હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સને પર જાઓ.

આરોગ્ય વીમામાં આયુષ લાભ વિશે બધું

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ ફાયદા શું છે ?

હેલ્થકેરની પ્રણાલી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને આયુષના નામે પણ ઓળખાય છે. આયુષ સારવાર ચોક્કસથી કુદરતી રીતે બિમારીઓ દૂર કરવા વપરાય છે, ત્યારે આયુષ સારવારમાં ચોક્કસ રોગોના ઈલાજ અને સમગ્ર હેલ્થને જાળવવા માટે અમુક ડ્રગ થેરાપીનો પણ સમાવેશ થાય છે.

જોકે આ ડ્રગ્સ સામાન્ય રીતે કુદરતી ઘટકોથી બનેલો હોય છે, જે શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે અને તેનો ન્યૂનતમ આડઅસરો સાથે મહત્તમ લાભ આપે છે.

IRDAI નિયમોમાં ફેરફાર કર્યા પછી અમારી જેવી ઘણી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ હવે આયુષ સારવાર માટે કવર કરે છે, ખાસ કરીને 60 અને તેથી વધુ ઉંમરના ઈન્સ્યોરન્સ ધારકના પરિવારના સભ્યો માટે કવર આપવાનું શરૂં કર્યું છે.

અસ્વીકરણ: હાલમાં, અમે ડિજિટ પર અમારી હેલ્થ પ્લાન સાથે આયુષના લાભ ઓફર કરી રહ્યાં નથી.

આયુષ સારવારનું મહત્વ

તાજેતરના વર્ષોમાં ભારે અને નુકશાનકારક ઉપચાર પદ્ધતિમાંથી સરળ, સાદી અને પરંપરાગત હેલ્થકેર પદ્ધતિ જેવી કે હોમિયોપેથી, આયુર્વેદ, નિસર્ગોપચાર અને યોગ વગેરે તરફનો ટ્રેન્ડ બદલાયો છે. આ ટ્રેન્ડને સપોર્ટ કરવા માટે અમારા જેવી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓએ તેમની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે આયુર્વેદિક સારવાર કવર ઓફર કરવાનું શરૂ કર્યું છે.

તેથી જો તમે વૈકલ્પિક ઉપચારમાં વિશ્વાસ કરો છો તો અહીં તમને વધુ હિંમ્મત આપવા માટે અમે છીએ. હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ જેવી વૈકલ્પિક સારવાર ઉપચાર પદ્ધતિ વિશે તમારે જાણવા જેવી જરુરી બાબતો અહીં રજૂ કરી રહ્યાં છીએ.

આજની હેલ્થકેર સેવાઓમાં આયુષ

આયુષ સંબંધિત સારવારથી લોકોને વાકેફ કરવા માટે  ભારત સરકારે 2014મા આયુષ મંત્રાલયની રચના કરી અને પરિણામે આયુષ સારવાર પૂરી પાડતી હોસ્પિટલો માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ ધોરણો લાગુ કરવાનું શરૂ કરવા માટે નેશનલ બોર્ડ ફોર હોસ્પિટલ્સ (NABH)ની રચના કરવામાં આવી.

આજે સમગ્ર ભારતમાં 50થી વધુ હોસ્પિટલો વિશ્વસનીય અને અધિકૃત આયુષ સંબંધિત સારવાર પૂરી પાડવા માટે માન્યતા પ્રાપ્ત છે.

વધુ વાંચો :

આયુષ સારવારના ફાયદા

તે આરોગ્યસંભાળ માટે વધુ સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તબીબી સેવાઓની ક્ષતિ અને અંતરને દૂર કરે છે અને વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને હેલ્થકેર પૂરી પાડે છે.

તે વૃદ્ધ લોકો માટે ઉપલબ્ધ એક શ્રેષ્ઠ વૈકલ્પિક સારવાર પૈકીની એક છે.

તમાકુનું વ્યસન અને માદક દ્રવ્યોના દુરૂપયોગ જેવા જીવનશૈલીના મુદ્દાઓને ચોક્કસ આયુષ સારવાર દ્વારા અસરકારક રીતે ઉકેલી શકાય છે. તેનું એક બેસ્ટ થેરાપી અને ઉદાહરણ યોગ છે.

ભારતમાં લાઈફસ્ટાઈલ સંબંધિત રોગો/બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે તેમાંના અનેક રોગો ડાયાબિટીસ અને હાઈપરટેન્શનને પણ આયુષ પ્રણાલીના હાજર વૈકલ્પિક સારવારના ઉપયોગથી ઘટાડી શકાય છે.

