સારું, ભારતમાં અગ્રણી અને સૌથી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રદાતાઓમાંના એક હોવા ઉપરાંત, તમારા TVS ટુ-વ્હીલર માટે ડિજીટ દ્વારા ઓફર કરવામાં આવતી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી અસંખ્ય લાભો સાથે આવે છે.
તેમાંથી કેટલાંક લાભ નીચે મુજબ છે:
1. મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજ - ડિજીટ ઈન્સ્યોરન્સ તેમના TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર હેઠળ કેશલેસ મરમ્મતની સુવિધા આપે છે. આ સુવિધા સાથે, તમે મેળવેલી સેવા માટે કોઈ રોકડ ચૂકવ્યા વિના તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા હેઠળના કોઈપણ નેટવર્ક ગેરેજમાં તમારા ટૂ-વ્હીલરની મરમ્મત કરાવી શકો છો. ડિજીટમાં 2900 થી વધુ નેટવર્ક ગેરેજ છે, આ રીતે તમને કેશલેસ મરમ્મત મેળવવાનો તમારો અવકાશ વધારવામાં મદદ કરે છે.
2. ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીની પસંદગી - ડિજિટ વડે તમે નીચે આપેલી ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ તમારી TVS બાઇકનો ઇન્સ્યોરન્સ મેળવી શકો છો. આ પૉલિસીઓ આ પ્રમાણે છે:
- થર્ડ-પાર્ટી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ - આ પૉલિસી ઇન્સ્યોર્ડ વાહનને કારણે થર્ડ-પાર્ટીની મિલકત અથવા વાહનને થતાં નુકસાન અથવા ખોટ, થર્ડ-પાર્ટીની વ્યક્તિને ઈજા કે મૃત્યુને કારણે થતી નાણાકીય જવાબદારીઓને કવર કરે છે.
- કોમ્પ્રિહેન્સીવ ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ - આ વીમા કવર, થર્ડ-પાર્ટીની જવાબદારી ઉપરાંત, અકસ્માત, કુદરતી આફત વગેરેને કારણે તમારા પોતાના વાહનને થયેલાં નુકસાનથી થતી નાણાકીય જવાબદારીઓને પણ કવર કરે છે.
જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું TVS ટુ-વ્હીલર ખરીદ્યું હોય તો તમે પોતાના નુકસાનના કવરની પસંદગી પણ કરી શકો છો. આ કવર તમને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટેના કવરેજ સિવાય કોમ્પ્રિહેન્સીવ પૉલિસીના લાભો પ્રદાન કરશે. જો તમારી પાસે હાલમાં થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ કવર હોય તો તેને એકલ કવર તરીકે ખરીદી શકાય છે.
3. ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સાથે ઝડપી અને સરળ ક્લેઇમની પતાવટ - સામાન્ય રીતે, તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી સામે ક્લેઇમ રજૂ કર્યા પછી, કંપનીના પ્રતિનિધિને તમારી બાઇકનું નિરીક્ષણ કરવા અને તમારા ક્લેઇમની ચકાસણી કરવા માટે મોકલવામાં આવે છે. પરંતુ ડિજીટ સાથે, તમે સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાના લાભો મેળવી શકો છો. આનાથી તમને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની તક મળે છે અને વિસ્તૃત પેપરવર્કમાંથી પસાર થવાની મુશ્કેલીઓને ઘટાડે છે.
તેમની ઑનલાઈન પ્રક્રિયા સાથે, ડિજિટે તેમના ક્લેઇમના સેટલમેન્ટની પ્રક્રિયાને ઘણી હદ સુધી સુવ્યવસ્થિત કરી છે. કંપની તમારા ક્લેઇમની પતાવટ કરવા માટે માત્ર થોડા દિવસો જ લે છે, જે દેશના ઘણા અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા લેવામાં આવતાં સમય કરતાં નોંધપાત્ર રીતે ટૂંકો સમયગાળો છે.
વધુમાં, કંપની પાસે ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો છે જે તમારા ક્લેઇમને નકારી કાઢવાની શક્યતાઓને ઘટાડે છે.
4. ઇન્સ્યોરન્સ ખરીદવાની અને રિન્યૂ કરવાની સરળ પ્રક્રિયા - જો તમે તમારા TVS ટૂ-વ્હીલર અથવા TVS સ્કૂટી ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ માટે ઓનલાઈન શોધ કરી રહ્યાં છો, તો આ પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે ડિજિટથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. તમે ઇન્સ્યોરન્સ પૉલિસીની મુશ્કેલી-મુક્ત ખરીદી અને રિન્યૂઅલનો લાભ લઈ શકો છો. એ ઉપરાંત, તમે તમારી અગાઉની પૉલિસીમાંથી મળેલાં નો ક્લેઇમ બોનસને પણ આગળ લઈ જઈ શકો છો અને તમારી પ્રીમિયમની ચુકવણી પર ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો.
5. ઉચ્ચ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ - અમે પહેલેથી જ IDV વિશે ચર્ચા કરી છે. તેથી, તમારા TVS બાઇક ઇન્સ્યોરન્સનો લાભ લેતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તમારું પ્રાથમિક ધ્યેય ઉચ્ચ IDV શોધવાનું હોવું જોઈએ, જેથી તમારી બાઇકને સંપૂર્ણ નુકસાન અથવા ખોટ થવાના કિસ્સામાં મહત્તમ લાભોનો ફાયદો મળે. ડિજિટ તમને તમારી જરૂરિયાતો અનુસાર તમારા ટૂ-વ્હીલર માટે IDV કસ્ટમાઇઝ કરવાની તક આપે છે.
6. એડ-ઑન કવરની વિવિધતા - ડિજીટ TVS ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી અનેક એવા એડ-ઑન ઓફર કરે છે જે તમારી બાઇક માટે મહત્તમ સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે. તમારી TVS બાઇક માટે તમે જે એડ-ઑનનો લાભ લઈ શકો છો તેમાં આનો સમાવેશ થાય છે -
- ઝિરો ડેપ્રિસિએશન કવર.
- એન્જીન અને ગિયર પ્રોટેક્શન કવર.
- રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર.
- બ્રેડડાઉન આસિસ્ટન્સ.
- કન્ઝ્યુમેબલ કવર
આ એડ-ઑન મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારી બાઇક/સ્કૂટી માટે અદ્યતન સુરક્ષા મેળવવા દે છે.
7. 24x7 ગ્રાહક સેવા - ડિજિટની ટીમ તમને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે અથાક રીતે કામ કરે છે. એટલા માટે તમે તેમની ગ્રાહક સેવાને ગમે ત્યારે, તમારી અનુકૂળતા મુજબ કૉલ કરી શકો છો - રાષ્ટ્રીય રજાઓ પર પણ!
તો હવે તમે તૈયાર છો!
સસ્તું પ્રીમિયમ અને આકર્ષક એડ-ઑન ઓફરિંગ સાથે, ડિજીટ ઈન્સ્યોરન્સ તમને તમારી TVS બાઇક, સ્કૂટર અથવા મોપેડ માટે સર્વાંગી સુરક્ષા પ્રદાન કરી શકે છે!
શું તમે ઇન્સ્યોરન્સ કવર મેળવવા વિશે હજુ પણ અનિર્ણાયક છો?
ચાલો અમે તમને તમારી TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે તમારા પ્રીમિયમની ચુકવણીને કેવી રીતે ઘટાડી શકો તે વિશેનું થોડું રહસ્ય જણાવીએ.