ટાવર્સ ઇન્સ્યોરન્સ

સરળ પગલાં અનુસરીને TVS ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ ખરીદો/રિન્યૂ કરો

Third-party premium has changed from 1st June. Renew now

ચાલો આપણે TVS બાઈક વિશે વાત કરીએ - તેની લોકપ્રિયતાનું કારણ, TVS  ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીઓ અને તેમાંથી તમને મળાતાં લાભોમાં વધારવા માટે કઈ રીતે પસંદ કરવી.

નાણાકીય વર્ષ 2018-19માં લગભગ 24.5 મિલિયન યુનિટ્સના રોલઆઉટ સાથે, ભારત વિશ્વમાં ટૂ-વ્હીલર્સના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક હોવાનું ગૌરવ કરે છે. લગભગ 22 ઉત્પાદકો સાથે, દેશમાં મોટર વાહન ઉત્પાદન ક્ષેત્રે 2018માં સરેરાશ સ્થાનિક વેચાણ 21.18 મિલિયન યુનિટ્સનું હતું. (1)

આ ઉત્પાદકોમાં, TVS મોટર કંપનીનું નામ હંમેશા વિશ્વસનીયતાનો પર્યાય બન્યું છે. બજારમાં ત્રીજી સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોવાને કારણે, TVSની વાર્ષિક આવક રૂ. 20,185.43 કરોડ ની છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં TVS ની પ્રોડક્ટ્સનું બજાર ઘણું નોંધપાત્ર છે.

હવે, ચાલો આપણે તમારા TVS ટુ-વ્હીલરનો ઇન્સ્યોરન્સ લેવા વિશે વાત કરીએ. TVS બાઇક ઇન્સ્યોરન્સ એ તમારા TVS ટૂ-વ્હીલર માટે એક ઉત્તમ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે જે તમને તમારા વાહનને રસ્તા પર ચલાવતી વખતે થતાં નુકસાનથી તમારા નાણાનું રક્ષણ કરવા દે છે.

તમારા TVS ટૂ-વ્હીલર માટે આ ઇન્સ્યોરન્સ પૉલિસી (થર્ડ પાર્ટી લાયબિલિટી કવર) મેળવવી એ મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ફરજિયાત છે. આ ઉપરાંત, તે તમારા નાણાકીય નુકસાનને કવર કરી લેવા માટેની પણ એક પૂર્વશરત છે જેમાં ટૂ વ્હીલરના અકસ્માતને કારણે બે વ્યક્તિઓને શામેલ કરતો હોય તેવું બની શકે છે.

TVS બાઇક ઇન્સ્યોરન્સ માં શું કવર થાય છે

કઇ બાબતોનો સમાવેશ થતો નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આઘાત લાગે નહીં. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:

 

થર્ડ-પાર્ટી પોલિસી હોલ્ડર માટેનું ઓન-ડેમેજીસ

થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

 

નશો કરીને અથવા લાઇસન્સ વગર વાહન ચલાવવું

તમે નશાની હાલતમાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વિના બાઇક ચલાવી રહ્યાં હોવ તેવા સંજોગોમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને આવરી લેશે નહીં.

 

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તેવી પરિસ્થિતિઓમાં તમારા ક્લેઈમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

પરિણામી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

 

કોઇ પણ પ્રકારની બેદરકારી

કોઈપણ પ્રકારની બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

 

એડ-ઓન્સ ખરીદી નહીં

કેટલીક પરિસ્થિતિઓને ઍડ-ઑન્સમાં આવરી લેવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં. તમારે ડિજિટનો જાવા બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

 

તમારે ડિજિટનો TVS બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

તમારી જરૂરિયાતોને અનુરૂપ બાઇક ઇન્સ્યોરન્સના પ્લાન્સ

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સીવ

એક અકસ્માતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

આગને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

કુદરતી આફતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

થર્ડ પાર્ટી વ્હીકલને નુકસાન

×

થર્ડ પાર્ટી મિલ્કતને નુકસાન

×

વ્યક્તિગત અકસ્માતનું કવર

×

એક થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા અથવા તેનું મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારૂં IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ કરેલાં એડ-ઑન સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ પાર્ટી ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણકારી મેળવો

કેવી રીતે ક્લેઈમ દાખલ કરશો?

! તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચો

TVS મોટર કંપની - એક સંક્ષિપ્ત ઇતિહાસ

TVS મોટર કંપની લિમિટેડ તેના કદ અને ટર્નઓવરના સંદર્ભમાં TVS ગ્રૂપમાં સૌથી મોટો ફાળો આપનાર છે. ચેન્નાઈમાં મુખ્યમથક સાથે, TVS ને 1972 માં સુંદરમ ક્લેટન કંપની દ્વારા તેનું મૂળ મળ્યું. કંપનીએ જાપાનના અગ્રણી ઓટો ઉત્પાદકોમાંના એક, સુઝુકી સાથે તકનીકી સહયોગ દ્વારા મોટરસાયકલનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.

TVS મોટર્સનો સુઝુકી સાથેનો કરાર સમાપ્ત થયા બાદ 2001માં અલગથી સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી કંપનીએ અનેક પુરસ્કારો અને પ્રશંસા એકત્ર કરી છે અને ભારતના મોટરબાઈકના ઉત્પાદનના પરિપેક્ષ્યમાં તેનું સ્થાન મજબૂત કર્યું છે.

કંપની દ્વારા કરવામાં આવેલાં તાજેતરના કેટલાક લોંચમાં નીચે આપેલાંનો સમાવેશ થાય છે:

TVS અપાચે આરટીઆર 200

TVS અપાચે આરઆર 310

TVS એક્સએલ 100

TVS વિક્ટર

તેના કેટલોગમાં હાઇ-એન્ડ પ્રોડક્ટ્સ સાથે, TVS એ એવી બધી બ્રાન્ડમાંની એક બ્રાન્ડ છે જેણે આપણા દેશમાં મોટરસાઇકલના ઉત્પાદનના ખેલને બદલવામાં યોગદાન આપ્યું છે. તેથી જ, તેની બાઇકની સાથે, મોટરસાઇકલના શોખીનોમાં TVS બાઇક ઇન્સ્યોરન્સની માંગ પણ ઘણી વધારે છે.

એવું શું છે જે TVS મોટર કંપનીને આટલી લોકપ્રિય બનાવે છે?

સારું, આ બ્રાન્ડની લોકપ્રિયતામાં ફાળો આપનારા ઘણાં કારણો છે. તેમાંના કેટલાંક કારણોની સૂચિ નીચે આપવામાં આવેલી છે:

  • તેઓ એવી પ્રથમ કંપની છે કે જેણે ભારતની પ્રથમ સ્વદેશી બાઇક - વિક્ટરને બજારમાં રજૂ કરી.
  • તેઓ રોજબરોજના ઉપયોગ માટે યોગ્ય એવી સસ્તું  ધંધાના સ્થાન પર નિત્ય જનાર વ્યક્તિઓ માટેના કોમ્યુટર બાઇકનું ઉત્પાદન કરે છે. જ્યારે ફેન્સી બાઇકો આકર્ષક હોય છે, ત્યારે કોમ્યુટર બાઇક અનુકૂળ હોય છે અને સામાન્ય લોકો માટે તેને સંપૂર્ણ રીતે યોગ્ય વાહન બનાવે છે.
  • TVS એ વર્ષ 2019 માં ભારતની પ્રથમ ઇથેનોલ આધારિત મોટરસાઇકલ લોન્ચ કરી હતી. અશ્મિભૂત ઇંધણને બદલે ઇથેનોલનો ઉપયોગ કરવો એ પ્રદૂષણને કાબૂમાં રાખવાની સૌથી અસરકારક રીતોમાંની એક રીત છે, જે આ સમયની સૌથી ગંભીર જરૂરિયાતોમાંની એક જરૂરિયાત છે.
  • TVS દ્વારા ઉત્પાદિત બાઈક નવીનતમ ટેક્નોલોજી, આકર્ષક ડિઝાઈન અને શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન સાથે આવે છે.

