કાર વીમો ઓનલાઇન

ઓછું વાહન ચલાવો, ઓછો પગાર આપો. પ્રીમિયમ પર 25% સુધીની છૂટ.

Third-party premium has changed from 1st June. Renew now

ડિજીટ કાર ઈન્સ્યોરન્સ સાથે, જો તમે ઓછું વાહન ચલાવો છો, તો તમે ઓછા પૈસા ચૂકવો છો!

કાર ઈન્સ્યોરન્સ: તાત્કાલિક ઓનલાઇન કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો/રિન્યૂ કરો

કાર ઈન્સ્યોરન્સ શું છે?

કાર ઈન્સ્યોરન્સ, જેને ઓટો અથવા મોટર ઈન્સ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારની વાહનનું ઈન્સ્યોરન્સ છે જે તમને અને તમારી કારને અકસ્માત, ચોરી કે કુદરતી આફતથી થતાં કોઈપણ ખતરા અથવા નુકશાન સામે રક્ષણ આપે છે. તેથી, આવા અણધાર્યા સંજોગોમાં થતાં કોઈપણ નુકસાન સામે તમે આર્થિક સુરક્ષા મેળવશો. આ ઉપરાંત, તમને થર્ડ પાર્ટી લાયાબીલીટીઝ સામે પણ સુરક્ષા આપવામાં આવશે.

જો તમે સૌથી મૂળભૂત થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ નિયમનું કાયદેસર રીતે પાલન કરવા ઈચ્છો છો, અથવા તમારી કારનું કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છો છો, અથવા ઓવ્ન ડેમેજ  પોલિસી લેવા ઈચ્છો છો, તો ગોડિજિટ (Godigit) તમને થર્ડ પાર્ટી, કોમ્પ્રિહેંસિવ અને ઓવ્ન ડેમેજ કાર ઈન્સ્યોરન્સ પરવડે તેવા પ્રીમિયમ પર ઓનલાઈન આપે છે.

તેમાં સર્વ શ્રેષ્ઠ શું છે? તમે આઇડીવી તમારી જાતે કસ્ટમાઈઝ કરી શકો છો તે પણ ૭ ફાયદાકારક એડ ઓન્સથી જે તમારી કાર માટે યોગ્ય હોય. તો, તમે ગોડિજિટ (Godigit) દ્વારા કાર ઈન્સ્યોરન્સ ખરીદવા/રિન્યૂ કરવા ઇચ્છતા હોવ કે પછી ક્લેઇમ કરવા ઇચ્છતા હોવ- આ બધુ જ અમારી સરળ અને ઝડપી સ્માર્ટ ફોનથી ચાલતી પ્રક્રિયા દ્વારા ઓનલાઈન થઈ શકે છે.

ડિજિટ કાર ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે

ડિજીટ કાર ઇન્સ્યોરન્સ સાથે એડ-ઓન કવર

કાર ઇન્સ્યોરન્સ એડ-ઓન કે જે તમે તમારી કાર ઇન્સ્યોરન્સ પૉલિસી વડે ખરીદી શકો છો

શૂન્ય ઘસારાનું કવર

5 વર્ષથી ઓછી જૂની કાર માટે આદર્શ, શૂન્ય ઘસારાનું કવર તમને તમારી કાર અને તેના ભાગો પર વસૂલવામાં આવેલ ઘસારાને શૂન્ય બનાવે છે અને તમને દાવા દરમિયાન રિપેર, ખર્ચાઓ અને રિપ્લેસમેન્ટનું સંપૂર્ણ મૂલ્ય આપે છે.

ઇન્વોઇસ કવર માટે વળતર

ચોરી અથવા રિપેર સિવાયના નુકસાનના કિસ્સામાં, ઇનવોઇસ એડ-ઓન પર વળતરથી તમને તમારી કારના ઇન્વોઇસ મૂલ્યની સંપૂર્ણ રકમ પાછી મેળવવાનો લાભ મળે છે, જેમાં અનુક્રમે નવા વાહનની નોંધણીનો ખર્ચ અને તેના રોડ ટેક્સનો સમાવેશ થાય છે.

ટાયર સુરક્ષા કવર

સામાન્ય રીતે, ટાયરનું નુકસાન સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવતું નથી સિવાય કે અકસ્માત દરમિયાન નુકસાન થાય. એટલા માટે આ ટાયર સુરક્ષા એડ-ઓન તમને શક્ય હોય તેવી અન્ય તમામ પરિસ્થિતિઓમાં ટાયર ફાટવા, બલ્જ અથવા કટ જેવા ટાયરના નુકસાન માટે સુરક્ષા અને કવર કરવાનો લાભ આપે છે.

બ્રેકડાઉન સહાય

આપણે બધાને કેટલીકવાર થોડી મદદની જરૂર હોય છે! અમારું બ્રેકડાઉન સહાય એડ-ઓન તમને જ્યારે પણ જરૂરી હોય ત્યારે મદદ લેવાનો લાભ આપે છે, એટલે કે તમે ઇચ્છો ત્યારે કારના બ્રેકડાઉન દરમિયાન સહાય કરે છે. શ્રેષ્ઠ ભાગ? તે દાવા તરીકે પણ ગણવામાં આવતું નથી!

ઉપભોક્તા કવર

ઉપભોક્તા કવર તમારી કારને સુરક્ષાનું વધારાનું સ્તર આપે છે. તે અકસ્માતની સ્થિતિમાં તમારી કારની તમામ ચીજવસ્તુઓ, જેમ કે એન્જિન ઓઈલ, સ્ક્રૂ, નટ અને બોલ્ટ, ગ્રીસ વગેરેનો ખર્ચ આવરી લે છે.

એન્જિન અને ગિયર-બોક્સ સુરક્ષા કવર

શું તમે જાણો છો કે તમારા એન્જિનને બદલવાની કિંમત તેની કિંમતના આશરે 40% છે? સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં, અકસ્માત દરમિયાન થયેલા નુકસાનને જ આવરી લેવામાં આવે છે. જો કે, એન્જીન અને ગિયર-બોક્સ સુરક્ષા કવર સાથે, તમે ખાસ કરીને તમારી કાર (એન્જિન અને ગિયરબોક્સ!) ના આયુષ્ય માટે અકસ્માત પછી થતા કોઈપણ પરિણામી નુકસાન માટે કવર મેળવી શકો છો.

દૈનિક પરિવહનના લાભ

ઇન્સ્યોરન્સદાતાઓ દ્વારા ઓફર કરવામાં આવેલ દૈનિક પરિવહનના લાભ એડ-ઓન એ સુનિશ્ચિત કરે છે કે પોલિસીધારકને રોજિંદા પરિવહન માટે નિશ્ચિત દૈનિક ભથ્થા અથવા જ્યારે ઇન્સ્યોરન્સ લીધેલ વાહન રિપેરિંગ માટે ગેરેજમાં હોય તે સમય માટે સ્ટેન્ડબાય વાહનના રૂપમાં વળતર મળે છે.

કી અને લોક સુરક્ષા

ચોરી, ખોટ કે નુકસાનના કિસ્સામાં કારમાંના લોકસેટના રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ માટે પોલિસીધારક દ્વારા જે ખર્ચ થાય છે તે ઇન્સ્યોરન્સદાતા દ્વારા કી અને લોક સુરક્ષા ના એડ-ઓન કવરના ભાગ રૂપે આવરી લેવામાં આવે છે.

અંગત સામાનને નુકશાન

જો પૉલિસીધારક અથવા પરિવારના કોઈપણ નજીકના સભ્ય જયારે  ઇન્સ્યોરન્સ કરાવેલ વાહનમાં રાખવામાં આવેલ કોઈ પણ અંગત સામાન માટે પોલિસીમાં દર્શાવ્યા મુજબનું અંગત સામાનનું નુકશાન ભોગવે છે તો તેની ભરપાઈ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવશે.

ડ્રાઇવ કરો તેટલું ચૂકવો

તમે ડ્રાઇવ કરો તેટલું ચૂકવો કવર તે પોલિસીધારકને પસંદ કરેલ પ્લાનના આધારે બેઝ પોલિસીના ઓન ડેમેજ કવરના પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર બનાવે છે. વધારાના પ્રીમિયમ ચૂકવીને મૂળભૂત પોલિસી હેઠળ કિલોમીટરને ટોપ અપ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

શું કવર થતું નથી

તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ અગત્યનું છે, જેથી તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે કોઈ અચરજ ન રહે. અહી આવી કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે:

થર્ડ પાર્ટી પોલિસી હોલ્ડર માટે ઓવ્ન ડેમેજ

થર્ડ પાર્ટી અથવા લાયાબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, તમારા પોતાના વાહનની ક્ષતિ કવર થશે નહીં.

નશાની હાલતમાં અથવા લાઇસન્સ વગર કાર ચલાવવી

તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ચલાવી રહ્યા હતા.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર કાર ચલાવવી

તમારી પાસે લર્નર લાઇસન્સ હોય અને તમે આગળની સીટમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર કાર ચલાવી રહ્યા હતા.

કંસિક્વન્શિયલ ડેમેજીસ

કોઈપણ પ્રકારની ક્ષતિ જે અકસ્માતના પરિણામે થઈ નથી (ઉદાહરણ તરીકે અકસ્માત, જો ક્ષતિગ્રસ્ત કાર અયોગ્ય રીતે ચલવામાં આવી અને તેનું એન્જીન નુકશાન પામે, તો તે કવર થશે નહીં).

ફાળો આપનારની બેદરકારી

કોઈપણ ફાળો આપનારની બેદરકારી (દા.ત., પૂરમાં કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન, જે મેન્યુફેક્ચરના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ યોગ્ય નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

એડ-ઓન્સની ખરીદી નથી કરી

કેટલીક પરિસ્થિતિઓમાં એડ-ઓન્સ કવર થતા નથી. જો તમે આવા એડ-ઓન્સ ખરીદેલા નથી તો સબંધિત પરિસ્થિતીઓ કવર થતી નથી.

