રેનો કાર ઇન્સ્યોરન્સ

2 મિનિટમાં રેનો કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તપાસો

Third-party premium has changed from 1st June. Renew now

રેનો કાર ઇન્સ્યોરન્સ પ્લાન

1899માં સ્થપાયેલ, રેનો ગ્રૂપ ફ્રેન્ચ મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ પ્રોડકશન કંપની છે. કંપની હાલના સમયમાં કાર અને વાનનું ઉત્પાદન કરે છે. જોકે કંપની ટ્રક, ટેન્ક, ટ્રેક્ટર, એરક્રાફ્ટ એન્જિન અને ઓટોરેલ વાહનોનું ઉત્પાદન પણ કરતી હતી. 2016 સુધીમાં, તે ઉત્પાદન વોલ્યુમ દ્વારા વિશ્વની નવમી સૌથી મોટી ઓટોમેકર બની હતી.

વધુમાં, રેનોની કારોએ રેલીંગ, ફોર્મ્યુલા 1 અને ફોર્મ્યુલા E જેવી મોટરસ્પોર્ટ ઈવેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. કંપની ડિસેમ્બર 2019 દરમિયાન વિશ્વભરમાં 2,73,000 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે જાણીતી છે.

આ મલ્ટીનેશનલ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રેનો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના ઓક્ટોબર, 2005માં કરવામાં આવી હતી. આ કંપની હાલમાં ભારતીય ખરીદદારો માટે રેનો કારના ચાર મોડલ ધરાવે છે. ચેન્નાઈમાં મેન્યુફેકચરિંગ યુનિટ સાથે, તે દર વર્ષે રેનો કારના 4,80,000 એકમોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

2020 સુધીમાં, આ ફ્રેન્ચ ઓટોમેકરની ભારતીય પેટાકંપનીએ સમગ્ર ભારતમાં રેનો કારના 89,000 કરતાં વધુ યુનિટનું વેચાણ કર્યું હતું. આ વેચાણના આંકડા સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આ બ્રાન્ડની કારના મોડલ ભારતીય મોટરચાલકોમાં માંગમાં છે.

જો તમારી પાસે રેનોની કોઈ કાર છે, તો તમારે રેનો કાર ઇન્સ્યોરન્સ લેવો અથવા રિન્યૂ કરવાનું વિચારવું જોઈએ. તમારી કારને જ્યારે અકસ્માત નડે અથવા અન્ય કમનસીબ સ્થિતિમાં નુકસાન થાય છે ત્યારે કાર ઇન્સ્યોરન્સ પોલિસી અતિઉપયોગી નીવડે છે. રેનો કાર માટે માન્ય ઇન્સ્યોરન્સ વિના, તમારે તમારા ખિસ્સામાંથી રિપેરિંગ સહિતનો અણધાર્યો અતિશય ખર્ચ ઉઠાવવો પડી શકે છે.

વધુમાં, મોટર વ્હિકલ એક્ટ, 1988 હેઠળ ભારે દંડથી બચવા માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે. તેથી તમારી રેનો માટે કાર ઇન્સ્યોરન્સ મેળવીને, તમે નાણાકીય તેમજ કાનૂની જવાબદારીઓ ઘટાડી શકો છો.

તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓ થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ રેનો કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ઓફર કરે છે. ઉપરોક્ત પહેલી પોલિસી માત્ર થર્ડ-પાર્ટી નુકસાનને આવરી લે છે, જ્યારે બીજી થર્ડ પાર્ટીની સાથે તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે. આ ઉપરાંત, ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા ઇન્સ્યોરન્સ પ્લાન પર અન્ય સંખ્યાબંધ સર્વિસ લાભો ઓફર કરે છે. આ પ્રકારના મહત્તમ લાભો સાથે આવતી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતાં પહેલાં તમે ઇન્સ્યોરન્સ પોલિસીની સરખામણી કરવાનું વિચારી શકો છો.

સરળતાથી નિર્ણય લેવા માટે તમે ડિજિટની અફોર્ડેબલ રેનો કાર ઇન્સ્યોરન્સની કિંમત, એડ-ઓન લાભો, સરળ ઝંઝટમુક્ત ક્લેમ પ્રક્રિયા અને અન્ય લાભો ધ્યાનમાં લઈ શકો છો.