આ કેટલાંક એવા મુખ્ય પરિબળો છે જે ટીવીએસ બાઇકને ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવે છે, ખાસ કરીને જેઓ દૈનિક મુસાફરી માટે તેમની મોટરસાઇકલ પર નિર્ભર રહેતાં હોય છે.

TVS ટૂ-વ્હીલરની વિશેષતાઓ - તેમને આટલું આકર્ષક શું બનાવે છે?

જ્યારે ભારતીય ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત બાઇકની વાત આવે છે, ત્યારે TVS દ્વારા બહાર પાડવામાં આવેલ બાઇકની લોકપ્રિયતા જરા પણ પાછળ નથી.

તમે શા માટે પૂછો? એક નજર ફેરવો!

  • ટકાઉપણું - બાઇકનું ટકાઉપણું મોટે ભાગે તેનો ઉપયોગ અને જાળવણી કેવી રીતે થાય છે તેના પર નિર્ભર રહેતું હોવા છતાં, TVS ટૂ-વ્હીલરે પોતાને બજારની સૌથી સખત બાઇક તરીકે સ્થાપિત કરી છે. ઓછા જાળવણી ખર્ચની બાબતમાં, TVS મૉડલ કમ્યુટર બાઈક જેટલાં જ સારા છે.
  • વિશ્વસનીયતા - TVS બાઇકના બજારમાં તેમની વિશ્વસનીયતા માટે જાણીતી છે. જ્યાં સુધી ક્મ્યુટર બાઈકનો સવાલ છે, TVS વિક્ટર્સએ મોટાભાગના ભારતીય લોકોની પ્રથમ પસંદગી છે. વધુમાં, અપાચે સિરીઝ સાથે, TVS એ સારા માઇલેજ અને શ્રેષ્ઠ એન્જિન સાથે તફરાટ મચાવીને હાઇ-એન્ડ માર્કેટને કબજે કરવામાં પણ સફળ રહી છે.
  • વાજબી કિંમત - તેઓ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતા હોવા છતાં, TVS બાઇક વાજબી કિંમતની બાબતમાં પણ સારૂં સ્થાન અંકિત કરે છે. સૌથી મોંઘી ટીવીએસ બાઇક - TVS અપાચે RR 310 બાઇકની કિંમત માત્ર  રૂ.2.28 લાખ છે, તમે સરળતાથી TVS સ્પોર્ટ બાઇકને રૂ.40,000માં ખરીદી શકો છો.

·        ઉત્પાદનોની વિવિધતા - કંપની દર વર્ષે બહાર પાડે છે તે ઉત્પાદનોની વિવિધતા એ ફાળો આપતા પરિબળોમાંનું એક એવું પરિબળ છે જેણે તેને આ અનન્ય સ્થાન મેળવવા દીધું છે. “એ વ્હીકલ ફોર એવરીવન” ની ટેગલાઇન સાથે, TVS સ્કૂટર, મોટરસાઇકલ, મોપેડ વગેરેની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

  • અદ્યતન ટેકનોલોજી - TVS એ દેશમાં BS-VI ધોરણોનું પાલન કરતી મોટરસાઇકલ રજૂ કરનારા પ્રથમ ઉત્પાદકોમાંનું એક ઉત્પાદક છે. ઉપરાંત, TVS ના બાઇક બજારમાં કેટલાંક સૌથી વધુ શુદ્ધ એન્જિન ધરાવે છે.

પરંતુ, બજારમાં શ્રેષ્ઠ ઉત્પાદનો પૈકીનું એક ઉત્પાદન હોવા છતાં, TVS બાઇક ભારતીય રસ્તાઓના જોખમોથી મુક્ત નથી. જો તમે તમારી બાઇક ચલાવતા હોવ તો દુર્ભાગ્યે અકસ્માતો અને ચોરી જેવા બનાવો બનવા એ પણ કંઈ અસામાન્ય નથી.

તેથી જ, તમને આવી ઘટનાઓને લીધે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને રોકવામાં મદદ કરવા માટે, ભારતમાં ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓએ તમારા TVS બાઇક, સ્કૂટર અને મોપેડ માટે કસ્ટમાઇઝ્ડ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર રજૂ કર્યાં છે.

TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી એ તમારા માટે શા માટે મહત્વપૂર્ણ છે તેના કારણો પર એક નજર નાંખો.

તમારે શા માટે TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીને પસંદ કરવી જ જોઈએ

હવે, મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ તમારી TVS બાઇક માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ કવર મેળવવું ફરજિયાત છે. પરંતુ તમારા ટૂ-વ્હીલર માટે બહેતર સર્વાંગી નાણાકીય સુરક્ષા મેળવવા માટે તમને કોમ્પ્રિહ્નેસીવ કવરનો લાભ લેવાની ભલામણ કરવામાં આવે છે.

તો, તમારે શા માટે ઇન્સ્યોરન્સ કવર ખરીદવું જોઈએ અથવા TVS બાઇક ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ શા માટે કરાવવું જોઈએ?

એક નજર ફેરવો!

  • તમારા પોતાના વાહનને થયેલા નુકસાન/ખોટમાંથી રિકવર કરો - TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીની સૌથી મહત્વપૂર્ણ વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે તે અકસ્માતો, આગ, કુદરતી આફતો, વગેરે જેવી ઘટનાઓને કારણે તમારા પોતાના વાહનને થયેલાં નુકસાન અથવા નુકસાનથી થયેલાં ખર્ચ માટે વળતર આપે છે.  વધુમાં, સુરક્ષાના પગલાં લીધા પછી પણ, તમારી TVS બાઇક અથવા સ્કૂટી ચોરાઈ જવાની હંમેશા શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં નાણાકીય નુકસાન અટકાવવા માટે, તમે તમારા ટૂ-વ્હીલરનો કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ કવર હેઠળ ઇન્સ્યોરન્સ લઈ શકો છો.
  • થર્ડ પાર્ટીના વાહન અથવા પ્રોપર્ટીને થયેલાં નુકસાન માટે ભરપાઈ - આ કવર થર્ડ પાર્ટીની જવાબદારી અને કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી એમ બંને દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ લાભ સાથે, તમે તમારા ઇન્સ્યોર્ડ  ટૂ-વ્હીલર દ્વારા થર્ડ-પાર્ટી પ્રોપર્ટી અથવા વાહનને થતાં નુકસાનથી તમારી જાતને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. આ પૉલિસીઓ તમારા વાહનને કારણે થર્ડ પાર્ટીની વ્યક્તિને ઈજા અથવા તેમના મૃત્યુને કારણે થતી જવાબદારીઓનો સમાવેશ કરવા માટે તેમના લાભોને પણ વિસ્તૃત કરે છે. તે કોઈપણ એવા મુકદ્દમાના ફીની ભરપાઈ પણ કરે છે જેને તમારે આવા સંજોગોમાં ભોગવવા પડે તેવું બની શકે છે.
  • વ્યક્તિગત અકસ્માત માટે કવર - આ લાભ સાથે, તમે એ ખાતરી મેળવી શકો છો કે તમારા ટૂ-વ્હીલરને સંડોવતા અકસ્માતને કારણે તમે અક્ષમ થઈ જાવ તો તમે આર્થિક રીતે સુરક્ષિત છો. વ્યક્તિગત અકસ્માતનું કવર આવા સંજોગોમાં તમારા મૃત્યુના કિસ્સામાં તમારા પરિવારના સભ્યોને પણ વળતર આપે છે.
  • ઉચ્ચ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ - TVS બાઇક ઇન્સ્યોરન્સ મેળવવાનું બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે તમે તમારી બાઇક/સ્કૂટીને સંપૂર્ણ નુકસાન અથવા તેની ચોરીના કિસ્સામાં તેની કિંમત વસૂલ કરી શકો છો. ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એ ઇન્સ્યોરન્સની એવી રકમ છે જેને આવા સંજોગોમાં ઓફર કરવામાં આવે છે અને તે તમારા ટૂ-વ્હીલર માટે TVSની વેચાણ કિંમતમાંથી તેના ડેપ્રિસિએશનને બાદ કરીને આપવામાં આવે છે.
  • તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી તમારા લાભોને મહત્તમ કરો તેની ખાતરી કરવા માટે, એક એવી ઇન્સ્યોરન્સ પૉલિસી જેમાં ઉચ્ચ IDV સાથે તેને કસ્ટમાઇઝ કરી શકાય તેવો લાભ લેવો એ શ્રેષ્ઠ છે.

જો તમે TVS બાઇક ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ કરવા માંગતા હોવ અને તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરને બદલવાનું વિચારી રહ્યાં હોવ, તો એડ-ઑન અને રાઇડર્સની સરખામણી કરવી નિર્ણાયક બની જાય છે.

TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીઓ શા માટે મહત્વપૂર્ણ છે એવું જાણી લીધાં બાદ, હવે સક્ષમ સેવા પ્રદાતાને પસંદ કરવાનો સમય છે.

શું તમે ડિજિટ ઇન્સ્યોરન્સને ધ્યાનમાં લીધું છે?

તમારા TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ માટે તમારે શા માટે ડિજિટને પસંદ કરવું જ જોઈએ?

સારું, ભારતમાં અગ્રણી અને સૌથી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રદાતાઓમાંના એક હોવા ઉપરાંત, તમારા TVS ટુ-વ્હીલર માટે ડિજીટ દ્વારા ઓફર કરવામાં આવતી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી અસંખ્ય લાભો સાથે આવે છે.

તેમાંથી કેટલાંક લાભ નીચે મુજબ છે:

1. મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજ - ડિજીટ ઈન્સ્યોરન્સ તેમના TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર હેઠળ કેશલેસ મરમ્મતની સુવિધા આપે છે. આ સુવિધા સાથે, તમે મેળવેલી સેવા માટે કોઈ રોકડ ચૂકવ્યા વિના તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા હેઠળના કોઈપણ નેટવર્ક ગેરેજમાં તમારા ટૂ-વ્હીલરની મરમ્મત કરાવી શકો છો. ડિજીટમાં 2900 થી વધુ નેટવર્ક ગેરેજ છે, આ રીતે તમને કેશલેસ મરમ્મત મેળવવાનો તમારો અવકાશ વધારવામાં મદદ કરે છે.

 

2. ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીની પસંદગી - ડિજિટ વડે તમે નીચે આપેલી ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ તમારી TVS બાઇકનો ઇન્સ્યોરન્સ મેળવી શકો છો. આ પૉલિસીઓ આ પ્રમાણે છે:

  • થર્ડ-પાર્ટી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ - આ પૉલિસી ઇન્સ્યોર્ડ વાહનને કારણે થર્ડ-પાર્ટીની મિલકત અથવા વાહનને થતાં નુકસાન અથવા ખોટ, થર્ડ-પાર્ટીની વ્યક્તિને ઈજા કે મૃત્યુને કારણે થતી નાણાકીય જવાબદારીઓને કવર કરે છે.
  • કોમ્પ્રિહેન્સીવ ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ - આ વીમા કવર, થર્ડ-પાર્ટીની જવાબદારી ઉપરાંત, અકસ્માત, કુદરતી આફત વગેરેને કારણે તમારા પોતાના વાહનને થયેલાં નુકસાનથી થતી નાણાકીય જવાબદારીઓને પણ કવર કરે છે.

જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું TVS ટુ-વ્હીલર ખરીદ્યું હોય તો તમે પોતાના નુકસાનના કવરની પસંદગી પણ કરી શકો છો. આ કવર તમને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટેના કવરેજ સિવાય કોમ્પ્રિહેન્સીવ પૉલિસીના લાભો પ્રદાન કરશે. જો તમારી પાસે હાલમાં થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ કવર હોય તો તેને એકલ કવર તરીકે ખરીદી શકાય છે. 

3. ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સાથે ઝડપી અને સરળ ક્લેઇમની પતાવટ - સામાન્ય રીતે, તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી સામે ક્લેઇમ રજૂ કર્યા પછી, કંપનીના પ્રતિનિધિને તમારી બાઇકનું નિરીક્ષણ કરવા અને તમારા ક્લેઇમની ચકાસણી કરવા માટે મોકલવામાં આવે છે. પરંતુ ડિજીટ સાથે, તમે સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાના લાભો મેળવી શકો છો. આનાથી તમને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની તક મળે છે અને વિસ્તૃત પેપરવર્કમાંથી પસાર થવાની મુશ્કેલીઓને ઘટાડે છે.

તેમની ઑનલાઈન પ્રક્રિયા સાથે, ડિજિટે તેમના ક્લેઇમના સેટલમેન્ટની પ્રક્રિયાને ઘણી હદ સુધી સુવ્યવસ્થિત કરી છે. કંપની તમારા ક્લેઇમની પતાવટ કરવા માટે માત્ર થોડા દિવસો જ લે છે, જે દેશના ઘણા અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા લેવામાં આવતાં સમય કરતાં નોંધપાત્ર રીતે ટૂંકો સમયગાળો છે.

વધુમાં, કંપની પાસે ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો છે જે તમારા ક્લેઇમને નકારી કાઢવાની શક્યતાઓને ઘટાડે છે. 

4. ઇન્સ્યોરન્સ ખરીદવાની અને રિન્યૂ કરવાની સરળ પ્રક્રિયા - જો તમે તમારા TVS ટૂ-વ્હીલર અથવા TVS સ્કૂટી ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ માટે ઓનલાઈન શોધ કરી રહ્યાં છો, તો આ પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે ડિજિટથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. તમે ઇન્સ્યોરન્સ પૉલિસીની મુશ્કેલી-મુક્ત ખરીદી અને રિન્યૂઅલનો લાભ લઈ શકો છો. એ ઉપરાંત, તમે તમારી અગાઉની પૉલિસીમાંથી મળેલાં નો ક્લેઇમ બોનસને પણ આગળ લઈ જઈ શકો છો અને તમારી પ્રીમિયમની ચુકવણી પર ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો. 

5. ઉચ્ચ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ - અમે પહેલેથી જ IDV વિશે ચર્ચા કરી છે. તેથી, તમારા TVS બાઇક ઇન્સ્યોરન્સનો લાભ લેતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તમારું પ્રાથમિક ધ્યેય ઉચ્ચ IDV શોધવાનું હોવું જોઈએ, જેથી તમારી બાઇકને સંપૂર્ણ નુકસાન અથવા ખોટ થવાના કિસ્સામાં મહત્તમ લાભોનો ફાયદો મળે. ડિજિટ તમને તમારી જરૂરિયાતો અનુસાર તમારા ટૂ-વ્હીલર માટે IDV કસ્ટમાઇઝ કરવાની તક આપે છે. 

6. એડ-ઑન કવરની વિવિધતા - ડિજીટ TVS ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી અનેક એવા એડ-ઑન ઓફર કરે છે જે તમારી બાઇક માટે મહત્તમ સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે. તમારી TVS બાઇક માટે તમે જે એડ-ઑનનો લાભ લઈ શકો છો તેમાં આનો સમાવેશ થાય છે -

  • ઝિરો ડેપ્રિસિએશન કવર.
  • એન્જીન અને ગિયર પ્રોટેક્શન કવર.
  • રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર.
  • બ્રેડડાઉન આસિસ્ટન્સ.
  • કન્ઝ્યુમેબલ કવર

આ એડ-ઑન મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારી બાઇક/સ્કૂટી માટે અદ્યતન સુરક્ષા મેળવવા દે છે.

 

7. 24x7 ગ્રાહક સેવા - ડિજિટની ટીમ તમને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે અથાક રીતે કામ કરે છે. એટલા માટે તમે તેમની ગ્રાહક સેવાને ગમે ત્યારે, તમારી અનુકૂળતા મુજબ કૉલ કરી શકો છો - રાષ્ટ્રીય રજાઓ પર પણ!

તો હવે તમે તૈયાર છો!