તમારે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ડિજીટ દ્વારા કાર ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતા

મુખ્ય વિશેષતાઓ ડિજીટના ફાયદા
પ્રીમિયમ ₹2094 થી શરૂ
નો ક્લેઈમ બોનસ 50% સુધી ડિસ્કાઉન્ટ
કસ્ટમાઇઝ એડ-ઓન 10 એડ-ઓન્સ ઉપલબ્ધ છે
કેશલેસ રિપેર ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સાથે 6000+ ગેરેજ પર ઉપલબ્ધ
દાવાની પ્રક્રિયા સ્માર્ટફોન-સક્ષમ દાવાની પ્રક્રિયા. 7 મિનિટમાં ઓનલાઈન થઈ શકે છે!
પોતાના નુકશાન માટે કવર ઉપલબ્ધ
તૃતીય -પક્ષનું નુકશાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી

તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સીડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

difference between comprehensive and third party insurance વિષે વધુ જાણો

ફોર-વ્હીલર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની કિંમતો

થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમારી કારના એન્જિન સીસી(cc) પર આધાર રાખે છે અને સંબંધિત પ્રીમિયમ રેટ પણ IRDAI, દ્વારા પૂર્વનિર્ધારિત છે, જે નીચે મુજબ છે:

એન્જિન કેપેસીટી સાથે પ્રાઈવેટ કાર 2019-20 માટેનું પ્રીમિયમ INR માં પ્રીમિયમ રેટ (1લી જૂન 2022થી લાગુ)
1000cc કરતાં વધુ નહીં ₹2072 ₹2094
1000cc થી વધુ પરંતુ 1500cc થી વધુ નહી ₹3221 ₹3416
1500cc કરતાં વધુ ₹7890 ₹7897

વર્ષ 2015 થી 2025 સુધી પ્રદેશ દ્વારા, મૂલ્ય દ્વારા ભારતમાં કાર ઇન્સ્યોરન્સ માર્કેટની સાઇઝ

2015-2025ના 10-વર્ષના સમયગાળામાં ભારતમાં કાર ઇન્સ્યોરન્સ માર્કેટની વૃદ્ધિ અને ટ્રેન્ડ વિશેની જાણકારી મેળવો. બજાર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પ્રદેશોમાં વહેંચાયેલું છે.

કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.

સ્ટેપ 3

તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.

ડિજિટ કાર ઈન્સ્યોરન્સથી ક્લેઇમ કરવા સરળ બન્યા

જ્યારે અમે કહ્યું કે અમે ઈન્સ્યોરન્સને સરળ બનાવીએ છીએ, ત્યારે ખરેખર અમે તે માનીએ છીએ! જ્યારે કાર ઈન્સ્યોરન્સની વાત છે, તો અમે સમજીએ છીએ કે તમે કાર મેળવવા માટે પહેલા જ ઘણા પૈસા ખર્ચી ચૂક્યા છો, તેથી અમે પ્રયત્ન કરીએ છીએ અને કાર ઈન્સ્યોરન્સ ક્લેમ્સને તમારા માટે બને તેટલા સરળ અને આર્થિક રીતે પોસાય તેવા બનાવીએ.

  • સમય જતાં લોકો જે વસ્તુઓને ધિક્કારે છે, તેમાંની એક તમારી કાર ક્ષતિગ્રસ્ત હોય ત્યારે ક્ષતિ તપાસવા આવનાર સર્વેયરની જોવી પડતી રાહ છે. આથી, ટેકનૉલોજીની મદદથી અમે અમારી પોતાની સ્માર્ટ ફોન ઇનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શન પ્રોસેસ બનાવી છે કે તમારી જાતે ક્ષતિની તપાસ કરવામાં મદદ કરશે, તે પણ ફક્ત ૭ મિનિટ કરતાં ઓછા સમયમાં!
  • જ્યારે તમારી કાર અકસ્માત અથવા કુદરતી આફતના કારણે ક્ષતિગ્રસ્ત થાય છે, ત્યારે તમારી ચિંતાનો અંતિમ વિષય તેના રિપેરિંગમાં થનાર ખર્ચ છે અને અમે તે સમજીએ છીએ. આ કારણે અમે ભારતભરમાં 6000+ ગેરેજમાંથી કોઈપણ પર કેશલેસ ક્લેઇમ પસંદ કરવા દઈએ છીએ, જેથી તમે ચિંતા વગર તમારી કારને રિપેર કરવી શકો.
  • અમે બધુ જ ડિજિટલ અને પેપરલેસ રાખવામાં માનીએ છીએ. આ કારણોસર, હાર્ડ કોપીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધુ જ તમારી એપમાં ઓનલાઈન અપલોડ થઈ જશે, અને તમે નિશ્ચિંત રહેશો!

ડિજિટના કેશલેસ ગેરેજ

6000+ નેટવર્ક ગેરેજનું લિસ્ટ >
ડિજિટ ઈન્સ્યોરન્સના ક્લેમ્સનું કેટલુ ઝડપી સમાધાન થાય છે? તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો! ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા અંગે શું કહે છે

વિશાલ મોદી
★★★★★

મેં લીધેલી પૈકી સર્વ શ્રેષ્ઠ અને સરળત્તમ ઈન્સ્યોરન્સ ક્લેઇમ પ્રોસેસ. ખૂબ મદદરૂપ કસ્ટમર સપોર્ટ અને કાર્યદક્ષ સર્વેયર (મારા કિસ્સામાં શ્રી. સતિષ કુમાર). ફક્ત ફોટો અપલોડ કરો અને તમારો ક્લેઇમ પ્રોસેસ કરો. રિએમ્બર્સ્મેંટ પણ ખૂબ ઝડપી હતું. ખૂબ સરસ કરી રહ્યા છો ગોડિજિટ!!!

સુલભ સિન્હા
★★★★★

ડિજિટ સાથેનો મારો અનુભવ જણાવતા મને ઘણો જ આનંદ આવે છે. હવે હું કહી શકું કે તે ક્લેઇમનું સમાધાન અને કસ્ટમર સપોર્ટને ધ્યાનમાં લઈએ તો માર્કેટમાં સર્વ શ્રેષ્ઠ ઈન્સ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડર છે. હું શ્રી. રત્ન (સર્વેયર) નો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. જેમણે મારા કેસને ખૂબ જ વ્યાવસાયિક રીતે સંભાળ્યો. તેમણે મને યોગ્ય સમયે યોગ્ય વસ્તુની સલાહ આપી અને તમે તમારા ઇંસ્યોરર પાસેથી આ જ અપેક્ષા રાખો છો. ભવિષ્યમાં ડિજિટની સેવાની આ જ ગુણવત્તા જાળવી રાખશે  અપેક્ષા રાખું છું.

સિદ્ધાંત ગાંધી
★★★★★

ડિજિટ ઈન્સ્યોરન્સ સાથે ખૂબ સરસ અનુભવ હતો અને મને તેનો આનંદ છે. સમગ્ર પ્રક્રિયા ખૂબ સરળ અને કસ્ટમર ફ્રેંડલી લાગી જ્યાં મારે મારી કારને વર્કશોપમાં તૈયાર કરવાની ચિંતા ન હતી. તમને એક લિન્ક મળે છે અને તમે જાતે ક્ષતિગ્રસ્ત કારના ફોટા પાડી અને તેના માટે ક્લેઇમ નંબર બનાવો છો. ત્યાર બાદ સર્વેયર બધી જ સંભાળ લે છે. મારા કિસ્સામાં શ્રી. માત્રે ખૂબ મદદરૂપ થયા અને બધી બાબતમાં ઝડપી ઉત્તર આપતા. મારા અગાઉના ઇંસ્યોરર કરતા ખરેખર વધારે સારા છે. ગોડિજિટ ખૂબ આગળ વધો!!!

Show all Reviews

કાર ઈન્સ્યોરન્સ પોલિસીના ફાયદા

તમારા ખિસ્સાને આર્થિક નુકસાનથી બચાવો

તમે થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ લો અથવા કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ લો, કાર ઈન્સ્યોરન્સ હોવાથી તમને અકસ્માત, કુદરતી આફત અને અન્ય અણધારી પરિસ્થિતી દરમ્યાન થયેલ ક્ષતિ અને નુકસાનની ચુકવણી કરવાથી બચાવીને ફાયદો કરવી શકે છે. ઉપરાંત, તમે તમારી જાતને ભારે ટ્રાફિક દંડથી પણ બચાવી શકો છો!

થર્ડ પાર્ટીને થયેલી ક્ષતિને કારણે થતી સમસ્યા ટાળે

અકસ્માત બધા સાથે થાય છે. જો તમે કોઈ એવી પરિસ્થિતીમાં મુકાવ છો જ્યાં તમે અકસ્માતે કોઈની સાથે, કોઈની કાર અથવા મિલકત સાથે અથડાવ છો, તો થર્ડ પાર્ટીને થયેલ ક્ષતિ અને નુકસાનની ચુકવણી કરવા માટે તમારો કાર ઈન્સ્યોરન્સ છે તેથી તમારે તેની વિશે ચર્ચા કે ઝગડો કરવામાં કલાકો બગાડવાની જરૂર નથી!

એડ-ઓન્સ દ્વારા સારું કવરેજ અને ફાયદાઓ મેળવો

જો તમે કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ લો છો, તો તમને કાર માટે અન્ય સાથે એડ-ઓન્સ જેવા કે ઝીરો ડેપ્રિસીએશન કવર, રિટર્ન ટુ ઇનવોઇસ કવર, કંઝ્યુંમેબલ કવર અને બ્રેકડાઉન આસિસ્ટન્સનો વધારાનો લાભ મળી શકે છે.

કાયદાની દ્રષ્ટિએ સારા વ્યક્તિ બનો

મોટર વેહિક્લ્સ એક્ટ મુજબ, દરેક કાર પાસે થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ હોવો જ જોઈએ. તેના વગર, તમને પ્રથમ ગુના તરીકે રૂપિયા 2000 અને બીજી વખત રૂપિયા ૪૦૦૦ નો દંડ ભરવા માટે જવાબદાર રહેશો.

