હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં સબ-લિમિટ વિશે સમજણ

હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી શોધતા હોવો ત્યારે તેના કવરેજ સિવાય પણ ઘણી વધારાની સુવિધાઓ ધ્યાનમાં લેવી જોઈએ, જેમ કે ડૅડુક્ટઇબલ્સ, કોપયમેન્ટ અથવા વેઈટિંગ પીરિયડ. હેલ્થ ઈન્સ્યુરન્સમાં ધ્યાનમાં રાખવા જેવી બીજી વિશેષતા સબ-લિમિટ છે.

ઇન્શ્યુરર દ્વારા તમારા દાવાની રકમ પર મૂકવામાં આવતી પૂર્વનિર્ધારિત નાણાકીય કેપ એટલે સબ-લિમિટ. જોકે નોંધનીય છે કે હેલ્થ ઈન્સ્યુરન્સમાં સબ-લિમિટ બિલની સંપૂર્ણ રકમ પર લાગુ થશે નહીં પરંતુ અમુક શરતો પર લાગુ થશે. આ લિમિટઓ હોસ્પિટલના રૂમના ભાડા, અમુક રોગોની સારવાર, એમ્બ્યુલન્સ ચાર્જ અને વધુ પર મૂકી શકાય છે.

અમુક કિસ્સામાં સબ લિમિટ સમ ઈન્સુરેડની ટકાવારી તરીકે ગણવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે જો તમારો સમ-ઇન્શ્યુર્ડ ₹5 લાખનો છે અને તમારા રૂમ ભાડાના ચાર્જ 1% સુધી મર્યાદિત છે તો તમારા ઈન્સ્યુરન્સ થકી ₹5,000 સુધીનો જ કવર મળશે.

હેલ્થ ઈન્સ્યુરન્સમાં સબ-લિમિટઓનું મહત્વ

ઈન્સ્યુરન્સ કંપનીઓ દ્વારા તેમના એકંદર દાવા ઘટાડવા માટે સબ-લિમિટઓ મૂકવામાં આવે છે. જેમ કે તે સામાન્ય રીતે મોટાભાગની હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવતા સરેરાશ દરો પર નક્કી કરવામાં આવે છે. તે ગ્રાહકો દ્વારા છેતરપિંડી અને વધારી-ચઢાવીને દર્શાવેલા મેડિકલ બિલના કિસ્સાઓ પણ ઘટાડી શકે છે.

તમામ હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીઓમાં સબ-લિમિટઓ હોતી નથી અને કેટલીક ઈન્સ્યુરન્સ કંપનીઓ કલમને નાપસંદ કરીને દૂર કરવાના વિકલ્પો પણ ઓફર કરે છે. પરંતુ, સામાન્ય રીતે સબ-લિમિટ સાથેના હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાનમાં સબ-લિમિટ વિનાના ઈન્સ્યુરન્સ કરતાં ઓછું પ્રીમિયમ હશે.

આમ તમે જ્યારે હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી પસંદ કરો ત્યારે સબ-લિમિટઓની કાળજીપૂર્વક નોંધ લો. આ તમારા બજેટ માટે વધુ સારું હોઈ શકે છે પરંતુ ચકાસો કે તે તમારી જરૂરિયાતો પ્રમાણે પણ બંધબેસે કારણ કે સબ-લિમિટઓ સાથેના હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાન લાંબા ગાળે વધુ મર્યાદિત કવરેજ પ્રદાન કરી શકે છે.

સબ-લિમિટના વિવિધ પ્રકારો કયા છે?

હેલ્થ ઈન્સ્યુરન્સમાં ત્રણ મુખ્ય પ્રકારની સબ-લિમિટઓ છે. ચાલો તેમના પર એક નજર કરીએ જેથી તમારા માટે ઈન્સ્યુરન્સ પોલિસી પસંદ કરવાનું વધુ સરળ બને:

રૂમ ભાડા પર સબ-લિમિટ

રૂમના ભાડાની વાત આવે છે ત્યારે તમારા ઇન્શ્યુરર સામાન્ય રીતે દિવસ દીઠ રૂમનું ભાડું આવરી લે છે પરંતુ આ ભાડું માત્ર એક ચોક્કસ લિમિટ સુધી જ સ્વીકાર્ય છે. આ રકમ સામાન્ય રીતે સમ ઈન્સુરેડના 1-2% અથવા અમુક અન્ય નિશ્ચિત રકમ સુધી મર્યાદિય હોય છે.

તેથી, જો તમારા રૂમના ભાડાની લિમિટ પ્રતિ દિવસ ₹4,000 છે અને તમે ₹6,000 પ્રતિ દિવસનો રૂમ પસંદ કરો છો તો તમારે ખિસ્સામાંથી ₹2,000 નો તફાવત ચૂકવવો પડશે.

