હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સ્યોરન્સ પર સ્વિચ કરો.

હેલ્થ ઈન્સ્યોરન્સ વિશે બધું જ એડ-ઓન્સ/રાઈડર્સ તમારે જાણવું જોઈએ

તમે કોઈ સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો અને તમને તેમાં સામેલ થતાં તમામ ખર્ચાઓ વિષે માહિતગાર કરવામાં આવે છે. તેમ છતાં, અમુક ચોક્કસ ખર્ચ સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર થતાં નથી.

તો પછી તે ખર્ચનું શું?

આવી સ્થિતિને પહોંચી વળવા એડ-ઓન્સ/ રાઇડરની એન્ટ્રી થાય છે!

જો તમે પહેલેથી જ કોઈ હેલ્થ ઈન્શ્યોરન્સ ધરાવો છો તો તેમાં વધારાની સુવિધાઓ મેળવવા માટે એડ-ઓન્સ કે રાઇડર જેવા શબ્દો વિષે તમે સાંભળ્યું હશે. હવે સમય આવી ગયો છે આ ટર્મ્સ વિષે વિસ્તૃત માહિતી મેળવવાનો.

હેલ્થ ઈન્શ્યોરન્સ રાઇડર/એડ-ઓન શું છે?

આ રાઇડર અથવા એડ-ઓન એ એવી વધારાની સુવિધાઓ છે જે કોઈ મૂળ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનમાં સામેલ હોતી નથી પરંતુ અમુક નિશ્ચિત વધારાના પ્રીમિયમ સાથે અલગથી આ વધારાની સુવિધાઓ મેળવી શકાય છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓન/રાઇડર એ ચોક્કસ પરિસ્થિતિમાં તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાંથી મળતા ફાયદાઓમાં વધારાના લાભ લેવા માટેની સુવિધા છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (Insurance Regulatory and Development Authority of India (IRDAI)) ના નિયમ અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ પર લેવામાં આવતા આવા કોઈ પણ એડ-ઓન કે રાઇડર માટે વધારાના પ્રીમિયમની રકમ મૂળ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમના 30% કરતાં વધુ ન હોવી જોઈએ.

ઉદાહરણ તરીકે, તમારી પાસે દર વર્ષે 5000 રૂના પ્રીમિયમ સાથે કુલ 700000 રૂ જેટલો સમઇન્શ્યોર્ડ ધરાવતો ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્શ્યોરન્સ છે. તમે તમારી આ પોલિસી પર વધુ પાંચ એડ-ઓન્સનો લાભ મેળવવા ઈચ્છો છો. આ સંજોગોમાં IRDAIના નિયમ પ્રમાણે એડ-ઓન્સ માટે તમારું વધારાનું પ્રીમિયમ 1500 રૂ (5000 x 30%) કરતાં વધારે ન હોય શકે.

હેલ્થ ઈન્શ્યોરન્સમાં કયા અલગ અલગ પ્રકારના એડ-ઓન્સ હોય છે?

હેલ્થ ઈન્શ્યોરન્સમાં ઉપલબ્ધ વિવિધ એડ-ઓન્સ નીચે મુજબ છે:

હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓન શું શું કવર થાય છે?
રૂમ રેન્ટ વેવર આ હેલ્થ ઈન્શ્યોરન્સ રાઇડર સાથે તમે તમને આપવામાં આવેલા હોસ્પિટલ રૂમ રેન્ટની સબ-લિમિટ વધારી શકો છો અથવા રૂમ રેન્ટમાં કોઈ સબ-લિમિટ ન હોય તેમ પણ પસંદ કરી શકો છો.
મેટરનિટી કવર આ રાઇડરમાં ગર્ભાવસ્થાથી માંડીને બાળકના જન્મ સુધીના તમામ ખર્ચ સમાવિષ્ટ છે.
હોસ્પિટલ કેશ કવર આ હોસ્પિટલાઈઝેશન દરમિયાન ઇન્શ્યોરર દ્વારા રોજ આપવામાં આવતા કેશ અલાઉન્સનો પ્રકાર છે.
ક્રિટીકલ ઇલનેસ કવર કેન્સર, કાર્ડીઓ વગેરે જેવા વિકટ રોગના ખર્ચાઓ માટે આ વિશેષ કવર છે.
પર્સનલ એક્સિડન્ટ કવર આ એડ-ઓનમાં કોઈ અકસ્માતમાં થયેલી વ્યક્તિગત ઇજાઓ જેવીકે વિકલાંગતા, મૃત્યુ વગેરે કવર થાય છે.
ઝોન અપગ્રેડ પેશન્ટની કયા ઝોનમાં ટ્રીટમેન્ટ થઈ રહી છે તે આધારે વ્યક્તિગત રીતે વધારા આર્થિક લાભ માટે આ કવર છે.
આયુષ ટ્રીટમેન્ટ કવર આ એડ-ઓન અંતર્ગત તમે કોઈ અન્ય પદ્ધતિ જેવીકે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ તેમજ હોમિયોપેથી દ્વારા સારવાર મેળવવાની સગવડ કવર થાય છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં એડ-ઓન્સના પ્રકાર - સમજાવ્યું