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ મેળવો

જ્યારે તમે ડિજિટના કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ પસંદ કરો છો, ત્યારે તમને થોડો વધુ ફાયદો ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ દ્વારા મળે છે જ્યારે તમારી કારની કોઈ ક્ષતિ રિપેર કરવાની જરૂર હોય.

સમય બચે!

ટેકનૉલોજીના કારણે, ડિજિટ દ્વારા-કાર ઈન્સ્યોરન્સ બનાવવાથી લઈને ક્લેઇમ કરવા સુધી બધુજ ઓનલાઈન કેટલીક સેક્ન્ડમાં થઈ જાય છે. આનો અર્થ એ કે તમારા ફક્ત પૈસા જ નથી બચતા પણ, તમારો કિંમતી સમય પણ બચે છે!

કઈ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમારા માટે શ્રેષ્ઠ છે?

કેસ 1: જો તમે નવી લક્ઝરી કાર ખરીદી છે - લક્ઝરી કાર ખરીદવી એ મોટાભાગના માલિકો માટે એક વખતની ડીલ છે, આમ, તમારે થર્ડ પાર્ટી લાયબિલીટી અને પોતાના નુકસાન બંનેને કવર કરવા માટે કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ સાથે તેનું રક્ષણ કરવું આવશ્યક છે. લક્ઝુરિયસ કાર માટે યોગ્ય એડ-ઓન્સ પણ જરૂરી છે.

તમે તેના ખર્ચાળ ભાગોના રિપેરિંગ/રિપ્લેસિંગના સંપૂર્ણ મૂલ્યને ક્લેમ કરવા માટે ઝીરો ડેપ્રિસિયેશન કવર મેળવી શકો છો. લક્ઝરી કાર માટે રિટર્ન ટુ ઇનવોઇસ કવર ઉપયોગી થશે કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે ચોરી અથવા સંપૂર્ણ નુકશાનના કિસ્સામાં તમને તમારી કારની ઓરિજીનલ ઇનવોઇસનું મૂલ્ય પ્રાપ્ત થાય છે.

લક્ઝરી કાર માટે એન્જિન પ્રોટેક્શન કવર આવશ્યક છે કારણ કે તે કારનો ખર્ચાળ કોમ્પોનન્ટ છે, અને આ કવર તમને તમામ એન્જિન અને ગિયરબોક્સ રિપેરિંગ સામે રક્ષણ આપશે. ઉપરાંત, લુબ્રિકન્ટ્સ, ઓઇલ, નટ્સ, બોલ્ટ્સ, સ્ક્રૂ, વોશર, ગ્રીસ વગેરેના રિપ્લેસમેન્ટ ખર્ચને આવરી લેવા માટે કન્ઝ્યુમેબલ કવર મેળવવું વધુ સારું છે.

કેસ 2: જો તમારી પાસે 7 વર્ષ જૂની કાર છે જે તમે દરરોજ ચલાવો છો - જો તમારી પાસે 7 વર્ષ જૂની કાર હોય તો મોટાભાગના કાર માલિકો કાર ઇન્સ્યોરન્સના મહત્વને અવગણવાનું વલણ ધરાવે છે; જો કે, કાનૂની દ્રષ્ટિકોણથી ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. તમારી કાર પહેલેથી જ 7 વર્ષ જૂની હોવાથી, અકસ્માતો, ચોરી, આગ, કુદરતી આફતો વગેરેના કિસ્સામાં તમારી કારના રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ માટે કવરેજ મેળવવા માટે ઓન-ડેમેજ કવર ઇન્સ્યોરન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપરાંત, રોડસાઇડ આસિસ્ટન્સ એડ-ઓન જેવા એડ-ઓન સાથે કોમ્પ્રીહેન્સિવ કવર મેળવવાથી જો તમારી કાર બગડે છે, ટાયર સપાટ હોય અથવા ટોઇંગની જરૂર હોય તો લાંબી મુસાફરીમાં તમને સુરક્ષિત રાખશે.

કેસ 3: જો તમે તમારા દાદાની કાર સાચવી રાખી હોય જે ભાગ્યે જ રસ્તાઓ પર ચલાવતા હોવ - લોકો અમુક વસ્તુઓ ફક્ત ભાવનાત્મક મૂલ્ય માટે જ રાખે છે, જેમ કે તમારા પરિવારમાં પેઢીઓ દ્વારા જાળવી રાખેલી કાર જેવી કે, જે ભાગ્યે જ ચલાવવામાં આવે છે પરંતુ તેમ છતાં કાનૂની જરૂરિયાતો અનુસાર ઓછામાં ઓછી થર્ડ પાર્ટી કવરેજ પોલિસી દ્વારા ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. તમે તે કારને આસપાસ ચલાવતા ન હોવાથી, તમે અન્ય એડ-ઓન ખરીદવાનું છોડી શકો છો.

યોગ્ય કાર ઈન્સ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?

તમારી કાર માટે યોગ્ય કાર ઈન્સ્યોરન્સ પસંદ કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ તે અહીં આપેલ છે:

ખરીદીની પ્રક્રિયા


બધાને સમયની કટોકટી છે. તેથી, હંમેશા કાર ઈન્સ્યોરન્સ એવો શોધો જેને મેળવવામાં લાંબી, બોજારૂપ પ્રક્રિયાઓનો સમાવેશ ન થતો હોય. ડિજિટ સાથે, તમે તમારી કારનો ઈન્સ્યોરન્સ ફક્ત મિનિટોમાં મેળવશો, તે પણ ઓનલાઈન.

યોગ્ય આઇડીવી (IDV)

તમારું આઈડીવી એટેલેકે તમારી કારની બજાર કિંમત એ તમારા કાર ઈન્સ્યોરન્સનો અગત્યનો ભાગ છે. આનું કારણ એ છે કે તે તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમને સીધું અસર કરે છે અને ક્લેઇમ દરમ્યાન- તમારા ક્લેઇમની રકમને પણ. ડિજિટમાં, અમે તમને તમારા આઈડીવીને જાતે જ કસ્ટમાઈઝ કરવા આપીએ છીએ.

સર્વિસના ફાયદાઓ

આપણને બધાને થોડો વધારે ફાયદો ગમે છે, ખરુંને? તેથી, હંમેશા કાર ઈન્સ્યોરન્સ પસંદ કરતા સમયે તે સર્વિસના કેવા ફાયદાઓ આપે છે એ ચકાસવું જોઈએ. ઉદાહરણ તરીકે, ડિજિટ તમને સ્ટાર સર્વિસનો ફાયદો આપે છે જેમાં ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપનો સમાવેશ થાય છે!

ક્લેઇમ પ્રોસેસ

પ્રથમ તો ક્લેઇમ જ એક કારણ છે કે આપણે કાર ઈન્સ્યોરન્સ લઈએ છીએ! તેથી, ખાતરી કરો કે તમારી ઇચ્છિત કાર ઈન્સ્યોરન્સના ક્લેઇમની પ્રક્રિયા સરળ હોય અને તેમાં વધુ સમય ન લાગતો હોવો જોઈએ. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે, તમારો બધો સમય અને શક્તિ ફક્ત ક્લેઇમ ભરવામાં ખર્ચ કરો તે સૌથી છેલ્લે પસંદ કરશો!

ક્લેઇમનું સમાધાન

ક્લેઇમ સેટલમેંટ એટલે મૂળભૂત રીતે તમને યોગ્ય રીતે વળતર મળે છે. ક્લેઇમ એ કાર ઈન્સ્યોરન્સનો આટલો મહત્વનો ભાગ છે, તમારા ઇચ્છિત ઇંસ્યોરરનો ક્લેઇમ સેટલમેંટ રેશિયો તપાસો જેથી તમને ખાતરી થાય કે કાંઇપણ થાય, તમારા ક્લેઇમનું સમાધાન કરવામાં આવશે!

કસ્ટમર સપોર્ટ

કદાચ અવગણાયેલું છે, પરંતુ જ્યારે કાર ઈન્સ્યોરન્સની વાત છે તો કસ્ટમર સપોર્ટ ખૂબ અગત્યની છે. જરા વિચારી જુઓ. તમે મુશ્કેલીના સમયે કોને કોલ કરશો? આથી, એવા કાર ઈન્સ્યોરન્સ શોધો જે તમને ૨૪x૭ સહાય કરે, જેથી તમારી પાસે હંમેશા કોઈ હોય જેના પર તમે વિશ્વાસ કરી શકો!

કાર ઈન્સ્યોરન્સની પરિભાષા જે તમારે જાણવી જોઈએ

કાર ઈન્સ્યોરન્સમાં આઇડીવી (IDV) શું છે?

આઇડીવી એટલે જો તમારી કાર ચોરાઈ ગઈ હોય અથવા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય ત્યારે તમારા ઈન્સ્યોરન્સ આપનારા તમને જે મહત્તમ રકમ આપી શકે છે તે છે.

ઇંસ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અને તમારા કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ એકબીજા પર આધારિત હોય છે. તેનો અર્થ એ થયો કે જેમ આઇડીવી વધારે તેમ, તમારા કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ વધારે- અને જેમ જેમ તમારું વાહન જૂનું થતું જાય અને તેની કિંમત ઘટે, તેમ તમારું પ્રીમિયમ પણ ઘટે છે.    

ઉપરાંત, જ્યારે તમે કાર વેચવાનું નક્કી કરો છો, ત્યારે આઇડીવી વધારે તેનો અર્થ કે તમને તેની વધુ કિંમત મળશે. આ કિંમત પર કેટલાક પરિબળો અસર કરે છે જેવા કે વપરાશ, જૂની કારના ઈન્સ્યોરન્સનો ક્લેઇમ અનુભવ વગેરે.

આમ, જ્યારે તમે તમારી કાર માટે ઈન્સ્યોરન્સની યોગ્ય પોલિસી પસંદ કરી રહ્યા હોય, તો યાદ રાખો કે ફક્ત જ પ્રીમિયમ જ નહીં પણ ઓફર કરવામાં આવેલી આઇડીવીને નોંધો.  

કોઈ કંપની ઓછું પ્રીમિયમ ઓફર કરે તો એ લોભામણું લાગશે, પરંતુ આની પાછળનું કારણ ઓફર પરનું આઇડીવી ઓછું હોય શકે. તમારી કારના સંપૂર્ણ નુકશાનના કિસ્સામાં, વધારે આઇડીવી વધુ વળતર આપવી શકે. 

