એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

એમજી ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ: એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

બ્રિટીશ ઓટોમેકર મોરિસ ગેરેજ, હાલમાં ચીનની કંપની SAIC મોટરની માલિકીની છે અને તે આ વર્ષે ભારતની પ્રથમ ઓટોનોમસ લેવલ-1 પ્રીમિયમ SUV ગ્લોસ્ટર રજૂ કરવા માટે તૈયાર છે. આ SUV 4 ટ્રિમ્સ સુપર, સ્માર્ટ, શાર્પ અને સેવીમાં ઉપલબ્ધ થશે. આ ઓટોનોમસ લેવલ-1 ફીચર સાથેનું ફ્લેગશિપ એસયુવી મોડલ હશે.

ગ્લોસ્ટરને પહેલેથી જ શાનદાર ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે અને લોન્ચિંગ પહેલા જ 500 બુકિંગ મેળવવામાં સફળ રહી છે.

તેથી, જો તમે તમારું ગ્લોસ્ટર મોડલ પહેલેથી જ બુક કરાવ્યું હોય અથવા કરવાનું પ્લાનિંગ હોય તો નાણાકીય ખર્ચાઓને મુશ્કેલીમુક્ત કરવા માટે મોરિસ ગેરેજ ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવાનું સુનિશ્ચિત કરો.

આ ઉપરાંત, મોટર વ્હિકલ એક્ટ, 1988 ભારતીય રસ્તાઓ પર દોડતી તમામ કાર માટે થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત બનાવે છે . આ પોલિસી કોઈપણ થર્ડ-પાર્ટી નુકસાનીના કિસ્સામાં આવતા ખર્ચને આવરી લેવા માટે જરૂરી કવરેજ આપે છે.

પરંતુ બીજી એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી છે, જે થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓની સાથે તમારી કાર અને તમારા પોતાના નુકસાન બંનેને આવરી લઈને કાર માલિકોને મહત્તમ લાભ આપે છે અને તે પોલિસી છે કોમ્પ્રિહેન્સિવ પોલિસી.

ડિજિટ ભારતમાં એક વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર છે અને તે સસ્તી મોરિસ ગેરેજ ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ ઓફર કરે છે.

નીચે ગ્લોસ્ટરના અદ્યતન ફીચર્સ, કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું મહત્વ અને ડિજિટ દ્વારા ઓફર થતી સર્વિસિસ અને લાભોની સંક્ષિપ્ત ઝાંખી છે.

એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાન માટેની પોલિસી)
મે-2021 53,659

**ડિસ્કલેમર/અસ્વીકરણ – એમજી ગ્લોસ્ટર 2.0L Twin Turbo માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવી છે. 1996.0 જીએસટી બાકાત

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - મે, NCB - 50%, કોઈ એડ-ઓન નથી, પોલિસી સમાપ્ત થઈ નથી અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.

ડિજિટ કાર ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે

તમારે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સીડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

difference between comprehensive and third party insurance વિષે વધુ જાણો

કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.

સ્ટેપ 3

તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સના ક્લેમ્સનું કેટલુ ઝડપી સમાધાન થાય છે? તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો! ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટનો એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

નવા ગ્લોસ્ટરને ભારતમાં લોન્ચ થવામાં હજુ સમય છે. દરમિયાન, સંભવિત ખરીદદારો કાર ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા ઓફર થતા ફીચર્સ અને લાભોની તુલના કરીને મહત્તમ ફાયદા અંગે ચિતાર મેળવી શકે છે.

ડિજિટ જેવી અગ્રણી ઇન્સ્યોરન્સ કંપની તેના ગ્રાહકોને સરળ-ઝંઝટમુક્ત અનુભવ સુનિશ્ચિત કરવા માટે ફાયદાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ડિજિટ દેશમાં લોકપ્રિય કાર ઇન્સ્યોરન્સ કંપની છે તેના કારણો નીચે મુજબ છે.

  • ઉંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો – ડિજિટ દ્વારા ઓફર થતો મોરિસ ગેરેજ ગ્લોસ્ટર અથવા અન્ય કોઈપણ વાહન માટે ઇન્સ્યોરન્સ સામે ક્લેમ સેટલમેન્ટ રેશિયો, તેના સ્પર્ધકો કરતાં તુલનાત્મક રીતે વધારે છે. ઉપરાંત ઇન્સ્યોરન્સ પ્રદાતા પોલિસીધારક દ્વારા ઉભા કરાયેલા ક્લેમને પણ મહત્તમ સંખ્યામાં માન્ય રાખીને મંજૂર કરે છે. ઉપરાંત, જો તમે ઝડપી સેટલમેન્ટ શોધી રહ્યા છો, તો પ્રાધાન્ય આપવા માટે ડિજિટ એક આદર્શ વિકલ્પ છે.

  • ડિજિટલ પ્રોસેસિંગ સિસ્ટમ - ક્લેમના કારણની તપાસ કરવા માટે પ્રતિનિધિઓ અને અન્ય ઝંઝટભરેલા સ્ટેપ્સનો સમાવેશ કરતી પરંપરાગત પદ્ધતિઓથી વિપરીત, ડિજિટ દ્વારા વ્યક્તિ ભારતમાં ગમે ત્યાંથી સરળ-મુશ્કેલીરહિન ક્લેમ કરી શકે છે. ડિજિટ ગ્રાહકોની સુવિધા માટે 100% ડિજિટલ પ્રોસેસ ઓફર કરે છે. તે ક્લેમ વધારવા માટે સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ સિસ્ટમને વિસ્તૃત કરે છે.

નોંધ: પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તમારી ગ્લોસ્ટરને થયેલા નુકસાનના ફોટા (Images) મોકલવાનું યાદ રાખો.

  • વ્યક્તિગત IDV રકમ - કારની એક્સ-શોરૂમ કિંમતમાંથી ડેપ્રિસિયેશન ખર્ચ બાદ કર્યા પછી, ડિજિટ IDV રકમ ઓફર કરે છે. જોકે, ઇન્સ્યોરન્સ પ્રદાતા તેના હાલના ગ્રાહકોને ઇંશ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV)ને કસ્ટમાઇઝ કરવા સક્ષમ બનાવે છે. પોલિસીધારકો તેમના મોરિસ ગેરેજ ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ કિંમતમાં નજીવા વધારા સામે આ લાભનો આનંદ માણી શકે છે. ઉપરાંત, વ્યક્તિ ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનીના કિસ્સામાં વધુ વળતર માટે મહત્તમ ક્લેમ ફાઇલ કરી શકે છે.

  • વધારાના લાભો - ડિજિટ ગ્રાહક સંતોષને 100% પહોંચી વળવા વધારાના લાભોની એક લાંબી શ્રેણી પ્રદાન કરે છે. મોરિસ ગેરેજ ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ રિન્યૂ કિંમતમાં નજીવા વધારા સામે વ્યક્તિ 7 એડ-ઓનનો આનંદ માણી શકે છે. આવા કેટલાક ફાયદા છે:

● રિટર્ન ટુ ઇન્વોઇસ કવર

● કન્ઝયુમેબલ કવર

● એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન

● ઝીરો ડેપ્રિસિયેશન કવર

● રોડસાઇડ આસિસ્ટન્સ અને વધુ

  • ગ્રાહક સપોર્ટ રાઉન્ડ-ધ-ક્લોક

રવિવાર હોય કે દિવાળી, ડિજિટના એક્ઝિક્યુટિવ્સ મોરિસ ગેરેજ ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ સંબંધિત તમારા તમામ પ્રશ્નોના જવાબ ખુશીથી હરહંમેશ આપશે.

  • નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી - ડિજિટ સમગ્ર દેશમાં 5800થી વધુ ગેરેજ સાથે જોડાણ ધરાવે છે. તેથી તમે કાશ્મીરમાં હોવ કે દિલ્હીમાં, તમને હંમેશા નજીકમાં ડિજિટ નેટવર્ક કાર ગેરેજ મળશે. ઉપરાંત તમે ત્યાં કેશલેસ ડેમેજ રિપેરિંગ વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

  • અનુકૂળ પિકઅપ, ડ્રોપ અને રિપેરિંગ સર્વિસ – તમે ક્યારેય પણ અણધાર્યા સંજોગોમાં અટવાઈ શકો છો અને તમે તમારા ક્ષતિગ્રસ્ત વાહનને નજીકના નેટવર્ક ગેરેજ સુધી લઈ જઈ શકતા નથી. આ સ્થિતિમાં ડિજિટ દેશભરમાં ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સુવિધાઓ પ્રદાન કરે છે. આ સર્વિસનો લાભ લેવા માટે નજીકના નેટવર્ક વર્કસ્ટેશનનો સંપર્ક કરો.

મોરિસ ગેરેજ ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ માટે શા માટે ડિજિટ એક આદર્શ વિકલ્પ છે, તે આ તમામ કારણો મજબૂતીથી પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં, ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવા, નાના ક્લેમને ટાળવા અને અન્ય ઇન્સ્યોરન્સ પ્રદાતાઓની પ્રીમિયમ રકમની સરખામણી કરવા જેવા ચોક્કસ પરિબળોને ધ્યાનમાં લેવા મહત્વપૂર્ણ છે.

એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

તમારા ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ માટે પ્રીમિયમ ચૂકવવું વધુ સસ્તું છે. તે અકસ્માતને કારણે થતા કોઈપણ મોટા નુકસાનની ભરપાઈ કરીને તમારા ખિસ્સામાં કાતર વાગતા બચાવી શકે છે.

કેવી રીતે? ચાલો તેમની ટૂંકમાં ચર્ચા કરીએ.

કાર ઇન્સ્યોરન્સ ઓફર કરે છે:

  • નાણાકીય જવાબદારીઓ સામે સુરક્ષા - કાર ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રાથમિક ઉદ્દેશ્ય તમારા વાહન માટે વિનામૂલ્યે નુકસાનીનું રિપેરિંગ અથવા વળતર ઓફર કરવાનો છે. ગ્લોસ્ટર માર્કેટમાં નવું હોવાથી અને તેમાં વર્લ્ડ ક્લાસ સ્પેસિફિકેશન હોવાથી સંભવિત છે કે નુકસાનીના કિસ્સામાં રિપેરિંગ ખર્ચ અને સ્પેરપાર્ટ્સ ખૂબ મોંઘા પડશે. મોરિસ ગેરેજ ગ્લોસ્ટર માટે કાર ઇન્સ્યોરન્સ આવા ખર્ચને આવરી લે છે.

  • થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓ સામે નાણાકીય કવરેજ - કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય રીતે થર્ડ-પાર્ટી વાહન અને તેના માલિક બંનેના નુકસાનને આવરી લે છે.

  • વધારાના લાભો - થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓ અને પોતાની કારના નુકસાન (કોમ્પ્રિહેન્સિવ પોલિસી)ને આવરી લેવા સિવાય, મોરિસ ગેરેજ કાર ઇન્સ્યોરન્સ ચોરી, આગ, કુદરતી આફતો, માનવસર્જિત આપત્તિઓ, તોડફોડ અને વધુને કારણે થતા તમામ ખર્ચનું વહન કરે છે.

  • દંડ સામે રક્ષણ – કાયદા અનુસાર કાર ઇન્સ્યોરન્સ વિના કોઈપણ ભારતીય કાર માલિકને ભારે દંડ સહન કરવો પડી શકે છે અને વધુ ખરાબ સ્થિતિમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થઈ શકે છે. મોટર વ્હિકલ એક્ટ 2019 અનુસાર જો કોઈ કાર માલિક પાસે ઇન્સ્યોરન્સ નથી, તો તેણે/તેણીને ₹2000 દંડ ચૂકવવો પડશે અથવા તેને 3 મહિના સુધીની જેલ થઈ શકે છે. જોકે, જો તે/તેણી આ ગુનાનું પુનરાવર્તન કરે છે, તો તેણે/તેણીને દંડ તરીકે ₹4000 ચૂકવવા પડશે અથવા 3 મહિના સુધી કસ્ટડીમાં લેવામાં આવશે.

  • પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ - જો પોલિસીધારક વર્ષો સુધી પોલિસી પર ક્લેમ ન કરે તો તેઓ 20-50%નું ડિસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર છે. આ નો-ક્લેમ બોનસ તરીકે ઓળખાય છે. જોકે, આ લાભ માત્ર તેઓને જ લાગુ પડે છે જેઓ મોરિસ ગેરેજ ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ રિન્યૂ માટે પસંદ કરે છે.

આ ફાયદાઓ ઉપરાંત, ડિજિટ જેવા પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ આકસ્મિક નુકસાન, ચોરી, થર્ડ-પાર્ટી નુકસાન અને વધુ જેવા સંજોગોમાં તમારી નાણાકીય જવાબદારીને ઘટાડવાનું વચન આપે છે.

એમજી ગ્લોસ્ટર વિષે વધુ

એમજી મોટર એન્જિનિયર દરેક કારના મોડલને વિચારશીલ ડિઝાઇન સાથે બનાવે છે. ઉપરાંત, તે બેકાબૂ ડ્રાઇવિંગની સાથે કમ્ફર્ટની ખાતરી સાથે સીમલેસ ફેસિલિટીને એકીકૃત કરે છે. ગ્લોસ્ટર 4x4 કાર પ્રેમીઓની તમામ આશા-આકાંક્ષા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈનર ગ્લેમરસ લૂક સાથે આવે છે.

