મળતા લાભોને ધ્યાનમાં લીધા વિના જ માત્ર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાથી તમને પાછળથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે તમારા ટોયોટા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ લેવા માટે ટોચની ઇન્સ્યોરન્સ કંપનીઓમાં જવા ઈચ્છશો. તમારી માંગ પણ વ્યાજબી છે કારણકે મોંઘા મોડલ માટે શ્રેષ્ઠ પોલિસી આવશ્યક છે.
આ રીતે, તમે ખાતરી કરી શકો છો કે તમે તમારા લાભો અને ROIને વધારવા માટે તમારી ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શ્રેષ્ઠ સર્વિસોનો લાભ લો છો. આ સંદર્ભમાં તમારી આવશ્યકતાઓને અસરકારક રીતે પૂરી કરવા માટે ડિજિટ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ચાલો કેટલીક વિશેષતાઓ પર એક નજર કરીએ, જે અમને તમારા ટોયોટા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ લેવા માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે:
ત્વરિત ક્લેમ સેટલમેન્ટ - એક ઉત્તમ ઇન્સ્યોરન્સ કંપનીની ઓળખ તે કેટલી સરળતાથી ક્લેમ સેટલમેન્ટ કરી શકે છે તેના પર આધારિત છે. અમે સમજીએ છીએ કે અકસ્માત કે અન્ય કિસ્સામાં કોઈપણ મોટો ખર્ચ કોઈપણ વ્યક્તિ માટે મોટો આંચકો હોઈ શકે છે તેથી જ અમે ક્લેમને વહેલામાં વહેલી તકે સેટલ કરીને આપની આવી ચિંતાઓને હળવી કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમે નિશ્ચિંત રહી શકો છો કે તમારી ડિજિટ ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સામેના તમારા ક્લેમ સબમિટ કરતાની સાથે જ તેનું નિરાકરણ આવશે.
100% ડિજિટલ પ્રોસેસ - ડિજિટ સાથે, તમે વ્યક્તિગત રીતે ક્લેમ કરવાની કંટાળાજનક પ્રક્રિયાને દૂર કરી શકો છો. અમારી ક્લેમ પ્રોસેસ સંપૂર્ણ ડિજિટાઈઝ્ડ છે તેટલું જ નહિ પરંતુ તેનું સેટલમેન્ટ પણ ઓનલાઈન જ થશે; તમારા ટોયોટા ફોર્ચ્યુનરનું ઈન્સપેક્શન પણ ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. આનાથી વધુ શું જોઈએ. જોકે સવાલ થશે કે કેવી રીતે માત્ર ઓનલાઈન જ? જવાબ છે તમારે ફક્ત તમારી ફોર્ચ્યુનરને કે તમારી કાર વડે થયેલા નુકસાનની ઈમેજ સ્માર્ટફોનની મદદથી અમારી મોકલેલ લિંક પર અપલોડ કરવાના રહેશે અને બસ! પછી અમારી ટીમ તે ઈમેજ ચકાસશે અને તે મુજબ તમારી ટોયોટા ફોર્ચ્યુનર કાર ઇન્સ્યોરન્સ પોલિસી સામેના ક્લેમનું સેટલમેન્ટ કરશે.
નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી - ડિજિટની ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, તમે સમગ્ર ભારતમાં 1400થી વધુ ગેરેજમાં કેશલેસ રિપેરનો લાભ લઈ શકો છો. તેથી, આવતી વખતે જ્યારે તમારા ફોર્ચ્યુનરને અકસ્માતને કારણે રિપેર અથવા પાર્ટ રિપ્લેસમેન્ટની જરૂર હોય, ત્યારે તમે મુશ્કેલી-મુક્ત અને ઝડપી-ઓનટ્રેક સહાય માટે તમારી કારને અમારા નજીકના નેટવર્ક ગેરેજમાં લઈ જઈ શકો છો.
