હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ

માત્ર રૂ. 752થી શરૂ થતી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવો. તમારી ડિજિટ પોલિસીને રિન્યુ કરાવો

Third-party premium has changed from 1st June. Renew now

source

હીરો પ્લેઝર એ સૌથી લોકપ્રિય વિકલ્પો પૈકીનું એક છે, જેનો તમે બજેટ-ફ્રેંડલી દૈનિક અવરજવર માટે ફાયદો મેળવી શકો છો! બાઇક ખરીદ્યા પછી, તમારી ટુ-ડૂ લિસ્ટમાં પહેલી બાબત એ હશે કે, તેની માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી! તમારી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી તમે જે લાભોનો આનંદ માણી શકો છો તેની યાદી ચકાસવાનું ભૂલશો નહીં.

મૂળભૂત રીતે હીરો હોન્ડા દ્વારા ઉત્પાદિત, હાલમાં, હીરો મોટોકોર્પ તેની એકમાત્ર ઉત્પાદક તરીકે આ સ્કૂટીના અધિકારોની માલિકી ધરાવે છે. 2013ની શરૂઆતમાં અહેવાલો અનુસાર, દર મહિને હીરો પ્લેઝરના લગભગ 40,000 યુનિટ્સ વેચાઈ રહ્યા હતા. હળવા વજનનું ટુ-વ્હીલર તેની ચપળતા અને સરળ ડ્રાઇવિંગ માટે જાણીતું છે, આ સ્કૂટી હજુ પણ યુવા ચાલકો, ખાસ કરીને મહિલાઓ માટે સૌથી લોકપ્રિય વિકલ્પો પૈકીનું એક છે.

એક મજબૂત સાથી તરીકે જે રોજબરોજ અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે, આથી તમારા ટુ-વ્હીલરની સારી કાળજી લેવી મહત્વપૂર્ણ છે જે હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લેવા માટેનો સ્પષ્ટ મુદ્દો છે. જ્યારે મોટર વ્હિકલ એક્ટ – 1988 મુજબ થર્ડ- પાર્ટી લાયેબિલિટી પોલિસી ફરજિયાત છે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી દ્વારા આપવામાં આવતી મહત્તમ સલામતીનો અમલ કરવો પણ મહત્વપૂર્ણ છે.

જો કે, પહેલા ચાલો આપણે આ લોકપ્રિય સ્કૂટીની કેટલીક વિશેષતાઓ પર એક નજર કરીએ!

હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે

તમારે ડિજિટનો હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

હીરો પ્લેઝર માટે ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને ક્ષતિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ

×

થર્ડ પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજા / મૃત્યુ

×

તમારા સ્કુટર કે બાઇકની ચોરી

×

તમારા IDVને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

 કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?

તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ- 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ- 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ- 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો

હીરો પ્લેઝરની સંક્ષિપ્ત માહિતી

હીરો પ્લેઝર એ "ચીરપી" ટુ-વ્હીલર છે જે ગીચ ભારતીય ગલીઓ માટે યોગ્ય છે. જ્યારે ઓટોમેટિક ગિયર્સ સાકડાં વળાંકોની આસપાસ પણ તેને હેન્ડલ કરવામાં અવિશ્વસનીય રીતે સરળ બનાવે છે, ત્યારે હીરો પ્લેઝર પણ ઉત્કૃષ્ઠ એક્સિલેરેશન ધરાવે છે.

●        તે 102 cc ડિસ્પ્લેસમેન્ટ એન્જિનથી સજ્જ છે.

●        6.90 BHPની મહત્તમ શક્તિ સાથે, આ સ્કૂટી મહત્તમ 7,000 RPM સુધી પહોંચી શકે છે.

●        સ્કૂટીની મહત્તમ માઇલેજ 65 km/l છે, ત્યારે રસ્તાની સ્થિતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના સ્કૂટી ખંતપૂર્વક 63 km/l ની સરેરાશ આપે છે.

માઈલેજના સંદર્ભમાં પણ, આ એક એવી રાઈડ છે જે ભૂલરહિત નંબરો પ્રદાન કરે છે. સ્કૂટી સેલ્ફ-સ્ટાર્ટ સાથે પણ આવે છે, જે તેના ચાલકો માટે વધારે અનુકૂળ બનાવે છે. ઉપરાંત, ઇગ્નીશન કાર્બ્યુરેટર આધારિત છે, જે તેને સૌથી મજબૂત અને વિશ્વસનીય વિકલ્પો પૈકીનું એક બનાવે છે.

