રેનોલ્ટ ટ્રાઈબર ઇન્સ્યોરન્સના ખર્ચને સહન કરવું એ પછીથી નુકસાનના રિપેર ખર્ચ અને દંડ કરતાં વધુ અનુકૂળ લાગે છે. સારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી ઘણા ફાયદાઓ સાથે આવે છે, જેમ કે:
● દંડ/સજાથી રક્ષણ - મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, તમે જે કાર ચલાવો છો તેનો ફરજિયાતપણે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અન્યથા, તમે તમારા પ્રથમ ગુના માટે ₹2,000 અને તમારા પછીના ગુના માટે ₹4,000 ની પેનલ્ટી ચુકવવા માટે જવાબદાર રહેશો. તે આગળ લાઇસન્સ રદ અને ત્રણ મહિનાની જેલ તરફ દોરી શકે છે.
●પોતાના નુકસાનથી રક્ષણ - જો તમારી કારને ક્યારેય અકસ્માત, ચોરી, પૂર અથવા આગને કારણે ભારે નુકસાન થાય છે, તો તમારી કાર માટે એક કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા નુકસાનના ખર્ચને આવરી શકે છે.
● પર્સનલ એકસીડન્ટ કવર - IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) મુજબ, તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે પર્સનલ એકસીડન્ટ કવર હોવું ફરજિયાત છે. તે કાર માલિકના મૃત્યુ અથવા અકસ્માત પછી અપંગતાના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે.
● થર્ડ પાર્ટીના નુકસાનથી રક્ષણ - જો તમે ક્યારેય અકસ્માતનો સામનો કરો છો, તો તમારે તમારી રેનોલ્ટ ટ્રાઈબર દ્વારા થતા થર્ડ-પાર્ટીના નુકસાનની પણ કાળજી લેવી પડશે. આ કિસ્સામાં થર્ડ પાર્ટી લાયબિલીટી ઇન્સ્યોરન્સ તે થર્ડ પાર્ટીના મોટા ક્લેમ સામે કવરેજ પ્રદાન કરી શકે છે. તદુપરાંત, તમારો રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ સંબંધિત મુકદ્દમાના મુદ્દાઓનું પણ ધ્યાન રાખશે.
● નો-ક્લેઈમ બોનસ લાભો - વધુમાં, દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે, ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તમને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે જે રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન તમારું પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરે છે.
આ આકર્ષક લાભોને જોતા, નુકસાનના ખર્ચ અને દંડથી બચવા માટે હવે રેનોલ્ટ ટ્રાઈબર ઇન્સ્યોરન્સની કિંમત ચૂકવવાનું પસંદ કરવું વધુ અનુકૂળ લાગે છે.
પરિણામે, કાર ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યુ કરવા માટે ડિજીટ તમારો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.