રેનો કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

શું આવરી લેવામાં આવતું નથી

તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ અહિં સૂચવેલ છે:

થર્ડ પાર્ટી પોલિસી હોલ્ડર માટે પોતાના નુકસાન

થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

નશામાં અથવા લાઇસન્સ વિના ડ્રાઇવિંગ

તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના ડ્રાઇવિંગ

તમે લર્નર લાઇસન્સ ધરાવો છો અને આગળની પેસેન્જર સીટ પર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.

પરિણામી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત કાર ખોટી રીતે ચલાવવામાં આવી હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

જાણીને બેદરકારી

અને જાણીને બેદરકારી (દા.ત. પૂરમાં કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન, જે મેન્યુફેક્ચરર ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ આગ્રહણીય નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને ઍડ-ઑન્સમાં આવરી લેવામાં આવે છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં.

તમારે ડિજિટનો રેનો કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

રેનો માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સીડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

રેનો વિશે વધુ જાણો

કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? ઓછી રિપેર ખર્ચ સાથે આવતી વિશ્વસનીય કાર શોધી રહ્યાં છો? જો હા, તો રેનો તમારા માટે ટોચની બ્રાન્ડ છે. આ ઓટોમોબાઈલ ઉત્પાદક સતત ઉચ્ચ ક્વોલિટીવાળા પ્રોડક્ટો ઓફર કરે છે. આ બ્રાન્ડ મૂળ ફ્રાન્સની છે, અને રેનો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ રેનો એસએ ફ્રાન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

રેનો વર્ષ 2005માં ભારતમાં આવી હતી અને ત્યારથી ભારતીય બજારને અનેક શ્રેષ્ઠ મોડલ આપ્યા છે. તેમાંથી રેનો ડસ્ટરે ભારતીય બજાર પર લાંબા સમય સુધી રાજ કર્યું હતુ. રેનોએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ, કોમ્પેક્ટ એસયુવી ડસ્ટર, મિની-વાન ટ્રાઈબર અને લોજી, સબકોમ્પેક્ટ કાર KWID અને એસયુવી કેપ્ચરનો સમાવેશ કરતા તમામ સેગમેન્ટની કાર આપી છે. રેનો કારની કિંમત રૂ. 2.83 લાખથી શરૂ થાય છે અને ટોપ લાઇન-અપમાં સૌથી મોંઘી કારની કિંમત રૂ. 12.99 લાખ છે.

વર્ષ 2012માં, બ્રાન્ડે 23 એવોર્ડ મેળવ્યા હતા. આ સાથે સૌથી વધુ પુરસ્કારો મેળવનાર ટોચના દાવેદારોમાંની એક બની હતી. વર્ષ 2018માં રેનો કેપ્ચરે એનડીટીવી કાર અને બાઇક એવોર્ડમાં “એનડીટીવી વ્યુઅર્સ ચોઈસ કાર ઓફ ધ યર 2018” જીતી હતી.

કાર ગમે તેટલી મજબૂત બનાવવામાં આવે, કેટલીક કમનસીબ ઘટનાઓ તમારી કારને નુકસાન પહોંચાડી જ શકે છે. આવી દુર્ઘટના દરમિયાન કાર ઇન્સ્યોરન્સના લાભો અમલમાં આવે છે. આ સિવાય કારનો ઇન્સ્યોરન્સ ફરજિયાત પણ છે. કોઈપણ કાર ઇન્સ્યોરન્સ વિના ડ્રાઈવિંગ કરશો તો ભારે દંડ ચૂકવવો પડી શકે છે.

તમારે રેનો કાર શા માટે ખરીદવી જોઈએ?

અહીં રેનો કાર ખરીદવાના કારણો છે:

●સસ્તી: રેનો કાર એફોર્ડેબલ કાર છે. રૂ.2.83 લાખની કિંમતની કેટેગરીની સાથે ટોચના મોડલ માટે માત્ર રૂ.12.99 લાખ સુધી જ ચૂકવવા પડી શકે છે. આ બજેટમાં પણ તમને બોલ્ડ અને પાવરફુલ કાર મળે છે. રેનો કારને સૌથી સ્ટાઇલિશ એસયુવી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

●તમામ સેગમેન્ટ માટે મોડલ્સ: સબકોમ્પેક્ટ કાર તરીકે રેનો KWIDથી લઈને SUV Renault Captur સુધી, તમને પસંદ કરવા માટે નોંધપાત્ર સારા વિકલ્પો મળે છે. દરેક બજેટના મોડલ છે અને બધા મોડલ બજેટમાં આવી જાય તેવા જ છે.

