રેનોલ્ટ ક્વિડ કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા કેટલાક પરિબળોનું વિશ્લેષણ કરવું જોઈએ. ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પોષાય તેવી રેનોલ્ટ ક્વિડ ઇન્સ્યોરન્સ કિંમત પર વાહનની ઇન્સ્યોરન્સ પોલિસી ઑફર કરે છે. ડિજીટ તેના ગ્રાહકોને શું ઓફર કરે છે તે જાણવા વાંચતા રહો -
1. ઇન્સ્યોરન્સ પોલિસીની વિશાળ રેંજ
રેનોલ્ટ ક્વિડ માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવા માંગતા વાહન માલિકોને ડિજીટ બે ઇન્સ્યોરન્સ પોલિસી વિકલ્પો પ્રદાન કરે છે. આમાં શામેલ છે:
● થર્ડ-પાર્ટી પોલિસી - 1988ના મોટર વ્હીકલ એક્ટ મુજબ, દરેક કાર માલિકે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી ફરજિયાત છે. આ પોલિસી હેઠળ, જ્યારે તેમની કાર કોઈ થર્ડ પાર્ટી, મિલકત અથવા વાહનને નુકસાન પહોંચાડે છે ત્યારે વાહન માલિક કોઈપણ થર્ડ પાર્ટીની લાયબિલીટીથી સુરક્ષિત રહે છે. વધુમાં, ડિજીટ મુકદ્દમાના મુદ્દાઓ, જો કોઈ હોય તો તેનું નિરાકરણ પણ લાવે છે.
● કોમ્પ્રીહેન્સીવ પોલિસી - ડિજીટની કોમ્પ્રીહેન્સીવ ક્વિડ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવતી વ્યક્તિઓ થર્ડ પાર્ટી અને પોતાના નુકસાનથી સુરક્ષિત રહે છે. વધુમાં, તેઓ તેમની પોલિસી પ્રિમીયમ સાથે નજીવી કિંમતે ઘણી વધારાની સુવિધાઓ પસંદ કરી શકે છે.
2. ગેરેજનું વિશાળ નેટવર્ક
ડિજીટ સમગ્ર દેશમાં અસંખ્ય નેટવર્ક ગેરેજ સાથે જોડાણ ધરાવે છે. તેથી જો તમે વાહન સંબંધિત કોઈપણ સમસ્યા સાથે રસ્તા પર અટવાઈ જાઓ છો, તો તમને હંમેશા તમારી આસપાસના વિસ્તારમાં નેટવર્ક ગેરેજ મળશે. આ નેટવર્ક ગેરેજ અથવા વર્કશોપની મુલાકાત લો અને કેશલેસ રિપેરિંગ અને સર્વિસિંગનો લાભ લો. ડિજીટ તમારા વતી ચાર્જીસ ચૂકવશે.
3. 24x7 ગ્રાહક સપોર્ટ
ડિજીટ પાસે પ્રતિભાવશીલ ગ્રાહક સપોર્ટ ટીમ છે. આ ટીમ 24x7 કામ કરે છે, રાષ્ટ્રીય રજાઓ પર પણ, કોઈપણ ઇન્સ્યોરન્સ અથવા વાહન સંબંધિત સમસ્યાનો સામનો કરી રહેલા કોઈપણને મદદ કરવા માટે. 1800 258 5956 ડાયલ કરો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો.
4. ક્લેમ ફાઇલ કરવાની સરળ પ્રક્રિયા
ડિજીટ સાથે, સમય માંગી લેતી અને ક્લેમ ફાઇલ કરવાની મુશ્કેલ પ્રક્રિયામાં ઘટાડો કરો. તમે આ ત્રણ સ્ટેપ્સને અનુસરીને તમારી રેનોલ્ટ ક્વિડ કાર ઇન્સ્યોરન્સ પોલિસી સામે ક્લેમ ફાઇલ કરી શકો છો -
સ્ટેપ 1: સ્વ-નિરીક્ષણ લિંક મેળવવા માટે તમારા નોંધાયેલા સંપર્ક નંબર પરથી 1800 258 5956 ડાયલ કરો.
સ્ટેપ 2: સ્વ-નિરીક્ષણ લિંક પર ક્લિક કરો અને ડેમેજ થયેલા વાહનના ફોટા અપલોડ કરો.
સ્ટેપ 3: રિપેરનો મોડ પસંદ કરો – “કેશલેસ” અથવા “રિઈમ્બર્સમેન્ટ”.
5. અનેક વધારાના લાભો
રેનોલ્ડ ક્વિડ માટે ડિજીટનો કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ ધરાવતા લોકો વધારાના ચાર્જીસ સામે તેમની પોલિસી પ્રિમીયમ સાથે ઘણી વધારાની સુવિધાઓ મેળવી શકે છે. આમાંના કેટલાક એડ-ઓન્સનો સમાવેશ થાય છે -
● કન્ઝયુમેબલ કવરેજ
● રોડસાઇડ સહાય
● એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર
● ટાયર પ્રોટેક્શન કવર
● ઝીરો ડેપ્રીસીએશન કવર
6. ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ કસ્ટમાઇઝેશન
ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) તમારી કારની વર્તમાન બજાર કિંમત નક્કી કરે છે. ડિજીટ તેના ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર તેમના વાહનના IDVને વધારવા અથવા ઘટાડવાનો લાભ પ્રદાન કરે છે. ઉચ્ચ IDV એટલે કે તમારી કાર ચોરાઈ જાય અથવા આગ લાગે તેવી ઘટનામાં વધુ વળતરની રકમ અને નીચા IDVનો અર્થ થાય છે પોલિસી પ્રીમિયમમાં ઘટાડો.
7. ઓનલાઈન ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ અને સેવાઓ
તમે ડિજીટની ઓફિસિયલ વેબસાઇટ પર તમામ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ અને સેવાઓ શોધી શકો છો. તેથી જો તમે રેનોલ્ટ ક્વિડ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ શોધી રહ્યાં છો, તો ઓફિસિયલ પોર્ટલમાં યોગ્ય વિકલ્પ પર ક્લિક કરો.
વધુમાં, તમે ડિજીટની ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સુવિધા પસંદ કરી શકો છો. એકવાર તમે આ સેવા પસંદ કરી લો, પછી તમારું વાહન તમારા ઘરેથી લઈને અને રિપેર માટે નેટવર્ક ગેરેજમાં લઈ જવામાં આવશે. એકવાર જરૂરી રિપેરિંગ પૂર્ણ થઈ જાય, ડિજીટની ટેકનિશિયનોની ટીમ કારને તમારા ઘરે પાછી પહોંચાડશે. આ સુવિધા એવા કિસ્સાઓમાં પૂરી પાડવામાં આવે છે જ્યાં તમારું વાહન ચલાવવા યોગ્ય સ્થિતિમાં ન હોય.
તેથી, તમારા રેનોલ્ટ ક્વિડ કાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની પસંદગી કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખો.