રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સ્યોરન્સ

રોયલ એનફિલ્ડ ક્લાસિક બાઇક ઈન્સ્યોરન્સ પ્રીમિયમ હાલ જ તપાસો

Third-party premium has changed from 1st June. Renew now

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350/500 ઈન્સ્યોરન્સ પ્રાઈસ અને પોલિસી રિન્યૂઅલ ઓનલાઈન

source

શું તમે એનફિલ્ડ ક્લાસિક પર દૂર સુધી હજારો કિલોમીટર સવારી કરવાનું વિચારી રહ્યાં છો? પરંતુ, તમે તમારી બાઈકને ફરવા લઈ જાવ તે પહેલાં શું તમે રોયલ એનફિલ્ડ ક્લાસિક ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું વિચાર્યું છ? ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસીની વિશેષતાઓ પર એક નજર નાખો અને તમને મળતા મહત્તમ લાભ ઉઠાવો!

રોયલ એનફિલ્ડ મૂળરૂપે એક બ્રિટિશ મોટરસાઇકલ કંપની છે, જેણે 20મી સદીના મહત્તમ મોટા ભાગના સમયમાં, ખાસ કરીને બંને વિશ્વયુદ્ધો દરમિયાન બ્રિટિશ સશસ્ત્ર દળોને મોટરસાઇકલ પુરી પાડી હતી.

વિશ્વયુદ્ધ 2 દરમિયાન આપેલ યોગદાન બદલ રોયલ એનફિલ્ડ ક્લાસિકની કલ્પના કંપની શ્રદ્ધાંજલિ તરીકે કરવામાં આવી હતી. તે માત્ર યુદ્ધનું પ્રતિક બનવાનું ન હતું, તે સંસ્કૃતિ અને તે સમયના ક્લાસિકલ આઉટલુકના પરિપ્રેક્ષના પ્રતિક સમાન બન્યું હતું. કંપનીની નજરમાં એકલ હેતુ હતો કે બાઈકને હાલના બુલેટના મેઈનફ્રેમ પર ડિઝાઇન કરવામાં આવે

અન્ય તમામ રોયલ એનફિલ્ડ મોડલ્સની જેમ ક્લાસિક પણ ભારતમાં ઉત્પાદિત મોટરસાઇકલના સૌથી મોંઘા સ્પેક્ટ્રમમાં આવે છે. સામે પક્ષે અકસ્માતમાં કે અન્ય કોઈ દુર્ઘટનાને લીધે થતા કોઈપણ નુકસાન માટે રિપેરને કારણે પણ આ બાઈક તમારા ખિસ્સાને ખૂબ મોંઘી પડી શકે છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સયોરન્સ પોલિસી આ પ્રકારના સંજોગોમાં ઉદ્ભવતી તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે. તદુપરાંત મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ દરેક મોટર વાહન માલિકને તેમના વાહન માટે થર્ડ પાર્ટી જવાબદારી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત છે.

પોલિસી ન હોવાના ગુના બદલ તમને શરૂઆતમાં રૂ. 2000નો ટ્રાફિક દંડ અને વારંવારના ગુના બદલ રૂ. 4000નો દંડ થઈ શકે છે.

રોયલ એનફિલ્ડ ઇન્સ્યોરન્સમાં શું કવર થશે

ડિજિટની રોયલ એનફિલ્ડ ક્લાસિક ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે ખરીદવી જોઈએ?

રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સ્યોરન્સના પ્રકારો

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત વિશે વધુ જાણો

ક્લેઈમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતા મુક્ત રહો, અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ-1

માત્ર 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ-3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મનમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો

રોયલ એનફીલ્ડ કલાસસિંક: શ્રદ્ધાંજલિ ની વાર્તા

વર્ષ 2009થી ઉત્પાદિત રોયલ એનફિલ્ડ ક્લાસિક મોટરબાઈક છે રેટ્રો-બાઈકરની ફીલિંગ અને માંગને સંપૂર્ણ યથાર્થ કરે છે. દેશની શાન બનેલ બુલેટની જેમ ક્લાસિક 350એ પણ રાઈડિંગ અને સાહસ ખેડતા ભારતીય બાઇકર્સની કલ્પનાને ભરી દીધી છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિકને ભારતીય બજારમાં સૌથી વધુ ડિમાન્ડ કરવામાં આવતી મોટરસાઇકલો પૈકીની એક બનાવતા ઘણા કારણો છે. દાખલા તરીકે:

  • પરંપરાગત રાઉન્ડ હેડલેમ્પ હોવા છતાં જે ફ્રન્ટ ફોર્ક સાથે સાથે ફિક્સ છે, ક્લાસિકમાં એક યુનિટ સિટિંગ અરેન્જમેન્ટ છે જે તેને બુલેટથી અલગ પાડે છે.
  • રાઈડર્સ પાછળના મડગાર્ડ પર અલગથી જોડાયેલ પિલિયન સીટને દૂર કરવાનું પસંદ કરી શકે છે, જેનાથી તેઓ તેમની રાઈડ પર ઉત્કૃષ્ઠ રેટ્રો લુક આપી શકે છે.
  • પેગાસસ જેવા મૉડલ્સ કે જેઓ એ જ નામથી જાણીતા WW2 મૉડલને ટ્રીબ્યુટ તરીકે યુનિક કલર કોમ્બિનેશન ધરાવે છે તે પણ લિમિટેડ પિરિયડ માટે ઑફર કરવામાં આવ્યા છે.

હવે, એવુ જોવા મળે છે કે આવા પ્રકારની કેલિબરની બાઇકના માલિકો તેમના મોટર વ્હિકલની સંભાળ વિશે ખૂબ જ સાવચેત રહેશે, પરંતુ દુર્ઘટનાઓ ઓચિંતી હોય છે. આ કારણસર જ રોયલ એનફિલ્ડ ક્લાસિક માટે કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી માંગવી યોગ્ય છે.

પરંતુ, કઈ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાની છે?

મૂંઝવણમાં? ડિજિટ પર ચેક કરો!

રોયલ એનફિલ્ડ ક્લાસિક ઇન્સ્યોરન્સ માટે ડિજિટને શા માટે પસંદ કરવી?

અહીં, અમે ચર્ચા કરીએ છીએ કે તમારી પ્રિય એનફિલ્ડના ઇન્સ્યોરન્સ માટે ડિજિટ સૌથી શ્રેષ્ઠ પસંદગીના વિકલ્પો પૈકીનું એક શું બનાવે છે:

સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજ

કોઈપણ મોટર વાહન, તે ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, અકસ્માતનો ભોગ બનતા મિકેનિકલ બ્રેકડાઉન તરફ દોરી જઇ શકે છે. આવી પરિસ્થિતિઓમાં, તમારા ક્લાસિક માટે કેશલેસ રિપેરિંગની સરળ ઉપલબ્ધતા તમારી મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. ડિજિટ સમગ્ર ભારતમાં 1,000 થી વધારે નેટવર્ક ગેરેજ ધરાવે છે, જે વીમાધારક માલિકો માટે તેમના રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અથવા તો 500નું કટોકટીની સ્થિતિમાં રિપેરિંગ કરાવવાનું સરળ બનાવે છે.

ઓફર કરાતી પોલિસીઓના પ્રકાર

ડિજિટ તમારી રોયલ એનફિલ્ડ ક્લાસિક અને ક્લાસિક 350 માટે વિવિધ પ્રકારની ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ઑફર કરે છે. એ મહત્વનું છે કે તમે આવી પોલિસીઓને સમજો અને તમારા માટે યોગ્ય પસંદગી કરો કારણ કે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ના ઇન્સ્યોરન્સનો ખર્ચ પસંદગીની પોલિસી સાથે બદલાય છે.

  • થર્ડ-પાર્ટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી - આ પોલિસીઓ તમારી મોટરસાઇકલ સાથે એક્સિડન્ટમાં સામેલ થર્ડ-પાર્ટીના નુકસાનને નાણાકીય રીતે કવર કરે છે. તેમાં સામેલ વ્યક્તિને શારીરિક ઈજા હોય અથવા તેના વાહન, મિલકતને નુકસાન હોય, આ ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય રીતે તમામ લાયબિલિટી કોસ્ટને કવર કરે છે.
  • કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી - તમારા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 માટે ઇન્સ્યોરન્સનો આ વિકલ્પ થર્ડ-પાર્ટીની જવાબદારીઓ તેમજ તમારી બાઇક અને તમને સ્વયંને પણ કવર કરે છે. આ પોલિસીઓ રોયલ એનફિલ્ડ ક્લાસિક દ્વારા અકસ્માતમાં, આગ, કુદરતી અને માનવસર્જિત આફતો વગેરેને લીધે થયેલા કોઈપણ નુકસાન માટે કવરેજ પુરું પાડે છે. જો તમારી મોટરસાઇકલ ચોરાઈ જાય અથવા તેને રિપેરિંગ સિવાય નુકસાન થયું હોય તો તમે તેનો ખર્ચ પણ વસૂલ કરી શકો છો.
  • a) થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ કવર - થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ હેઠળ, તમે થર્ડ-પાર્ટીના વાહન અથવા મિલકતને થતા નુકસાન તેમજ વીમાવાળી બાઇકને કારણે થર્ડ પાર્ટીને ઈજા અથવા મૃત્યુ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.
  • b) કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર – જેવુ કે નામ દર્શાવે છે તેમ, કોમ્પ્રિહેન્સિવ બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરે છે, જેમાં અકસ્માત, આગ, ચોરી, કુદરતી આફતો વગેરેના કારણે પોતાના વાહનને થતા નુકસાનની સાથે સાથે થર્ડ-પાર્ટીના નુકસાનથી ઉદભવતી જવાબદારી સામેના કવરેજનો સમાવેશ થાય છે...

રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 અથવા 500 ના માલિકો કે જેમણે સપ્ટેમ્બર 2018 પછી તેમનું વાહન ખરીદ્યું છે તેઓ પણ એક અલગ પોલિસીનો લાભ લઈ શકે છે જે 'ઓવન ડેમેજ'ને કવર કરે છે. ભલે આ પોલિસીઓ થર્ડ-પાર્ટીની લાયબિલિટીઓને કવર કરતી નથી, પણ મોટરબાઈકના માલિક તેમજ બાઈક પોતે આ પોલિસી હેઠળ કવર કરવામાં આવે છે.

ઓનલાઈન ખરીદી અને રિન્યુઅલ

ડિજિટ મોટરબાઈકના માલિકોને ઓનલાઈન એપ્લિકેશન અને રિન્યુઅલની ઓફર કરે છે, જે બદલામાં સમગ્ર એપ્લિકેશન પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. તમે રોયલ એનફિલ્ડ ક્લાસિક 500 ઇન્સ્યોરન્સ પ્રાઇસ તેમજ તેના 350 વેરિઅન્ટના વિવિધ વિકલ્પો સાથે તપાસ કરી શકો છો અને તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો. પ્લાન પસંદ કર્યા પછી, એપ્લિકેશનની પ્રોસેસ પૂર્ણ કરવામાં થોડીક જ મિનિટનો સમય લાગે છે.

ઝડપી ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ

ડિજિટ, ગૌરવપૂર્વક એક સરળ અને ઝડપી ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા તેમજ ઝડપી પતાવટની દાવો કરે છે. ક્લેમ દાખલ કરવાના સંદર્ભમાં, ડિજિટ તેના ગ્રાહકોને સ્માર્ટફોન અનેબ્લે સેલ્ફ-ક્લેમ પ્રોસેસનો વિકલ્પ આપે છે જે થોડીક જ મિનિટમાં સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરે છે. વધુમાં, ડિજિટમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો ઉંચો રેકોર્ડ પણ છે, જે તમારા ક્લેમને નકારી કાઢવાની શક્યતાને ઘટાડે છે.

નો ક્લેમ બોનસ બેનેફિટ્સ

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ઇન્સ્યોરન્સ રિન્યુઅલની પસંદગી કરતી વખતે, તમે નો ક્લેમ બોનસનો લાભ પણ મેળવી શકો છો. આવશ્યકપણે, જો તમે ચોક્કસ પોલિસીના સમયગાળા દરમિયાન કોઈ પણ ક્લેમ ન કરો, તો તમે ઇન્સ્યોરન્સના રિન્યુઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડિસ્કાઉન્ટ 50% સુધી જઈ શકે છે, અને ક્લાસિક માલિકો કે જેઓ તેમની ઇન્સ્યોરન્સ પોલિસીને ડિજિટમાં ટ્રાન્સફર કરી રહ્યાં છે તેઓ પણ આ બેનેફિટ્સ મેળવી શકે છે.

પ્રીમિયમ કસ્ટમર સર્વિસ

રાષ્ટ્રીય જાહેર રજા હોય તો પણ ડિજિટની કસ્ટમર સર્વિસ 24X7 ઉપલબ્ધ છે. વધુમાં, ડિજિટ તેમની કસ્ટમર સર્વિસને ઓનલાઈન અથવા કોલ દ્વારા પહોંચાડવાનો વિકલ્પ પણ આપે છે. ઓનલાઈન ક્લેમ દાખલ કરવાની સાથે, માલિકો પાસે ફોન કોલ પર કસ્ટમર સર્વિસ પાસેથી સહાય મેળવવાનો વિકલ્પ પણ હોઈ શકે છે.