રિસ્કેલ કરવા સમયે, તમારું આઇડીવી તમારી કારની બજાર કિંમત સૂચવે છે. જો કે, જો તમે તમારી કાર સારી રીતે જાળવી હોય અને તે નવી જેવી જ ચમકતી હોય, તો તમે ઓફર કરવામાં આવેલી આઇડીવી કિંમત કરતા હંમેશા વધુ લક્ષ્યાંકિત કરી શકો.

અંતે, તમે તમારી કારની કેટલી કાળજી લીધી છે તેના પર આધાર છે.

કાર ઈન્સ્યોરન્સમાં ઇંસ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ વિશે વધુ જાણો.

કાર ઈન્સ્યોરન્સમાં નો ક્લેઇમ બોનસ (NCB) એટલે શું?

એનસીબી (નો ક્લેઇમ બોનસ) વ્યાખ્યા: એનસીબી એ પોલિસી ધરાવનારને ક્લેઇમ ફ્રી પોલિસી ટર્મ બદલ પ્રીમિયમ પર અપાતી છૂટ છે.

નો ક્લેઇમ બોનસમાં ૨૦-૫૦% સુધીની છૂટ આપે છે અને તે તમને પોલિસીનો સમયગાળો પૂરો થાય ત્યારે તમારી કાર પોલિસી હેઠળ અકસ્માતનો ક્લેઇમ ન કરવાનો રેકોર્ડ જાળવવા બદલ મળે છે.

આનો અર્થ એ કે તમને નો ક્લેઇમ બોનસ પ્રથમ કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ પોલિસી પર મળી શકે નહીં- તમને તે પોલિસી રિન્યૂ થાય ત્યારે જ મળી શકે. તમારું નો ક્લેઇમ બોનસ ક્લેઇમ ફ્રી વર્ષના અંતે તમારી પોલિસી રિન્યૂ થાય ત્યારે વધે છે.

ઉદાહરણ તરીકે, તમે તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં નો ક્લેઇમ હેઠળ પ્રથમ વર્ષના અંતે ૨૦% એનસીબી મેળવો છો. આ ટકાવારી દરેક ક્લેઇમ ફ્રી વર્ષના અંતે વધતી જશે અને ૫ વર્ષ પછી ૫૦% થશે- અને શૂન્ય પર રીસેટ થશે જો તમે ક્લેઇમ કરો છો.

પાંચમા વર્ષે ૫૦% થઈને, તમારી એનસીબી વધતી અટકી જશે અને તેટલી જ રહેશે. આને નો ક્લેઇમ બોનસ સનસેટ ક્લોઝ કહે છે. 

નો ક્લેઇમ બોનસ કારને ધ્યાનમાં લીધા વિના કાર ઈન્સ્યોરન્સ પોલિસીના ધારક માટે બનાવાયો છે. તેનો અર્થ એ કે, તમે કાર બદલો તો પણ, તમારું એનસીબી યથાવત રહે છે.

જો તમે નવી કાર લેવાનું નક્કી કરો છો તો, તમને નવી કાર ઈન્સ્યોરન્સ પોલિસી જારી કરવામાં આવશે, પણ તમે જૂની કાર અથવા પોલિસીમાં એકત્ર કરેલ એનસીબી નો લાભ મેળવી શકો છો.

એનસીબી કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો

કાર ઈન્સ્યોરન્સમાં ઝીરો ડેપ્રિસીએશન કવર

5 વર્ષથી ઓછી જૂની કાર માટે, બમ્પર-બમ્પર અથવા ઝીરો ડેપ કવર અથવા પાર્ટ્સ ડેપ્રિસીએશન કવર યોગ્ય છે. જીવનમાં દરેક વસ્તુની જેમ, તમારી કારના અમુક ભાગોના મૂલ્યમાં ઘટાડો થાય છે, જેમાં બમ્પર અથવા અન્ય કોઈપણ મેટલ અથવા ફાઈબર ગ્લાસના ભાગોનો સમાવેશ થાય છે.

તેથી, જ્યારે કોઈ નુકસાન થાય છે, ત્યારે રિપ્લેસમેન્ટની સંપૂર્ણ કિંમત આપવામાં આવતી નથી કારણકે ક્લેઇમની કિંમતમાંથી ડેપ્રિસીએશન બાદ કરવામાં આવે છે. પરંતુ આ એડ-ઓન એ સુનિશ્ચિત કરે છે કે ત્યાં ડેપ્રિસીએશન ઝીરો રહે અને તમને આપેલ રિપેર/રિપ્લેસમેન્ટની કિંમતનું સંપૂર્ણ મૂલ્ય મળે છે.

ટૂંકમાં, જો તમારી કારને આંશિક નુકસાન થયું હોય, તો તમારે ડેપ્રિસીએશન માટે ગણેલ રકમ આપવાની જરૂર નથી અને તમારા ઇંસ્યોરર આ બાબતની કાળજી લેશે.

આ વિશે વધુ જાણો:

કાર ઈન્સ્યોરન્સમાં કેશલેસ ક્લેઇમ એટલે શું?

જો તમે ડિજિટ ઓથોરાઈઝ્ડ રિપેર સેન્ટર પર તમારી કાર રિપેર કરાવવાનું પસંદ કરો છો, તો અમે મંજૂર થયેલ ક્લેઇમની રકમની ચુકવણી સીધી રિપેર સેન્ટરને કરીશું. આ છે કેશલેસ ક્લેઇમ.

કૃપા કરી નોંધ લો કે તેમાં જો કોઈ કપાતપાત્ર હોય, જેમ કે કંપલસરી એક્સેસ/ડીડકટીબલ્સ, કોઈપણ રિપેર ચાર્જ કે જે તમારો ઈન્સ્યોરન્સ આવરી લેતો નથી અથવા કોઈપણ ડેપ્રિસીએશનની રકમ, જે ઇંસ્યોર્ડ પોતે ચૂકવે છે.

કેશલેસ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો.

યોગ્ય કાર ઈન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે પસંદ કરવી?

કાર ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરના ઉપયોગથી ઓનલાઈન પ્રીમિયમની ગણતરી

તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમને વધુ સારી રીતે સમજવા અને કસ્ટમાઇઝ કરવામાં તમારી સહાય માટે, અમે તમને આ કાર ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને તમારા કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમની જાતે ગણતરી કરવાનો વિકલ્પ આપ્યો છે.

કઈ બાબતો તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમ નક્કી કરે છે? તમે તમારા કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં પણ આની નોંધ લઈ શકો છો. તમારા પ્રીમિયમને અસર કરતા પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • કાર ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રકાર - તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા આપવામાં આવેલ કવરેજ અને લાભો તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. તેથી, જો તમે થર્ડ પાર્ટી પોલિસી પર કોમ્પ્રીહેન્સિવ પોલિસી પસંદ કરો છો, તો તમારું પ્રીમિયમ વધારે હશે કારણ કે તે પછીની પોલિસી કરતાં ઘણું વધારે કવરેજ આપે છે.
  • તમારી કારનું IDV - ડેપ્રીસીએશનના ચાર્જીસને બાદ કર્યા પછી ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV) એ તમારી કારની વર્તમાન માર્કેટ વેલ્યૂ છે. જો તમારું IDV વધે છે, તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ વધશે.
  • એડ-ઓન્સ પસંદ કર્યું - તમારી મહત્ત્વપૂર્ણ ઇન્સ્યોરન્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તમારી કારને તમામ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કરવા માટે વિવિધ એડ-ઓન કવર સાથે કસ્ટમાઇઝ્ડ ઇન્સ્યોરન્સ પૉલિસી માટે તમારે વધુ પ્રીમિયમ આપવું પડશે.
  • કપાતપાત્ર - કાર ઇન્સ્યોરન્સમાં કપાતપાત્રોનો અર્થ પૂર્વનિર્ધારિત રકમ છે જે ઇન્સ્યોરર ક્લેમની બાકીની રકમ ચૂકવે તે પહેલાં પોલિસીહોલ્ડરે તેમના ખિસ્સામાંથી ચૂકવવાની જરૂર છે. તેથી, તમે ઓછા પ્રીમિયમ માટે ઉચ્ચ સ્વૈચ્છિક કપાતપાત્રનો વિકલ્પ પસંદ કરી શકો છો કારણ કે ક્લેમ સેટલમેન્ટ દરમિયાન ઇન્સ્યોરરને ઓછી ચૂકવણી કરવી પડશે.
  • નો ક્લેમ બોનસ - જો તમે પોલિસી વર્ષમાં કોઈ ક્લેમ નહીં કરો, તો ઇન્સ્યોરર તમને નો ક્લેમ બોનસના રૂપમાં તમારી આગામી પોલિસી રીન્યુઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપશે.
  • તમારી કારની બનાવટ અને મોડેલ - તમારી કાર મેન્યુફેક્ચરર અને મોડેલના આધારે કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બદલાઈ શકે છે. લક્ઝુરીયસ સેડાનનો ઇન્સ્યોરન્સ લેવાથી સ્ટાન્ડર્ડ હેચબેક કરતાં વધુ પ્રીમિયમ આપવું પડશે. વધુમાં, કારના એન્જિનની ક્યુબિક કેપેસીટી અને તેની ઇંધણ કાર્યક્ષમતા પણ કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર સીધી અસર કરે છે.
  • તમારી કારની ઉંમર - તમારી કારની કિંમત તેના ભાગોના સામાન્ય ઘસારાને કારણે દરેક પસાર થતા વર્ષ સાથે ઘટતી હોવાથી, IDV પણ ઘટે છે, અને તેથી પોલિસી પ્રીમિયમ પણ ઘટે છે. તે સૂચવે છે કે નવી કાર માટે ઇન્સ્યોરન્સ પ્રિમીયમ વધારે છે અને જૂની કાર માટે ઓછું છે.

