જો તમે આશ્ચર્ય પામી રહ્યા હોવ કે શા માટે ડિજિટ કંપની પાસેથી તમારે ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવી જોઈએ, તો નીચેના પોઈન્ટર્સ એકવખત અવશ્ય ધ્યાનમાં લેવા:
ગ્રાહકો માટે પોલિસીની પૂરતી પસંદગી - ડિજિટ તમને માત્ર એક ઉત્પાદન સુધી મર્યાદિત કરતું નથી. તેના બદલે અમે તમારી નાણાકીય પૃષ્ઠભૂમિ, જરૂરિયાતો અને અન્ય પરિબળોના આધારે તમારા માટે પસંદગી માટે થોડા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. અહીં અમે ઓફર કરતા કેટલાક પ્લાન અહિં છે:
- થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી - આ મૂળભૂત પોલિસીમાં વીમાદાતા તમારા સ્કૂટર સાથેના અકસ્માતને કારણે અસરગ્રસ્ત અન્ય પક્ષકાર (વ્યક્તિગત, વાહનની મિલકત)ને નાણાકીય સહાય આપે છે. જોકે આવી પોલિસી તમારા વાહન માટે કોઈ નાણાકીય સહાય પૂરી પાડતી નથી.
- કોમ્પ્રેહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી - આ સર્વાંગી સુરક્ષાનો સંદર્ભ આપે છે, જ્યાં વીમાદાતા ત્રીજા પક્ષકારોને તેમજ પોલિસીધારકને અકસ્માતો દરમિયાન પોતાના સ્કૂટરના નુકસાનની ભરપાઈ માટે નાણાકીય સહાય આપે છે. વધુમાં આવા પ્લાન ચોરી કવર અને કુદરતી અને માનવસર્જિત આફતો સામે રક્ષણ સાથે પણ આવે છે.
તમે તમારા ફસ્કિનો માટે ઓન-ડેમેજ કવર પણ પસંદ કરી શકો છો. આ વિશિષ્ટ પ્લાન માત્ર એવા વાહન માલિકો માટે જ ઉપલબ્ધ છે કે જેમણે સપ્ટેમ્બર 2018 પછી તેમનું સ્કૂટર ખરીદ્યું છે. વધુમાં આ ઇન્શ્યુરન્સ માટેની બાઇક નવી ખરીદેલી હોવી જોઈએ, સેકન્ડ હેન્ડ ખરીદી માન્ય નથી. ઓન ડેમેજ પ્રોટેક્શન એ પોલિસીનો સંદર્ભ આપે છે જ્યાં તમે પ્લાનના થર્ડ પાર્ટી લાયાબિલિટીના ભાગ વિના કોમ્પ્રેહેન્સિવ કવરેજ લાભો મેળવી શકો છો.
ડિજિટ પર તમારી પાસે આ ત્રણમાંથી કોઈપણ એક પ્લાન પસંદ કરવાની તક છે. અમે તમને કાળજીપૂર્વક દરેક મુદ્દા અને જરૂરિયાતોને ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ!
- નેટવર્ક ગેરેજની મોટી સંખ્યા - ડિજિટ સમગ્ર દેશમાં વિશાળ નેટવર્ક ગેરેજની શ્રેણી સાથે જોડાણ ધરાવે છે. તેથી, જો હાલના પોલિસીધારકને રસ્તા પર અચાનક અકસ્માતનો સામનો કરવો પડે છે, તો તેઓ ક્ષતિગ્રસ્ત સ્કૂટરને કેશલેસ સમારકામ માટે આમાંથી એક કેન્દ્ર પર લઈ જઈ શકે છે. આ ગેરેજમાં તમે પહેલા ચૂકવણી કર્યા વિના અને પછીથી ભરપાઈની રાહ જોયા વિના, સીધા જ ઈન્શ્યુરન્સ કવરનો ક્લેમ કરી શકો છો.
- વધુ સારી નાણાકીય સુરક્ષા માટે તમારું IDV વધારો - જો તમે વાહનની ચોરી અથવા તમારા સ્કૂટરને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન વિશે ચિંતિત હોવ તો ખાતરી કરો કે તમે આ પ્રશ્નના સમાધાન માટે પોલિસીમાં રહેલ IDVમાં વધારો કર્યો છે. ડિજિટ તમને મુક્તપણે આ વધારો કરવાની મંજૂરી આપે છે જેથી કરીને આવી કમનસીબ ઘટનાઓના કિસ્સામાં તમે મહત્તમ નાણાકીય સહાય મેળવી શકો.
