હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

ધૂમ્રપાન તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?

એક સામાન્ય ગેરસમજ છે કે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ ધૂમ્રપાન કરનારાઓ અને તમાકુના વપરાશકારોના કવરેજ નકારે છે. પરંતુ, આ સાચું નથી. વાસ્તવમાં, ઘણી હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓ આવા લોકોને આવરી લેવા માટે તૈયાર છે પરંતુ ઉંચા પ્રીમિયમ પર અને વધારાના નિયમો અને શરતોને આધારે જ કવરેજ મળે છે.

તેના હાનિકારક પરિબળને કારણે ધૂમ્રપાન મેડિકલ કવરેજના ખર્ચ અને અન્ય હેલ્થકેર ખર્ચને અસર કરી શકે છે. પરંતુ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓને જીવનશૈલી સંબંધિત રોગો થવાની સંભાવના વધુ હોવાથી તેમને હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવા વધુ મહત્વના છે. ચાલો એક નજર કરીએ કે ધૂમ્રપાન તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમના ખર્ચને કેવી રીતે અસર કરી શકે છે.

શું ધૂમ્રપાન કરનાર હજુ પણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવી શકે છે?

ઉપર જણાવ્યા મુજબ હા, ઘણા હેલ્થ ઇન્શ્યુરર ધૂમ્રપાન કરનારાઓને કવરેજ આપે છે. આઈઆરડીએઆઈએ પણ આદેશ આપ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓને હેલ્થ ઈન્શ્યુરન્સ માટે અરજી કરવાનો અધિકાર છે. જોકે પ્રીમિયમના નિયમો, શરતો અને ખર્ચ દરેક ઇન્શ્યુરરે બદલાય છે. 

જો તમારી ઇન્શ્યુરર દ્વારા તમને ધૂમ્રપાન કરનાર તરીકે ઓળખવામાં આવે છે તો પ્રીમિયમ નક્કી કરતા પહેલા કંપની તમારા આરોગ્યની ખાતરી કરવા માટે અમુક મેડિકલ પરીક્ષણો કરાવવા માટે કહી શકે છે. ખાસ કરીને જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય અથવા તમને વધુ ઇન્શ્યુર્ડ-રકમ જોઈતી હોય તો અવશ્ય કહેવામાં આવશે.

ઈન્શ્યુરન્સ હેતુઓ માટે ધૂમ્રપાન કરનારની વ્યાખ્યા શું છે?

એક અહેવાલ મુજબ ભારતમાં 34.6% પુખ્ત વયના લોકો ધૂમ્રપાન કરે છે અને અન્ય રીતે તમાકુનો ઉપયોગ કરે છે. પરંતુ ઇન્શ્યુરર કંપનીઓના મતે ધૂમ્રપાન અથવા તમાકુ વપરાશકારની વ્યાખ્યા શું છે?

હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે અરજી કરતી વખતે ઇન્શ્યુરર સામાન્ય રીતે બે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછે છે.

  • શું તમે ધૂમ્રપાન કરો છો?
  • શું તમે છેલ્લા છ મહિનામાં ધૂમ્રપાન કર્યું છે?

સિગારેટ, સિગાર, નસકોરી અથવા ચાવવાના તમાકુ સહિત કોઈપણ સ્વરૂપમાં તમાકુનું સેવન કરનાર ધ્રૂમપાન કરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. અને જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ચાર કરતા વધુ વખત ધૂમ્રપાન કરે છે અને ઓછામાં ઓછા છ મહિના સુધી સેવન કરે છે તો તેને ધૂમ્રપાન કરનાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ઇન્શ્યુરર દૈનિક તમાકુના વપરાશને એક સૂચક માપદંડ તરીકે જુએ છે. દિવસમાં 10થી વધુ સિગારેટ પીનારને સામાન્ય રીતે તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર લોઅડિંગ કરવો પડે છે.

તમારા ઇન્શ્યુરરને ધૂમ્રપાન અંગે સ્પષ્ટતા કરવું શા માટે મહત્વનું છે?