તમારા કાર વીમા પ્રીમિયમને ઘટાડવા માટેની ટિપ્સ

  • વોલંટરી ડીડકટીબલ વધારવા - જો તમે 4-5 વર્ષ સુધી કોઈ ક્લેઇમ કર્યો નથી, અથવા તમે ક્લેઇમ દરમ્યાન પોતે ચુકવણી કરવા સક્ષમ છો, તો તમે વોલંટરી ડીડકટીબલ વધારી અને તમારી કાર ઈન્સ્યોરન્સના પ્રીમિયમને ઘટાડી શકો છો.
  • ડ્રાઇવિંગ રિપોર્ટ સારો જાળવી રાખવો - આ દેખીતી વાત છે, પરંતુ મહત્વપૂર્ણ છે. રસ્તા પર સલામત રહેવા ઉપરાંત, ઝડપ-મર્યાદામાં રહીને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરવાથી અકસ્માતો ટાળી શકાશે અને ખાતરી કરો કે તમને દર વર્ષે નો ક્લેઇમ બોનસ મળે.
  • યોગ્ય એડ-ઓન્સ પસંદ કરો - જો તમે યોગ્ય કવર પસંદ કરો તો વધારાના કવર ખરેખર ફાયદાકારક બની શકે છે. તેથી, તમારા અને તમારી કાર માટે બધા નહીં પણ તમને મૂલ્યવાન લાગતા હોય તેવા પસંદગીના એડ-ઓન્સ પસંદ કરો.

કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી તે વિશે વધુ જાણો

ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ક્વોટ્સની સરખામણી

ખાતરી કરો કે તમારી કાર ઈન્સ્યોરન્સ કંપની તમને નીચે આપેલી બાબતો પર યોગ્ય માહિતી આપી રહી છે.

  • તમારું આઇડીવી ચેક કરો - ઘણા બધા સસ્તા કાર ઈન્સ્યોરન્સ ક્વોટેશનમાં ઓછી આઇડીવી (ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) હશે, જે તમારી કારની બજાર કિંમત છે. જો તે ઓછી હોય, તો ક્લેઇમ કરતી વખતે તમને ખાસ કરીને ચોરી અને કુલ ક્ષતિ દરમિયાન, આઘાત લાગી શકે છે! તેથી આને યોગ્ય મૂલ્ય પર સેટ કરવું મહત્વપૂર્ણ છે. ડિજિટ તમને તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદતી વખતે તેને સેટ કરવાનો વિકલ્પ આપે છે.
  • સર્વિસ બેનિફિટ્સ ચેક કરો - એવી કંપની પસંદ કરો જે તમને વેચાણ પછી પણ સારી સર્વિસ આપે. કેટલીક સર્વિસ ડિજીટ ઑફર કરે છે તેમાં ડોરસ્ટેપ પિકઅપ, રિપેર એન્ડ ડ્રોપ તેમજ 6 મહિનાની વોરંટી, ૨૪*૭ કસ્ટમર કેર સપોર્ટ, 6000+ ગેરેજ પર કેશલેસ અને બીજી ઘણી બધી સર્વિસ.
  • ઇંસ્યોરરની ક્લેમ્સમાં ઝડપ - તમે ક્લેઇમ માટે ઈન્સ્યોરન્સ ખરીદો છો, તેથી તમારે કંપની બદલાતા પહેલા આની તપાસ કરવી જોઈએ. ડિજિટના 90.4% ક્લેઇમનું માત્ર 30 દિવસમાં સમાધાન થાય છે. એટલે કે અમારા ક્લેઇમ ઝડપી અને ઝંઝટ-મુક્ત છે. ઉપરાંત અમારી પાસે ઝીરો હાર્ડકોપી પોલિસી છે એટલે કે અમે ફક્ત સોફ્ટ-કોપી માટે કહીએ છીએ, સંપૂર્ણપણે પેપરલેસ ક્લેઇમ!
  • શ્રેષ્ઠ મૂલ્ય - જો તમે સર્વિસથી સંતુષ્ટ છો અને આઇડીવી યોગ્ય છે, તો પ્રીમિયમ અને તમને મળતું ડિસ્કાઉન્ટ તપાસો.

કાર ઈન્સ્યોરન્સની સરખામણી કરવાની યોગ્ય રીત વિશે વધુ શીખો.

કાર ઈન્સ્યોરન્સ ક્વોટેશનની સરખામણીમાં થતી સામાન્ય ભૂલો ટાળો

ખરીદતા પહેલા કાર ઈન્સ્યોરન્સ ક્વોટેશનની સરખામણી કરવી ખૂબ સારી વાત છે. પરંતુ ખાતરી કરો કે તમે નીચેના પરિમાણો પર તેમની સરખામણી કરી રહ્યાં છો. લોકો સામાન્ય રીતે તેમની કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખતા હોય છે?

  • ઓછું પ્રીમિયમ

પણ ખરેખર તમારે કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? 

  • યોગ્ય આઇડીવી
  • ઉત્તમ સર્વિસ
  • ઓછી કિંમતો

શા માટે ડિજિટ સાથે કાર પોલિસી રિન્યૂ કરવી?

કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા માટે ડિજિટને જ શા માટે પસંદ કરવી?

તે બિલકુલ જરૂરી નથી કે તમારી જૂની કાર ઈન્સ્યોરન્સ પોલિસી અમારી પાસેથી લીધી હતી કે નહીં, કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા માટે ડિજિટની પસંદગી સરળ અને તકલીફ વિનાની છે અને તે મિનિટોમાં ઓનલાઈન થઈ શકે છે.

અમારી સાથે તમારી કાર ઈન્સ્યોરન્સ પૉલિસીને પહેલીવાર રિન્યૂ કરવા માગો છો? અહીં કેટલાક ફાયદા છે જુઓ:

  • ઝડપી ક્લેમ્સ – કાર ઈન્સ્યોરન્સ ખરીદવા પાછળ દરેકનો પ્રાથમિક હેતુ એ હોય છે કે તેઓના ક્લેઇમ જરૂરિયાતના સમયે સરળતાથી મળી શકે. ભાગ્યવશ, ક્લેઇમ કરવાથી લઈને કાર ક્ષતિનું મૂલ્યાંકન સુધી અમારી બધી પ્રોસેસ ઓનલાઈન થઈ શકે છે.
  • કેશલેસ રિપેર - અકસ્માત સમયે છેલ્લી વસ્તુ જે તમે કરવા માંગો છો તે તમારા ખિસ્સામાંથી બિનજરૂરી રીતે ખર્ચ કરો. એટલા માટે અમે કેશલેસ રિપેરનો વિકલ્પ ઑફર કરીએ છીએ, જ્યાં તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજ પર જઈ શકો છો અને કોઈપણ વધારાના પૈસા ખર્ચ કર્યા વિના તમારા દાવો કરેલ સમારકામ કરાવી શકો છો.
  • ગેરેજનું વિશાળ નેટવર્ક - તમે ફક્ત અમારા નેટવર્ક ગેરેજ પર જ કેશલેસ સેવાઓનો લાભ લઈ શકો છો, પરંતુ તમે ભાગ્યશાળી છો, અમારી પાસે દેશભરમાં ફેલાયેલા 6000+ ગેરેજ છે જેમાંથી તમે કોઈપણ પસંદ કરી શકો છો.
  • ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ - જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય, જેમ કે જો તમારી કાર સમયસર રિપેર ન થઈ શકે, તો અમે અમારી પિકઅપ અને ડ્રોપ સેવાઓ પ્રદાન કરીએ છીએ, જેથી તમારે લોજિસ્ટિક્સ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
  • 24x7 સપોર્ટ – તો, ગમે તે સમય કે દિવસ હોય, અમારી પાસે હંમેશા તમારી માટે હાજર રહીશું.
  • તમારા આઇડીવીને કસ્ટમાઇઝ કરો – કોઈપણ તમને ઓછા પ્રીમિયમ અને ઓછા આઇડીવી બાબતે મૂર્ખ બનાવે નહીં કારણકે ક્લેઇમ દરમિયાન તમે નાણાં મેળવવા જવાબદાર છો તેને તાત્કાલિક અસર કરી શકે છે. તેથી જ, ડિજિટ પર અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ કારણકે અમે તમારા આઇડીવીને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરવા દઈએ છીએ.

ડિજિટ સાથે કાર ઇંસ્યિરન્સ પોલિસી કેવી રીતે ખરીદશો/રિન્યૂ કરશો?

  • સ્ટેપ 1: તમારા વાહનનું મેક, મોડેલ, વેરીયંટ, રજીસ્ટ્રેશન ડેટ અને તમે જે શહેર જ્યાં ચલાવો છો. ‘ક્વોટેશન મેળવો’ પર ક્લિક કરો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.
  • સ્ટેપ 2: થર્ડ પાર્ટી લાયાબિલિટી ઓન્લી અથવા સ્ટાન્ડર્ડ પેકેજ (કોમ્પ્રિહેંસિવ ઈન્સ્યોરન્સ) પૈકી કોઈ પસંદ કરો.
  • સ્ટેપ 3: તમારી અગાઉની ઈન્સ્યોરન્સ પોલિસી- એક્સપાયરી ડેટ, પાછલા વર્ષે કરેલ ક્લેઇમ, પ્રાપ્ત કરેલ નો ક્લેઇમ બોનસ વિષે માહિતી આપો.
  • સ્ટેપ 4: તમને તમારા પ્રીમિયમ માટે ક્વોટેશન મળશે. જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો છે તો તમે તેને એડ ઓન્સ પસંદ કરી, આઇડીવી સેટ કરીને વધુ કસ્ટમાઈઝ કરી અને જો તમારી પાસે સીએનજી કાર છે તો તે નિશ્ચિત કરી શકો છો. તમે પછીના પેજ પર ફાઇનલ પ્રીમિયમ જોઈ શકો છો.
  • સ્ટેપ 5: તમારી ચુકવણી કરો અને તમારી પોલિસી તમને ઓનલાઈન મોકલી આપવામાં આવશે!

કાર ઇન્સ્યોરન્સ પોલિસી વિશે જાણવા જેવી મહત્ત્વની બાબતો

ભારતમાં કાર ઈન્સ્યોરન્સ શા માટે ફરજિયાત છે?