તમારે એ પણ નોંધવું જોઈએ કે હીરો પ્લેઝર આકર્ષક વેરિયન્ટ્સ સાથે આવે છે જે ફક્ત યુનિટ કલરનો વિકલ્પો જ નહીં, પણ એલોય વ્હીલ્સ પણ આપે છે.

હવે, અલબત્ત તે મશીનનો એક ભાગ છે જે નિયમિત ઉપયોગ માટે જરૂરી છે, તે નિર્ણાયક છે કે તમે તેના માટે ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવતા પહેલા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા ઓફર કરવામાં આવતી વધારાની સુવિધાઓ સાથે હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સની કિંમત તપાસો.

ડિજિટ, આ સંદર્ભમાં, તેની કોમ્પ્રિહેન્સિવલી રીતે ક્યુરેટેડ વીમા પૉલિસીઓ ઘણી હદ સુધી મદદ કરી શકે છે!

હીરો પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સ માટે ડિજિટને શા માટે પસંદ કરવી?

ભારતમાં અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ પૈકીની એક તરીકે, ડિજિટ પાસે કેટલીક વિશેષ ઓફરો છે જે અમને યુનિટ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તરીકે ચિહ્નિત કરે છે.

તમારી સ્કૂટી માટે હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ કવર શોધી રહેલા ચાલકો તરીકે, તમારે ડિજિટની પૉલિસી દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે જાણવુ આવશ્યક છે.

જરાક જોઈ લો!

વેરિફિકેશનની સગવડતા સાથે દાવાઓ ફાઇલ કરવાની સરળતા - સામાન્ય રીતે મોટા ભાગના સંજોગોમાં ઇન્સ્યોરન્સનો ક્લેઈમ ફાઇલ કરવો એ એક જટિલ પ્રક્રિયા છે જે દિવસો સુધી ચાલે છે, ત્યારે ડિજિટ એ બાબત પર ધ્યાન આપે છે કે તમારે પહેલેથી જ કટોકટીનો સામનો કરતી વખતે ઘણીબધી બારીઓના ધક્કાના ન ખાવા પડે. અમારા દ્વારા ઓફર કરવામાં આવેલી પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી સ્માર્ટફોન-સક્ષમ સેલ્ફ- ઇન્સ્પેક્શનના ફાયદા સાથે ક્લેઈમ ફાઇલ કરવાની સરળ પ્રક્રિયા સાથે આવે છે જે સમયની ઘણી બચત કરે છે.

તાત્કાલિક વેરિફિકેશન પ્રક્રિયાની સરળતા સાથે, ડિજિટ પાસે તેમના મોટા ભાગના ક્લેઈમની પતાવટ કરવાનો રેકોર્ડ પણ છે; એક હકીકત જે તમારા ક્લેઈમની મંજૂરીની તકને નાટકીય રીતે વધારે છે.

પસંદ કરવા માટે મલ્ટીપલ પોલિસીનો વિકલ્પો -  ડિજિટ તમને તમારા હીરો પ્લેઝર માટે પસંદ કરવા માટે સંખ્યાબંધ વિકલ્પો પણ પ્રદાન કરે છે, બદલામાં તમને તમારી જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ પોલિસી ખરીદવાની મંજૂરી આપે છે. તે જ સંદર્ભમાં, તમારે વિવિધ પોલિસીઓ પણ સમજવી જોઈએ જે ઓફરની સાથે-સાથે ખરીદી શકાય છે.

  • થર્ડ પાર્ટી ટુ-વ્હિલર લાયેબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી : આ પૉલિસી જે તમને તમારા હીરો પ્લેઝર પર મુસાફરી કરતી વખતે અકસ્માતનો ભોગ બને તો કોઈપણ જવાબદારીના ખર્ચમાં કવર કરે છે, તે કાયદા મુજબ ફરજિયાત ઇન્સ્યોરન્સ કવર છે. જો તમે આ પોલિસી વિના ડ્રાઇવિંગ કરતા પકડાવો, તો તમને રૂ.2000 (બીજી વારના ગુના માટે રૂ. 4000)નો ટ્રાફિક દંડ ફટકારવામાં આવી શકે છે. તમારા વાહનને સંડોવતા અકસ્માતને કારણે વ્યક્તિને થયેલી કોઈપણ ઈજા અથવા મિલકતને થયેલું નુકસાન આ થર્ડ પાર્ટી લાયેબિલિટી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. જો કે, તમારી સ્કૂટીને થતા કોઈપણ નુકસાનને આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતું નથી.
  • કોમ્પ્રિહેન્સિવ ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી : આ પૉલિસીના નામ મુજબ, આ પૉલિસી થર્ડ- પાર્ટની જવાબદારીઓ અને અકસ્માતના કિસ્સામાં પોતાને થયેલા નુકસાનને આવરી લે છે. ઉપરાંત, આ પોલિસી પૂર, ભૂકંપ, આગ અથવા ચોરી, વિસ્ફોટ વગેરે જેવી કુદરતી અથવા માનવસર્જિત આફતોને કારણે સ્કૂટીને થયેલા કોઈપણ નુકસાનને પણ આવરી લે છે.

