હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં સામાન્ય બાકાત

હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી એ માત્ર લાભ જ નથી પરંતુ મેડિકલ કટોકટીમાં તારણહાર તરીકે આવતી એક આવશ્યકતા પણ છે. બચતને બચાવીને તે મેડિકલ કટોકટી દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડે છે અને મેડિકલ બીલ ચૂકવે છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ મોટાભાગની મેડિકલ પરિસ્થિતિઓને આવરી લે છે. જો આપણે જાણતા ન હોઈએ તો કેટલાક "બાકાત" આશ્ચર્યજનક પણ હોઈ શકે છે.

તમારી ખર્ચાળ દાંતની સારવાર તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા દ્વારા આવરી લેવામાં આવશે કે નહિ તેની બાદમાં સમજણ કેળવવાને બદલે તમારી હેલ્થ પોલિસીમાંના તમામ બાકાતને સમજવા અને જાણવા હંમેશા યોગ્ય અને અનિવાર્ય છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીમાં બાકાતનો અર્થ શું છે?

હેલ્થ ઈન્શ્યુરન્સના સંદર્ભમાં "બાકાત" એ અમુક પ્રકારની મેડિકલ પરિસ્થિતિઓ છે જે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવતી નથી અથવા અમુક કિસ્સાઓમાં ચોક્કસ સમયગાળા પછી આવરી લેવામાં આવે છે.

હેલ્થ ઈન્શ્યુરન્સમાં સૌથી સામાન્ય બાકાત કઈ છે?

બાકાતની સંપૂર્ણ યાદી એક કંપનીએથી બીજી કંપનીએ અને પોલિસીન દર પોલિસીએ બદલાય શકે છે.

તેમાંથી કેટલાકને ચોક્કસ રાહ સમય પછી આવરી લેવામાં આવી શકે છે તો કેટલીક સામાન્ય સ્થિતીઓ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હેલ્થ ઈન્શ્યુરન્સ હેઠળ કાયમ માટે બાકાત રાખવામાં આવે છે.

ચાલો કેટલાક સૌથી સામાન્ય બાકાત/અપવાદો પર એક નજર કરીએ:

1. પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગો

પોલિસી લેતી વખતે વીમાધારક જે કોઈપણ મેડિકલ સ્થિતિથી પીડાતો હોય તેને પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગ તરીકે ઓળખવામાં આવે છે. તે હેલ્થ ઈન્શ્યુરન્સ હેઠળ આવરી લેવામાં આવતા નથી. જોકે આમાંના કેટલાકને રાહ સમય પછી આવરી લેવામાં આવી શકે છે.

ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપરટેન્શન વગેરે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોના કેટલાક ઉદાહરણો છે.

2. ચોક્કસ રોગો અથવા પ્રક્રિયાઓ

કેટલાક રોગો જેમ કે મોતિયા, હર્નીયા, માનસિક બીમારી અને વિકૃતિઓ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, બેરિયાટ્રિક સર્જરી વગેરેને હેલ્થ ઈન્સ્યોરન્સમાં ચોક્કસ વેઈટિંગ પીરિયડ-રાહ સમય પછી આવરી લેવામાં આવે છે.

3. ગર્ભાવસ્થા અને બાળજન્મ

ઘણા સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ગર્ભાવસ્થા અને બાળજન્મને આવરી લેતા નથી જેમકે પ્રસૂતિ ખર્ચ સામાન્ય રીતે વ્યક્તિગત હેલ્થ ઈન્શ્યુરન્સ સાથે એડ-ઓન તરીકે લેવામાં આવે છે. જોકે આવા કિસ્સાઓમાં પણ તેમાં સામાન્ય રીતે 1-2 વર્ષનો રાહ સમય હોય છે.

તેવી જ રીતે, વંધ્યત્વ અને ગર્ભપાતના કેસોની સારવાર મોટાભાગની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.

ડિજિટના હેલ્થ ઈન્શ્યુરન્સ સાથે તમે વધારાના કવર દ્વારા પ્રસૂતિ , બાળ લાભ, વંધ્યત્વ સારવાર અને મેડિકલ રીતે જરૂરી સમાપ્તિ માટે કવરેજ મેળવી શકો છો.

