હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ

હ્યુન્ડાઇ કાર અલ્કાઝાર કિંમત તરત જ તપાસો

Third-party premium has changed from 1st June. Renew now

હ્યુન્ડાઇ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ: હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

જૂન 2021માં, દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈએ ભારતમાં તદ્દન નવી Alcazar (અલ્કાઝાર) 3-row SUV લોન્ચ કરી. લોન્ચિંગના એક મહિનામાં જ કંપનીને બમ્પર 11,000થી વધુ બુકિંગ મળ્યા હતા અને આ સાથે તે દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ હતી.

જો તમે આ કાર મોડલ ધરાવો છો, તો તમારે અકસ્માતોને કારણે થતા કોઈપણ જોખમને ઘટાડવા માટે હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવો આવશ્યક છે.

મોટર વ્હિકલ એક્ટ, 1988 જણાવે છે કે તમામ ભારતીય કાર માલિકો પાસે થર્ડ-પાર્ટીના નુકસાનને કારણે થતા કોઈપણ નાણાકીય નુકસાનને આવરી લેવા માટે ફરજિયાતપણે થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી આવશ્યક છે.

જોકે, ઘણી વ્યક્તિઓ કોમ્પ્રિહેન્સિવ હ્યુન્ડાઇ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ પોલિસીઓ પણ શોધે છે, જે થર્ડ-પાર્ટી નુકસાન તેમજ પોતાની કારના નુકસાનને પણ આવરી લે છે.

કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરતા પહેલા, ચાલો આ હ્યુન્ડાઇ મોડેલ વિશે ટૂંકમાં ચર્ચા કરીએ.

હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (કોમ્પ્રિહેન્સિવ પોલિસી માટે)
એપ્રિલ 2021 16,985

**ડિસ્કલેમર/અસ્વીકરણ - પ્રીમિયમની ગણતરી હ્યુન્ડાઈ અલ્કાઝાર 2.0 પેટ્રોલ માટે કરવામાં આવી છે. 1995.0 GST બાકાત.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - એપ્રિલ, NCB - 0%, કોઈ એડ-ઓન્સ નહિ અને IDV- ઉપલબ્ધ ન્યૂનતમ. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.

હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે હ્યુન્ડાઈ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ શા માટે ડિજિટ દ્વારા ખરીદવો જોઈએ?

હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટનો હ્યુન્ડાઈ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ પસંદ કરવાના કારણો

ઉપર દર્શાવેલ લાભો ઉપરાંત, કાર માલિકોએ ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરતા પહેલા અન્ય ઘણા પરિબળોમાંથી પસાર થવું જોઈએ. ડિજિટ જેવા અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ સરળ, ઝંઝટમુક્ત અનુભવની ખાતરી કરવા માટે નીચેના ફાયદાઓ પ્રદાન કરે છે.

  • હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - ડિજિટ સાથે, તમે તરત જ ક્લેમ સેટલમેન્ટ મેળવવા માટે નિશ્ચિંત રહી શકો છો. આ ઉપરાંત ડિજિટ વધુમાં વધુ ક્લેમ સેટલમેન્ટનું વચન આપે છે.
  • ડિજિટલાઇઝ્ડ પ્રોસેસિંગ સિસ્ટમ - વ્યક્તિઓ સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા દ્વારા તેમના અલ્કાઝાર ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કરી શકે છે.
  • વ્યક્તિગત કાર IDV - અલ્કાઝારના માલિકોને કારના સંપૂર્ણ નુકશાન અથવા કારની ચોરીના કિસ્સામાં ઉચ્ચ વળતર સુરક્ષિત કરવા માટે, ડિજિટ તેના ગ્રાહકોને ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.
  • એડ-ઓન ફાયદા - ડિજિટ તેના ગ્રાહકોને હ્યુન્ડાઈ અલ્કાઝારની રિન્યૂઅલ કિંમતને પૂર્ણ કરવા માટે ઘણી એડ-ઓન પોલિસીઓમાંથી પસંદ કરવા સક્ષમ બનાવે છે. ઉપરાંત, ડિજિટ રોડસાઇડ આસિસ્ટન્સ, ઝીરો ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટુ ઇનવોઇસ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન સહિતની અન્ય સુવિધાઓને વિસ્તારે છે.
  • 24X7 કસ્ટમર કેર સર્વિસ - અકસ્માતો ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે. આમ, ચોવીસ કલાક સહાયતા આપવા માટે, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દિવસના વિષમ કલાકો અને રાષ્ટ્રીય રજાઓ પર પણ ઉપલબ્ધ હોય છે.
  • દેશભરમાં નેટવર્ક ગેરેજ ઉપલબ્ધ - ડિજિટ નેટવર્ક કાર ગેરેજ દેશના દરેક ખૂણે ઉપલબ્ધ છે. ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસે 6000થી વધુ નેટવર્ક ગેરેજ સાથે જોડાણ છે, જ્યાં વ્યક્તિઓ કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદગ કરી શકે છે.
  • પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી - હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટને ધ્યાનમાં લેવાનું બીજું કારણ એ છે કે સમગ્ર ભારતમાં પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી મેળવવાની સગવડ છે. દાખલા તરીકે, જો તમારી અલ્કાઝાર ગેરેજમાં લઈ જવા માટે યોગ્ય સ્થિતિમાં નથી તો ડોરસ્ટેપ પિક-અપ, રિપેર અને ડ્રોપ સર્વિસિસનો લાભ લેવા તમારા નજીકના ડિજિટ નેટવર્ક ગેરેજનો સંપર્ક કરી શકો છો.

કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટ જ કેમ લોકપ્રિય પસંદગી છે, તેને ઉપરોક્ત તમામ પરિબળો સમર્થન આપે છે. જોકે, વ્યક્તિઓએ તેમની હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ ઘટાડવા માટે ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવા, નાના ક્લેમથી દૂર રહેવા અને પ્રીમિયમની રકમની તુલના કરવા જેવા કેટલાક પરિબળો ચોક્કસથી નક્કી કરવા જોઈએ.

તમારા ફાયદાને મહત્તમ કરવા માટે તમે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પહેલાં તમારા ઇન્સ્યોરન્સદાતા શું કવર કરે છે, તેની ચેકલિસ્ટ ચોક્કસથી સરખામણી કરવાની સલાહ આપવામાં આવે છે.

હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

  • થર્ડ-પાર્ટી ડેમેજ પ્રોટેક્શન પૂરું પાડે છે - હ્યુન્ડાઇ અલ્કાઝાર માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા પ્રોપર્ટીના તમામ નુકસાન ખર્ચને સહન કરે છે.
  • પોતાની કારના નુકસાન સામે રક્ષણ - એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમારી પોતાની કારને અકસ્માત કે અન્ય કારણોસર ભારે નુકસાન થાય ત્યારે ઉભી થતી કોઈપણ નાણાકીય જવાબદારીને આવરી લે છે. તે થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓ માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આમ, નુકસાનીના રિપેરના ભારે ખર્ચને ટાળવા માટે હ્યુન્ડાઈ અલ્કાઝાર માટે આવી ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી કરવી જોઈએ.
  • પર્સનલ એક્સિડન્ડ કવર ઓફર કરે છે - ઇન્સ્યોરન્સ નિયમનકારી સંસ્થા, આઈઆરડીએઆઈએ 2019માં ભારતીય કાર માલિકોની નાણાકીય જવાબદારીઓ ઘટાડવા માટે આ પોલિસી ફરજિયાત હતી. આ પોલિસી કારના માલિકના મૃત્યુ અથવા અકસ્માતને કારણે અપંગ થવાના કિસ્સામાં ખર્ચને આવરી લે છે.
  • કારની ચોરી, આગ અને કુદરતી આફતો માટે વળતર - ચોરી અથવા આગ અને કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં, હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પોલિસી નુકસાનને આવરી લે છે.
  • નો ક્લેઈમ બોનસ ફાયદા લંબાવાય છે - હ્યુન્ડાઈ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ સમયે નો ક્લેમ બોનસ ફાયદા સાથે આવે છે અને વ્યક્તિઓને તેમના પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ કમાવવામાં મદદ કરે છે. આવા નો ક્લેમ બોનસ 20%થી 50% ડિસ્કાઉન્ટની રેન્જમાં હોઈ શકે છે, અને કોઈ ક્લેમ ન કરવાનો ટ્રેક રેકોર્ડ જાળવીને પોલિસી અવધિના અંતે મેળવી શકાય છે.

ડિજિટ, ભારતમાં એક અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતા હ્યુન્ડાઈ અલ્કાઝાર માટે અકસ્માતો, ચોરી, કુદરતી આફતો, આગ અને થર્ડ-પાર્ટીના નુકસાનને કારણે થતા ખર્ચને આવરી લઈ ઇન્સ્યોરન્સ કવરેજ વિસ્તારે છે.