●ફ્યુલ-એફિશિયન્ટ કાર: કાર ખરીદતા પહેલા, એક મહત્વપૂર્ણ માપદંડ ધ્યાનમાં લેવો આવશ્યક છે તે બળતણ કાર્યક્ષમતા એટલે ફ્યુઅલ એફિશિયન્સી. રેનો કાર ડીઝલ અને પેટ્રોલ બંને વેરિઅન્ટ્સ માટે સારા માઈલેજના આંકડા પ્રોજેક્ટ કરે છે.

●દેખાવ: રેનો કાર મજબૂત, બોલ્ડ દેખાય છે અને બોક્સી લુક સાથે તેને ડિઝાઈન કરવામાં આવે છે. તેમની સૌથી નાની કારમાં પણ SUV DNA હોય છે. તે તમને તમારી પસંદગીને પણ ધ્યાને રાખીને બનાવવામાં આવે છે.

●કમ્ફર્ટ ફીચર્સ: આ બ્રાન્ડની તમામ કાર સ્પેશિયસ એટલેકે વિશાળ હોય છે. ઉચ્ચ મોડલ્સમાં પાછળના એર કન્ડીશનીંગ વેન્ટ્સ, 8-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, સ્ટીયરીંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, એડજસ્ટેબલ સ્ટીયરીંગ વ્હીલ્સ અને ઘણું બધું તેને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.

●ભરોસાપાત્ર અને ઓછું મેઈટેનન્સ: રેનો કારના પરફોર્મન્સ પર તમે ભરોસો કરી શકો છો. વર્ષોથી બહોળા બજારને સેવા આપતી આ દિગ્ગજ બ્રાન્ડ છે. આ સિવાય રિપેર કે અન્ય ખર્ચા પણ રેનોમાં ઓછા હોય છે તેહ્તી બ્રાન્ડની કાર ખરીદવી એ તમારા શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક હશે.

રેનો કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

રેનો એ લોકો માટે એક બ્રાન્ડ છે કારણ કે તેઓએ તેમની કારની કિંમત વધારે નથી રાખતા. રિપેરનો ખર્ચ પણ ઓછો છે પરંતુ કાયદાકીય અને આકસ્મિક અસંભવિત નુકશાનની સામે રક્ષણ મેળવવા કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ફાયદાકારક રહેશે. તમારે તમારી રેનો કાર માટે ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે લેવી જોઈએ તેના અમુક કારણો નીચે દર્શાવ્યા છે:

● આવશ્યકતાઓને પૂર્ણ કરશે: ભારત સરકાર દ્વારા કાર ઇન્સ્યોરન્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. મોટર વ્હિકલ એક્ટ મુજબ, કોઈપણ વ્યક્તિને ઇન્સ્યોરન્સ પોલિસી વગર કાર ચલાવવાની મંજૂરી નથી. આમ કરતા પકડાયેલ કોઈપણ વ્યક્તિ પ્રથમ ગુના માટે રૂ.2000/- અને પછીના પુનરાવર્તિતિ ગુના માટે રૂ.4000/-નો દંડ ભરવાને પાત્ર થશે. એટલું જ નહીં, 3 મહિનાની જેલ પણ થઈ શકે છે અને વાહન ચાલકનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે.

●પોતાના નુકસાનના ખર્ચને પણ આવરશે: અકસ્માત, આગ, ચોરી અને કુદરતી આફતને કારણે થતું કોઈપણ નુકસાન અમુક સમયે તમને પરવડી શકવાની ક્ષમતા કરતાં વધી શકે છે. આમાંની કોઈપણ ઘટનાને કારણે નુકસાન થાય ત્યારે કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને રિપેરના ખર્ચને રિકવર કરવામાં મદદ કરે છે.

● લાયાબિલિટીઓનો ઉકેલ: જો તમને થર્ડ-પાર્ટીના નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે તો કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને કાનૂની જવાબદારીઓ માટે ચૂકવણી કરવામાં મદદ કરશે. જો તમે થર્ડ પાર્ટી સાથે અકસ્માત કરો છો, જેનાથી શારીરિક ઈજા અથવા પ્રોપર્ટીને નુકસાન થાય છે તો તેમના ક્લેમની રકમ ખૂબ મોટી પણ હોઈ શકે છે. આવા ખર્ચને થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે.

