એકવાર તમે તમારો ક્લેમ ફાઇલ કરી લો તે પછી, તમારે તેના ઈન્કમટેક્ષ રિફંડ સ્ટેટસની તપાસ કરવાની જરૂર છે. તમારા રિફંડ ટ્રાન્સફરનો પ્રોગ્રેસ જાણવાનો આ એકમાત્ર રસ્તો છે. હવે, આ પ્રોસેસ સાથે આગળ વધવાની 2 રીતો છે. તમે NSDL પોર્ટલ અને ઈન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ વેબસાઈટ બંને દ્વારા રિટર્ન સ્ટેટસ ચેક કરી શકો છો.
દરેક પ્રોસેસ કેવી રીતે કરવી તે અંગે અહીં સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઈન છે.
1. NSDL વેબસાઈટ દ્વારા
NSDL પર તમારા ઈન્કમટેક્ષ રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે આપેલ સ્ટેપને અનુસરો.
સ્ટેપ 1: રિફંડ ટ્રેકિંગ માટે TIN NSDL વેબસાઇટની મુલાકાત લો.
સ્ટેપ 2: તમારો પાન(PAN) દાખલ કરવા માટે નીચે સ્ક્રોલ કરો અને એસેસમેન્ટનું વર્ષ પસંદ કરો. કેપ્ચા કોડ દાખલ કરો અને "પ્રોસીડ" પર ક્લિક કરો.
સ્ટેપ 3: આગળ, તમને એક પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જે NSDL પર તમારા ઈન્કમટેક્ષ રિફંડ સ્ટેટસના આધારે મેસેજ ડિસ્પ્લે કરશે.
[સ્રોત]
2. ઈન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ વેબસાઈટ દ્વારા
વૈકલ્પિક રીતે, તમે ઈન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર તમારું ITR સ્ટેટસ ચેક કરવા માટે નીચેના સ્ટેપનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 1: ઓફિસિયલ ઈન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 2: ઉપરના જમણા ખૂણે, તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટે "અહીં લૉગિન કરો" પર ક્લિક કરો.
સ્ટેપ 3: આગળના પેજ પર, તમારું યુઝર ID, પાસવર્ડ અને આપેલ સુરક્ષા સિક્યુરીટી કોડ દાખલ કરો. "લૉગિન" પર ક્લિક કરો.
સ્ટેપ 4: આગળ, "રિટર્ન/ફોર્મ જુઓ" પસંદ કરો.
સ્ટેપ 5: તમારો PAN દાખલ કરો, "એક વિકલ્પ પસંદ કરો" ની બાજુના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી "ઇન્કમ ટેક્સ રિટર્ન" પસંદ કરો અને યોગ્ય એસેસમેન્ટનું વર્ષ દાખલ કરો. અત્યારે, તમે 2022-23 માટે ઈન્કમટેક્ષ રિફંડનું સ્ટેટસ ચેક કરી રહ્યા છો. "સબમિટ કરો" દબાવો.
સ્ટેપ 6: તમને તમારા ITR ફાઇલિંગની તમામ વિગતો દર્શાવતા નવા વેબપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. તેમાં ફોર્મનો પ્રકાર, ફાઇલિંગનો પ્રકાર, સ્વીકૃતિ નંબર અને ITR ફાઇલ કરવાથી લઈને ITR પ્રોસેસ પૂર્ણ કરવા સુધીની દરેક પ્રવૃત્તિની તારીખોનો સમાવેશ થાય છે. તમે ઈન્કમટેક્ષ પોર્ટલ પર રિફંડનું સ્ટેટસ, પેમેન્ટ મોડ અને રિફંડ નિષ્ફળ થવાનું કારણ, જો કોઈ હોય તો પણ જોઈ શકશો.
હવે, NSDL ઈન્કમટેક્ષ રિફંડ સ્ટેટસ મેસેજ વિવિધ હોઈ શકે છે. જો તેઓ દરેક સ્ટેટમેન્ટનો ચોક્કસ અર્થ જાણતા ન હોય તો ઘણી વ્યક્તિઓ માટે તેમના રિફંડના પ્રોસેસને સમજવું તે ખૂબ ગૂંચવણભર્યું બની શકે છે.