- ઓનલાઈન ઈન્શ્યુરન્સ ખરીદી અને રિન્યૂઅલ - ડિજિટ તમારી ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસીને ઓનલાઈન ખરીદવા અથવા રિન્યુ કરવાની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે. આમ જ્યારે તમે અમને પસંદ કરો છો, ત્યારે તમે ફક્ત અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, તમને જોઈતી પોલિસી પસંદ કરી શકો છો, પ્રીમિયમ ઓનલાઇન ચૂકવો અને લાભો મેળવવાનું શરૂ કરી શકો છો. હા, તે એટલું જ સરળ છે. હાલના પોલિસીધારકો આ જ પ્રકારે ઓનલાઈન પ્રક્રિયાને અનુસરીને લેપ્સ થવા જઈ રહેલ પ્લાનને રિન્યૂ કરી શકે છે.
- 24x7 ગ્રાહક તકેદારીનો લાભ - તમારે કોઈપણ સમયે યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ પોલિસીનો ક્લેમ કરવાની જરૂર પડી શકે છે, પછી ભલે તે દિવસના મધ્યમાં હોય કે અડધી રાત્રે. તેથી આ બાબતોને સરળ બનાવવા માટે અમારી પાસે 24x7-ગ્રાહક સંભાળ વિભાગ છે, જે હાલના પોલિસીધારકોને ગુણવત્તાયુક્ત સહાય ઓફર કરે છે. જો તમને કોઈ સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરવો.
- નો ક્લેમ બોનસ - ડિજિટ પર, અમે પોલિસીધારકોને દાવા-મુક્ત વર્ષથી પ્રેરાઇને વળતર આપવામાં માનીએ છીએ. આવી દરેક ક્લેમ-ફ્રી ટર્મ સાથે તમારો બોજ ઓછો થાય તેવા હેતુસર અમે તમારા પોલિસી પ્રિમીયમ પર નો-ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. જો તમે તબક્કાવાર ક્રમિક નો-ક્લેમ પોલિસી વર્ષોનો આનંદ માણો છો તો વધુમાં તમે આ ડિસ્કાઉન્ટને એકસાથે ક્લબ પણ કરી શકો છો.
દરેક પ્લાન માટે એડ-ઓન્સ - ઘણીવાર તમારી જરૂરિયાતોને પહોંચી વળવાની વાત આવે ત્યારે ફક્ત અમારો બેઝ પ્લાન અપૂરતો હોય છે. આમ, તમારા ટુ-વ્હીલર્સને આકસ્મિક નુકસાનને કારણે તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે ક્યારેય ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે અમે ડિજિટ પર એડ-ઓન્સ કવરની વિશાળ શ્રેણી ઓફર કરીએ છીએ:
આમાંના દરેક અલગ-અલગ હેતુ પૂરા પાડે છે પરંતુ આ તમાન તમારા સ્કૂટરની સુરક્ષાને ચોક્ક્સથી વધારે છે.
- વિલંબ વિના ઓનલાઈન જ ક્લેમ સેટલમેન્ટ - જો તમને લાગતું હોય કે તમારા યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સનો ક્લેમ કરવો મુશ્કેલ હશે, તો ફરીથી વિચારો. ડિજિટ ક્લેમ ફાઇલિંગ અને સેટલમેન્ટ માટે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાને અનુસરે છે. ફક્ત અમારા ઓનલાઈન પોર્ટલમાં લોગ ઇન કરો, સત્તાવાર ફોર્મ ભરીને ક્લેમ ફાઇલ કરો અને તેને દસ્તાવેજોની સોફ્ટ કોપી સાથે સબમિટ કરો. કોઈ સત્તાવાર નિરીક્ષણ પ્રક્રિયા નથી. તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સ્વ-નિરીક્ષણ કરી શકો છો. આનો અર્થ એ છે કે લગભગ કોઈ રાહ કે વિલંબ નથી. ક્લેમ માત્ર મિનિટોમાં જ મંજૂર કરવામાં આવે છે.
યામાહા ફસ્કિનોની ખરીદી કર્યા પછી જો તમે જરૂરી કાળજી લો તો તે વર્ષો સુધી ટકી શકે એવુંં એક અસાધારણ કોમ્યુટર સ્કૂટર છે. યોગ્ય ઈન્શ્યુરન્સ પોલિસી અને પ્રદાતાએ જ્યારે પણ જરૂર પડે ત્યારે જાળવણી અને સમારકામમાં મદદ કરવી જોઈએ.