1. રૂમ રેન્ટ વેવર

કોઈ પણ સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સમાં હોસ્પિટલાઈઝેશન વખતે રૂમ રેન્ટ માટે અમુક ચોક્કસ રકમની જોગવાઈ હોય છે. આ એડ-ઓન લેવાથી તે નિયત રકમમાં વધારો કરવાની અથવા અમર્યાદિત ભાડું ભરી શકાય તેની સુવિધા છે.

સામાન્ય રીતે કોઈ પણ હેલ્થ ઈન્શ્યોરન્સમાં રૂમ રેન્ટ માટેની રકમ સમ-ઇન્શ્યોર્ડના આધારે નક્કી થયેલી હોય છે. આ એક મહત્વનું હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓન/રાઇડર છે જે મોટા શહેરોમાં વિશેષ મહત્વનું છે કારણકે આવા શહેરોમાં હોસ્પિટલાઈઝેશનમાં રૂમનું ભાડું ઘણું વધારે હોય છે.

ઉદાહરણ તરીકે તમારા હેલ્થ ઈન્શ્યોરન્સમાં રૂમ રેન્ટ માટે એક દિવસના 1500 રૂ સુધીની મર્યાદા છે. જો તમને જરૂરી હોય તે હોસ્પિટલમાં આટલી મર્યાદામાં રૂમ મળે તેવી સંભાવના ઓછી હોય તો તમે આ એડ-ઓન લઈને 4000 રૂ પ્રતિ રાત જેટલી રૂમ રેન્ટની મર્યાદા વધારી શકો છો.

2. મેટરનિટી કવર

મેટરનિટી કવરમાં પ્રેગ્નન્સી/ગર્ભાવસ્થાથી માંડીને બાળકના જન્મ સુધીના તમામ ખર્ચનો સમાવેશ થાય છે. કેટલાક ઇન્શ્યોરર બાળકના જન્મ પછી પણ પોલિસી પાકે (મેચ્યોર થાય) ત્યાં સુધી અથવા બાળક 3 મહિનાનું થાય ત્યાં સુધી ખર્ચ ભોગવવાની સગવડ પણ આપે છે.

3. હોસ્પિટલ કેશ કવર

આ હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓનમાં ઇન્શ્યોરર દ્વારા તમે જેટલો સમય હોસ્પિટલાઇઝ્ડ છો ત્યાં સુધી દરરોજ એક ચોક્કસ રકમનું કેશ અલાઉન્સ આપવાની સુવિધા આપવામાં આવે છે. આ અલાઉન્સ મેળવવા 1 દિવસ અથવા 24 કલાકથી વધુ સમયનું હોસ્પિટલાઈઝેશન જરૂરી છે.

આ સુવિધા પાછળનો મુખ્ય હેતુ હોસ્પિટલાઈઝેશન દરમિયાન થતાં અન્ય ખર્ચાઓ જેવા કે પરિવહન, દવાઓ વગેરે માટે વળતર આપવાનો છે.

4. ક્રિટીકલ ઇલનેસ કવર

જો કેન્સર, કાર્ડીઓ જેવા કોઈ મોટા રોગનું નિદાન થાય તો સારવાર માટે થતાં ચોક્કસ ખર્ચની જગ્યાએ એક ચોક્કસ અંદાજિત રકમ પૂરી પાડવાની આ એડ-ઓનમાં સુવિધા આપવામાં આવી છે.

ધારો કે, તમારી પાસે 5 લાખનો સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ છે, અને તમે આ એડ-ઓન લઈને કોઈ વિકટ રોગ માટે કુલ 15 લાખ રૂ સમ-અશયોર્ડનો લાભ લેવાનું નક્કી કરો છો.

આવા કિસ્સામાં જો તમને કેન્સરનું નિદાન થાય તો ઈન્શ્યોરન્સ કંપની તાત્કાલિક ધોરણે 15 લાખ રૂ ચૂકવી દેશે, ભલે પછી તમારી સારવાર 10 લાખ રૂમાં થઈ જાય.

5. પર્સનલ એક્સિડન્ટ કવર

આ એડ-ઓનમાં કોઈ અકસ્માતમાં થયેલી વ્યક્તિગત ઇજાઓ જેવીકે હંગામી કે કાયમી વિકલાંગતા, મૃત્યુ વગેરે કવર થાય છે. જો આ અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારજનને એક ચોક્કસ રકમ આપવામાં આવે છે.