હ્યુન્ડાઇ અલ્કાઝાર વિશે વધુ જાણો

હ્યુન્ડાઇ અલ્કાઝાર ડીઝલ અથવા પેટ્રોલ એન્જિન સાથે 8 અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેઓ કમ્ફર્ટ અને વૈવિધ્યતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે અને સાથે-સાથે બેજોડ મુસાફરી અનુભવની ખાતરી આપે છે.

ફીચર્સ

  • એન્જિન - ડીઝલ એન્જિનની ક્ષમતા 1493 cc છે, અને પેટ્રોલ-સંચાલિત મોડલ 1999 cc સાથે આવે છે. આ ઉપરાંત, તમે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ વચ્ચે પસંદગી કરી શકો છો. ડીઝલ મોડલ 20.4 km/lની માઈલેજ આપે છે જ્યારે, પેટ્રોલ મોડલ 14.5 km/l માઈલેજ આપે છે.
  • સલામતી - અલ્કાઝાર મોડલ્સ વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), રીઅર ડિસ્ક બ્રેક્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને સરાઉન્ડ-વ્યૂ મોનિટર જેવા હાઇ-ટેક સેફ્ટી ફીચર્સ ધરાવે છે.
  • પરફોર્મન્સ - બંને 1.5-લિટર ડીઝલ CRDi અને 2.0-લિટર પેટ્રોલ MPi મોડલ હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (HAC), 6-સ્પીડ ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન અને આરામ, ઇકો અને સ્પોર્ટ જેવા ડ્રાઇવિંગ મોડ્સ જેવા ફીચર્સ સાથે આવે છે.
  • વધારાની વિશિષ્ટતાઓ - અલ્કાઝાર મોડલ્સની વ્યાપક લોકપ્રિયતા નીચેના વધારાના ફીચર્સને કારણે છે:
    • સ્ટીયરિંગ એડેપ્ટિવ પાર્કિંગ ગાઈડલાઈન સાથે રીઅર કેમેરા
    • ઈમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર અનલૉક
    • બર્ગલર એલાર્મ
    • ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ (ESS) અને વધુ

આમ, કારના આવા પ્રીમિયમ મોડલને સુરક્ષિત કરવા માટે, માલિકોને કોઈપણ અણધાર્યા સંજોગો માટે તૈયાર રહેવા અને નાણાકીય તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે ઇન્સ્યોરન્સ પોલિસી અત્યંત મહત્ત્વની છે.

હ્યુન્ડાઇ અલ્કાઝાર - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર ₹16.30 લાખ
અલ્કાઝર પ્રેસ્ટિજ ₹16.45 લાખ
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર ડીઝલ 16.53 લાખ
અલ્કાઝર પ્રેસ્ટિજ ડીઝલ ₹16.68 લાખ
અલ્કાઝર પ્રેસ્ટિજ એ.ટી ₹17.93 લાખ
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર ડીઝલ એટી ₹18.01 લાખ
અલ્કાઝર પ્લેટિનમ 7-સીટર ₹18.22 લાખ
અલ્કાઝર પ્લેટિનમ 7-સીટર ડીઝલ ₹18.45 લાખ
અલ્કાઝર સિગ્નેચર ₹18.70 લાખ
અલ્કાઝર સિગ્નેચર ડ્યુઅલ ટોન ₹18.85 લાખ
અલ્કાઝર સિગ્નેચર ડીઝલ ₹18.93 લાખ
અલ્કાઝર સિગ્નેચર ડ્યુઅલ ટોન ડીઝલ ₹19.08 લાખ
અલ્કાઝર પ્લેટિનમ એટી ₹19.55 લાખ

હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હ્યુન્ડાઈ અલ્કાઝર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો કયા છે?

હ્યુન્ડાઈ અલ્કાઝર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા કેટલાક આવશ્યક પરિબળો છે:

  • કારની IDV
  • ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રકાર
  • ડિડક્ટિબલ/કપાતપાત્ર
  • એડ-ઓન પોલિસીઓ, વગેરે.

હ્યુન્ડાઇ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ?

હ્યુન્ડાઇ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ વિશે જાણકાર નિર્ણય લેતા પહેલા વ્યક્તિએ આ 3 પરિબળોને ચકાસવા આવશ્યક છે:

  • ક્લેમ સેટલમેન્ટ માટે જરૂરી સમય
  • રિપેરિંગના કેશલેસ વિકલ્પો
  • ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરનો ક્લેમ સેટલમેન્ટનો ઇતિહાસ એટલેકે અત્યાર સુધીનો રિપોર્ટ કાર્ડ