વધુમાં કેટલીક ઈન્સ્યુરન્સ કંપનીઓ રૂમના પ્રકાર પર પણ લિમિટ મૂકશે, જેમ કે માત્ર સામાન્ય વોર્ડ અથવા અર્ધ-ખાનગી (સેમી-પ્રાઈવેટ) રૂમને જ આવરી લેવા. નોંધનીય છે કે તમે જે પ્રકારના રૂમની પસંદગી કરો છો તેના આધારે ડોક્ટરના કન્સલ્ટેશન ચાર્જ અથવા ઓક્સિજન સપ્લાય ફી જેવા તબીબી ખર્ચાઓ અલગ-અલગ હોઈ શકે છે.

ચોક્કસ સારવાર પર સબ-લિમિટ

સબ-લિમિટઓ ઘણીવાર ચોક્કસ સારવાર અને/અથવા રોગોને પણ લાગુ પડે છે. ખાસ કરીને ખૂબ જ સામાન્ય અને પૂર્વ આયોજિત પ્રક્રિયાઓ જેમ કે કિડનીની પથરી, મોતિયા, પાઈલ્સ-મસા, પિત્તાશય, હર્નિઆસ, કાકડા, સાઇનસ વગેરે પર સબ લિમિટ લાગુ પડે છે. સબ-લિમિટ કલમ હેઠળ તમારા ઇન્શ્યુરર આ સારવારો માટે બિલની ચોક્કસ ટકાવારી જ ભોગવશે.

ઉદાહરણ તરીકે જો તમારી સમ ઈન્સુરેડ ₹15 લાખ છે પરંતુ તમારી પોલિસીમાં કેન્સરની સારવાર માટે 50%ની સબ-લિમિટ કલમ છે તો તમે આ સારવાર માટે ₹7.5 લાખથી વધુનો દાવો કરી શકતા નથી.

હોસ્પિટલાઇઝેશન પહેલાં અથવા પછીના ખર્ચ પર સબ-લિમિટ

કેટલાક હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રદાતાઓના પ્લાનમાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ માટે પણ સબ-લિમિટઓ શામેલ છે.

જો તમારી પોલિસીમાં પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ (દા. ત. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે) અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ (દા. ત. દવાઓ, ઉપચાર અથવા રિકવરી દરમિયાન ટેસ્ટ) આવરી લેવામાં આવે છે તો આ ખર્ચાઓ પણ સબ-લિમિટને આધીન હોઈ શકે છે

સબ-લિમિટઓ તમારા દાવાઓને કેવી રીતે અસર કરે છે?

આપણે ઉપર જોયું તેમ સબ-લિમિટ હોય છે ત્યારે તે અંતિમ દાવાની રકમ ઘટાડે છે. હોસ્પિટલના રૂમનું ભાડું, અમુક રોગોની સારવાર અથવા હોસ્પિટલમાં દાખલ થયા પછીના ચાર્જ જેવી બાબતો માટે તમે સબ-લિમિટ કલમ દ્વારા નિર્ધારિત રકમ માટે જ દાવો કરી શકો છો અને તે ઉપરાંતના ખર્ચ તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડશે.

આમ ભલે તમારી પાસે ઉંચી સમ ઈન્સુરેડ હોય પણ તમે આ સબ-લિમિટ કલમોને કારણે તમારા તમામ હોસ્પિટલમાં દાખલ થવા અથવા સારવારના ખર્ચ માટે દાવો કરી શકતા નથી.

હોસ્પિટલમાં દાખલ થવાના તણાવપૂર્ણ સમય દરમિયાન અથવા દાવો દાખલ કરતી વખતે કોઈપણ છેલ્લી ઘડીની મૂંઝવણને ટાળવા માટે આ સબ-લિમિટ કલમોને કાળજીપૂર્વક ચકાસવાનું અવશ્ય યાદ રાખો. આ રીતે તમે ખાતરી કરી શકો છો કે તમે મુશ્કેલી-મુક્ત દાવાની પ્રક્રિયાનો આનંદ માણો છો.

જો સબ-લિમિટઓ ફરજિયાત હોય તો શું?

તમે સબ-લિમિટઓ ઓફર ન કરતી પોલિસી ખરીદો છો તો ઘણી વખત વધુ પ્રીમિયમ ચૂકવવાનું હશે. સબ-લિમિટ ઈન્સ્યુરન્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવતી હોવાથી, જો તમે આ કલમો ધરાવતી પોલિસી પસંદ કરો છો તો તમે રકમમાં ફેરફાર કરી શકશો નહીં.

આમ તમે પોલિસી ખરીદો તે પહેલાં પોલિસી દસ્તાવેજોમાં ઉલ્લેખિત સબ-લિમિટઓને સારી રીતે સમજો અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો જેમ કે સમાવેશ, બાકાત, ડૅડુક્ટઇબલ્સ અને કોપયમેન્ટ વિશેની વિગતો તપાસો. જો તમને લાગતું હોય કે પોલિસીમાં આપવામાં આવતું કવરેજ તમારી ચોક્કસ જરૂરિયાતો અથવા હેલ્થકેર માટેના ખર્ચ કરતાં ઓછું છે તો તમે તમારી સમ ઈન્સુરેડ વધારી શકો છો અથવા તો કોઈ અન્ય ઈન્સ્યુરન્સ કંપનીની પસંદગી પણ કરી શકો છો.

હેલ્થ ઈન્સ્યુરન્સમાં સબ-લિમિટઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પોલિસી તમારી જરૂરિયાતોને અનુરૂપ છે કે નહીં તે નક્કી કરવામાં મહત્વનું પરિબળ બની શકે છે. સબ-લિમિટ ધરાવતા હેલ્થ ઈન્સ્યુરન્સ પ્લાનમાં સબ-લિમિટ વિનાના પ્લાન કરતાં ઓછું પ્રીમિયમ હશે પરંતુ તે લાંબા ગાળે વધુ મર્યાદિત કવરેજ પ્રદાન કરી શકે છે. તેથી તમારો હેલ્થ ઈન્સ્યુરન્સ ખરીદતા પહેલા તમારી હેલ્થકેર જરૂરિયાતો અને તમારા બજેટ બંનેને બંધબેસતી પોલિસી પસંદ કરજો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હેલ્થ ઈન્સ્યુરન્સમાં સબ-લિમિટઓ શું છે?

સબ-લિમિટ એ પૂર્વનિર્ધારિત લિમિટ છે, જે ઇન્શ્યુરર દ્વારા તમારા દાવાની રકમના ભાગ પર મૂકવામાં આવે છે. આ લિમિટઓ હોસ્પિટલના રૂમના ભાડા, અમુક રોગોની સારવાર, હોસ્પિટલાઈઝેશન બાદના ચાર્જ અને વધુ ખર્ચાઓ પર મૂકી શકાય છે.

શું તમામ હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં સબ-લિમિટઓ છે?

ના, તમામ હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં સબ-લિમિટ કલમ હોતી નથી. કેટલીક ઈન્સ્યુરન્સ કંપનીઓમાં તે માત્ર અમુક શરતો અથવા સારવાર માટે હોઈ શકે છે, જ્યારે અમુક કલમ નાપસંદ કરવાના વિકલ્પો પણ આપી શકે છે.

શું આઈઆરડીએઆઈ/IRDAI સબ-લિમિટ માટે રકમ વ્યાખ્યાયિત કરે છે?

ના, આઈઆરડીએઆઈ (ભારતીય ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં સબ-લિમિટઓ પર કોઈ ચોક્કસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. તે ઈન્સ્યુરન્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે.

તમે તમારી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીમાં સબ-લિમિટ ક્યાં ચકાસી શકો છો?

વિવિધ શરતો અથવા સારવાર માટે ચોક્કસ સબ-લિમિટઓ શું છે તે જાણવા માટે તમારા હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી દસ્તાવેજમાં નિયમો અને શરતોનો અભ્યાસ કરો. જો તમે આ શોધી શકતા નથી તો તમે તમારા ઇન્શ્યુરરનો સંપર્ક કરી શકો છો અને તેમને પૂછી શકો છો.

શું ભરપાઈ અને કેશલેસ દાવાઓ બંનેને સબ-લિમિટ લાગુ પડે છે?

હા, સબ-લિમિટઓ ભરપાઈ અને કેશલેસ દાવા બંનેને લાગુ પડે છે. આ લિમિટ ઈન્સ્યુરન્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવતી હોવાથી દાવાના પ્રકારને ધ્યાનમાં લીધા વિના તે દરેક દાવા પ્રકારને લાગુ પડે છે.

શું મારા દાવાની સંખ્યા પર પણ કોઈ લિમિટ છે?

ના, જો આ તમામ દાવા વાર્ષિક સમ ઈન્સુરેડની અંદર હોય તો તમારી હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસી હેઠળના દાવાની સંખ્યા પર કોઈ લિમિટ નથી. જોકે ડિજિટ જેવી કેટલીક ઈન્સ્યુરન્સ કંપનીઓ સાથે, જો તમે તમારી સમ ઈન્સુરેડ સમાપ્ત કરી દો છો અને કમનસીબે વર્ષ દરમિયાન તેની ફરીથી જરૂર પડે તો અમે તમને તમારા પોલિસી પીરિયડમાં કોઈપણ સમયે તેને ફરીથી રીફિલ કરવાનો લાભ આપીએ છીએ.