર્ટ કાર્ડ વાંચો

ભારતમાં ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ ઓનલાઈન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ ડ્રાઈવર માટે પણ કવર પ્રદાન કરે છે?

હા, ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ વ્હીકલ અને માલિક-ડ્રાઈવર બંને માટે કવર પ્રદાન કરે છે.

શું હું મારા તમામ ટ્રેક્ટરનો એક પોલિસી હેઠળ ઇન્સ્યોરન્સ કરાવી શકું?

ના, દરેક ટ્રેક્ટર માટે તેની સંબંધિત ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે. જો કે, વાજબી પ્રીમિયમ કિંમતે તમારા તમામ ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ લેવા માટે તમે કસ્ટમાઇઝ્ડ ક્વોટ માટે અમારો સંપર્ક કરી શકો છો.

શું ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે?

હા, મોટર વ્હીકલ એક્ટ મુજબ, ભારતમાં વાહન ચલાવવા માટે તમારા ટ્રેક્ટર માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી હોવી ફરજિયાત છે. વધુમાં, ટ્રેકટરો માટે જોખમો વધુ હોઈ છે અને તેથી તેના માટે મહત્તમ સુરક્ષા મેળવવાની સલાહ આપવામાં આવે છે.

થર્ડ પાર્ટી ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પોલિસી વચ્ચે શું ફર્ક છે?

થર્ડ-પાર્ટી ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ એવો છે કે જે તમને થર્ડ-પાર્ટી (સંપત્તિ, વાહન અથવા વ્યક્તિ) ને થતા નુકસાનથી જ રક્ષણ આપે છે જ્યારે કોમ્પ્રિહેન્સિવ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ-પાર્ટીને થતા નુકસાન અને તમારા પોતાના ટ્રેક્ટરને થતા નુકસાન બંને માટે કવર પ્રદાન કરે છે. જેમ કે કુદરતી આફતો, અકસ્માતો, આગ અને ચોરીના કિસ્સામાં.

ટ્રેક્ટર ઇન્સ્યોરન્સની કિંમત શું છે?

આ મુખ્યત્વે તમારા ટ્રેક્ટરના પ્રકાર અને તમે તેને જે શહેરમાં ચલાવો છો તેના પર નિર્ભર રહેશે. તમે તમારા ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પ્રિમિયમની ગણતરી અહીં સરળતાથી કરી શકો છો.