પ્રમાણિક બનવું અને તમારી ધૂમ્રપાનની ટેવ તમારા ઇન્શ્યુરરને જણાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તથ્યોને ખોટી રીતે રજૂ કરવાથી ભવિષ્યમાં તમારા ક્લેમ નકારવામાં આવી શકે છે અને તેને ઈન્શ્યુરન્સ છેતરપિંડી તરીકે પણ ગણવામાં આવે છે અને અંતે તે તમને કાનૂની મુશ્કેલીઓ તરફ દોરી જાય છે.

ઉપરાંત તમે કેટલી વાર ધૂમ્રપાન કરો છો તે અંગે પણ પ્રમાણિક બનો કારણ કે તમે દિવસમાં 2 સિગારેટ પીવાનો ખુલાસો કરો છો, જ્યારે તમે ખરેખર દિવસમાં 6 સિગારેટ પીઓ છો. આ ખોટી માહિતી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ક્લેમ સમયે લોહી અને પેશાબ જેવા મેડિકલ પરીક્ષણો નિકોટિન શોધી શકે છે અને ક્લેમ અસ્વીકાર અથવા નામંજૂરી તરફ દોરી શકે છે.

આમ જો તમે ધૂમ્રપાન કરતા હોવ અથવા અમુક સમય પહેલા ધૂમ્રપાન છોડી દીધું હોય તો પણ તેને જાહેર કરવામાં અચકાશો નહીં. હોસ્પિટલના મોટા બીલની સરખામણીમાં ઉચ્ચ પ્રીમિયમ વધુ મૂલ્યવાન છે. વધુ પ્રીમિયમ પોસાઈ શકે છે પરંતુ ક્લેમ નામંજૂર અને બિલ તમારા ખિસ્સામાંથી ભરાતા તમારી બચત સમાપ્ત થઈ શકે છે.

શા માટે ધૂમ્રપાન તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમમાં વધારો કરે છે?

ધૂમ્રપાન એ તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમને અસર કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે કારણ કે તે ફેફસાના ચેપ, કેન્સર અને અન્ય ગંભીર બિમારીઓ જેવી અનેક હેલ્થ સમસ્યાઓનું કારણ બની શકે છે. ધૂમ્રપાનને પગલે આ હેલ્થ સમસ્યાઓ ભવિષ્યમાં હેલ્થ ઈન્શ્યુરન્સના ક્લેમ તક તરફ દોરી શકે છે અને કંપની માટે તમે જોખમકારક સાબિત થાવ છો. આમ ધૂમ્રપાન કરનારા પાસેથી વધુ પ્રીમિયમ વસૂલવામાં આવશે.

વાસ્તવમાં ધૂમ્રપાન કરનારાઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતા લગભગ બમણું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જો 25-વર્ષીય નોન-સ્મોકરે ₹1 કરોડના ઇન્શ્યુર્ડ-રકમ માટે ₹5,577/વર્ષનું પ્રીમિયમ ચૂકવવું પડશે તો સામે પક્ષે તે જ ઉંમરના ધૂમ્રપાન કરનાર વ્યક્તિ માટે પ્રીમિયમ રકમ લગભગ ₹9,270/વર્ષ પહોંચશે.

પૂર્વ-અસ્તિત્વની હેલ્થ સ્થિતીઓ સાથે ધૂમ્રપાન કરનારાઓ વિશે શું?

જો કોઈ ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ધૂમ્રપાન સાથે સંબંધિત હોય અથવા અન્ય કોઈ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી મેડિકલ સ્થિતી (જેમ કે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન) હોય તો ઇન્શ્યુરર કોઈપણ આરોગ્ય ગૂંચવણોની સ્પષ્ટતા કરવા માટે વધુ મેડિકલ પરીક્ષણો માટે કહી શકે છે.

