ડાયાબીટિસના દર્દી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ

ડિજીટ ઇન્સ્યોરન્સ પર જાઓ

ડાયાબીટિસ હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે?

ડાયાબીટિસ હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક એવો કસ્ટમાઇઝ્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન છે જે ડાયબીટિસને લીધે જરૂરી બનતી સારવાર અને હોસ્પિટલાઇઝેશનના ખર્ચાને કવર કરે છે. ઉપરાંત, ડાયાબીટિસ હેલ્થ ઇન્સ્યોરન્સ એક એવા કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનો પણ સંદર્ભ આપે છે જેમાં ડાયાબીટિસ માટેના કવરેજને તેના લાભો્ની સાથે સમાવી લેવામાં આવેલ હોય, જેમ કે ડિજિટનો હેલ્થ ઇન્સ્યોરન્સ. 

તમારે શા માટે એવો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ જે ડાયાબીટિસને કવર કરતો હોય?

એવો અંદાજ છે કે ભારતમાં 20 - 79 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા 61.3 મિલિયન લોકો ડાયાબીટિસ સાથે જીવન જીવે છે, જે મોટાભાગે ભારતના શહેરી વિસ્તારોમાં રહેતાં હોય છે. આ સંખ્યામાં વધારો થઈને વર્ષ 2030 સુધીમાં 101.2 મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે!  (1)

જે લોકોને ડાયાબીટિસ હોય છે તેમને કોવિડ-19 થવાની વધુ શક્યતા રહે છે, આ ઉપરાંત જે લોકોને પહેલેથી કોઈ રોગ ન હોય તેમના કરતાં ડાયાબીટિસ ધરાવતા લોકોને વધુ ગંભીર પ્રકારના હેલ્થ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે.  (2)

ડાયાબીટિસ એક ખર્ચાળ રોગ છે. ખૂબ ખર્ચાળ હોવાના મૂળમાં આ રોગની દીર્ઘકાલીન પ્રકૃતિ અને તેની સાથે સંકળાયેલ ગૂંચવણો છે.  (3)

નાની વયમાં ડાયાબીટિસ શરૂ થવાનું જે વલણ દેખાઈ રહ્યું છે તે સૌથી વધુ વિચલિત કરી ડે છે. ભારતીય લોકો તેમના સમકક્ષ પશ્ચિમી દેશોના લોકો કરતાં 10 વર્ષ વહેલાં ડાયાબીટિસ મેળવે છે.  (4)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યા પ્રમાણે, જો એક ઓછી આવક ધરાવતા પરિવારના એક સભ્યને ડાયાબીટિસ હોય, તો એ પરિવારની આવકના 25% માત્ર ડાયાબીટિસની સંભાળ લેવા પાછળ ખર્ચાઈ જાય છે! (5)

ઇન્ટરનેશનલ ડાયબેટિક ફેડરેશન પ્રમાણે, વિશ્વમાં 2 માંથી 1 પુખ્ત વ્યક્તિને ટાઇપ 2 ડાયાબીટિસ છે અને તેમાંથી આશરે 46.5% લોકોની સ્થિતિ વણસે નહીં ત્યાં સુધી તેમને ડાયાબીટિસ હોવાનું નિદાન થતું નથી. (6)

ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં ડાયબીટિક દર્દીઓ માટે શું શરતો છે?

ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સ ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ ડાયાબીટિસને કવર કરી લીધું હોવા છતાં, આ રોગને પ્રકૃતિને કારણે અને તેની સાથે સંકળાયેલ અલગ અલગ સ્વાસ્થય સંભાળ સંબંધિત ગુંચવણોને લીધે - અહીં ડાયાબીટિસની સંભાળ માટેના હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ સંબંધિત કેટલીક ચોક્કસ શરતો છે જેને તમારે જાણવી જોઈએ, જેથી તમને અંતિમ ઘડીએ કોઈ આંચકો ન લાગે અને બીજું કે અમે સાવ સ્પષ્ટ પારદર્શિતામાં માનીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે તમને અગાઉથી જ ખબર હોય કે શું શું કવર થયું છે અને શું કવર થતું નથી!   

1. ખરાબ સમાચાર: ટાઇપ 1 ડાયબીટિઝ કવર થતું નથી

સામાન્ય રીતે ટાઇપ 1 ડાયાબીટિસનું બાળકો અને યુવાન લોકોમાં વહેલું નિદાન થઈ જતું હોય છે અને તેનાથી પીડાતાં લોકો બહુ ઉચ્ચ પ્રમાણમાં ઇન્સ્યુલિન પર આધારિત હોય છે.

કમનસીબે, (અને અમને નફરત છે કે તે આવું છે!) જો તમે એક એલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદતા હોવ ત્યારે, તમારૂં પહેલેથી જ નિદાન થઈ ગયું હોય અને તમે ટાઇપ 1 ડાયાબીટિસ માટે ઇન્સ્યુલિન પર આધારિત વ્યક્તિ હોવ,તો તમને 

ડિજિટની સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ કવર મળતું નથી. ટાઇપ 1 ડાયાબીટિસ સાથે સંકળાયેલ જુદાં જુદાં સ્વાસ્થ્ય સંબંધિત જોખમો અને ગુંચવણોને કારણે, તેના બદલે તમને એક એવા ચોક્કસ ડાયાબીટિસ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને પસંદ કરવાનું સૂચવવામાં આવે છે, જેને ખાસ ટાઇપ 1 ડાયાબીટિસના દર્દીઓ માટે જ બનાવવામાં આવેલ છે. 

2. સારા સમાચાર: જો તમને 10 વર્ષથી ઓછાં સમયથી ડાયાબીટિસ હોય અને સાથે HbA1C નું મૂલ્ય 7.5% થી ઓછું હોવાને લીધે નિયંત્રણ હેઠળ હોય તો તમને કવર કરવામાં આવશે.

અમે સમજીએ છીએ કે ટાઇપ 2 ડાયાબીટિસ હોવું એ ભારતમાં બહુ સામાન્ય વાત છે અને તેથી જ અમે તેને અમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં કવર કરીએ છીએ. 

જો કે, પહેલેથી જ મોજૂદ ડાયાબીટિસ સહિતના દરેક રોગ માટે,એક વેઇટિંગ પિરિયડ સંકળાયેલો છે. 

પહેલેથી જ મોજૂદ રોગ તરીકે ડિજિટ ખાતે ડાયાબીટિસ માટેનો વેઇટીંગ પિરિયડ, તમે જે તારીખે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ્યો હોય તેનાથી 4 વર્ષ સુધીનો છે, ત્યાર બાદ તમે ડાયાબીટિસ સંબંધિત ક્લેઇમ કરી શકો છો.

3. ખરાબ સમાચાર: જો તમારું અથવા તમારા માતા-પિતાનું ડાયાબીટિસ હોવા અંગેનું નિદાન થયું હોય અને તેની 10 વર્ષથી વધુ સમયથી સારવાર ચાલતી હોય, તો તમને કવર કરવામાં આવશે નહીં

દરેક હેલ્થ ઇન્સ્યોરન્સની કેટલીક મર્યાદાઓ હોય છે અને કમનસીબે, આ અમારી મર્યાદા છે; કે અમે એવા લોકોને કવર આપી શકતાં નથી જેમને દશ વર્ષથી વધુ સમયથી ડાયાબીટિસનું નિદાન થયું હોય અને તેની સારવાર ચાલતી હોય.

આના પાછળનું કારણ તેની સાથે સંકળાયેલ ઉચ્ચ સ્વાસ્થ્ય જોખમો અને સંબંધિત ગુંચવણો છે અને તેથી જ ઘણી વખત આવા લોકોને ડાયાબીટિસ સ્પેસિફિક પ્લાનને પસંદ કરવાની ભલામણ આપવામાં આવતી હોય છે, જેને આ રોગ દશ વર્ષથી વધુ સમયથી હોય. 

4. સારા સમાચાર: ડાયાબીટિસના સૌથી સામાન્ય સ્વરૂપ, ટાઇપ 2 ડાયબીટિઝને લાગુ પડતાં ઓછામાં ઓછા વેઇટિંગ પિરિયડ બાદ કવર કરવામાં આવે છે

આ એક ખરાબ સમાચાર છે કે વિશ્વમાં ડાયાબીટિસ ધરાવતા લોકોની સંખ્યાની દ્ર્ષ્ટીએ ભારત બીજા ક્રમે આવે છે, અને આના પાછળનું મુખ્ય કારણ એ છે કે આધુનિક જીવનશૈલીને લીધે ભારતના શહેરી વિસ્તારોમાં રહેતાં લોકોને ટાઇપ 2 ડાયાબીટિસ થવું એ સાવ સામાન્ય વાત બની ગઈ છે. 

જો કે, સારા સમાચાર એ છે કે તમે ડાયાબીટિસ પહેલેથી જ ધરાવતા હોવ કે ભવિષ્યમાં તેનું નિદાન થાય (અમે આશા રાખીએ કે આવું ન થાય!), તો ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સ તેને કવર કરે છે, વેઇટિંગ પિરિયડ પૂર્ણ થયા બાદ. 

અસ્વીકરણ (ડિસ્ક્લેમર) - આ ડાયાબીટિસ માટેની સામાન્ય શરતો છે જે અમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં લાગુ પડે છે. જો કે, તમને કવર કરેલ છે કે નહી તે તમારી એકંદર તબીબી સ્થિતિ પર પણ આધાર રાખે છે, જેનું મૂલ્યાંકન જ્યારે તમે ડિજીટ સાથે તમારી આરોગ્ય વીમા પૉલિસી ખરીદો છો ત્યારે  અમારા આરોગ્ય નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. સામાન્ય રીતે જરૂરી તબીબી પરીક્ષણો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ડિજિટ હેલ્થ ઇન્સ્યોરન્સ ડાયાબીટિસ કવર કરે છે તેમાં શ્રેષ્ઠ બાબત શું છે?

સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી લઈને દાવા કરવા સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત છે! દાવાઓ માટે પણ કોઈ હાર્ડ કોપી જરૂરી નથી!

કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ નથી - અમારો હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ સાથે આવે છે. આનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય ઇન્સ્યોરન્સના દાવા દરમિયાન, તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

કોઈ રૂમ ભાડા પર પ્રતિબંધ નથી - અમે સમજીએ છીએ કે દરેકની અલગ-અલગ પસંદગીઓ હોય છે. એટલા માટે અમારી પાસે રૂમ ભાડા પર પ્રતિબંધ નથી. તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરો.

SI વૉલેટ બેનિફિટ  - જો તમે પૉલિસી સમયગાળા દરમિયાન તમારી ઇન્સ્યોરન્સની રકમ સમાપ્ત કરો છો, તો અમે તેને તમારા માટે રિફિલ કરીએ છીએ.

કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવો - રોકડ રહિત સારવાર માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો.

વેલનેસ બેનિફિટ - ટોપ-રેટેડ હેલ્થ અને વેલનેસ પાર્ટનર્સ સાથે મળીને ડિજિટ ઍપ પર એક્સક્લુઝિવ વેલનેસ બેનિફિટ મેળવો.

અમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે?

કવરેજ

ડબલ વૉલેટ પ્લાન

અમર્યાદિત વૉલેટ પ્લાન

વિશ્વવ્યાપી સારવાર યોજના

મહત્વપૂર્ણ સુવિધાઓ

અકસ્માત, માંદગી, ગંભીર બીમારી અથવા કોવિડને કારણે તમામ હોસ્પિટલમાં દાખલ થવા માટે

આમાં બીમારી, અકસ્માત, ગંભીર બીમારી અથવા તો કોવિડ 19 જેવા રોગચાળા સહિતના તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે. જ્યાં સુધી કુલ ખર્ચ તમારી ઇન્સ્યોરન્સ રકમ સુધી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ બહુવિધ હોસ્પિટલમાં દાખલ થવા માટે કરી શકાય છે.

પ્રારંભિક વેઈટિંગ પિરિયડ

કોઈપણ બિન-આકસ્મિક બીમારી સંબંધિત સારવાર માટે તમારે તમારી પોલિસીના પ્રથમ દિવસથી નિર્ધારિત સમયગાળાની રાહ જોવી પડશે. આ પ્રારંભિક વેઈટિંગ પિરિયડ છે.

વેલનેસ પ્રોગ્રામ

ઘરે હેલ્થકેર, ફોન પર કન્સલ્ટેશન, યોગા અને માનસિક શાંતિ જેવા વિશિષ્ટ વેલનેસ બેનિફિટ અને બીજા ઘણા બધા અમારી ઍપ પર ઉપલબ્ધ છે.

ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ

અમે બેક-અપ માટેની ઇન્સ્યોરન્સની રકમ પૂરી પાડીએ છીએ જે તમારી ઇન્સ્યોરન્સની રકમના 100% છે. ઇન્સ્યોરન્સની રકમ માટે બેક અપ કેવી રીતે કાર્ય કરે છે? ધારો કે તમારી પોલિસીની ઇન્સ્યોરન્સની રકમ રૂ. 5 લાખ છે. તમે રૂ. 50,000 નો દાવો કરો. ડિજીટ આપોઆપ વોલેટ લાભને ધ્યાનમાં લે છે. તેથી તમારી પાસે હવે વર્ષ માટે 4.5 લાખ + 5 લાખ ઇન્સ્યોરન્સની રકમ ઉપલબ્ધ છે. જો કે, એક જ દાવો, ઉપરોક્ત કિસ્સામાં, 5 લાખની બેઝ ઇન્સ્યોરન્સ રકમ કરતાં વધુ હોઈ શકતો નથી.

પોલિસીના સમયગાળામાં એક વખત સંબંધિત અને અસંબંધિત બીમારી હોય તેના માટે કોઈ એક્ઝોશન ક્લોઝ નથી સમાન વ્યક્તિને પણ આવરી લે છે.
પોલિસીના સમયગાળામાં સંબંધિત અને અસંબંધિત બીમારી માટે અમર્યાદિત વખત પૂર્વવત કરવા કોઈ એક્ઝોશન કલમ નથી સમાન વ્યક્તિને પણ આવરી લે છે.

સંચિત બોનસ
digit_special Digit Special

પોલિસી વર્ષમાં કોઈ દાવો કર્યો નથી? તમને બોનસ મળે છે-સ્વસ્થ રહેવા અને દાવા મુક્ત રહેવા માટે તમારી કુલ ઇન્સ્યોરન્સની રકમમાં વધારાની રકમ મળે છે!

દરેક દાવા મુક્ત વર્ષ માટે મૂળ ઇન્સ્યોરન્સની રકમના 10%, મહત્તમ 100% સુધી.
દરેક દાવા મુક્ત વર્ષ માટે મૂળ ઇન્સ્યોરન્સની રકમના 50%, મહત્તમ 100% સુધી.

રૂમ ભાડાની મર્યાદા

રૂમની વિવિધ શ્રેણીઓનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે હોટલના રૂમમાં ટેરિફ હોય છે. ડિજીટ પ્લાન તમને રૂમ ભાડાની મર્યાદા ન હોવાનો લાભ આપે છે, જ્યાં સુધી તે તમારી ઇન્સ્યોરન્સની રકમથી ઓછું હોય.

ડે કેર પ્રક્રિયાઓ

હેલ્થ પ્લાન ફક્ત 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેના તબીબી ખર્ચને આવરી લે છે. ડે કેર પ્રક્રિયાઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવતી તબીબી સારવારનો સંદર્ભ આપે છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી પ્રક્રિયાઓ જેમ કે મોતિયો, ડાયાલિસિસ વગેરે છે જેના કારણે 24 કલાકથી ઓછા સમયની જરૂર પડે છે.

વિશ્વવ્યાપી કવરેજ
digit_special Digit Special

વિશ્વવ્યાપી કવરેજ સાથે વિશ્વ કક્ષાની સારવાર મેળવો! જો તમારા ડૉક્ટર ભારતમાં તમારા હેલ્થ ચેક અપ દરમિયાન કોઈ બીમારીનું નિદાન કરે છે અને તમે વિદેશમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો અમે તમારા માટે છીએ. તમે કવર છો!

×
×

હેલ્થ ચેકઅપ

અમે તમારી યોજનામાં દર્શાવેલ રકમ સુધી તમારા હેલ્થ ચેકઅપ ખર્ચ માટે ચૂકવણી કરીએ છીએ. ટેસ્ટના પ્રકાર પર કોઈ નિયંત્રણો નથી! પછી તે ECG હોય કે થાઇરોઇડ પ્રોફાઇલ. દાવાની મર્યાદા તપાસવા માટે તમે તમારા પોલિસી શેડ્યૂલને જોઇને ખાતરી કરો.

મૂળ ઇન્સ્યોરન્સ રકમના 0.25%, દર બે વર્ષ પછી મહત્તમ ₹ 1,000 સુધી.
મૂળ ઇન્સ્યોરન્સ રકમના 0.25%, દર વર્ષ પછી મહત્તમ ₹ 1,500 સુધી.

ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ ખર્ચ

કટોકટી ભરેલી જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સ્થિતિઓ હોઈ શકે છે જેને હોસ્પિટલમાં તાત્કાલિક પરિવહનની જરૂર પડી શકે છે. અમે આને સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને પ્લેન અથવા હેલિકોપ્ટરમાં હોસ્પિટલમાં તમારા પરિવહન માટે થયેલા ખર્ચની ભરપાઈ કરીએ છીએ.

×

ઉંમર/ઝોન આધારિત કો-પેમેન્ટ
digit_special Digit Special

કો-પેમેન્ટનો અર્થ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ખર્ચની વહેંચણીની જરૂરિયાત છે જે પૉલિસીધારક/ઇન્સ્યોરન્સધારક સ્વીકાર્ય દાવાની રકમની ચોક્કસ ટકાવારી સહન કરશે તે અંગેની માહિતી પૂરી પાડે છે. તે ઇન્સ્યોરન્સની રકમમાં ઘટાડો કરતું નથી. આ ટકાવારી વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઉંમર, અથવા ક્યારેક તમારા સારવાર શહેર પર પણ જેને ઝોન આધારિત કોપેમેન્ટ કહેવાય છે. અમારા પ્લાનમાં, વય આધારિત અથવા ઝોન આધારિત કોઈ ચુકવણી સામેલ નથી.

કોઈ કો-પેમેન્ટ નથી
કોઈ કો-પેમેન્ટ નથી

રોડ એમ્બ્યુલન્સ ખર્ચ

જો તમે હોસ્પિટલમાં દાખલ હોવ તો રોડ એમ્બ્યુલન્સના ખર્ચ માટે વળતર મેળવો.

મૂળ ઇન્સ્યોરન્સ રકમના 1%, મહત્તમ ₹ 10,000 સુધી.
મૂળ ઇન્સ્યોરન્સ રકમના 1%, મહત્તમ ₹ 15,000 સુધી.

હોસ્પિટલમાં દાખલ થયા પહેલા/પછી

આ કવર હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના તમામ ખર્ચ માટે છે જેમ કે નિદાન, પરીક્ષણો અને રિકવરી.

30/60 દિવસો
60/180 દિવસો

બીજી સુવિધાઓ

પહેલેથી અસ્તિત્વમાં રહેલા રોગ (PED) વેઈટિંગ પિરિયડ

જે રોગ અથવા સ્થિતિ તમે પહેલાથી જ પીડિત છો અને પોલિસી લેતા પહેલા અમને જાહેર કર્યું છે અને અમારા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે તે તમારી પોલિસી શેડ્યૂલમાં પસંદ કરેલ અને ઉલ્લેખિત પ્લાન મુજબ વેઈટિંગ પિરિયડ છે.