એકંદરે આયુષ સારવારમાં આડઅસર ઓછી હોવાનું કહેવાય છે અને તે આધુનિક દવાઓ કરતા ઘણી ઓછી ખર્ચાળ પણ છે.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ ફાયદા/લાભ વિશે વધુ જાણો

હેલ્થ ઇન્સ્યોરન્સમાં આયુષ સારવારનો લાભ કોણ લઈ શકે છે?

જ્યારે કોઈપણ વ્યક્તિ તેમના હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ આયુષ કવરની પસંદગી કરી શકે છે, જો તમે 60 અને તેનાથી વધુ ઉંમરના હોવ અથવા તમારા માતા-પિતાને તમારા પ્લાનના ભાગ રૂપે ઇન્સ્યોરન્સ કરાવતા હોવ અથવા તેમના માટે અલગ સિનિયર સીટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતા હોવ તો તે ચોક્કસપણે પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત, વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે ઉંમરના માપદંડ અલગ-અલગ હોય છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ તેમના હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ આયુષ કવરની પસંદગી કરી શકે છે, જો તમે 60 અને તેનાથી વધુ ઉંમરના હોવ અથવા તમારા માતા-પિતાને તમારા પ્લાનના ભાગ રૂપે ઇન્સ્યોરન્સ કરાવતા હોવ અથવા તેમના માટે અલગ સિનિયર સીટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતા હોવ તો તે ચોક્કસપણે પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત, વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે ઉંમરના માપદંડ અલગ-અલગ હોય છે.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ બેનિફિટ્સ હેઠળ શું કવર થશે ?

જો તમે તમારા હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ કવર પસંદ કર્યું હોય તો આયુર્વેદ, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથી હેઠળ તમારી ઇનપેશન્ટ સારવાર માટેના તમારા તમામ તબીબી ખર્ચાઓ ડિજિટ સંભાળશે. નોંધ : તમારી હેલ્થ પોલિસી હેઠળ ક્લેમ ચૂકવવા માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓન હેલ્થ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવી ફરજિયાત રહેશે.

જો તમે તમારા હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ કવર પસંદ કર્યું હોય તો આયુર્વેદ, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથી હેઠળ તમારી ઇનપેશન્ટ સારવાર માટેના તમારા તમામ તબીબી ખર્ચાઓ ડિજિટ સંભાળશે.

નોંધ : તમારી હેલ્થ પોલિસી હેઠળ ક્લેમ ચૂકવવા માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓન હેલ્થ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવી ફરજિયાત રહેશે.

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ બેનિફિટ્સ હેઠળ શું આવરી લેવામાં આવતું નથી ?

24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલાઈઝેશન પ્રી-હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે કેર પ્રક્રિયા અને વૈકલ્પિક સારવાર હેઠળ બહારના દર્દીઓના મેડિકલ ખર્ચ કોઈપણ નિવારક અને કાયાકલ્પ સારવાર કે જે તબીબી રીતે જરૂરી નથી (તેથી કેરળ વૈકલ્પિક સારવાર ઉપાય આમાં શામેલ નથી 😉)

  • 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલાઈઝેશન
  • પ્રી-હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે કેર પ્રક્રિયા અને વૈકલ્પિક સારવાર હેઠળ બહારના દર્દીઓના મેડિકલ ખર્ચ
  • કોઈપણ નિવારક અને કાયાકલ્પ સારવાર કે જે તબીબી રીતે જરૂરી નથી (તેથી કેરળ વૈકલ્પિક સારવાર ઉપાય આમાં શામેલ નથી 😉)

હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુર્વેદિક સારવાર મેળવવા માટે કઈ શરતોને ધ્યાનમાં રાખવી જોઈએ ?