6. ઝોન અપગ્રેડ

ઝોન અપગ્રેડ એડ-ઓનથી તમે અલગ અલગ ઝોનમાં આવેલા શહેરોમાંથી પણ મેડિકલ સુવિધાનો લાભ લઈ શકો છો. કોઈ પણ શહેરમાં થતાં અંદાજિત મેડિકલ ખર્ચના આધારે તેનો ઝોન નક્કી થાય છે. જે પ્રદેશમાં ખર્ચ વધુ હોય તેને ઊંચા ઝોનમાં મુકવામાં આવે છે.

આ એડ-ઓનથી માત્ર થોડું વધારાનું પ્રીમિયમ ભરીને તમે વિવિધ ઝોનમાં મેડિકલ સુવિધાનો લાભ મેળવી શકો છો. અલબત્ત, સરવાળે તમને પ્રીમિયમમાં 10 થી 20%નો ફાયદો થાય છે.

 

ભારતમાં અલગ અલગ ઝોન:

ઝોન A: દિલ્હી/ એનસીઆર (NCR) અને મુંબઈ (નવી મુંબઈ, થાણે, કલ્યાણ સહિત)

ઝોન B: હૈદરાબાદ, સિકંદરાબાદ, બેંગલોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, પૂણે અને સુરત

ઝોન C: A અને B ઝોનમાં સામેલ શહેરો સિવાયના તમામ શહેરો ઝોન Cમાં સામેલ છે.

હાલમાં, ડિજીટ પર, અમારી પાસે બે ઝોન છે: ઝોન A (ગ્રેટર હૈદરાબાદ, દિલ્હી NCR, ગ્રેટર મુંબઈ) અને ઝોન B (અન્ય તમામ સ્થળો). જો તમે ઝોન B માં રહેતા હોવ તો તમને પ્રીમિયમ પર વધારાનું વળતર મળે છે. એટલું જ નહીં, અમારી પાસે કોઈ ઝોન-આધારિતકો-પેમેન્ટ નથી.

7. આયુષ કવર

આ એડ-ઓન અંતર્ગત તમે કોઈ અન્ય પદ્ધતિ જેવીકે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ તેમજ હોમિયોપેથી દ્વારા સારવાર મેળવવાની સગવડ કવર થાય છે.

આ કવર માત્ર સિનિયર સિટીઝન્સ અથવા 60 વર્ષ કરતાં વધુ ઉંમરની વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ છે.

પણ શું તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે આવતા બધા જ એડ-ઓનનો લાભ લેવો ફરજિયાત છે?

બિલકુલ નહિ!

જો તમે માત્ર સુરક્ષાના હેતુથી બધા જ એડ-ઓન્સનો લાભ લેવાનું નક્કી કરો તો તે તમારા ખિસ્સાને મોંઘું પડી શકે છે.

તેથી, ઇન્શ્યોર્ડ વ્યક્તિની વર્તમાન મેડિકલ સ્થિતિ, તેના પરિવારજનોની મેડિકલ હિસ્ટરી, જીવનશૈલી, વગેરેના આધારે સૌથી ઉપયોગી એડ-ઓનની પસંદગી કરવી હિતાવહ છે.

અસ્વીકરણ: પૂરા પાડવામાં આવેલ એડ-ઓન્સ વિવિધ ઇન્સ્યોરન્સ પ્રદાતાઓમાં અલગ અલગ હોય છે. તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતાએ આપેલા એડ-ઓનની સંપૂર્ણ વિગતો માટે તપાસ કરો.

મહત્વનું: કોરોના હેલ્થ ઈન્શ્યોરન્સના લાભ વિષે સમજો.

હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓન્સ વિશે ઉદ્દભવતા સામાન્ય પ્રશ્નો

શું કેશલેશ સેટલમેન્ટ્સ માટે એડ-ઓન્સ ઉપલબ્ધ છે?

હા, તમારા ઇન્શ્યોરરની નેટવર્ક હોસ્પિટલ્સમાં કેશલેસ સેટલમેન્ટ્સ માટે એડ-ઓન્સ ઉપલબ્ધ છે.

ઝોન અપગ્રેડ કવર માટે શહેરોને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે?

જે તે શહેરમાં થતાં મેડિકલના ખર્ચાઓના આધારે ઈન્શ્યોરન્સ કંપની દ્વારા શહેરોને વિવિધ ઝોનમાં મુકવામાં આવે છે.

શું હોસ્પિટલ કેશ કવારનો ઉપયોગ મેડિકલ સિવાય કોઈ અન્ય ખર્ચાઓ માટે થઈ શકે?

હા, કેશ અલાઉન્સનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી.