વર્ષ 2013 માં ટીવીએસ જ્યુપીટર લોન્ચ કર્યું હતું. માત્ર સાત વર્ષમાં ભારતનાં સ્કૂટર માર્કેટ પર ટીવીએસ જ્યુપીટરએ ઘણી સારી લોકપ્રિયતા મેળવી છે. વેચાણની બાબતમાં દર વર્ષે આ મોડલ સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે.
ટીવીએસ જ્યુપીટર વિષે આ રસપ્રદ વાતો તમારે અવશ્ય જાણવી જોઈએ:
સિંગલ 110 cc સિલિન્ડર ધરાવતું ટીવીએસ જ્યુપીટર ફોર સ્ટ્રોક એન્જિન ધરાવે છે. ભારતમાં કોઈ પણ વાજબી વાહનો માટે માઇલેજ અથવા ફ્યુઅલ એફિશિયન્સી સૌથી મહત્વનું પરિબળ છે. સદભાગ્યે ટીવીએસ જ્યુપીટર 49 કિમી પર લિટરની માઇલેજ આપે છે. બેસ્ટ ઈન ક્લાસ મોડલ 62 kmpl જેટલી માઇલેજ આપે છે.
આંતરિક ફીચર્સ સિવાય બાહ્ય બોડીની ક્વોલિટી પણ ખૂબ જ પ્રભાવશાળી છે. ઘણી સાદી હોવા છતાં ડિઝાઇન ખૂબ આકર્ષક લાગે છે. વધુમાં, બોડીનું મટિરિયલ નાના-મોટા ગોબા વગર સુરક્ષિત રાખવા સક્ષમ છે.
અત્યાર સુધીમાં મળેલા અઢળક એવોર્ડસથી ગ્રાહકોને આ સ્કૂટરની લોકપ્રિયતાની સાબિતી મળે છે. 2014 માં ટીવીએસ જ્યુપીટર NDTV કાર અને બાઇક એવોર્ડસમાં વ્યૂઅર્સ ચોઈસ ટૂ-વ્હીલર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ સ્કૂટર હતું.
વધુમાં, અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએથી પાંચવાર સ્કૂટર ઓફ ધ યર ઍવોર્ડ મળ્યો છે.
હવે તમે સમજી શકો છો કેટીવીએસ જ્યુપીટરના માલિક હોવું એ એક ગર્વની બાબત છે! તેથી, તમારે વાહનમાં કરેલા આ રોકાણની અવશ્ય કાળજી રાખવી જોઈએ.
અકસ્માતના કિસ્સામાં તમારા સ્કૂટરને તેમજ અન્ય પાર્ટીને થયેલા નુકસાન સામે આર્થિક રાહત મેળવવા માટે જ્યુપીટર ઈન્સ્યોરન્સ એ એકમાત્ર ઉપાય છે.
આવી પોલિસીની કિંમત એન્જિન કેપેસિટી, ઉંમર અને અન્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે. ઉપરાંત, ઇન્સ્યોરર એ પણ ચકાસે છે કે તમારા સ્કૂટરનું મોડલ અપડેટેડ સેફટી અને સિક્યોરીટી સ્પેસિફિકેશન ધરાવે છે કે નહીં?
શું તમે શ્રેષ્ઠ ઈન્સ્યોરન્સ પ્રોવાઇડર વિષે અવઢવમાં છો? એકવાર ડિજીટને ચાન્સ આપી જોવો!