જ્યારે સ્કૂટર ખરીદતા પહેલા તેની વિશેષતાઓ વિશે બધું જાણવું મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે તેની સુરક્ષા માટે તમે જે ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ નો લાભ લઈ રહ્યા છો તેના વિશે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. અહીં, અમે અન્ય બાબતોની સાથે સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ તમે જે લાભો મેળવી શકો છો તેના વિશે જાણીશું!
શું તમે નિયમિત અવર-જવર માટેના વાહનમાં રોકાણ કરવા માગો છો? ઠીક છે, સુઝુકી એક્સેસ એ તમારી માટે જરૂરી વાહન હોઈ શકે છે. સુઝુકી એક્સેસ એ ભારતના ટુ-વ્હીલર માર્કેટમાં પરવડે તેવા નામો પૈકીનું એક સૌથી વિશ્વસનીય નામ છે. લગભગ 13 વર્ષ પહેલાં 2007માં રજૂ કરાયેલી, સુઝુકી એક્સેસ સમયની સાથે વિકસિત થઈ છે.
આવા વાહનની માલિકી હોવી તમારા માટે ગર્વની વાત હોઈ શકે છે. જો કે, સ્કૂટરનું અકસ્માત અથવા અન્ય કોઈપણ રીતે નુકસાન ભાવનાત્મક અને આર્થિક બંને રીતે નુકસાનકારક હોઈ શકે છે.
સુઝુકી એક્સેસ ઇન્સ્યોરન્સ પૉલિસી એ આવા દૂર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં તમારી માટે આવશ્યક સુરક્ષાનો એક પ્રકાર છે. આમ તો આવી પોલિસીઓ અકસ્માતોને અટકાવી શકતી નથી, પરંતુ તે દુર્ઘટના પછી તમારા સ્કૂટરને રિપેરિંગ કરવામાં તમારે જે નાણાકીય જવાબદારીઓનો સામનો કરો છો તેને નોંધપાત્ર રીતે મર્યાદિત કરે છે. વધુમાં, આવા કવરનો લાભ લેવો એ સુનિશ્ચિત કરે છે કે તમને દંડનો સામનો કરવો પડશે નહીં કારણ કે મોટર વ્હિકલ એક્ટ- 1988 હેઠળ તમામ મોટર વ્હિકલ્સ માટે ઇન્સ્યોરન્સ પૉલિસી ફરજિયાત બનાવવામાં આવી છે.
થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ, તમારા ટુ- વ્હીલરને રૂ.2000 અને ત્યારબાદ ફરી આવા ગુના બદલ રૂ. 4000નો દંડ થઇ શકે છે.
પરંતુ, આ બધુ પાછળથી જોઇશુ! ચાલો આપણે સૌપ્રથમ સુઝુકી એક્સેસને સમગ્ર ભારતમાં સૌથી પ્રખ્યાત સ્કૂટર પૈકીનું એક બનાવે છે તેના પર એક નજર કરીએ.