3 વર્ષ
3 વર્ષ
3 વર્ષ

ચોક્કસ માંદગી માટે વેઈટિંગ પિરિયડ

જ્યાં સુધી તમે કોઈ ચોક્કસ બીમારી માટે દાવો ન કરી શકો ત્યાં સુધી તમારે રાહ જોવા માટેની આ રકમ છે. ડિજિટ પર તે 2 વર્ષ છે અને પોલિસી એક્ટિવેશનના દિવસથી શરૂ થાય છે. બાકાતની સંપૂર્ણ સૂચિ માટે, તમારી પોલિસીના શબ્દોના સ્ટાન્ડર્ડ એક્સક્લુઝન્સ (બાકાત02)ને વાંચો.

2 વર્ષ
2 વર્ષ
2 વર્ષ

ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર

જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન આકસ્મિક શારીરિક ઈજા થાય છે જે અકસ્માતની તારીખથી બાર (12) મહિનાની અંદર તમારા મૃત્યુનું એકમાત્ર અને સીધુ કારણ છે, તો અમે આ કવર અને પસંદ કરેલ યોજના મુજબ પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ ઇન્સ્યોરન્સની 100% રકમ ચૂકવીશું.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000

અંગ દાતા ખર્ચ
digit_special Digit Special

તમારા અંગ દાતાને તમારી પોલિસીમાં આવરી લેવામાં આવે છે. અમે દાતાના હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચની પણ કાળજી રાખીએ છીએ. અંગ દાન એ અત્યાર સુધીના સૌથી ભલાઈના કાર્યોમાંનું એક છે અને આપણે વિચારીએ છીએ કે,આપણે શા માટે તેનો ભાગ ન બનીએ!

ઘરે જ હોસ્પિટલાઇઝેશન

હોસ્પિટલોમાં બેડની અછત થઈ શકે છે, અથવા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની સ્થિતિ ખરાબ હોઈ શકે છે. ગભરાશો નહીં! જો તમે ઘરે સારવાર કરાવો તો પણ અમે તમને તબીબી ખર્ચ માટે કવર કરીએ છીએ.

બેરિયાટ્રિક સર્જરી

સ્થૂળતા ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ હોઈ શકે છે. અમે આને સંપૂર્ણપણે સમજીએ છીએ, અને જ્યારે તે તબીબી રીતે જરૂરી હોય અને તમારા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે ત્યારે બેરિયાટ્રિક સર્જરી માટે પણ આવરી લઈએ છીએ. જો કે, જો આ સારવાર માટે કોસ્મેટિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવાનું હોય તો અમે તેને આવરી લેતા નથી.

માનસિક બીમારી

જો કોઈ આઘાતને કારણે, સભ્યને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તેને રૂ. 1,00,000 સુધીના આ લાભ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, OPD કન્સલટેશન આમાં આવરી લેવામાં આવતું નથી. માનસિક બીમારી કવર માટે વેઈટિંગ પિરિયડ ચોક્કસ બીમારીના વેઈટિંગ પિરિયડ જેવો જ છે.

ઉપભોક્તા કવર

હોસ્પિટલમાં દાખલ થયા પહેલા, દરમિયાન અને પછી, ત્યાં અન્ય ઘણી તબીબી સહાય અને ખર્ચ છે જેમ કે ચાલવા માટેની સહાય, ક્રેપ બેન્ડેજ, બેલ્ટ વગેરે, જેના પર તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર છે. આ કવર આ ખર્ચાઓનું ધ્યાન રાખે છે જે અન્યથા પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે
એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

શું કવર થતું નથી?

જ્યાં સુધી હોસ્પિટલાઇઝેશન જરૂરી ન બને ત્યાં સુધીના જન્મ પહેલા અને જન્મ પછીના ખર્ચ.

પહેલેથી મોજૂદ રોગો

જો પહેલેથી જ કોઈ રોગ મોજૂદ હોય, તો જ્યાં સુધી વેઇટિંગ પિરિયડ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ રોગ કે બિમારી સંબંધિત કોઈ ક્લેઇમ કરી શકાતો નથી. 

પહેલેથી મોજૂદ રોગો

જો પહેલેથી જ કોઈ રોગ મોજૂદ હોય, તો જ્યાં સુધી વેઇટિંગ પિરિયડ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ રોગ કે બિમારી સંબંધિત કોઈ ક્લેઇમ કરી શકાતો નથી. 

ડૉક્ટરની ભલામણ વિના હોસ્પિટલાઇઝેશન

જેનો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે સુમેળ ન થતો હોય તેવી કોઈપણ સ્થિતિ માટે તમે હોસ્પિટલમાં દાખલ થશો તો તેને કવર આપવામાં આવતું નથી.

ટાઇપ 1 ડાયાબીટિસ

જો તમારું કે તમારા પરિવારના સભ્યનું પહેલેથી જ ટાઇપ 1 ડાયાબીટીસ હોવાનું નિદાન થયું છે, તો તેઓને ડિજિટના સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પ હેઠળ કવર કરી શકાતાં નથી. 