આ રિપોર્ટને આધારે જ હેલ્થ કન્ડિશનની ગંભીરતાને આધારે પ્રીમિયમ નક્કી કરશે. વધુમાં આ પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોને આવરી લેવા માટે પોલિસીમાં 1થી 4 વર્ષનો વેઈટીંગ પીરિયડ હશે. આ સમયગાળો ધૂમ્રપાન કરનારાઓ અને ધૂમ્રપાન ન કરનારાઓ માટે સમાન હોય છે. જોકે ધૂમ્રપાન કરનારાઓ માટે કેટલાક વધુ બાકાત રાખવામાં આવી શકે છે.

ધૂમ્રપાનથી આરોગ્ય માટે કયા જોખમો છે?

નિયમિત અથવા વધુ ધૂમ્રપાન કરવાથી અનેક હેલ્થ સમસ્યાઓનું જોખમ વધી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • શ્વસનતંત્રની સમસ્યા/ગૂંચવણો અને રોગો
  • ક્રોનિક ઓબસ્ટ્રકટિવ પલ્મોનરી રોગ (COPD)
  • હૃદયના રોગો
  • કેન્સર (ખાસ કરીને મોઢા અને ફેફસાનું કેન્સર)
  • સ્ટ્રોક
  • એમ્ફિસીમા
  • ઑસ્ટિયોપોરોસિસ
  • ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો/સમસ્યાઓ

આમ આ બીમારીઓનું વધતું જોખમ ધૂમ્રપાન કરનારાઓને નાણાકીય સુરક્ષા મળી રહે તે માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવું વધુ મહત્ત્વપૂર્ણ બનાવે.

ધૂમ્રપાન કરનારાઓ તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમને ઘટાડવા શું કરી શકે?

ધૂમ્રપાન કરનારાઓને તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ માટે વધુ પ્રીમિયમનો સામનો કરવો પડે છે. જોકે આ ઉંંચા પ્રીમિયમને ઘટાડવા માટે તેઓ કેટલીક બાબતો કરી શકે છે.

  • ધૂમ્રપાન છોડો - જો તમે પોલિસીના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 2 વર્ષ માટે ધૂમ્રપાન છોડો છો તો હેલ્થ ઈન્શ્યુરન્સ કંપની આ બાબતને ધ્યાનમાં લઈ તે મુજબ તમારું પ્રીમિયમ ઘટાડી શકે છે.
  • ધ્રૂમપાન છોડવાના કાર્યક્રમમાં જોડાવું - જો તમે જાતે જ છોડવામાં અસમર્થ હોવ તો ઘણી હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓ પોતે અથવા ધૂમ્રપાન છોડવાના કાર્યક્રમો સાથે જોડાણ કરીને તમને વ્યસન મુક્તિમાં મદદ કરી શકે છે. ફરીથી તમારા પ્રીમિયમમાં ફેરફાર થાય તે પહેલાં તમારે ઓછામાં ઓછા 2 વર્ષ ધૂમ્રપાન કર્યા વિના વીતાવેલા બતાવવા આવશ્યક છે.
  • વિવિધ ઈન્શ્યુરન્સ કંપનીઓ પર નજર કરો - ભારતમાં ધૂમ્રપાન કરનારાઓની મોટી વસ્તી હોવાથી કેટલીક હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓ તુલનાત્મક રીતે ઓછા પ્રીમિયમ સાથે પોલિસી ઓફર કરે છે. જોકે તેના માટે તમારે યોગ્ય સંશોધન કરવું પડશે શરતો-નિયમો અનુસાર યોગ્ય કંપની શોધી શકશો.

નિષ્કર્ષ

આમ વધુ જોખમ હોવાને કારણે ધૂમ્રપાન કરનારાઓએ હેલ્થ ઈન્શ્યુરન્સ માટે વધુ રકમ ચૂકવવા માટે તૈયાર રહેવું જોઈએ. ધૂમ્રપાન કરનારને હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ઉંચા ચૂકવવા પડી શકે છે પરંતુ તમને હેલ્થ પોલિસીમાં કવરેજ મેળવતા રોકી શકાશે નહીં.

ધૂમ્રપાન કરનારાઓને ઘણી ગંભીર હેલ્થ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેડિકલ કટોકટીના કિસ્સામાં આ નાણાકીય સુરક્ષા તેમના માટે જરૂરી બને છે.

