નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ કિંમત તરત જ તપાસો

Third-party premium has changed from 1st June. Renew now

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

2005માં સ્થપાયેલ, નિસાન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ભારતની અગ્રણી ઓટોમેકર્સમાંની એક બની ગઈ છે. મેગ્નાઈટ એ નિસાન ગ્રુપની સૌથી નાની સબકોમ્પેક્ટ ક્રોસઓવર એસયુવી છે . 2020માં લોન્ચ કરાયેલ નિસાન મેગ્નાઇટે ASEAN NCAP પાસેથી 4-સ્ટાર રેટિંગ મેળવીને ભારતીય ઓટો માર્કેટમાં તોફાન મચાવ્યું હતુ.

મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ, દરેક વાહન માલિકે તેમના વાહનની થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી અચૂક કરાવવી જોઈએ. તેથી જો તમે મેગ્નાઈટના માલિક છો તો તમારી પાસે થર્ડ-પાર્ટી અથવા પોતાની કારના નુકસાનને કારણે ભાવિ ખર્ચાઓથી દૂર રહેવા માટે સારી નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ .

તેને ધ્યાનમાં રાખીને, તમારે હંમેશા નિસાન મેગ્નાઈટ માટે ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ડિજિટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસે જવું જોઈએ.

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાનની પોલિસી)
સપ્ટેમ્બર-2021 14,271

**ડિસ્કલેમર - પ્રીમિયમની ગણતરી નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો CVT 999.0 માટે કરવામાં આવી છે. GST બાકાત.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - સપ્ટેમ્બર, NCB - 0%, કોઈ એડ-ઓન નહિ, પોલિસી સમાપ્ત નથી થઈ, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

નિસાન મેગ્નાઈટ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટના નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સની કિંમત ઉપરાંત, તમારે ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરતા પહેલા અન્ય ઘણા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. ડિજિટ અનેક ફાયદો આપે છે, જે તેને નિસાન કારના માલિકો માટે શ્રેષ્ઠ અને યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની પ્રથમ પસંદગી બનાવે છે.

  • ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ - ડિજિટ અત્યંત ઝડપી ક્લેમ સેટલમેન્ટ સર્વિસ આપે છે. તમે તેના સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ થકી ઘરે બેઠાં-બેઠાં જ તમારા ક્લેમનું સેટલમેન્ટ કરી શકો છો.
  • IDV કસ્ટમાઇઝેશન - ડિજિટ તમને મેગ્નાઇટ જેવી નિસાન કારના IDVને કસ્ટમાઇઝ કરવાની તક આપે છે . તેથી જો તમે ઓછું IDV પસંદ કરો છો, તો તમારું પ્રીમિયમ તે મુજબ ઘટશે.
  • કોઈ છુપા ચાર્જ નહિ - ડિજિટની વેબસાઈટ પર ઇન્સ્યોરન્સ પોલિસીઓ બ્રાઉઝ કરશો તો ડિજિટ સંપૂર્ણ પારદર્શિતાના અભિગમને અનુસરે છે. પરિણામે તમે જે પોલિસી ખરીદવા ઈચ્છો છો તેના માટે જ તમે ચૂકવણી કરો છો. તેવી જ રીતે તમે જે ચૂકવો છો તેના માટે તમને કવરેજ અને લાભો મળે છે.
  • અનુકૂળ ઓનલાઈન પ્રક્રિયા - ડિજિટ તમારો મેગ્નાઈટ ઇન્સ્યોરન્સ ખરીદવા અને ક્લેમ કરવા માટે સ્વ-સ્પષ્ટીકરણની ઓનલાઈન પ્રક્રિયા પ્રદાન કરે છે. તમે તમારી મનગમતી, આવશ્યક, યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો અને તમારા ક્લેમ માટેના ડોક્યુમેન્ટ સીધા તમારા સ્માર્ટફોનમાંથી અમુક સરળ સ્ટેપમાં જ અપલોડ કરી શકો છો.
  • ઇન્સ્યોરન્સ પોલિસી વિકલ્પો - ડિજિટ તમામ આવશ્યક પોલિસી વિગતો સાથે બંને, કોમ્પ્રિહેન્સિવ પોલિસી તેમજ થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી ઓફર કરે છે. તેથી તમને યોગ્ય લાગે તેમ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવા માટે તમે સ્વતંત્ર છો.
  • વિશાળ ગેરેજ નેટવર્ક - ડિજિટે સમગ્ર ભારતમાં 6000+ ગેરેજના વિશાળ નેટવર્ક સાથે જોડાણ કર્યું છે જેથી તમે અકસ્માતમાં ફસાઈ જાઓ તો તમારા નિસાન મેગ્નાઈટ માટે કેશલેસ રિપેરિંગની ઓફર કરે છે.
  • એડ-ઓન કવર પોલિસી - ડિજિટ તમને છ અનુકૂળ એડ-ઓન પોલિસી ઓફર કરે છે.
  1. પેસેન્જર કવર
  2. રિટર્ન ટુ ઇનવોઇસ કવર
  3. એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન
  4. ઝીરો-ડેપ્રિસિયેશન કવર
  5. કન્ઝયુમેબલ કવર
  6. ટાયર પ્રોટેક્ટ કવર

ચોક્કસ કારણ માટે નાણાકીય કવરેજ સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિ તેમની કોમ્પ્રિહેન્સિવ પોલિસી ઉપરાંત આમાંથી એક અથવા વધુ ઇન્સ્યોરન્સ પ્લાન ભેળવી શકે છે.

  • વિશ્વસનીય ગ્રાહક સેવા - ડિજિટની વિશ્વસનીય 24x7 ગ્રાહક સંભાળ સેવા તમારા નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ અંગે ચોવીસ કલાક સહાય પહોંચાડે છે.
  • પિક-અપ અને ડ્રોપ સગવડ - વધુમાં, જો તમે રસ્તા પર અકસ્માતનો ભોગ બનો છો તો નુકસાનના રિપેરકામ માટે ડિજિટના ગેરેજ ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપની સુવિધા આપે છે.

ડિજિટ તમને નાના ક્લેમને ટાળીને અને વધુ કપાતપાત્ર વિકલ્પ પસંદ કરીને તમારું પ્રીમિયમ ઘટાડવાનો વિકલ્પ આપે છે. જોકે, તમારે ઓછા પ્રીમિયમ માટે તમને મળતા ફાયદાઓનું સેટલમેન્ટ પણ ન કરવું જોઈએ.

તેથી, તમે તમારા નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ માહિતી મેળવવા માટે ડિજિટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

તમારી જાતને નાણાકીય તાણમાંથી મુક્ત રહેવા માટે નિસાન મેગ્નાઈટ ઇન્સ્યોરન્સનો ખર્ચ સહન કરવો નિઃશંકપણે દંડ અને ભવિષ્યમાં નુકસાનીના રિપેરિંગને કારણે થતી ખોટ કરતાં વધુ સારી પસંદગી છે. એક સારી સર્વાંગી ફાયદાઓ કવર કરતી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સંખ્યાબંધ લાભો આપે છે -

  • પોતાના નુકસાનથી રક્ષણ - તમારી કાર કુદરતી અથવા કૃત્રિમ આફતો દરમિયાન કેટલાક વ્યાપક નુકસાનમાંથી પસાર થઈ શકે છે. અહીં, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવાવાથી મોટા પ્રમાણના નુકસાનના રિપેરિંગ ખર્ચ સામે નાણાકીય કવરેજ મળી શકે છે.
  • દંડ/સજાથી રક્ષણ - મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ તમે જે વાહન ચલાવો છો તેનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે. નહિંતર, તમારે તમારા પ્રથમ ગુના પર ₹2,000 અને પુનરાવર્તિતિ ગુના માટે ₹4,000 નો દંડ ચૂકવવો પડશે. તેના કારણે લાયસન્સ પણ રદ પણ થઈ શકે છે.
  • પર્સનલ એક્સિડન્ટ કવર - IRDAI (ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા જણાવ્યા મુજબ, પર્સનલ એક્સિડન્ટ કવર ફરજિયાત છે અને આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં કવરેજ પૂરું પાડે છે.
  • નો ક્લેમ બોનસ ફાયદા- વધુમાં, ઇન્સ્યોરન્સદાતા દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે બોનસ ઓફર કરે છે, જે રિન્યૂઅલ સમયે તમારૂં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડે છે. પરિણામે, તમે તમારા નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ પર આ નો-ક્લેઈમ બોનસ લાભોનો આનંદ માણી શકો છો.
  • થર્ડ-પાર્ટીના નુકસાનથી રક્ષણ - અકસ્માતની ઘટનામાં, તમે તમારા નિસાન મેગ્નાઈટ દ્વારા થર્ડ-પાર્ટીના નુકસાનની ચૂકવણી કરવા માટે જવાબદાર છો. આવા સંજોગોમાં તમારો થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ વિશાળ થર્ડ-પાર્ટી ક્લેમને આવરી લે છે. એક સારો નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ અથડામણ કે અકસ્માતને કારણે ઉદ્ભવતા તમામ મુકદ્દમા/કેસોને પણ મેનેજ કરી શકે છે.