અહીં ગ્લોસ્ટરમાં કેટલાક ઉચ્ચ-કોટીના એડિશન છે, જે શાનદાર લાઈફસ્ટાઈલના પૂરક બનશે.

  1. એમજીનું 6-સીટર ગ્લોસ્ટર 3 ટ્રીમ્સમાં ઉપલબ્ધ છે- સ્માર્ટ, શાર્પ અને સેવી. 7-સીટર મોડલ 3 ટ્રીમ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે- સુપર, શાર્પ અને સેવી.

  2. તેમાં 2 ડીઝલ એન્જિન છે- 2.0-લિટર ટર્બો ડીઝલ અને 2.0-લિટર ટ્વીન-ટર્બો ડીઝલ. તે બંને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. જોકે, 2.0-લિટર ટર્બો-ડીઝલ એન્જિન રીઅર-વ્હીલ-ડ્રાઈવ સેટઅપ આપે છે અને અન્ય મોટર 4-વ્હીલ-ડ્રાઈવ પ્રદાન કરે છે.

  3. ગ્લોસ્ટરમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. વધુમાં, તમને પીએમ 2.5 ફિલ્ટર, પેનોરેમિક સનરૂફ અને મેમરી ફંક્શન સાથે 12-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ સાથે ત્રણ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ મળશે.

  4. શાનદાર બાહ્ય બોડી ગ્રાફિક્સ ઓફર કરવા ઉપરાંત, ગ્લોસ્ટર પાસે સમાન રીતે વૈભવી ઈન્ટિરિયર છે. તે પ્રીમિયમ ક્વોલિટીવાળા ટફ્ટેડ મેટ્સ સાથે આવે છે, જે ગંદકી અને ગ્રીસ સ્ટેન સામે પ્રોટેક્શનની ખાતરી આપે છે.

  5. એમજી કાર તેના અજોડ સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે. એ જ રીતે ગ્લોસ્ટરમાં પણ ઉચ્ચ તકનીકી સલામતી લાક્ષણિકતાઓ છે, જેમ કે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, પેરરલ પાર્ક આસિસ્ટન્સ, ઓટોનોમસ ઇમરજન્સી બ્રેક સિસ્ટમ અને લેન-કીપ આસિસ્ટન્સ.

આટલા શ્રેષ્ઠ-ઉમદા સેફ્ટી ફિચર્સ હોવા છતાં, એમજી ગ્લોસ્ટર અન્ય કોઈપણ કારની જેમ સંભવિત અકસ્માતોના જોખમો માટે આશંકિત છે. તેથી કોઈપણ થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને પોતાના નુકસાન સામે નાણાકીય કવરેજ માટે મોરિસ ગેરેજ ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ મહત્વપૂર્ણ છે .

એમજી ગ્લોસ્ટર - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
ગ્લોસ્ટર સુપર 7- સીટર ₹29.98 લાખ
ગ્લોસ્ટર સ્માર્ટ 6- સીટર ₹32.38 લાખ
ગ્લોસ્ટર શાર્પ 7- સીટર ₹35.78 લાખ
ગ્લોસ્ટર શાર્પ 6- સીટર ₹35.78 લાખ
ગ્લોસ્ટર સેવી 6- સીટર ₹37.28 લાખ
ગ્લોસ્ટર સેવી 7- સીટર ₹37.28 લાખ

ભારતમાં એમજી ગ્લોસ્ટર કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મોરિસ ગેરેજ ગ્લોસ્ટર ઇન્સ્યોરન્સ ટાયરના નુકસાનને આવરી લે છે?

સ્ટાન્ડર્ડ પોલિસી પેકેજમાં, ટાયર સામાન્ય રીતે આવરી લેવામાં આવતા નથી સિવાય કે અકસ્માતને કારણે નુકસાન થયું હોય. ડિજિટ સાથે તમે ટાયર પ્રોટેક્શન કવર જેવા એડ-ઓન પસંદ કરી શકો છો, જે અન્ય સંજોગોમાં પણ ટાયરના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે.

ક્લેમ દરમિયાન મોરિસ ગેરેજ ગ્લોસ્ટર કારના પાર્ટ્સ માટે ડેપ્રિસિયેશનની પડતર કેવી રીતે ટાળવી?

તમે સંપૂર્ણ કવરેજ મેળવી શકો છો અને ડિજિટની ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઓન પોલિસી સાથે ક્ષતિગ્રસ્ત ગ્લોસ્ટર કારના પાર્ટ્સ માટે ડેપ્રિસિયેશનની પડતર ટાળી શકો છો.