●બેઝિક કવરેજને વિસ્તૃત કરો: અકસ્માત, ચોરી, આગ અને કુદરતી આફત કે અન્ય કારણોસ અંડરકેરેજને નુકસાન, ટ્રાન્સમિશન ફેલ્યોર, એન્જિનમાં પાણી પ્રવેશવું વગેરે સિવાયના પરિબળોથી થતા નુકસાનને કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આ માટે તમારે એડ-ઓન કવર ખરીદવા પડશે. આ વધારાના ખર્ચે ઉમેરી શકાય છે. એડ-ઓન કવર જેમ કે ઝીરો ડેપ્રિસિયેશન, રિટર્ન-ટુ-ઈનવોઈસ કવર અને અન્ય મૂળભૂત કવરેજનો વ્યાપ વધારવામાં મદદ કરે છે.

રેનો કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

રેનો કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા કેટલાક પરિબળોમાં શામેલ છે:

●ઉંમર: કારનું IDV સમય સાથે ઘટે છે અને પ્રીમિયમની ગણતરી કરતી વખતે ડેપ્રિસિયેશન વેલ્યુ પણ લાગુ થાય છે તેથી કાર જૂની થતાં પ્રીમિયમ ઘટી શકે છે.

●ભૌગોલિક સ્થાન: શહેરી વિસ્તારોમાં કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે કારણ કે કારના કારણે અકસ્માતની સંભાવના વધારે છે.

●ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રકાર: કોમ્પ્રિહેન્સિવ પેકેજ પોલિસી માટે, પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટી લાયાબિલિટી કોમ્પોનેન્ટને કારણે પ્રીમિયમ વધુ હોય છે પરંતુ સ્ટેન્ડઅલોન થર્ડ-પાર્ટી પોલિસીમાં પ્રીમિયમ ઓછું હોય છે.

●કારનું IDV: તમારી કારની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) પ્રીમિયમને સીધી અસર કરે છે. ઉચ્ચ IDV માટે પ્રીમિયમ વધારે હશે અને ઊલટું કે ઓછા IDV માટે પ્રીમિયમ ઓછું.

●ઇન્સ્ટોલ કરેલી CNG કિટ: જો તમારી રેનો કારમાં વધારાની CNG કિટ ઇન્સ્ટોલ કરેલી હોય તો કાર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારાની રકમ ઉમેરવામાં આવશે.

●એડ-ઓન કવર: દરેક એડ-ઓન કવર વધારાના પ્રીમિયમ ચુકવણી સાથે આવે છે. જેમ જેમ તમે એડ-ઓન કવર પસંદ કરો છો, તેમ પ્રીમિયમ વધશે.

●નો ક્લેમ બોનસ(NCB): જો તમે એક આખા વર્ષ માટે એક પણ ક્લેમ નહિ કરો તો તમને આગામી રિન્યુઅલ માટે NCB મળશે.

●એન્જિન ક્ષમતા: ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં થર્ડ-પાર્ટી કોમ્પોનેન્ટ કારના એન્જિનની ઘન ક્ષમતા (ક્યુબિક કેપેસિટી) પર આધાર રાખે છે. ઘન ક્ષમતા જેટલી વધારે તેટલું પ્રીમિયમ વધારે હશે.

●સ્વૈચ્છિક કપાતપાત્ર: સ્વૈચ્છિક કપાતપાત્ર એટલેકે તમે ઇન્સ્યોરન્સ કંપનીને તેને સંપૂર્ણ રીતે આવરી લેવા દેવાને બદલે ક્લેમની રકમમાં યોગદાન આપવાનું નક્કી કરો છો. ઉચ્ચ સ્વૈચ્છિક કપાતપાત્ર ઓછું પ્રીમિયમ નોતરશે.

તાજેતરમાં, ભારત સરકાર દ્વારા થર્ડ-પાર્ટી પ્રીમિયમની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.

રેનો કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ શા માટે પસંદ કરવું?

● ઝંઝટમુક્ત સર્વિસ: ડિજિટ ઇન્સ્યોરન્સે તેના ગ્રાહકો માટે બધું જ સરળ-અનુકૂળ બનાવ્યું છે. તમે સરળતાથી ઓનલાઈન પોલિસી ખરીદી શકો છો અને ક્લેમના દસ્તાવેજો અપલોડ કરી શકો છો. પોલિસી ખરીદવાથી લઈને ક્લેમ કરવા સુધીનો અનુભવ ઝંઝટમુક્ત સરળ છે.

●ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી: ડિજિટ બે પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર કરે છે. એક કોમ્પ્રિહેન્સિવ પેકેજ પોલિસી છે, જે તમને પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીની જવાબદારી માટે ચૂકવણી કરે છે. બીજો પ્રકાર છે, થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી. આ થર્ડ પાર્ટીની શારીરિક ઈજા અથવા પ્રોપર્ટીના નુકસાનને કારણે તમને થતા નુકસાન માટે ચૂકવણી કરે છે.

●તમે પોલિસી ખરીદો તે પહેલાં પ્રીમિયમની ગણતરી કરો: ફક્ત અમારી વેબસાઇટ પર જાઓ, તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા કારની વિગતો આપો અને અન્ય કેટલીક જરૂરી માહિતી ભરો અને તમારી જરૂરિયાત મુજબનું કવર પસંદ કરો, બસ! તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ સ્ક્રીન પર બતાવવામાં આવશે.

●કસ્ટમાઇઝ કરવા યોગ્ય IDV: ડિજિટ ઇન્સ્યોરન્સ તમને ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. કુલ નુકસાનના ક્લેમની સ્થિતિમાં કાર ઇન્સ્યોરન્સ કંપની તમને જે મહત્તમ રકમ ચૂકવશે, તે આ IDV હશે. જોકે IDVના આધારે પ્રીમિયમ બદલાશે.

●હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયોઃ ડિજિટ ઇન્સ્યોરન્સ તમામ ક્લેમને અત્યંત ગંભીરતા સાથે સ્વીકારે છે. ડિજિટનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઘણો ઊંચો છે.

●એડ-ઓન કવરની શ્રેણી: ઉંમર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તમે એડ-ઓન કવરમાંથી વિવિધ વિકલ્પોની પસંદ કરી શકો છો. તમે રિટર્ન-ટુ-ઈનવોઈસ કવર ખરીદી શકો છો જે કાર ચોરીમાં ગુમાવો અથવા અકસ્માતમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થાય તો તમને કારના સંપૂર્ણ નુકશાનના કિસ્સામાં મહત્તમ રકમ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે. તમે મુસાફરોને અકસ્માતમાં ઈજા થાય તો તે સુરક્ષિત રહે તે માટે પેસેન્જર કવરનો પણ વિચાર કરી શકો છો. થોડા વધુ એડ-ઓન્સ કે જેમાંથી તમે પસંદ કરી શકો છો તેમાં ટાયર પ્રોટેક્ટ કવર, ઝીરો ડેપ્રિસિયેશન કવર, બ્રેકડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન અને કન્ઝ્યુમેબલ કવરનો સમાવેશ થાય છે.

●સ્પર્ધાત્મક પ્રીમિયમ દરો: ડિજિટ ઇન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવતા પ્રીમિયમ દરો તદ્દન સ્પર્ધાત્મક છે. તેઓ પ્રીમિયમમાં કોઈ છુપાયેલ ખર્ચ ઉમેરતા નથી. તમે જે કવર પસંદ કરો છો તેના માટે જ તમારે ચૂકવણી કરવાની રહેશે.

●સરળ અને અનુકૂળ: ઓનલાઈન ખરીદી અને ક્લેમ કરવાની પ્રક્રિયા ઉપરાંત, તમારી કારને ઘરના દરવાજા પરથી લેવામાં આવશે અને રિપેર પછી ત્યાં જ મુકી પણ જવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મને સમયસીમા સમાપ્ત થયેલ (એક્સપાર્યડ) રેનો કાર ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવવા પર નો ક્લેમ ફાયદાઓ મળશે?

જો રેનો કાર માટેની તમારી ઇન્સ્યોરન્સ પ્લાનની સમયસીમા સમાપ્ત થયાને 90 દિવસથી વધુ સમય થઈ ગયો હશે તો તમે સંચિત નો ક્લેમ બોનસ ગુમાવશો. તેથી આ લાભો મેળવવા માટે, તમારે તમારી પોલિસી સમયસર અથવા પોલિસી સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યૂ કરાવવી જોઈએ.

શું હું રેનો કાર માટે મારી થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પર એડ-ઓન લાભો મેળવી શકું?

ના, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાનના પોલિસીધારકો એકંદર સુરક્ષા વધારવા માટે વધારાના ચાર્જિસ સાથે ચોક્કસ એડ-ઓન કવરનો સમાવેશ કરી શકે છે.

જો હું મારા રેનો કાર ઇન્સ્યોરન્સના ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર બદલું તો શું કોઈ ક્લેમ બોનસ ટ્રાન્સફરપાત્ર છે?

હા, જો તમે તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર બદલો છો, તો સંચિત નો ક્લેમ બોનસ તમારી હાલના ઇન્સ્યોરન્સ પ્લાન અને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને ટ્રાન્સફર કરવામાં આવશે.