4. કોસ્મેટિક સારવાર

દેખાવ વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી જેવી કોઈપણ પ્રકારની કોસ્મેટિક સારવાર હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી. કારણ કે કોસ્મેટિક સારવાર મનુષ્યના જીવનને જાળવવા માટે અનિવાર્ય નથી અને તેથી તેને જરૂરી માનવામાં આવતી નથી. જોકે અકસ્માત બાદ કે અન્ય કોઈ સંજોગવશ કોસ્મેટિક સારવાર જ્યારે મેડિકલ રીતે જરૂરી હોય અને તેના માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તો તે સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીમાં આવરી લેવામાં આવે છે.

5. નિદાન ખર્ચ અને OPD સારવાર

કોઈપણ સારવાર પ્રક્રિયામાં સ્વીકૃતી સાથે મહત્વપૂર્ણ હોવા છતાં હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન સામાન્ય રીતે ડાયગ્નોસ્ટિક ખર્ચને આવરી લેતી નથી.

ઉપરાંત મોટાભાગની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓમાં OPD સારવાર આવરી લેવામાં આવતી નથી. જોકે કેટલીક ઈન્શ્યુરન્સ કંપની વૈકલ્પિક રીતે OPD ઈન્શ્યુરન્સ પ્લાન પ્રદાન કરે છે જે ઉપરોક્ત બંને પરિસ્થિતિઓને આવરી લે છે એટલે કે OPD સારવાર અને નિદાન ખર્ચ, મોટે ભાગે એડ-ઓન લાભ તરીકે રેગ્યુલર હેલ્થ પ્લાન સાથે લઈ શકાય છે.

6. જોખમી અથવા સાહસિક રમતો સંબંધિત સારવાર

પ્રોફેશનલ ખેલાડી તરીકે જોખમી અથવા સાહસિક રમતોમાં ભાગ લેવાને કારણે જરૂરી કોઈપણ સારવાર સંબંધિત ખર્ચ આવરી લેવામાં આવતા નથી.

તેથી પેરા-જમ્પિંગ, રોક ક્લાઇમ્બિંગ, પર્વતારોહણ, રાફ્ટિંગ, મોટર રેસિંગ, હોર્સ રેસિંગ અથવા સ્કુબા ડાઇવિંગ, હેન્ડ ગ્લાઇડિંગ, સ્કાય ડાઇવિંગ, ડીપ-સી ડાઇવિંગ જેવી રમતો જો વ્યવસાયિક રીતે કરવામાં આવે તો તે બાકાત હેઠળ આવે છે.

પરંતુ જો તમે ટ્રેઈન્ડ પ્રોફેશનલની દેખરેખ હેઠળ કોઈપણ મનોરંજક રમત માટે બિન-વ્યાવસાયિક ધોરણે ભાગ લેશો તો તમને આવરી લેવામાં આવશે.

7. કાયમી બાકાત

હેલ્થ ઈન્શ્યુરન્સમાં કેટલીક કાયમી બાકાત છે જેમ કે યુદ્ધમાં ઇજાઓ, ઇરાદાપૂર્વકની અથવા સ્વ-ઉપાર્જિત ઇજાઓ, આત્મહત્યાના પ્રયાસોને લીધે થયેલી ઇજાઓ અને જન્મજાત રોગો.

8. વીમાધારક દ્વારા માદક દ્રવ્યોના દુરુપયોગ અને વ્યસનોને નીચેના કેસોમાં બાકાત રાખવામાં આવ્યા છે

  • કોઈપણ બીમારી અથવા આકસ્મિક ઈજાના ઈલાજ માટે થયેલ ખર્ચ આના કારણે:

  • વીમાધારક દ્વારા આલ્કોહોલ, ઓપીયોઈડ અથવા નિકોટિન અથવા દવાઓનો ઉપયોગ/દુરુપયોગ/ખોટા ઉપયોગ (ભલે તે સૂચવવામાં આવેલ હોય કે નહિ). જોકે તેમાં માનસિક બીમારી સાથેનો અપવાદ હોય છે.

  • વીમાધારક દ્વારા લેવામાં આવતી વ્યસન મુક્તિ કે દૂર રહેવા માટેની સારવાર.

  • મૌખિક, ઓરોફેરિન્ક્સ અને શ્વસનતંત્રના કેન્સરના સંબંધમાં કોઈપણ ક્લેમને ખાસ કરીને એવા કિસ્સાઓમાં બાકાત રાખવામાં આવે છે કે જ્યાં વીમાધારક તમાકુનો ઉપયોગ કરે છે.