જો તમે સપ્ટેમ્બર 2018 પછીનું હીરો પ્લેઝર ખરીદ્યું છે, તેમના માટે એક વધારાનું ઓન ડેમેજ કવર  ખરીદવાનું પણ પસંદ કરી શકો છે. ઉલ્લેખનીય છે કે,, જો તમારી પાસે થર્ડ- પાર્ટી લાયેબિલિટી કવર પહેલાથી જ છે, તો તમે માત્ર તમારો ઓન ડેમેજ પ્લેઝર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો.

અલગ અલગ એડ-ઓન્સ સાથે સંપૂર્ણ સુરક્ષા - ડિજિટ દ્વારા કેટલાક એડ-ઓન ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે જે તમે હીરો પ્લેઝર માટે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. તમારે તમારી વાહન ચલાવવાની આદતો અને અન્ય વિચારણાઓ અનુસાર જરૂરી એડ-ઓન પસંદ કરવા જોઈએ. ડિજિટ દ્વારા ઓફર કરાયેલા કેટલાક એડ-ઓન્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

●        ઝીરો ડિપ્રેશિયેશન કવર.

●        ઇનવોઇસ કવર રિટર્ન

●        એન્જિન અને ગીયર પ્રોટેક્શન કવર

●        કન્ઝ્યુમેબલ કવર

●        બ્રેકડાઉન આસિસ્ટન્ટ

  • IDV નું વૈયક્તિકરણ – ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ, ટૂંકમાં IDV એ તમારી સ્કૂટી ચોરાઈ જવાની અથવા રિપેરિંગથી પર ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તમારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તમને ચૂકવવામાં આવતી રકમનું પ્રમાણ છે. આ રકમની ચૂકવણી ખાસ કરીને રોજિંદી અવરજવર માટે તમારા વાહનને બદલવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને, ડિજિટ તમારા IDVને જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપે છે. તમારે નોંધ લેવી જોઈએ કે, પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સની કિંમત તમારી પોલિસી માટે પસંદ કરેલ IDVના આધારે બદલાય છે.
  • નેટવર્ક ગેરેજમાં મુશ્કેલી-મુક્ત કેશલેસ રિપેરિંગ -  એક વાહન તરીકે જેનો ઉપયોગ નિયમિતપણે અવર-જવર માટે કરવામાં આવે છે, તમારા હીરો પ્લેઝરને વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરાવવા માટે હાથવેગા વિકલ્પ હોવો આવશ્યક છે. જો તમે તમારી સ્કૂટીને અકસ્માતમાં નુકસાન પહોંચાડો છો, તો તમે સમગ્ર દેશમાં ફેલાયેલા 1,000થી વધારે નેટવર્ક ગેરેજ પર રિપેરિંગ સર્વિસનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત, તમારે પાસે નાણાં રાખવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ નેટવર્ક રિપેરિંગ સેન્ટરો કેશલેસ સર્વિસ પુરી પાડે છે.
  • 24X7 હાજર રહેતી કસ્ટમર સર્વિસ-  મુશ્કેલીના સમય દરમિયાન ઇન્સ્યોરન્સ પૉલિસીની જરૂર પડે છે, જેમાં કોઈપણ સમયે પ્રોવાઇડરનો સંપર્ક કરવામાં સક્ષમ હોવું મહત્વપૂર્ણ છે. ડિજિટ, આ જરૂરિયાતથી સારી રીતે માહિતગાર છે, તે એવી કસ્ટમર સર્વિસ પુરી પાડે કરે છે જે માત્ર દિવસ-રાત જ ઉપલબ્ધ નથી, પરંતુ અઠવાડિયાના તમામ દિવસોમાં પણ ઉપલબ્ધ છે. તમારી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી વિશેનો પ્રશ્ન હોય કે ક્લેઈમ ફાઇલ કરવા અંગેનો પ્રશ્ન હોય, અમારી કસ્ટમર સર્વિસ હંમેશા તમને મદદ કરવા તૈયાર છે.
  • નો-ક્લેઈમ બોનસથી ખર્ચમાં ઘટાડો  - જ્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે સુરક્ષિત ડ્રાઈવર છો, એવા સંજોગો હોઈ શકે છે કે જેમાં તમે કોઈ અન્યની ગંભીર ભૂલને કારણે અકસ્માતનો ભોગ બની શકો છો. આવા સંજોગો સિવાય, તમારે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી પર દાવો કરવાની પણ જરૂર નથી. જો તમે તમારી હીરો પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સ પૉલિસીના નાણાકીય લાભો એક વર્ષ સુધી નથી મેળવતા, તો તમે બોનસના રૂપમાં પુરસ્કાર માટે પાત્ર બનશો. આ બોનસ ખાસ કરીને તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીને રિન્યુઅલ દરમિયાન મદદરૂપ બને છે કારણ કે તે ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ રકમ ઘટાડે છે.
  • ઓનલાઈન ઉપલબ્ધતા અને સરળ રિન્યુઅલ - સરળ ઓનલાઈન ઉપલબ્ધતા એ એક એવી સુવિધા છે જે ખાસ કરીને યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતી વખતે મદદરૂપ થાય છે. એક બાજુ, તમે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે વિવિધ ઉપલબ્ધ વિકલ્પોની તુલના કરી શકો છો, જ્યારે બીજી તરફ તે એપ્લિકેશનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ ઓનલાઈન રિન્યુઅલના કિસ્સામાં, તમારે ફક્ત તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાની અને ચુકવણી કરીને પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