દુર્ભાગ્યવશ, દુષ્પરિણામ ભોગવવા ના પડતા હોય તો કાર ઈન્સ્યોરન્સ જેવી ભૌતિક ગણાતી વસ્તુઓની બાબતમાં, લોકો તેને અવગણવાનું અથવા ભૂલવાનું વલણ ધરાવે છે.

જો કે, કાયદાકીય રીતે- આ માર્ગદર્શિકા તમારા અને મારા જેવા લોકોની સંપૂર્ણ સલામતી માટે બાનવવામાં આવી છે.

ઉદાહરણ જોઈએ; જો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત ન હોય. આવા કિસ્સામાં, મોટાભાગના લોકો પાસે તો તે હશે જ નહીં અને અકસ્માત સર્જાય ત્યારે, બંને અસરગ્રસ્ત પાર્ટી વગર કારણની ચર્ચામાં પડશે અને દેખીતીરીતે ખર્ચ પણ ખૂબ વધારે થશે!

તેથી, જ્યારે કાર ઈન્સ્યોરન્સનો પ્રાથમિક ઉદ્દેશ્ય દુર્ઘટના અથવા અકસ્માત દરમિયાન અસરગ્રસ્ત પાર્ટીને સુરક્ષિત કરવાનો છે, ત્યારે ભારતમાં કાર ઈન્સ્યોરન્સ ફરજિયાત કરવાના એક કરતાં વધુ કારણો છે.  

  • મોટી સંખ્યામાં માર્ગ અકસ્માત: ભારતમાં માર્ગ અકસ્માત અત્યંત સામાન્ય છે અને મોટર વ્હીકલ એક્ટ દ્વારા કાર ઈન્સ્યોરન્સ ફરજિયાત છે જે તેનું એક મુખ્ય કારણ છે. વર્ષ ૨૦૧૭માં, માર્ગ અકસ્માતોને કારણે દરરોજ ૧૨૦૦ થી વધુ ઇજાઓ નોંધાઈ હતી! કાર ઈન્સ્યોરન્સ એ સુનિશ્ચિત કરશે કે આવી પરિસ્થિતિમાં કોઈને આર્થિક નુકસાન ભરવું ન પડે.
  • થર્ડ પાર્ટીની સુરક્ષા: ભલે તમારી કોઈના વાહન સાથે ટક્કર થઈ હોય અથવા કોઇની કાર તમારી પ્રિય કાર સાથે અથડાય, જો ફક્ત થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ હોય તો તે સુનિશ્ચિત કરશે કે અસરગ્રસ્ત થર્ડ-પાર્ટીને કારની ક્ષતિ અથવા વ્યક્તિગત ક્ષતિના કિસ્સામાં વળતર આપવામાં આવશે.
  • કાનૂની પ્રક્રિયાઓને સરળ બનાવે છે: જ્યારે અકસ્માત થાય છે, ત્યારે તે નુકસાન કરતા - કાયદાકીય પ્રક્રિયા વધારે છે જે વ્યક્તિનો સમય અને શક્તિ માંગે છે. જો કે, જ્યારે તમારી પાસે માન્ય કાર ઈન્સ્યોરન્સ હોય, ત્યારે કાયદાકીય પ્રક્રિયાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

ભારતમાં કાર ઈન્સ્યોરન્સ શા માટે ફરજિયાત છે? તેના વિશે વધુ જાણો.

કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવું શા માટે અર્થપૂર્ણ છે?

છેલ્લે ક્યારે તમે તમારું વીજળીનું બિલ તમારા રજીસ્ટર્ડ સેન્ટર પર ભરવા માટે પ્રયાસ કર્યો હતો અથવા, તમે છેલ્લે મોબાઈલ રિચાર્જ કરાવવા કિરાણાની દુકાન પર ક્યારે ગયા હતા? થોડો સમય થઈ ગયો છે ને?

ઈન્ટરનેટની સુવિધાને કારણે, હવે આપણામાંથી મોટાભાગના લોકો લગભગ બધી વસ્તુઓ કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. બિલ ચૂકવો, રિચાર્જ કરો અને હવે કરિયાણાનો ઓર્ડર પણ! સ્વાભાવિક રીતે, ટેક્નોલોજીએ એવી પ્રગતિ કરી છે કે હવે આપણે કાર ઈન્સ્યોરન્સ લેવા માટે ઈન્સ્યોરન્સ એજન્ટોની મુલાકાત લેવાની કે અમારા ડીલરોને સંપર્ક કરવાની જરૂર નથી.

હવે, તમે કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો 😊 તમારા પ્રીમિયમની પ્રક્રિયા માટે તમારે ફક્ત કારની મૂળભૂત વિગતો અને તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની જરૂર છે અને બસ, તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી તમને મિનિટોમાં ઈમેલ કરવામાં આવશે.

  • કાર ઈન્સ્યોરન્સની ઓનલાઈન ખરીદીથી તમારો ઘણો સમય બચી શકે છે. તમારે કામ પૂર્ણ કરવા માટે કોઈની રાહ જોવામાં અથવા તેની મુલાકાત લેવામાં તમારો સમય બગાડવાની જરૂર નથી. તમે તે તમારા સોફા પર જ બેઠા બેઠા, તમારા લેપટોપથી કરી શકો છો અને માત્ર પાંચ મિનિટ લાગે છે.
  • કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવાથી તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીને જાતે કસ્ટમાઈઝ કરી શકો છો. વધુમાં, ડિજિટના કાર ઇન્સ્યોરન્સ સાથે; તમે કારનું આઇડીવી પણ જાતે કસ્ટમાઇઝ કરી શકો છો.
  • કાર ઈન્સ્યોરન્સની ખરીદી વધુ યોગ્ય છે કારણકે તે ખરીદવાની પ્રક્રિયા એકદમ પારદર્શી બની જાય છે કારણકે આ કાર્ય માટે તમે કોઈ થર્ડ પાર્ટી પર્સન પર આધાર રાખવાને બદલે તમે પોતે જ તેની ખરીદી કરો છો.
  • ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદીની સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈપણ પ્રકારનું પેપરવર્ક સામેલ નથી!

સેકન્ડ હેન્ડ કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો અથવા રિન્યૂ કરો

તમે હમણાં એકદમ નવી અથવા સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોય, બે પૈકી કોઈપણ માટે કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકાય છે.

જો કે, તમારી સેકન્ડ-હેન્ડ કાર ખરીદતી વખતે ચેક કરો કે શું માલિક પાસે પહેલેથી જ માન્ય કાર ઈન્સ્યોરન્સ છે અને તે ખરીદીના 14 દિવસની અંદર તમારા નામ પર ટ્રાન્સફર કરાવો. વધુમાં, તમારી સેકન્ડ-હેન્ડ કારનો ઈન્સ્યોરન્સ લેતી વખતે, તમારે આ બાબતોની ખાતરી કરવી જરૂરી છે:

  • કાર અને ઈન્સ્યોરન્સ બંને તમારા નામ પર સફળતાપૂર્વક ટ્રાન્સફર થઈ ગયા છે. આદર્શ રીતે તમારે આ કામ ખરીદીના 14 દિવસની અંદર કરવું જોઈએ.
  • ખાતરી કરો કે તમે કારની ક્લેઇમ હિસ્ટ્રી અંગે જાણ છે. તમે ફક્ત સંબંધિત કાર ઈન્સ્યોરન્સ કંપનીને પોલિસી નંબર આપીને આ કામ કરી શકો છો.
  • જો તમારી પાસે અગાઉનો કારનો ઈન્સ્યોરન્સ હોય, તો ખાતરી કરો કે તમે તમારા નો ક્લેઇમ બોનસને તમારી નવી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં ટ્રાન્સફર કર્યું છે.
  • જો માલિક પાસે કારનો ઈન્સ્યોરન્સ ન હોય અથવા એક્સપાયર્ડ હોય, તો તમે અહીં અમારી વેબસાઇટ પર તમારી કાર તાત્કાલિક ઇંસ્યોર કરાવી શકો છો.
  • જો તમે તમારી સેકન્ડહેન્ડ કાર ઈન્સ્યોરન્સ તમારા નામે પહેલેથી જ સફળતાપૂર્વક ટ્રાન્સફર કર્યો હોય, તો એક્સપાયરી ડેટ તપાસો અને ખાતરી કરો કે તમે તેની એક્સપાયરી ડેટ પર અથવા તે પહેલાં રિન્યૂ કર્યો છે.

સેકન્ડહેન્ડ કાર ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો

જૂની કાર માટે કાર ઈન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો

તમે હમણાં જ જૂની, સેકન્ડ-હેન્ડ કાર ખરીદી હોય અથવા તમને ખ્યાલ આવે કે તમારી પાસે તમારી હાલની કાર માટે હજુ સુધી કાર ઈન્સ્યોરન્સ નથી; તો તમે અમારી વેબસાઇટ પર તરત જ તેને ઇંસ્યોર કરાવી શકો છો.