પર્સનલાઇઝ્ડ IDV

IDV અથવા ઇન્સ્યોર્ડ ડિક્લેર વેલ્યુ એ તમારી મોટરસાઇકલ સામે ઇન્સ્યોરન્સ કરાયેલી કુલ રકમ છે. આ મૂલ્યની ગણતરી તમારા દ્વારા જે કિંમતે મોટરસાઇકલને ખરીદવામાં આવી હતી તેમાંથી તેના ડિપ્રેસિએશનને બાદ કરીને કરવામાં આવે છે. જ્યારે ડિજિટ IDV સૂચવે છે, ત્યારે તમારી પાસે તમારી જરૂરિયાતો અનુસાર તમારા IDVને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ છે.

મલ્ટિપલ એડ-ઓન ઓપ્શન્સ

રોયલ એનફિલ્ડ ક્લાસિકના માલિકો, જેઓ તેમની બાઇક માટે કોમ્પ્રિહેન્સિવ કવર પસંદ કરે છે, તેઓ તેમની પોલિસી પર એડ-ઓન્સના રૂપમાં વધારાની સુરક્ષા પણ ખરીદી શકે છે. ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતા મલ્ટિપલ એડ-ઓન નીચે યાદીમાં જણાવ્યા છે.

  • ઇનવોઇસ કવર રિટર્ન
  • ઝીરો ડિપ્રેશિએશન કવર
  • બ્રેકડાઉન આસિસ્ટન્સ
  • એન્જિન અને ગિયર પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ
  • કન્ઝ્યુમેબલ ઇન્સ્યોરન્સ

તે જરૂરી છે કે, તમારી રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ઇન્સ્યોરન્સ પ્રાઇસની સાથે તમે પસંદ કરો છો તે એડ-ઓન તપાસો અને તેની સરખામણી કરો.

તમારી રોયલ એનફિલ્ડ ક્લાસિક માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીનો લાભ લેવાની વાત આવે ત્યારે આવા પ્રકારના બેનેફિટ્સ અને ઘણા બધા સાથે ડિજિટની ઈન્સ્યોરન્સ પોલિસી તેને શ્રેષ્ઠ વિકલ્પો પૈકીની એક બનાવે છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક-વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ પ્રાઈસ

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ પ્રાઈસ(શહેરો પ્રમાણ તફાવત સંભવ)
રોયલ એનફિલ્ડ ક્લાસિક
ક્લાસિક 350 ABS, 40.8 kmpl, 346 cc ₹ 153,444
ક્લાસિક 350 Redditch ABS, 40.8 kmpl, 346 cc ₹ 153,444
ક્લાસિક 350 Gunmetal Grey, 40.8 kmpl, 346 cc ₹ 155,281
ક્લાસિક 350 Signals Edition, 40.8 kmpl, 346 cc ₹ 163,635
ક્લાસિક 500 ABS, 32 Kmpl, 499 cc ₹ 201,384
ક્લાસિક 500 Squadron Blue, 32 Kmpl, 499 cc ₹ 204,519
કલાસિક 500 Stealth Black, 32 Kmpl, 499 cc ₹ 204,519
ક્લાસિક 500 Desert Storm, 32 Kmpl, 499 cc ₹ 204,519
ક્લાસિક 500 Chrome, 32 Kmpl, 499 cc ₹ 211,818
ક્લાસિક 500 Pegasus Edition, 499 cc ₹ 216,819

ભારતમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો મારી રોયલ એનફિલ્ડ ક્લાસિક ઈન્સ્યોરન્સ પોલિસી લાંબા સમયથી લેપ્સ થઈ ગઈ હોય તો શું રિન્યુ કરવી શક્ય છે?

જો તમારી ઈન્સ્યોરન્સ પોલિસી લાંબા સમય પહેલા લેપ્સ થઈ ગઈ હોય તો તેને રિન્યૂ કરી શકાતી નથી. જોકે તમે નવી પોલિસી માટે અરજી કરી શકો છો જે ઈનસ્પેક્શન પછી મંજૂરીને આધીન છે.

જો મારી રોયલ એનફિલ્ડ ક્લાસિક બાઈકનો એક નાનો અકસ્માત થયો હોવાથી હું દાવો ન કરું તો શું થશે?

જો તમને તમારી મોટરબાઈક સાથે નાનો અકસ્માત થયો હોય તો તમે ક્લેયમ દાખલ ન કરવાનું પસંદ કરી શકો છો. આ તમને NCB લાભો સાથે તમારી પોલિસીના રિન્યૂને કરવાની મંજૂરી આપશે.

અકસ્માતમાં થર્ડ પાર્ટી કોને ગણવામાં આવે છે ?

બાઈક સવાર સિવાયની કોઈપણ વ્યક્તિ જે અકસ્માતથી પ્રભાવિત થાય છે તેને થર્ડ પાર્ટી ગણવામાં આવે છે. આમાં બાઇક પર પાછળ સવારી કરતા મુસાફરનો પણ સમાવેશ થાય છે.