સસ્તું પ્રીમિયમ અને આકર્ષક એડ-ઑન ઓફરિંગ સાથે, ડિજીટ ઈન્સ્યોરન્સ તમને તમારી TVS બાઇક, સ્કૂટર અથવા મોપેડ માટે સર્વાંગી સુરક્ષા પ્રદાન કરી શકે છે!

શું તમે ઇન્સ્યોરન્સ કવર મેળવવા વિશે હજુ પણ અનિર્ણાયક છો?

ચાલો અમે તમને તમારી TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી માટે તમારા પ્રીમિયમની ચુકવણીને કેવી રીતે ઘટાડી શકો તે વિશેનું થોડું રહસ્ય જણાવીએ.

તમે તમારી TVS ઇન્સ્યોરન્સ પૉલિસી માટેનું પ્રીમિયમ કઈ રીતે ઘટાડી શકો છો?

તમારી TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી માટેનું પ્રીમિયમ ઘટાડવા માટે તમે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે:

  • તમે સ્વૈચ્છિક રીતે એવી ડિડક્ટિબલ પસંદ કરી શકો છો કે જેને  તમારે ક્લેઇમના સેટલમેન્ટ દરમિયાન તમારા વાહનની મરમ્મતના ખર્ચના એક ભાગ તરીકે ચૂકવવી પડશે.
  • તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ઍડ-ઑન કવર પસંદ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમે મેળવતા દરેક ઍડ-ઑન માટે તમારે નજીવી ઊંચી પ્રીમિયમની રકમ ચૂકવવાની જરૂર પડશે.
  • તમારી ઇન્સ્યોરન્સ કંપનીની નો ક્લેઇમ બોનસની નીતિને તપાસો અને જાણો કે શું તમે તેનાથી મહત્તમ લાભ મેળવી શકો છો કે નહીં.
  • તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીને સીધી વીમા કંપની પાસેથી ખરીદો. જો તમે એજન્ટ અથવા બ્રોકરની સેવાઓનો લાભ લો છો, તો તમારે તેમની સેવાઓ માટે વધારાની ફી ચૂકવવી પડશે. આનાથી તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી પર ખર્ચો છો તે રકમ આપમેળે વધી જશે.

આવી કેટલીક સલાહને ધ્યાનમાં રાખીને, તમે ખાતરી કરી શકો છો કે તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માટેની પ્રીમિયમની ચૂકવણીઓ પર બચત કરો છો.

તેથી, તમે તમારી TVS બાઇક અથવા સ્કૂટર માટે ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાના દરેક પાસાં વિશે જાણી લીધાં બાદ,  ઉતાવળ કરો અને આજે જ તમારા વાહનનો ઇન્સ્યોરન્સ કરાવો!

TVS ટૂ વ્હીલર ઑનલાઇન ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું હું મારી TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યૂ કરી શકું?

હા, તમે તમારી TVS બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીનું ઑનલાઈન રિન્યૂઅલ કરી શકો છો. જો કે, તે નિર્ણાયક છે કે તમે તમારી વર્તમાન પોલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં જ તેને રિન્યૂ કરો જેથી તમને તેમાંથી નો ક્લેઇમ બોનસ મળવાનું સુનિશ્ચિત થાય.

જો હું મારા ઇન્સ્યોરન્સ પ્રદાતાને બદલવાનું પસંદ કરું તો શું હું મારા TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પર નો ક્લેઇમ બોનસ મેળવી શકું

હા, જો તમે તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતાને બદલવાનું પસંદ કરો છો તો પણ તમે તમારા TVS ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પર નો ક્લેઇમ બોનસ મેળવી શકો છો.

મારી TVS બાઇકની ઇન્સ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરાવવા માટે મારે કઈ વિગતો આપવાની જરૂર પડશે?

તમારી TVS બાઇકની ઇન્સ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરાવવા માટે, તમારે નીચેની વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે -

  • વાહન નોંધણી નંબર.

  • વાહન ખરીદવાની તારીખ અને સ્થળ.

  • તમારું નામ.

  • તમારું સરનામું અને સંપર્ક વિગતો.

  • તમારા TVS ટુ-વ્હીલરનું મોડલ અને તેની ઉત્પાદન તારીખ.