10 વર્ષથી વધુ સમયથી ટાઇપ 2 ડાયાબીટિસ

જો તમારું દશ વર્ષ પહેલાં ડાયાબીટિસ હોવાનું નિદાન થયેલું, અને તમે હજુ પણ તેનાથી પીડિત છો અને તેની સારવાર ચાલુ છે તો તેને અમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરી શકાતું નથી.

10 વર્ષથી ઓછા સમયથી ટાઇપ 2 ડાયાબીટિસ, પરંતુ નબળું નિયંત્રણ એટલે કે, HbA1c નું પ્રમાણ 7.5% થી વધુ હોવું

જો તમારું દશ વર્ષી ઓછા સમયથી ડાયાબીટિસનું નિદાન થયું હોય અને તેની સારવાર ચાલુ હોય પરંતુ તેનું નિયંત્રણ નબળું હોય (એટલે કે HbA1c નું પ્રમાણ 7.5% થી વધુ હોય) તો તમને અમારા ડિજિટ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પ હેઠળ કવર કરી શકાતાં નથી. 

ડિજીટ દ્વારા આરોગ્ય ઇન્સ્યોરન્સના મુખ્ય લાભો

કો-પેમેન્ટ ના
રૂમ ભાડાની મર્યાદા ના
કેશલેસ હોસ્પિટલ્સ સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર હા
વેલનેસ બેનિફિટ 10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ
શહેર આધારિત વળતર 10% સુધી વળતર
વિશ્વવ્યાપી કવરેજ હા*
સારું હેલ્થ વળતર 10% સુધી વળતર
ઉપભોક્તા કવર એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

*ફક્ત વિશ્વવ્યાપી સારવાર યોજના પર ઉપલબ્ધ

ક્લેઈમ કેવી રીતે ફાઈલ કરવો?

રિઈમ્બર્સમેન્ટના ક્લેઈમ - હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને 1800-258-4242 પર બે દિવસની અંદર જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇ-મેઇલ કરો અને રિઈમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવા માટે અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશો.

કેશલેસ ક્લેઈમ્સ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીંથી મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ વિનંતી ફોર્મ માટે પૂછો. જો બધું બરાબર છે, તો તમારા ક્લેઈમની પ્રક્રિયા ત્યાંને ત્યાં જ કરવામાં આવશે.

જો તમે કોરોનાવાયરસ માટે ક્લેઈમ કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે ના અધિકૃત કેન્દ્ર તરફથી પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ છે.

ડાયાબીટિસને કવર કરતો હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે મહત્વનો છે?

"કારણ કે ડાયાબીટિસ તેની વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એક મોંઘો રોગ બની શકે છે". એસોસિયેશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ગરીબ શહેરી વસ્તી તેમની આવકના લગભગ 34% ડાયાબિટીસની સારવાર પાછળ ખર્ચે છે જ્યારે ગ્રામીણ વસ્તી લગભગ 27% ખર્ચ કરે છે.

ડાયાબીટિસનો તબીબી ખર્ચ મુખ્યત્વે તેના નિયમિત ખર્ચ, આરોગ્યની ગૂંચવણો અને ઉચ્ચ સ્વાસ્થ્ય જોખમોને કારણે વધારે હોય છે. જે ડાયાબિટીસને આવરી લે છે તેવો હેલ્થ ઇન્સ્યોરન્સ તે સુનિશ્ચિત કરશે કે તમે આ ખર્ચાઓને વધુ સારી રીતે મેનેજ કરી શકશો.

"કારણ કે ભારતમાં તબીબી મોંઘવારી દર વર્ષે વધી રહી છે". કમનસીબે, ભારતમાં તબીબી ખર્ચાઓ દર વર્ષે વધી રહ્યા છે, પછી ભલે તમને ડાયબીટિઝ થવાની સંભાવના હોય કે ન હોય, તમારી જાતને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે કવર કરી લેવી એ એવી તમામ પ્રકારની બિમારીઓ અને રોગો માટે ફાયદાકારક છે જેની સારવારની તમને જરૂર પડી શકે છે, પછી ભલે તેના માટે OPD કન્સલ્ટેશન જેટલી નાની જરૂરીયાત કેમ ન હોય.

"કારણ કે ડાયાબીટિસના દર્દીઓમાં ગંભીર બીમારીઓનું જોખમ વધારે હોય છે". ડાયબીટિઝ વિશે દુઃખદ સત્ય એ છે કે ડાયબીટિઝના દર્દીઓને ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધારે હોય છે. ડાયબીટિઝના દર્દીઓ દ્વારા ઘણીવાર સામનો કરવામાં આવતી કેટલીક સૌથી સામાન્ય ગંભીર બિમારીઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને કિડનીની નિષ્ફળતાનો સમાવેશ થાય છે.