આવા આકર્ષક લાભોને ધ્યાનમાં લેતા, ભાવિ દંડ અને નુકસાનના ખર્ચને ટાળવા માટે નિસાન મેગ્નાઈટ ઇન્સ્યોરન્સ માટે તાત્કાલિક જ ચૂકવણી કરીને કવરેજ મેળવવું વધુ તાર્કિક લાગે છે.

આ સંદર્ભમાં, તમારી કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા માટે ડિજિટ એક વિશ્વસનીય વિકલ્પ સાબિત થઈ શકે છે.

નિસાન મેગ્નાઈટ વિશે વધુ

તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને સેફ્ટી ફિચર્સને લીધે, નિસાન મેગ્નાઇટ BBC ટોપ ગિયર ઇન્ડિયા મેગેઝિન એવોર્ડ્સ 2021માં કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ કાર વિશે અહીં કેટલીક રસપ્રદ તથ્યો રજૂ કરીએ છે -

  • નિસાન મેગ્નાઈટમાં 17.7થી 19.42 kmplની માઈલેજ સાથે 999cc પેટ્રોલ એન્જિન છે.
  • તે ડ્યુઅલ એરબેગ્સ, EBD અને ABS અને અન્ય સેફ્ટી ફિચર્સ સાથે આવે છે.
  • નિસાન મેગ્નાઈટ આઠ કલર વેરિઅન્ટમાં આવે છે - ચાર સિંગલ પેઈન્ટ અને ચાર ડ્યુઅલ-ટોન.
  • વૈકલ્પિક ટેક પેકમાં JBL સાઉન્ડ સિસ્ટમ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જિંગ પેડ અને અન્ય ત્રણ ફીચર્સનો સમાવેશ થાય છે.
  • નિસાન મેગ્નાઈટ મુખ્ય ત્રણ મોડલ વેરિઅન્ટમાં XE, XL અને XVમાં આવે છે, જેમાંથી તમે તમારા માટે યોગ્ય પસંદ કરી શકો છો.

નિસાન કાર તેના મજબૂત બિલ્ડઅપ અને સેફ્ટી ફિચર્સ માટે જાણીતી છે. એવું કહેવામાં આવે છે કે, તમારે કારને નુકસાન પહોંચાડી શકે તેવી કમનસીબ શક્યતાઓને ક્યારેય નકારી કાઢવી જોઈએ નહીં. આવા કિસ્સાઓમાં, માન્ય ઇન્સ્યોરન્સ પોલિસી નુકસાનીના ખર્ચને સંભાળવામાં નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.

તેથી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસેથી નિસાન મેગ્નાઈટ માટે કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ અથવા ખરીદવો અતિમહત્વપૂર્ણ છે .

નિસાન મેગ્નાઈટ - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
નિસાન મેગ્નાઈટ XE પેટ્રોલ, મેન્યુઅલ ₹5.59 લાખ
નિસાન મેગ્નાઈટ એક્સએલ પેટ્રોલ, મેન્યુઅલ ₹6.32 લાખ
નિસાન મેગ્નાઈટ XV પેટ્રોલ, મેન્યુઅલ ₹6.99 લાખ
નિસાન મેગ્નાઈટ XV ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ ₹7.15 લાખ
નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ ₹7.49 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ પેટ્રોલ, મેન્યુઅલ ₹7.68 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ ₹7.84 લાખ
નિસાન મેગ્નાઈટ XV ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ ₹8.09 લાખ
નિસાન મેગ્નાઈટ XV ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ ₹8.25 લાખ
નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹8.39 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) પેટ્રોલ, મેન્યુઅલ ₹8.85 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ ₹8.89 લાખ
નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹8.99 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ ₹8.99 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ ₹9.05 લાખ
નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹9.15 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹9.74 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹9.75 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹9.89 લાખ
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) ₹9.90 લાખ

ભારતમાં નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે તમારે શું જોવું જોઈએ?

વિશ્વસનીય ઇન્શ્યુર્ર પાસેથી નિસાન મેગ્નાઈટ ઇન્સ્યોરન્સ કવર ખરીદતી વખતે મૂલ્યાંકન કરવાના કેટલાક પરિબળો છે:

  • યોગ્ય IDV
  • ક્લેમ પ્રોસેસ
  • ઇન્શ્યુર્રનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો
  • સર્વિસ ફાયદાઓ, વગેરે.

ક્લેમ દરમિયાન નિસાનના કાર પાર્ટ્સનો ડેપ્રિસિયેશન ખર્ચ કેવી રીતે ટાળવો?

તમે સંપૂર્ણ કવરેજ મેળવી શકો છો અને ડિજિટની ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઓન પોલિસી સાથે ક્ષતિગ્રસ્ત નિસાન કાર પાર્ટ્સના ડેપ્રિસિયેશન ખર્ચને ટાળી શકો છો.