જો કે, તમારી જૂની કાર માટે ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની ત્રણ મહત્વની બાબતો અહીં આપેલ છે:

  • કારનો ઉપયોગ અને ઈન્સ્યોરન્સનો પ્રકાર – કાર ઈન્સ્યોરન્સના બે પ્રકાર છે; થર્ડ પાર્ટી અને કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ. જો કે અમે સામાન્ય રીતે મહત્તમ લાભો માટે કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ મેળવવાની ભલામણ કરીએ છીએ, જો તમે કારનો વધુ ઉપયોગ ન કરવા માંગતા હોવ અથવા તેને જલ્દી જ કાઢી નાખવાના છો. આ સ્થિતિમાં,  થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ યોગ્ય રહેશે કારણકે તે તમારી કાર પ્રત્યેની ફક્ત કાયદાકીય જવાબદારી પૂરી કરશે.
  • આઇડીવી (ઈન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ) - આઇડીવી, એટલે કે ઈન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ એ તમારી કારનું બજાર મૂલ્ય છે. તમારી કાર જૂની હોવાથી, આઇડીવી પણ ઓછી હશે (કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદતી વખતે તમે અમારી વેબસાઇટ પર જરૂર મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો) તેનું કારણ કાર કેટલી જૂની છે તે અનુસાર લાગતો ઘસારો છે. આઇડીવી તમારા પ્રીમિયમ અને ઈન્સ્યોરન્સની રકમ પર સીધી અસર કરે છે. જ્યારે પ્રીમિયમ ઓછું હશે, ત્યારે ક્લેઇમ કરતા સમયે ઈન્સ્યોરન્સની રકમ પણ ઓછી હશે.
  • એડ-ઓન્સ - તમે તમારી જૂની કાર માટે ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે એડ-ઓન્સ પસંદ કરી શકો છો. જો કે, આ ત્યારે જ લાગુ થાય છે જ્યારે તમે કોમ્પ્રીહેન્સિવ/સ્ટાન્ડર્ડ કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો. આ તમને અને તમારી કારને મહત્તમ કવરેજ અને લાભ આપીને મદદ કરે છે જેમ કે; ટાયર પ્રોટેક્શન, ગિયરબોક્સ અને એન્જિન પ્રોટેક્શન, રિટર્ન ટુ ઇનવોઇસ વગેરે. જો કે, તમે જૂની કાર માટે કાર ઈન્સ્યોરન્સ ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો જુઓ કે કયા એડ-ઓન લાગુ થશે કે નહીં. ઉદાહરણ તરીકે; જો તમારી કાર પાંચ વર્ષથી વધુ જૂની હોય તો ઝીરો ડેપ્રિસિએશન અથવા બમ્પર ટુ બમ્પર કવર લાગુ ન થઈ શકે.

જૂની કારના ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ અંગે વધુ જાણો.

એક્સપાયર્ડ કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો

તમારી એક્સપાયર્ડ કાર ઈન્સ્યોરન્સ પોલિસીને સમયસર રિન્યૂ કરવી અગત્યની શા માટે છે?

  • તમે એનસીબી ગુમાવશો - તમારું એનસીબી તમારું નો ક્લેઈમ બોનસ છે જે તમે કોઈપણ ક્લેઇમ કર્યા ન હોવાથી તે વર્ષોથી સંચિત થાય છે. તમારું એનસીબી જેટલું ઊંચું હશે, એટલું રિન્યુઅલ દરમિયાન તમારું ડિસ્કાઉન્ટ વધારે રહેશે. જો કે, જો તમે તમારી પોલિસી એક્સપાયર થાય તે પહેલા રિન્યૂ ન કરો, તો તમે તમારું એનસીબી અને તેથી ડિસ્કાઉન્ટ પણ ગુમાવો છો!
  • પેનલ્ટી ચૂકવવાની ઉચ્ચ સંભાવના - જો તમે કાર ઈન્સ્યોરન્સ પોલિસી સમયસર રિન્યુ નહીં કરો, તો તમે પેનલ્ટી દંડ ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો કારણકે તમારી અગાઉની કાર ઈન્સ્યોરન્સ પોલિસીની એક્સપાયરી ડેટ પૂરી થયા પછી માન્ય રહેશે નહીં.
  • નાણાકીય નુકસાન ભોગવવું - ટ્રાફિક પેનલ્ટી અને તમારા એનસીબી પર બચત ઉપરાંત, તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી સમયસર રિન્યૂ ન કરવાનો અર્થ એ છે કે તમે અણધાર્યા અકસ્માત અથવા દુર્ઘટનાના કિસ્સામાં નાણાં ગુમાવી શકો છો. તેથી, પસ્તાવા કરતાં સલામતિ સારી અને તમારી હાલની પોલિસીની એક્સપાયરી ડેટ પહેલાં કાર ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરવી સારી!

એક્સપાયર્ડ કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન અંગે વધુ જાણો.

ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદવા સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારા વાહન માટે ફક્ત પોતાના નુકસાન માટે કાર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદી શકું?

જો તમારી પાસે અમારી પાસે અથવા અન્ય ઇન્સ્યોરન્સ કંપની પાસે પહેલેથી જ તૃતીય-પક્ષ કાર ઇન્સ્યોરન્સ છે, તો તમે તમારી પોતાની કારને નુકસાનથી બચાવવા માટે પોતાના નુકસાનની કાર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે જઈ શકો છો.

તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીને ડિજીટ સાથે કેવી રીતે રિન્યૂ કરવી?

જો તમારી હાલની કાર ઇન્સ્યોરન્સ પૉલિસી ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે અથવા પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ છે (જોકે અમને આશા નથી!) તો તમે નીચેના પગલાંઓ વડે સરળતાથી ઑનલાઇન રિન્યૂ કરી શકો છો:

સ્ટેપ 1:  www.godigit.com ની મુલાકાત લો

સ્ટેપ 2: તમારી કાર બ્રાન્ડ, કાર વેરિઅન્ટ અને નોંધણીની તારીખ દાખલ કરો અને ગેટ ક્વોટ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમને તમારી હાલની અથવા અગાઉની પોલિસી સમાપ્તિ તારીખ અને તમારા નો ક્લેમ બોનસ (જો કોઈ હોય તો) દાખલ કરવા માટે કહેવામાં આવશે.

સ્ટેપ 4: કાર ઇન્સ્યોરન્સ પ્લાન (તૃતીય-પક્ષ કાર ઇન્સ્યોરન્સ/કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ) ની તમારી પસંદગી માટે પસંદ કરો અને એડ-ઓન્સ સાથે તમારી પોલિસીને વધુ કસ્ટમાઇઝ કરો (જો તમે ઇચ્છો તો)

સ્ટેપ 5: તમારી ચુકવણી પૂર્ણ કરો અને તમારી પોલિસી તમને ઑનલાઇન મોકલવામાં આવશે!

કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ અથવા તૃતીય-પક્ષ જવાબદારી ઇન્સ્યોરન્સ બનેમાંથી શ્રેષ્ઠ કાર ઇન્સ્યોરન્સ કયો છે?

કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ કવર લેવું હંમેશા સલાહભર્યું છે કારણ કે તે માત્ર કોઈ અન્યની કાર જેમ કે થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સનું જ નહીં, પણ તમારી પોતાની કારને થતા નુકસાન તેમજ માલિક ડ્રાઈવરને કોઈપણ ઈજાથી પણ સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે.

શું મુસાફરો કાર ઇન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવ્યા છે?

કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસીમાં, સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિગત અકસ્માતના કિસ્સામાં માત્ર માલિક ડ્રાઇવરને આવરી લેવામાં આવે છે. જો કે, લગભગ તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ મુસાફરો માટે કવર એડ-ઓન ઓફર કરે છે જે તમે થોડા વધારાના પ્રીમિયમ સાથે તમારી કારના મુસાફરોને કવર કરે છે તે ખરીદી શકો છો.

જો હું તમારી સાથે મારી કારનો વીમો રિન્યૂ કરવા માગું તો શું મારું નો ક્લેમ બોનસ સ્થાનાંતરિત થશે?

ચોક્કસ, ડિજીટ અન્ય કાર ઇન્સ્યોરન્સ પ્રદાતા સાથે તમારા ભૂતકાળના ઇતિહાસના આધારે NCB ડિસ્કાઉન્ટ ઓફર કરશે. હવે પૂરું થયું!

શું હું રિપેરિંગ માટે મારી પસંદગીનું ગેરેજ પસંદ કરી શકું?

હા તમે કરી શકો છો! અમે સમજીએ છીએ કે એવી પરિસ્થિતિ હોઈ શકે છે જ્યારે તમે નેટવર્ક ગેરેજની આસપાસ ન હોવ અથવા તમારી પસંદના અન્ય ગેરેજમાં તમારી બાઇક અથવા કારનું રિપેરિંગ કરાવવા માંગતા હોવ. આ કિસ્સામાં, તમે અમને ઇન્વૉઇસ મોકલશો કે તરત જ અમે રિપેરિંગ પર ખર્ચવામાં આવેલા ખર્ચની ભરપાઈ કરીશું.

વધુમાં, તમે અમારા પસંદગીના નેટવર્ક ગેરેજ પર અમારી કસ્ટમર કેર ટીમ સાથે પણ તપાસ કરી શકો છો અને જો જરૂરી હોય તો અમે તેમના દ્વારા પિક-અપની વ્યવસ્થા કરી શકીએ છીએ.

ઇન્સ્યોરન્સ કંપની સાથે રિન્યુ કરતા પહેલા મારે શું ધ્યાનમાં લેવાની જરૂર છે?

કોઈપણ પોલિસી ખરીદતા પહેલા ધ્યાનમાં લેવાના મહત્વના પાસાઓ છે:

  • દાવાના સેટલમેન્ટની ઝડપ- તમે તમારા પૈસાની રાહ જોવા માંગતા નથી, ખરું ને?
  • એપ્રોચેબિલિટી- ફરીથી, ગ્રાહક સંભાળ સાથે વાત કરવા માટે કલાકોની રાહ જોવી પડી નથી!
  • તમારી કાર નેટવર્ક કનેક્ટિવિટી રિપેર માટે કેશલેસ વિકલ્પ છે- તમારો ફોન નહીં પરંતુ સર્વિસ સેન્ટર નેટવર્ક.
  • કંપનીનો દાવાના સેટલમેન્ટનો ઇતિહાસ.

અકસ્માતના કિસ્સામાં મારે શું કરવું જોઈએ?

તમારે અમને 1800-103-4448 પર તરત જ કૉલ કરવો જોઈએ! અમે તમને ત્યાંથી મદદ કરીશું.

ડિજીટ પાસે કેટલા નેટવર્ક ગેરેજ છે?

અમારી પાસે સમગ્ર દેશમાં 6000+ નેટવર્ક ગેરેજ છે!

જ્યારે હું મારી જૂની કાર ઇન્સ્યોરન્સ કંપની પાસેથી શિફ્ટ થઈશ ત્યારે શું મારું NCB ટ્રાન્સફર થશે?

ચોક્કસ, તમે તમારા જૂની ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તમારું NCB ટ્રાન્સફર કરી શકો છો અને અમે તમને હંમેશા કેટલીક વધારાની છૂટ આપીશું. છેવટે, સારા ડ્રાઇવરોને હંમેશા રિવોર્ડ મળવો જોઈએ.

