ફોક્સવેગન એ જર્મન વ્હીકલ મેન્યુફેક્ચરર છે જેની સ્થાપના 1937 માં થઈ હતી અને તે 2016 અને 2017માં વિશ્વભરમાં વેચાણ દ્વારા સૌથી મોટા કાર મેકર છે. આ બ્રાન્ડની સંખ્યાબંધ A, B અને C-સેગમેન્ટ હેચબેક તેમજ એસયુવી ક્રોસઓવર છે જે 2019માં સૌથી વધુ વેચાતા મોડલ તરીકે સાબિત થઇ છે. તેની કારની વિવિધ રેંજ હોવાના કારણે અને અપડેટેડ ટેક્નોલોજીને કારણે, તેણે 2019 માં લગભગ 11 મિલિયન યુનિટ્સનું વેચાણ કર્યું.
વધુમાં, આ જર્મન-એન્જિનિયરવાળી કાર ભારતીય કોમ્યુટર માર્કેટમાં ઉપલબ્ધ છે જે ફોક્સવેગનની ભારતીય પેટાકંપનીને આભારી છે. ભારતમાં કેટલીક લોકપ્રિય ફોક્સવેગન કારમાં વેન્ટો, પોલો, પોલો જીટી વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર 2021 દરમિયાન, આ કંપની સમગ્ર ભારતમાં લગભગ 26,000 પેસેન્જર વ્હીકલનું વેચાણ કરવામાં સફળ રહી છે.
જો તમે આ વર્ષે ઉપરોક્ત મોડલમાંથી કોઈપણ ખરીદવાનો પ્લાન ઘડી રહ્યા હો, તો તમારે અકસ્માત દરમિયાન તેને થઈ શકે તેવા નુકસાનની જાણ હોવી જોઈએ. આને ધ્યાનમાં રાખીને, તમારે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફોક્સવેગન કારનો ઇન્સ્યોરન્સ લેવો આવશ્યક છે.
કાર ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતને કારણે થતા નોંધપાત્ર નુકસાનના કિસ્સામાં વધુ પડતા રિપેર ચાર્જને આવરી લે છે. આ અણધાર્યા ખર્ચાઓ વધારી શકે છે અને જેના કારણે તમારો નાણાકીય બોજ વધી શકે છે. આમ, ફોક્સવેગન કાર માટે ઇન્સ્યોરન્સ મેળવવાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડી શકાય છે અને ભવિષ્યના હેતુઓ માટે તમને ફંડ બચાવવામાં મદદ મળે છે.
વધુમાં, મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, દંડથી બચવા માટે ફોક્સવેગન માટે બેઝિક કાર ઇન્સ્યોરન્સ પ્લાન મેળવવો ફરજિયાત છે. બેઝિક ઇન્સ્યોરન્સ પ્લાન એ ફોક્સવેગન કાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે જે થર્ડ પાર્ટી વ્યક્તિ, મિલકત અથવા વાહનને થતા નુકસાનને આવરી લે છે. જો કે, તમે પોતાની કારના નુકસાન સામે વધારાનું કવરેજ મેળવવા માટે કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન પર વિચાર કરી શકો છો.
ભારતમાં કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી જરૂરિયાતોને અનુરૂપ અન્ય આકર્ષક ડીલ સાથે થર્ડ પાર્ટી અને કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. આ સંદર્ભે, ડિજીટ ઇન્સ્યોરન્સને તેના અનેક ફાયદાઓ જેવા કે સ્પર્ધાત્મક ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ કિંમત, ઓનલાઈન પ્રક્રિયાઓ, નેટવર્ક ગેરેજમાંથી કેશલેસ રિપેર અને અન્ય ઘણા ફાયદાઓના કારણે તમે લેવા માટે વિચારી શકો છો.
જો કે, તમારે મહત્તમ લાભો સાથે આવતો પ્લાન પસંદ કરતા પહેલા ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવી જોઈએ.