ડિક્લેઈમર: પ્રસ્તાવના ફોર્મ (પ્રપોઝલ ફોર્મ) માં ધૂમ્રપાનની આદતોનો ખુલાસો કરવાની સલાહ આપવામાં આવે છે. ઈન્શ્યુરન્સ કંપની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી સ્વીકારવા કે નકારવાનો અધિકાર અનામત રાખે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો તમે ધૂમ્રપાન કરો છો તો શું તમે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવી શકો છો?

હા, તમે ધૂમ્રપાન કરતા હોવા છતા પણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવવી શક્ય છે. જોકે ધ્યાનમાં રાખો કે તમારે ધૂમ્રપાન ન કરનારની તુલનામાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

ઈન્શ્યુરન્સ કંપનીને કેવી રીતે ખબર પડશે કે તમે ધૂમ્રપાન કરો છો?

સામાન્ય રીતે તમે ધૂમ્રપાન કરનારા છો કે નહીં તેની પ્રમાણિકતાથી જાણ કરવા માટે ઈન્શ્યુરન્સ કંપનીઓ તમારા પર આધાર રાખે છે. તેઓ તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ માટેની અરજીમાં આ અંગે સવાલો પૂછશે. જોકે કેટલીક કંપનીઓ નિકોટિન ઉપયોગ માટેના ટેસ્ટ સાથે નિયમિત મેડિકલ ટેસ્ટ દ્વારા આ બાબતને વધુ ચકાસી શકે છે.

યાદ રાખો, તમારી ધૂમ્રપાનની આદતને ખોટી રીતે રજૂ કરવાથી ક્લેમનો અસ્વીકાર અને વધુ કાનૂની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

જો તમે તમારા ઇન્શ્યુરરને ધૂમ્રપાનની ટેવ જાહેર ન કરો તો શું થશે?

ધૂમ્રપાનની આદત તમારા પ્રીમિયમમાં વધારો કરી શકે છે, આ બાબત લોકોને ઈન્શ્યુરન્સ કંપનીઓ પાસે ધૂમ્રપાન કરતા હોવાની માહિતી ન આપવા માટે લલચાવી શકે છે. પરંતુ તે ખૂબ જ ખરાબ અને નુકશાનદાયક વિચાર છે. માહિતી છૂપાવવાની ભૂલ તમારા ક્લેમને અસ્વીકાર તરફ દોરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે કાનૂની મુશ્કેલીઓમાં પણ સપડાવી શકે છે.

ધૂમ્રપાન કરનારાઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ શા માટે વધુ ખર્ચાળ છે?

ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓને ઘણી બધી હેલ્થ સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે, જેમ કે શ્વસન સંબંધી સમસ્યાઓ, હૃદયની સમસ્યાઓ, સ્ટ્રોક, કેન્સર અને વધુ. આ કારણે વધેલા જોખમોને આવરી લેવા માટે હેલ્થ ઇન્શ્યુરર તેમની પાસેથી ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં વધુ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ વસૂલશે

હેલ્થ ઇન્શ્યુરર ધૂમ્રપાન કરનાર માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ક્યારે નકારી શકે?

મોટાભાગના કિસ્સાઓમાં દિવસમાં થોડી સિગારેટ પીતા અને સામાન્ય રીતે ફિટ હોય તેવા ધૂમ્રપાન કરનારાઓ સરળતાથી હેલ્થ ઈન્શ્યુરન્સ મેળવી શકે છે. દિવસમાં 20-40 થી વધુ સિગારેટ પીતા ભારે ધૂમ્રપાન કરનારાઓ, ચેઇન સ્મોકર્સ અને જેઓ ધૂમ્રપાનથી સંબંધિત હેલ્થ સમસ્યાઓ ધરાવતા હોય તેમને અધૂરી કે ખોટી માહિતી બદલ ક્લેમ અસ્વીકારનો સામનો કરવો પડી શકે છે.