યામાહા એ જાપાનીઝ મોટરસાયકલ ઉત્પાદક કંપની છે, જેની સ્થાપના 1955માં થઇ હતી. તેનું હેડક્વાર્ટર જાપાનમાં શિઝુઓકા આવેલુ છે. ભારતમાં, યામાહાએ 1985માં સંયુક્ત સાહસ તરીકે કામગીરી શરૂ કરી હતી. આજે, કંપની દેશમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ ખાતે ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે.
યામાહાનો ગ્રાહકલક્ષી અભિગમ તેની સફળતાનું મૂળભૂત કારણ છે. દેશભરમાં 500થી વધુ ડીલરો સાથે, યામાહાના કસ્ટમરો સ્પોર્ટ્સ બાઈક, સુપરબાઈક, સ્ટ્રીટ બાઇક અને સ્કૂટરમાંથી પસંદગી કરી શકે છે.
અત્રે, ભારતમાં ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય યામાહા મોડલ છે.
યામાહા YZF R15 V3
યામાહા MT 15
યામાહા FZ S V3
યામાહા ફસીનો
યામાહા FZ25
યામાહાની રેન્જમાં પ્રીમિયમ, મોંઘી બાઈક અને તેની સાથે જ વધારે અફોર્ડેબલ લાઇન-અપ સામેલ છે. બાઇકની કિંમત ગમે તે હોય, યોગ્ય યામાહા બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવો જરૂરી છે.
આવા પ્લાન્સ તમને રોડ એક્સિડન્ટના કિસ્સામાં તમારા વાહન અથવા થર્ડ-પાર્ટી દ્વારા થતાં નુકસાનને કારણે થતી નાણાકીય જવાબદારીઓથી બચવામાં મદદ કરી શકે છે.
યામાહા બાઇક ભારતમાં આટલી લોકપ્રિય કેમ છે?
યામાહા બાઈક્સ મુખ્યત્વે નીચેના કારણોસર દેશમાં ટોચના સ્થાનોપૈકી એકને જાળવી રાખવામાં સફળ રહી છે.
પ્રોડક્ટોની વિશાળ શ્રેણી - અન્ય ઘણી કંપનીઓથી વિપરીત, યામાહા વિશેષ અને રેગ્યુલર રાઇડર્સ બંનેને પૂરી કરે છે. ઉપરાંત ઓફર પર વાહનોની વિશાળ વિવિધતા સાથે કિંમતો પણ નોંધપાત્ર રીતે અલગ હોય છે. તમારી પસંદ, બજેટ અને જરૂરિયાતોને આધારે, તમે તમારા માટે સૌથી યોગ્ય બાઇક અથવા સ્કૂટર ખરીદવા માટે સ્વતંત્ર છો.
પર્ફોર્મન્સ-ઓરિએન્ટેડ બાઈક - યામાહાની પ્રત્યેક બાઈક ખાતરીપૂર્વકના બેસ્ટ પર્ફોર્મન્સ સાથે આવે છે. એન્જિનની ક્યુબિક ક્ષમતા, હેન્ડલિંગ, સસ્પેન્શન અને વાહનના અન્ય મુખ્ય પાર્ટ્સ તમને ચલાવતી શ્રેષ્ઠ સવારીનો અનુભવ આપવા માટે બનાવવામાં આવ્યા છે.
શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ - યામાહા એક યોગ્ય પ્રતિષ્ઠિત ગ્લોબલ બ્રાન્ડ છે. કંપની, આમ, શ્રેષ્ઠત્તમ કસ્ટમર કેર સર્વિસ પુરી પાડે છે. તમને બાઇક વિશે વધુ જાણવામાં મદદ કરવા માટે નાના પ્રશ્નો ઉકેલવાથી માંડીને યામાહાની કસ્ટમર કેર સર્વિસ તમને એવો અનુભવ કરાવે છે કે તમે વિશ્વવ્યાપી યામાહા પરિવારના મૂલ્યવાન સભ્ય છો.
હવે જ્યારે તમે જાણો છો કે ભારતીય લોકો વચ્ચે યામાહા બાઇકને શા માટે આટલી વધારે પસંદ કરવામાં આવે છે, તો તમારે એ પણ નક્કી કરવું પડશે કે આવા મૂલ્યવાન વસ્તુને કેવી રીતે સુરક્ષિત રાખવશો.
તમારી બાઇક (અને તેમાં તમારું રોકાણ) ત્યારે જ ખરેખર સુરક્ષિત રહે છે જ્યારે તમે તેના માટે ઇન્સ્યોરન્સ કવર ખરીદો છો.