તમારા હીરો પ્લેઝરની સંપૂર્ણ સુરક્ષા સાથે સુવિધાની ખાતરી કરીને ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતા સંખ્યાબંધ લાભો સાથે, તમારે વહેલી તકે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાના મુદ્દા બનાવવા જોઈએ. તે સુરક્ષાની સાથે સાથે કાયદાકીય આદેશ બંનેનો મામલો છે.

હીરો પ્લેઝર – વેરિયન્ટ્સ અને એક્સ-શોરૂમ પ્રાઇસ

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ પ્રાઇસ (શહેરપ્રમાણ ફેરફાર સંભવ)
પ્લેઅસુરે સેલ્ફ સ્ટાર્ટ, 63 કે મ/લ, 102 સીસી ₹ 45,100
પ્લેઅસુરે સેલ્ફ ડ્રમ એલોય, 63 કે મ/લ, 102 સીસી ₹ 47,100

ભારતમાં હીરો પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારી હીરો પ્લેઝર સ્કૂટી જૂની થઈ રહી હોવા છતાં દર વર્ષે મારું IDV ફિક્સ રાખી શકું?

હા, તમે તમારા IDV ને વર્ષો સુધી સ્થિર રાખી શકો છો, જો કે તમારે એ નોંધવું જોઈએ કે તમારું પ્રીમિયમ વધશે. આ તમારી સ્કૂટીના અવમૂલ્યનને કારણે છે જે IDV ઘટાડશે, અને તેને રદ કરવા માટે તમારે તમારું પ્રીમિયમ વધારવું પડશે.

જો મારી હીરો પ્લેઝર સ્કૂટી પહેલેથી જ જૂની છે તો શું વ્યાપક કવર પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે?

જો તમારી સ્કૂટી જૂની હોય તો તેની માટે કોમ્પ્રિહેન્સિવ કવર રાખવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. જ્યારે તમારી સ્કૂટી ખરાબ થવાનું જોખમ હોય છે, આવુ કોઇ અકસ્માત કે આફતને કારણ થાય છે ત્યારે આ પોલિસી કોઈપણ નુકસાનના કિસ્સામાં મદદ કરવાની ઓફર કરે છે.

શું હું મારી થર્ડ પાર્ટી લાયેબિલિટી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી પર ઍડ-ઑન કવર બેનેફિટ્સ મેળવી શકું?

ના, એડ-ઓન્સ ફક્ત કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે જ ઉપલબ્ધ છે.