જો હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ સારવાર હેઠળ લાયકાત ધરાવતા કેન્દ્રમાં સારવાર લેવામાં આવે તો જ આયુર્વેદિક સારવાર માટેના ખર્ચને આવરી લેવામાં આવશે. લાયકાત ધરાવતા કેન્દ્રની આ વ્યાખ્યા IRDAI દ્વારા બનાવવામાં આવી છે. આ શરત હેઠળ લાયકાત ધરાવતા કેન્દ્રોના પ્રકાર નીચે મુજબ છે: 1. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (CCIM) અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી (CCH) દ્વારા માન્યતા પ્રાપ્ત આયુષ કોલેજોની ટીચિંગ હોસ્પિટલો 2. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં યોગ્ય કાયદા/અધિનિયમ હેઠળ સરકારી સંસ્થા સાથે નોંધાયેલી આયુષ હોસ્પિટલો અને લઘુત્તમ માપદંડ તરીકે નીચેની શરતોનું પાલન કરતી હોવી જોઇએ : ઓછામાં ઓછા 15 દર્દીઓ માટે બેડ ધરાવતી હોવી જોઇએ; ઓછામાં ઓછા 5 લાયકાત ધરાવતા અને નોંધાયેલા આયુષ ડોકટરો છે; ચોવીસ કલાક લાયકાત ધરાવતા પેરામેડિકલ સ્ટાફની હાજરી; સમર્પિત આયુષ ઉપચાર વિભાગો છે; દર્દીઓના દૈનિક રેકોર્ડ જાળવે છે અને તેને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકૃત કર્મચારીઓ માટે સુલભ બનાવે છે; આ ઉપરાંત લીધેલી સારવારનો ક્લેયમ કરવા માટે દર્દીને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. કેટલીક સકારાત્મક ઉપચારાત્મક અસર દર્શાવતી સારવાર માટે કેટલાક ઈન્સ્યોર્રે ક્લેયમ સ્વીકારવો જરૂરી છે. અસ્વીકરણ: આયુષ કવર પર સંપૂર્ણ વિગતો માટે હંમેશા તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા અને તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે તપાસ કરો.

જો હેલ્થ ઈન્સ્યોરન્સમાં આયુષ સારવાર હેઠળ લાયકાત ધરાવતા કેન્દ્રમાં સારવાર લેવામાં આવે તો જ આયુર્વેદિક સારવાર માટેના ખર્ચને આવરી લેવામાં આવશે. લાયકાત ધરાવતા કેન્દ્રની આ વ્યાખ્યા IRDAI દ્વારા બનાવવામાં આવી છે.

આ શરત હેઠળ લાયકાત ધરાવતા કેન્દ્રોના પ્રકાર નીચે મુજબ છે:

1. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (CCIM) અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી (CCH) દ્વારા માન્યતા પ્રાપ્ત આયુષ કોલેજોની ટીચિંગ હોસ્પિટલો

2. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં યોગ્ય કાયદા/અધિનિયમ હેઠળ સરકારી સંસ્થા સાથે નોંધાયેલી આયુષ હોસ્પિટલો અને લઘુત્તમ માપદંડ તરીકે નીચેની શરતોનું પાલન કરતી હોવી જોઇએ :

  • ઓછામાં ઓછા 15 દર્દીઓ માટે બેડ ધરાવતી હોવી જોઇએ;
  • ઓછામાં ઓછા 5 લાયકાત ધરાવતા અને નોંધાયેલા આયુષ ડોકટરો છે;
  • ચોવીસ કલાક લાયકાત ધરાવતા પેરામેડિકલ સ્ટાફની હાજરી;
  • સમર્પિત આયુષ ઉપચાર વિભાગો છે;
  • દર્દીઓના દૈનિક રેકોર્ડ જાળવે છે અને તેને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકૃત કર્મચારીઓ માટે સુલભ બનાવે છે;

આ ઉપરાંત લીધેલી સારવારનો ક્લેયમ કરવા માટે દર્દીને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. કેટલીક સકારાત્મક ઉપચારાત્મક અસર દર્શાવતી સારવાર માટે કેટલાક ઈન્સ્યોર્રે ક્લેયમ સ્વીકારવો જરૂરી છે.

અસ્વીકરણ: આયુષ કવર પર સંપૂર્ણ વિગતો માટે હંમેશા તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા અને તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે તપાસ કરો.

આયુષ લાભ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હોમિયોપેથિક દવા હેલ્થ ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે?

હા, વૈકલ્પિક સારવાર ઈન્સ્યોરન્સ હેઠળ હોમિયોપેથી પણ આવરી લેવામાં આવે છે. જોકે વીમા કંપનીઓ હોમિયોપેથિક દવાઓના નાના ખર્ચને આવરી લેતી નથી કારણ કે તેઓ માત્ર પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે જ ચૂકવણી કરે છે. જો દર્દી 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો તેને પણ કવર કરવામાં આવશે.

શું નેચરોપેથી હેલ્થ ઈન્સ્યોરન્સમાં દ્વારા આવરી લેવામાં આવે છે?

હા, જો હોસ્પિટલમાં સારવાર હાથ ધરવામાં આવે તો નેચરોપેથીને પણ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.