શું મારા જૂની ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મારી પૉલિસી ટ્રાન્સફર કરવા માટે, પૉલિસી ખરીદતી વખતે મારે કોઈ દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર છે?

ના, અમે ઝીરો પેપરવર્ક પોલિસીમાં માનીએ છીએ. તેથી જ્યારે તમે અમારી સાથે પોલિસી રિન્યૂ કરો છો, ત્યારે અમે કોઈ પેપરવર્ક માટે પૂછતા નથી!

શું એન્જિન કાર ઇન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે?

એન્જિન સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી. જો કે, મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા એક એડઓન ઓફર કરવામાં આવે છે જ્યાં તમે થોડું વધારાનું પ્રીમિયમ ચૂકવીને એન્જિનને આવરી શકો છો.

એન્જિન અને ગિયર પ્રોટેક્ટ એડઓન કોઈપણ અણધારી ઘટનાના કિસ્સામાં એન્જિન અને ગિયર બોક્સના નુકસાનની કાળજી લે છે.

શું ટાયર કાર ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે?

સામાન્ય રીતે ટાયરને સ્ટાન્ડર્ડપેકેજ પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી. જો કે, મોટા ભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ટાયર પ્રોટેક્ટ એડઓન ઓફર કરવામાં આવે છે જ્યાં તમે થોડું વધારાનું પ્રીમિયમ ચૂકવીને ટાયરને કવર કરી શકો છો.

શું કાર ઇન્સ્યોરન્સ ઇલેક્ટ્રિકલ આગને આવરી લે છે?

જો અકસ્માતને કારણે ઇલેક્ટ્રિકલ આગ લાગી હોય, તો તે તમારી કોમ્પ્રીહેન્સિવ કાર પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે.

કેશલેસ કાર ઇન્સ્યોરન્સ શું છે?

કેશલેસ કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરર દ્વારા ઓફર કરવામાં આવેલ એક લાભ છે જ્યાં જો ઇન્સ્યોરન્સ કંપનીના અધિકૃત ગેરેજમાં રિપેરિંગ કરવામાં આવે તો તમારે તમારી કારનું રિપેરિંગ કરાવવા માટે કંઈપણ ચૂકવવું પડતું નથી.

ડિજીટ પર, અમારી પાસે દેશભરમાં 6000+ ગેરેજ છે અને અમે 6 મહિનાની રિપેર વોરંટી સાથે પિક-અપ, રિપેર અને ડ્રોપ સેવા પણ ઑફર કરીએ છીએ.

કાર ઇન્સ્યોરન્સ ખરીદવાની યોગ્યતા શું છે?

જ્યાં સુધી તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતી કાર હોય, ત્યાં સુધી તમે તમારી સંબંધિત કાર માટે કાર ઇન્સ્યોરન્સ મેળવવા માટે પાત્ર છો (હકીકતમાં, કાયદા દ્વારા તે ફરજિયાત છે).

શું ભારતમાં કાર ઇન્સ્યોરન્સ ફરજિયાત છે?

હા, મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ઓછામાં ઓછું તૃતીય-પક્ષ નુકસાન માટે આવરી લેતો કાર ઇન્સ્યોરન્સ ફરજિયાત છે.

મારે મારી કારમાં કયા દસ્તાવેજો રાખવા જોઈએ?

તમારી પાસે હંમેશા તમારી કારની અંદર તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને તમારું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) હોવું જોઈએ.

હું ભારતમાં શ્રેષ્ઠ કાર ઇન્સ્યોરન્સ કેવી રીતે પસંદ કરી શકું?

  • જો તમે પહેલીવાર કાર ઇન્સ્યોરન્સ ખરીદો છો, તો પછી વિવિધ કાર ઇન્સ્યોરન્સ વિશે સંશોધન કરો, જેના આધારે તેઓ તમને કેટલી IDV આપી રહ્યા છે, તેઓ કયા એડ-ઓન ઓફર કરી રહ્યા છે, દાવા દરમિયાન તેમની સેવા કેવી છે વગેરે.
  • જો તમે તમારી કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરી રહ્યાં હોવ, તો તમને શ્રેષ્ઠ ડીલ મળી રહી છે તેની ખાતરી કરવા માટે અન્ય કંપનીઓના દરો તપાસો.
  • તમારી કાર માટે તમને કેટલી IDV ઓફર કરવામાં આવી રહી છે તે જુઓ અને તેથી તમારું કવરેજ જાણો.
  • યોગ્ય કપાતપાત્ર રકમ સેટ કરો. ફરજિયાત અને સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ માટે ચકાસણી કરો. સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ તમારા પ્રીમિયમને ઘટાડે છે, પરંતુ તમારે અકસ્માતની ઘટનામાં ખિસ્સામાંથી વધુ ચૂકવણી કરવી પડશે. જો તમારી પાસે સારો ડ્રાઇવિંગ રેકોર્ડ છે અને તમારી ભૂલમાં અકસ્માત ન થયો હોય, તમે સાહસ કરવા માંગો છો અને વધુ પ્રીમિયમ પસંદ કરવા માગી શકો છો.
  • જો તમે તમારી કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરી રહ્યાં હોવ, તો તમારા NCBનો દાવો કરવાનું ભૂલશો નહીં, કારણ કે તેનાથી પ્રીમિયમ ઓછું થશે.

અકસ્માતો માટે કાર ઇન્સ્યોરન્સનો દાવો કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

  • યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું દાવાનું ફોર્મ.
  • તમારા વાહનની આર.સી.ની નકલ.
  • તમારા માન્ય ડ્રાઇવિંગ લાયસન્સની નકલ.
  • તમારા પોલિસી દસ્તાવેજના પ્રથમ 2 પેજની નકલ.
  • FIR ની નકલ.
  • રોકડ અને કેશલેસ ગેરેજ માટે મૂળ અંદાજ, ઇન્વૉઇસ અને ચુકવણીની રસીદ.

તૃતીય-પક્ષ કાર ઇન્સ્યોરન્સના દાવા માટે જરૂરી દસ્તાવેજો?

  • યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ દાવાનું ફોર્મ.
  • FIR ની નકલ.
  • તમારા માન્ય ડ્રાઇવિંગ લાયસન્સની નકલ.
  • તમારા પોલિસી દસ્તાવેજના પ્રથમ 2 પેજની નકલ.
  • તમારા વાહનની આર.સી.ની નકલ.

ચોરીના કિસ્સામાં કાર ઇન્સ્યોરન્સનો દાવો ફાઇલ કરવાની પ્રક્રિયા શું છે?

કમનસીબે, જો તમારી કાર ચોરાઈ ગઈ હોય, તો તમારે દાવો કરવા માટે નીચેના પગલાંને અનુસરવું જોઈએ:

a) પોલીસમાં FIR દાખલ કરો.

b) તમારી ઇન્સ્યોરન્સ કંપનીને ચોરી વિશે જણાવો. નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે:

 

 

 

 

 

  • તમારી કારના રજિસ્ટ્રેશન સર્ટીફિકેટની નકલ.
  • તમારા ડ્રાઇવિંગ લાયસન્સની નકલ.
  • FIR ની નકલ.
  • તમારા કાર ઇન્સ્યોરન્સ પૉલિસી દસ્તાવેજના પ્રથમ બે પેજ.
  • આરટીઓને સંબોધીને પત્ર. એકવાર આ થઈ જાય પછી પોલીસ તમારા વાહનને શોધવાનો પ્રયાસ કરશે. 6 મહિના પછી, જો વાહન હજી પણ મળ્યું નથી, તો પોલીસ તમારી ખોવાયેલી કારની આરસી ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરવાનું પૂર્ણ કરીને, 'નોન-ટ્રેસેબલ રિપોર્ટ' જારી કરશે. સબરોગેશન લેટર પણ રજૂ કરવામાં આવશે. એકવાર ઇન્સ્યોરન્સદાતા દ્વારા તમામ સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત થઈ જાય, તે પછી દાવાનું સેટલમેન્ટ કરવામાં આવશે.

શું તમે તમારો જૂનો ઇન્સ્યોરન્સ તમારી નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો? જો હા, તો તે કેવી રીતે કરવું?

જ્યારે તમે નવી કાર ખરીદો છો, ત્યારે તમે તમારી જૂની કાર ઇન્સ્યોરન્સ પોલિસીને તમારી નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો. તમારે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર વિશે જાણ કરવી પડશે. તમે તમારું NCB પણ જાળવી શકો છો.

જ્યારે તમે વપરાયેલી કાર ખરીદો છો, ત્યારે પ્રથમ પગલું એ નોંધણી પ્રમાણપત્ર (RC) નું ટ્રાન્સફર હશે, તે જ સમયે ઇન્સ્યોરન્સ પૉલિસીને પણ ટ્રાન્સફર કરો. એકવાર નવા માલિકે કાર ખરીદી લીધા પછી, અગાઉના માલિકની પોલિસી માન્ય રહેશે નહીં.

IRDAI માર્ગદર્શિકા મુજબ, કારના ઇન્સ્યોરન્સ દસ્તાવેજો અને RC પરનું નામ અને સરનામું મેળ ખાતું હોવું જોઈએ. તેથી, કટોકટીની સ્થિતિમાં, નવા કારના માલિક ઘણી બધી મુશ્કેલીઓ વિના થયેલા ખર્ચને વસૂલ કરી શકે છે.

કાર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર છે:

  • રજિસ્ટ્રેશન સર્ટીફિકેટની નકલ (ફોર્મ 29).
  • જૂની ઇન્સ્યોરન્સ પૉલિસી દસ્તાવેજ.
  • અગાઉના કાર માલિક તરફથી નો ઓબ્જેક્શન ક્લોઝ (NOC).
  • નવું અરજી ફોર્મ, યોગ્ય રીતે ભરેલું.
  • ઇન્સ્પેક્શન રિપોર્ટ - આ ઇન્સ્યોરન્સ કંપની વાહન સર્વે પછી બનાવશે.