કસ્ટમાઇઝ કરવા યોગ્ય IDV - સામાન્ય રીતે, અમે જો તમારી કાર ચોરાઈ જાય અથવા રિપેરિંગ શક્ય ન હોય તે પ્રકારનું નુકસાન થાય તો મેન્યુફેકચર્રની લિસ્ટેડ કિંમતમાંથી ડેપ્રિસિયેશન/અવમૂલ્યન બાદ કરીને અમે વળતર આપીએ છીએ અર્થાત તામરી કારની IDVની ગણતરી અમે કરીએ છીએ પરંતુ, તેનો અર્થ એ નથી કે આજ આંકડો અને રીત પથ્થરની લકીર છે. જો તમે ટોયોટા ફોર્ચ્યુનર માટે ઉંચી ઈન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ મેળવવા માંગતા હોવ તો અમે આ માંગને સમજીએ છીએ. એટલા માટે અમે તમને ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ કિંમતમાં થોડો ફેરફાર કરીને તમારા IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપીએ છીએ.
અઢળક એડ-ઓન - IDV જેમ ફિક્સડ અને નિર્ધારિત નથી નથી, તેવી જ રીતે અમારી ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ મળતું કવરેજ મર્યાદિત નથી. તમે હંમેશા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ખર્ચમાં થોડો વધારો કરીને એડ-ઓનની અમારી કોમ્પ્રિહેન્સિવ કેટેગરીમાંથી પસંદ કરીને વધારાના લાભો મેળવી શકો છો. અમે 7 અલગ-અલગ એડ-ઓન્સ ઓફર કરીએ છીએ, જેમ કે ટાયર પ્રોટેક્શન કવર , રિટર્ન ટૂ ઇન્વોઇસ કવર, ઝીરો ડેપ્રિસિયેશન કવર , રોડસાઇડ આસિસ્ટન્સ, કન્ઝયુમેબલ કવર વગેરે કવરેજ મેળવીને પોલિસીનો વ્યાપ વધારી શકો છો. દાખલા તરીકે, તમે વધારાના પોલિસીના ખર્ચને ધ્યાને રાખીને અમારા એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવરના એડ-ઓનનો લાભ લઈને તમારા ફોર્ચ્યુનરના એન્જિનનો ઇન્સ્યોરન્સ લેવા માગી શકો છો.
ડોરસ્ટેપ સર્વિસ- ડિજિટની ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, જો તમે અમારા કોઈપણ નેટવર્ક ગેરેજ પર તમારા વાહન માટે આકસ્મિક નુકસાનનું રિપેરિંગ કરાવવા માંગતા હોવ તો તમે ડોરસ્ટેપ પિક અપ એન્ડ ડ્રોપ સર્વિસનો લાભ લઈ શકો છો. તમારી ફોર્ચ્યુનરને તમારા ઘરેથી લેવામાં આવશે, રિપેર કરવામાં આવશે અને પછી તમને વહેલી તકે પરત પણ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, અમારા નેટવર્ક ગેરેજમાંથી સમારકામ પર 6 મહિનાની વોરંટી પણ ઓફર કરવામાં આવે છે.
રાઉન્ડ ધ ક્લોક ગ્રાહક સપોર્ટ - રાષ્ટ્રીય રજા હોય કે સપ્તાહનો કોઈ સામાન્ય દિવસ હોય અમારી ગ્રાહક સપોર્ટ ટીમ તમને હરહંમેશ 24 x 7 સહાય કરશે. તેથી જો તમારી પાસે ભારતમાં ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ કિંમત અથવા સંબંધિત કોઈપણ બાબત વિશે કોઈ પ્રશ્નો હોય કે પોલિસી બાદની કોઈ મૂંઝવણ કે આકસ્મિક જરૂરિયાત, અમારી સર્વિસ ટીમ આપની સેવામાં હાજર જ હશે!
ઉપરોક્ત જણાવેલા કારણોસર અને અદ્દભુત-આવશ્યક સેવાઓ માટે, ડિજિટ ઇન્શ્યોરન્સ તમારી ટોયોટા ફોર્ચ્યુનર ઇન્સ્યોરન્સ પોલિસી માટેનું સૌથી વધુ પસંદગીના સ્થળોમાંનું એક બની ગયું છે. તેથી વિલંબ કર્યા વિના આજે જ તમારા ફોર્ચ્યુનરનો ઇન્સ્યોરન્સ મેળવો!