"15G ફોર્મ કેવી રીતે ભરવું" માટેની તમારી શોધ સમાપ્ત થઈ અને નીચે દર્શાવેલ સરળ સ્ટેપને અનુસરો:
ઓનલાઈન પ્રક્રિયા
જો તમારી બેંક તમને ફોર્મ 15G ઓનલાઇન સબમિટ કરવાની પરવાનગી આપે છે, તો તમે તેને ડાયરેક્ટ ઑનલાઇન સબમિટ કરી શકો છો. આ સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઇડલાઈનને અનુસરો:
- સ્ટેપ 1: તમારી બેંકની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો. તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન કરો.
- સ્ટેપ 2: ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝિટ ટેબ પસંદ કરો. આ બીજા પેજ પર રીડાયરેક્ટ કરે છે જેમાં તમારા ફિક્સ્ડ એકાઉન્ટની વિગતો હોય છે.
- સ્ટેપ 3: ફોર્મ 15G જનરેટ કરો. ઓનલાઈન ફોર્મ ખોલવા માટે તેના પર ક્લિક કરો.
- સ્ટેપ 4: તમારું નામ, ઈન્કમટેક્ષ સ્ટેટસ અને અન્ય જેવી સંબંધિત વિગતો સાથે તમારી બેંકની બ્રાંચની વિગતો સાથે ફોર્મ ભરો જ્યાં તમે હાલમાં ફિક્સ ડિપોઝિટ રાખો છો.
- સ્ટેપ 5: તમારી ઈન્કમની વિગતો લખો અને ઓનલાઈન સબમિટ કરતા પહેલા બધી વિગતો ચેક કરો.
ઓફલાઈન પ્રક્રિયા
સ્ટેપ 1: 15G ફોર્મ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: ફોર્મમાં બે સેક્શન છે. ભાગ I માં, આ વિગતો ભરો:
- ટેક્સપેયરનું નામ
- પાન કાર્ડની વિગતો
- ઈન્કમટેક્ષ સ્ટેટસ (પછી ભલે તમે વ્યક્તિગત રૂપે હોવ અથવા HUF અથવા AOPમાંથી આવતા હોવ)
- પાછલું વર્ષ (અહીં, પાછલા વર્ષનો અર્થ તમારા ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માટેનું પાછલું નાણાકીય વર્ષ છે)
- રેસીડેન્સીયલ સ્ટેટસ (નગર, શહેર, રાજ્ય, ફ્લેટ નંબર વગેરે)
- સંપર્કની વિગતો (ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર)
- 1961 ના ઈન્કમટેક્ષ એક્ટ હેઠળ તમારું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે કે કેમ તે ઉલ્લેખ કરવા માટે સાચા બોક્સમાં ટિક કરો.
- તમારી અંદાજીત ઈન્કમ
- જો તમે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 15G ફોર્મ સિવાય અન્ય ફોર્મ ભર્યા હોય તો ઉલ્લેખ કરો
- તમારી ઈન્કમની વિગતો ભરો જેના માટે તમે આ ફોર્મ ભરી રહ્યા છો. આ મુજબની વિગતો લખો
- ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટનો ઓળખ નંબર
- ઈન્કમનો પ્રકાર
- ટેક્સ ડિડક્ટીબલ સેક્શન
- ઈન્કમની રકમ
સ્ટેપ 3: બેંકમાં યોગ્ય રીતે સહી કરેલ ફોર્મ સબમિટ કરો.
ડિડક્ટર ફોર્મ 15G નો ભાગ II ભરશે. ડિડક્ટર એટલે ગવર્નમેન્ટમાં TDS ડિપોઝીટ કરવા માટે જવાબદાર વ્યક્તિ.