આથી, માત્ર તમને ડાયાબીટિસ ન થાય તે માટે સારી તબીબી સંભાળ વડે નિયંત્રણમાં રાખવું એટલું જ નહીં, પરંતુ પર્યાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન સાથે તેને કવર કરી લેવાનું પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

"કારણ કે સારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન એ સુનિશ્ચિત કરશે કે વાર્ષિક આરોગ્ય તપાસ દ્વારા તમે હંમેશા તમારા સ્વાસ્થ્યની તપાસ કરીને જાણકાર રહો છો". શું તમે જાણો છો કે અમુક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન, જેમાં એક ડિજિટ પરના પ્લાનનો સમાવેશ થાય છે, તેમાં કવરેજ લાભના ભાગ રૂપે કોમ્પ્લિમેન્ટરી વાર્ષિક આરોગ્ય તપાસ ઓફર કરે છે કારણ કે ચાલો તે વાતનો સામનો કરીએ, કે જ્યાં સુધી એવું જરૂરી ન હોય ત્યાં સુધી આપણામાંથી કેટલા લોકો વાર્ષિક આરોગ્ય તપાસ માટે જશે?

સાચું કહું તો, વાર્ષિક આરોગ્ય તપાસ એ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિના કારણોની વધુ વખત તપાસ કરી રહ્યાં છો, ડાયબીટિઝ સહિતની મોટાભાગની બિમારીઓ જ્યાં સુધી પરિસ્થિતિ વધુ બગડે નહીં ત્યાં સુધી તેનું નિદાન થતું નથી.

વાર્ષિક આરોગ્ય તપાસ સાથેનો હેલ્થ ઇન્સ્યોરન્સ એ સુનિશ્ચિત  કરશે કે આવું ન થાય.

ડાયાબીટિસ અને ડાયાબીટિસ હેલ્થ ઈન્સ્યોરન્સ વિશેની ખોટી માન્યતાઓ

"ડાયાબીટિસને હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવતું નથી". આ સાચું નથી. બીમારીઓ અને રોગો માટેનું કવરેજ વીમાકર્તાથી વીમા કંપનીમાં અલગ-અલગ હોય છે. તમે તમારા માટે અહીં ઉપર વાંચ્યું છે.

ડાયાબીટિસને હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવે છે પરંતુ તે વિવિધ સ્થિતિઓ પર આધારિત છે જેમ કે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારું નિદાન થયું હોય, તમારા ડાયાબીટિસનો પ્રકાર, તમારા ડાયાબીટિસના નિયંત્રણના સ્તરો અને તમને તે કેટલા સમયથી છે વગેરે.

"ફક્ત જાડા લોકોને જ ડાયાબીટિસ થાય છે." આ સાચું નથી. જેઓ મેદસ્વી નથી તેઓને પણ ડાયબીટિઝ થવાની સંભાવના રહે છે અને જેઓ મેદસ્વી છે તેઓ પણ હંમેશા આની સંભાવના ધરાવતા નથી.

કોઈને ડાયાબિટીસ થવાનું કોઈ એક કારણ હોતું નથી, પરંતુ કુટુંબનો ઇતિહાસ, બેઠાડુ જીવનશૈલી અને અન્ય કારણો કે જે ગ્લુકોઝ અથવા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં અથવા શરીરમાં તેના વિતરણમાં સમસ્યાઓ તરફ દોરી શકે છે, આવા પરિબળોની શ્રેણી છે, જે આખરે ડાયાબીટિસ તરફ દોરી જાય છે.

"ઘણી બધી મીઠાઈઓ ખાવાથી તમને ડાયાબીટિસ થાય છે!". ના, જ્યારે બિનઆરોગ્યપ્રદ અને અયોગ્ય આહાર એ જોખમનું પરિબળ છે, ત્યારે વધુ પડતી ખાંડ એ કોઈને ડાયબીટિઝનું નિદાન થવાનું એકમાત્ર કારણ નથી.

ઉપર સૂચવ્યા મુજબ, ડાયાબીટિસ વિવિધ પરિબળોના સંયોજનને કારણે થઈ શકે છે, જેમાં જન્મ સમયે ગર્ભાશયની અસર, કૌટુંબિક ઇતિહાસ, જીવનશૈલીની આદતો, શારીરિક રીતે ફિટ ન હોવું, વધતી ઉંમર, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ કોલેસ્ટ્રોલનો પણ સમાવેશ થાય છે. સાદા શબ્દોમાં કહીએ તો, જો કોઈને વધારે ખાંડ ન હોય તો પણ તેને ડાયાબીટિસ થઈ શકે છે!

"ડાયાબીટિસ ફક્ત વૃદ્ધ લોકોને થાય છે." જ્યારે એ વાત સાચી છે કે મોટી ઉંમરના લોકો (45+ વર્ષ) ડાયાબિટીસનું વધુ જોખમ ધરાવે છે, તાજેતરનો ટ્રેન્ડ, ખાસ કરીને ભારતના શહેરી વિસ્તારોમાં, એ છે કે વધુને વધુ યુવાન લોકો ડાયાબીટિસના શિકાર બની રહ્યા છે.

આ મુખ્યત્વે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની આદતોને કારણે છે - જેમાં તંદુરસ્ત ખોરાક ન ખાવો, પૂરતું હલનચલન ન કરવું, એટલે કે શારીરિક રીતે ફિટ ન હોવું વગેરે, અને માત્ર આ કારણો સુધી જ મર્યાદિત નથી. તેથી, તમે વધુમાં એમ કહી શકતા નથી કે ડાયાબીટિસ ફક્ત વૃદ્ધ લોકોને જ થાય છે!

"જો તમારા દાદા દાદીને ડાયબીટિઝ હશે તો તમને ડાયબીટિઝ થશે!". જ્યારે કૌટુંબિક ઇતિહાસ અને આનુવંશિકતા ડાયાબીટિસના દર્દમાં ભૂમિકા ભજવે છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી અને હકીકતમાં, તેવા વ્યક્તિઓને પણ ડાયબીટિઝ હોઈ શકે છે જેમનો કૌટુંબિક ઇતિહાસ નથી.

વધુમાં, તમારા દાદા દાદી અથવા માતા-પિતાને ડાયાબીટિસ હોવાના કારણે તમે પણ ડાયાબીટિસના રોગી હશો એવી બાંયધરી આપી શકાતી નથી! તમે અમારી વિગતવાર ડાયાબીટિસ આરોગ્ય માર્ગદર્શિકામાં ડાયાબીટિસના નિવારણ અને કારણો વિશે વધુ વાંચી શકો છો.

"તમારે તમારા ઇન્સ્યોરરને કહેવું ન જોઈએ કે તમે ડાયાબિટીક છો!". કમનસીબે, ઘણા લોકો હજુ પણ ઇન્સ્યોરન્સ પ્રત્યે અવિશ્વાસુ વલણ ધરાવે છે. જો કે, અમે દરેક બાબતમાં તમારી સાથે સંપૂર્ણ પારદર્શક બનીને તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

ભલે પછી તમે અમારી પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતાં હોવ અથવા અન્ય કોઈપણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ખરીદતાં હોવ, તમારી વર્તમાન અને સાચી સ્વાસ્થ્ય સ્થિતિને જાહેર ન કરવાથી માત્ર પછીના તબક્કે અથવા તે પહેલાં પણ - જ્યારે તમારા પ્રારંભિક તબીબી પરીક્ષણો કરાવવામાં આવે ત્યારે ક્લેઇમમાં સમસ્યાઓ અને અસ્વીકાર જ થશે. તેથી જ હંમેશા પારદર્શક રહેવું શ્રેષ્ઠ છે. 

ભારતમાં ડાયાબીટિસના દર્દીઓ માટેના હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

જ્યારે હું મારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદું છું ત્યારે શું મારી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને જણાવવું ફરજિયાત છે કે મને ડાયાબિટીસ છે?

હા, તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીને ડાયબીટિઝ સહિત કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો વિશે જણાવવું મહત્વપૂર્ણ છે.

આ એટલા માટે છે કારણ કે તમારું આવશ્યક કવરેજ અને આરોગ્ય વીમા પ્રીમિયમ તે મુજબ અલગ હશે.

વધુમાં, કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો, બીમારીઓ અને તમારા એકંદર સ્વાસ્થ્યની પુષ્ટિ કરવા માટે કેટલાક તબીબી પરીક્ષણો કરવામાં આવશે જેમાં તમારા હેલ્થ ઇન્સ્યોરર તમારી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ વિશે જાણશે અને જો તમે તેના વિશે પ્રમાણિક ન હો, તો તમારી પોલિસીને  નકારવામાં આવી શકે છે. 

જો હું મારી ડાયબીટિઝની સ્થિતિ વિશે મારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ ન કરું અને ક્લેઇમ કરું તો શું થશે?

સરળ રીતે કહીએ તો, તમારો ક્લેઇમ પછી નકારવામાં આવશે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે - તમારે મોટે ભાગે તબીબી પરીક્ષણો લેવા પડશે જે તમને ડાયબીટિઝ છે તે હકીકતને છુપાવવાનું મુશ્કેલ બનાવશે. 

શું ડિજીટ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ડાયબીટિઝ માટે વેઇટિંગ પિરિયડ છે?

ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સમાં ડાયબીટિઝ માટે વેઇટિંગ પિરિયડ છે. જો તે પહેલાથી અસ્તિત્વમાં આવેલો રોગ હોય તો તેના માટે વેઇટિંગ પિરિયડ 3-વર્ષનો છે. તમે અહીં ડિજિટના વેઇટિંગ પિરિયડ વિશે વધુ વાંચી શકો છો.

જો મારી સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે મને ડાયબીટિઝ ન હોય પણ પછી મારું નિદાન થાય તો શું કરવું. તે કિસ્સામાં મારે શું કરવું જોઈએ અને શું મારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી જરૂરી છે?

ના, તમારે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને હજુ સુધી જણાવવાની જરૂર નથી. જો કે, તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના રયૂઅલ સમયે તમારી સમ ઇન્સ્યોર્ડ વધારવા અથવા તેનો પ્લાન કરવા માંગી શકો છો. રિન્યૂઅલ દરમિયાન, તમે તમારી વીમા કંપનીને તે વિશે જણાવી શકો છો.