નિસાન કાર ઇન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

નિસાન કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો

નિસાન મોટર કોર્પોરેશન એક જાણીતી જાપાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદન કંપની છે, જેની સ્થાપના ડિસેમ્બર 1933માં થઈ હતી. 2013માં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી ઓટોમેકર હોવા સાથે તે એપ્રિલ 2018 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની સૌથી મોટી ઉત્પાદક બની હતી. કંપનીએ વિશ્વભરમાં ઓલ-ઇલેક્ટ્રિક વાહનોના 3,20,000 કરતાં વધુ યુનિટનું વેચાણ કર્યું હતું.

આ મેન્યુફેક્ચરિંગ કંપનીની ભારતીય પેટાકંપની, નિસાન મોટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. તેની હેચબેક, MUV, SUV અને સેડાનની શ્રેણીને કારણે તે ભારતીય ખરીદદારોની ઝડપથી મનપસંદ કાર ઉત્પાદક કંપની બની ગઈ.

વધુમાં, આ કંપની પાસે બે બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે - નિસાન અને ડેટસન. ભારતીય કોમ્યુટર માર્કેટમાં તાજેતરના કેટલાક મોડલ્સમાં નિસાન કિક્સ, નિસાન મેગ્નાઈટ, ડેટસન ગો, ડેટસન ગો+ અને ડેટસન રેડી-ગોનો સમાવેશ થાય છે.

નિસાનના તાજેતરના રિપોર્ટ મુજબ તેણે સમગ્ર ભારતમાં એપ્રિલ-ડિસેમ્બર 2021માં લગભગ 27,000 યુનિટનું વેચાણ કર્યું હતું. જો તમે નિસાન કારના માલિક છો અથવા આવનારા વર્ષમાં તેની કાર ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમારે અકસ્માત દરમિયાન તેના જોખમો અને નુકસાની વિશે જાગૃત રહેવું જોઈએ. આવા નુકસાનનું રિપેરિંગ તમારૂં નસીબ બગાડી શકે છે અને તમારા નાણાકીય બોજમાં વધારો કરી શકે છે.

જોકે, તમે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી નિસાન કાર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો અને આવા ખર્ચ માટે કવરેજ મેળવી શકો છો. ભારતમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી નિસાન કાર માટે થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી બંને ઓફર કરે છે.

મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ થર્ડ-પાર્ટી લાયાબિલિટી સાથે ટ્રાફિક દંડથી બચવા માટે નિસાન કાર માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. તેમ છતાં એક સારી સંપૂર્ણ બહુઆયામી, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવો વ્યવહારુ છે. તે પોતાની કાર અને થર્ડ-પાર્ટી નુકસાન બંનેને આવરી લે છે.

આ સંદર્ભે તમે નિસાન કારનો ઓનલાઈન ઇન્સ્યોરન્સ મેળવવા માટે ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પસંદ કરી શકો છો. આ ઇન્સ્યોરન્સ પ્રદાતા ક્લેમની સરળ પ્રક્રિયા, નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી, કેશલેસ રિપેરિંગ સહિતના ઘણા લાભો સાથે આવે છે. વધુમાં, તે એક સસ્તી નિસાન કાર ઇન્સ્યોરન્સ કિંમત ઓફર કરે છે, જે નાણાકીય જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે.

આમ, નિસાન માટે કાર ઇન્સ્યોરન્સ મેળવતા પહેલા, તમે ડિજિટને ધ્યાનમાં લઈ શકો છો અને તમારા લાભોને મહત્તમ કરી શકો છો.

નિસાન કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

શું આવરી લેવામાં આવતું નથી

તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટે પોતાનું નુકસાન

થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

નશામાં અથવા લાયસન્સ વિના ડ્રાઇવિંગ

તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વિના ડ્રાઇવિંગ

તમારી પાસે શીખનારનું લાઇસન્સ એટલેકે લર્નિંગ લાઈસન્સ છે અને તમે આગળની પેસેન્જર સીટ પર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વિના ડ્રાઇવિંગ કરી રહ્યા છો.

પરિણામી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત કાર ખોટી રીતે ચલાવવામાં આવી હોય અને એન્જિનને નુકસાન થાય તો તેને આવરી લેવામાં આવશે નહીં)

જાણી જોઇને થતી બેદરકારી

કોઈપણ ફાળો આપનાર બેદરકારી અર્થાત જાણી જોઈને થતી બેદરકારી (દા.ત. પૂરમાં કાર ઉત્પાદકના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન આવરી લેવામાં આવશે નહીં)

એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં આવરી લેવામાં આવે છે. જો તમે આ એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં.

તમારે ડિજિટનો નિસાન કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

નિસાન માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટીવાહનને નુકસાન

×

તૃતીય-પક્ષની મિલકતને નુકસાન

×

પર્સનલ અકસિડેન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટીઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારી કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટ ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

નિસાન વિશે વધુ જાણો

નિસાન જાપન સ્થિત વિશ્વની ટોચની ઓટોમેકર્સ છે. બ્રાન્ડે સતત ઈનોવેશન, અત્યાધુનિક ડિઝાઇન્સ અને લેટેસ્ટ ટેક્નોલોજી વડે તેની અલગ ઓળખ ઊભી કરી છે. ભારતમાં નિસાને વર્ષ 2005માં નિસાન મોટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ તેની કામગીરી શરૂ કરી હતી. બ્રાંડે આપણને નિસાન 370Z જેવી આકર્ષક સ્પોર્ટ્સ કારથી લઈને મધ્યમ કદની લક્ઝરી કાર્સ Nissan Teana આપી છે. આ સિવાય, નિસાન ઈન્ડિયાએ નિસાન સની, નિસાન માઈક્રા અને નિસાન ઈવાલિયા જેવી સસ્તી કાર ઓફર કરી છે.

એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ચેન્નાઈમાં સ્થિત છે જ્યારે અન્ય ઓરાગડમમાં ચેન્નાઈની બહાર છે. આ ઈન્ડો-જાપાનીસ જોડાણે નાની પણ આકર્ષક હેચબેક નિસાન માઈક્રાથી લઈને મોકળાશવાળી સેડાન સની સુધીના મોડલ રજૂ કર્યા છે. તમને નિસાન તરફથી સસ્તી છતાં આરામદાયક કાર મળી શકે છે, જે માત્ર રૂ.5.25 લાખથી શરૂ થાય છે. નિસાનની સૌથી વધુ કિંમત ધરાવતી કાર રૂ. 2.12 કરોડની જીટીઆર છે.

તમામ મોડલ્સમાંથી નિસાન માઈક્રાએ 2010 માં "કાર ઈન્ડિયા સ્મોલ કાર ઓફ ધ યર એવોર્ડ" મેળવ્યો હતો. જ્યારે નિસાન ટેરાનોને પરફોર્મન્સ, સ્ટાઈલ, ડિઝાઈન અને કમ્ફર્ટમાં 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તે ભારતની સૌથી આકર્ષક SUV છે.

મિડ-રેન્જ સેગમેન્ટમાં નિસાનની તમામ કાર સસ્તી છે. તમે પેટ્રોલ અથવા ડીઝલ વેરિયન્ટ પસંદ કરી શકો છો. સર્વિસનો ખર્ચ પણ બજેટમાં આવે છે. તેમ છતાં, કાર ઇન્સ્યોરન્સના તેના પોતાના અનેક ફાયદાઓ હોય છે. કાર ઇન્સ્યોરન્સ ફરજિયાત દસ્તાવેજ છે. તે કાર ચલાવતા સમયે તમારી સાથે રાખવો જોઈએ. તેના વગર ભારે દંડ ચૂકવવો પડી શકે છે.

નિસાન કાર ખરીદવાના કારણો?

કાર ખરીદવાના તમારા માટે અહીં કારણો છે

  • સસ્તી: નિસાન કાર એફોર્ડેબલ છે. આ બજેટમાં મળતી લક્ઝરી ટાઈપ કાર બજેટ ફ્રેન્ડલી હોવાની સાથે ધ્યાનાકર્ષક પણ છે.
  • સલામતી વિશેષતાઓ: ભારત-જાપાની કાર નિર્માતા સેફટીને પ્રાથમિકતા પર રાખે છે. ડિઝાઇનર્સ અને ઉત્પાદકોની ટીમે ટ્રેક્શન કંટ્રોલ, સ્ટેબિલિટી કંટ્રોલ, ફ્રન્ટ-સાઇડ એરબેગ્સ અને રીઅર-વ્યૂ કેમેરા જેવા સેફ્ટી ડિવાઈઝ ઇન્સ્ટોલ કર્યા છે.
  • ઓછી જાળવણી જરૂરી: નિસાનની કાર ટકાઉ હોય છે અને તેને ઓછી જાળવણીની જરૂર પડે છે અને જો ક્દાચ કોઈ કિસ્સા ઉભા થાય, તો તમે તેમના સર્વિસ સ્ટેશનોની વિશાળ શ્રેણીથી સંતુષ્ટ થશો.
  • ઇંધણ-કાર્યક્ષમ કાર: નિસાન કાર ઇંધણ-કાર્યક્ષમ છે. તમે સરળતાથી લાંબા અંતરની મુસાફરી કરી શકશો.
  • ટેક્નોલોજિકલ અપગ્રેડ: ટેક્નોલોજીકલ રીતે અપગ્રેડ હોવાની વાત આવે ત્યારે નિસાન હંમેશા મોખરે રહી છે. વર્તમાન મોડલ્સ નિસાન ઇન્ટેલિજન્ટ મોબિલિટીથી સજ્જ છે.

નિસાન કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

નિસાન કાર ઇન્સ્યોરન્સ ખરીદવો મહત્વપૂર્ણ છે કારણ કે તે કરશે:

  • તમારી જાતને કાયદેસર રીતે સુસંગત બનાવો: કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને કાયદેસર રીતે સુસંગત બનાવશે. મોટર વ્હિકલ એક્ટ મુજબ તે ડ્રાઇવિંગ કરતી વખતે તમારે સાથે રાખવાના ફરજિયાત દસ્તાવેજોમાંનું એક છે. ન હોવાના કિસ્સામાં તમે રૂ.2000/-નો દંડ ભરવા માટે જવાબદાર રહેશો. એટલું જ નહીં, તમારે 3 મહિનાની જેલ પણ ભોગવવી પડી શકે છે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે.
  • પોતાની જાતને થતા નુકસાનથી બચાવો: જો તમારી નિસાનને અકસ્માત, આગ, ચોરી અથવા પૂર જેવી કુદરતી આફતને કારણે નુકસાન થાય છે, તો રિપેરનો ખર્ચ પરવડે તેમ ન પણ હોય. આ પ્રકારના નુકસાન કાર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. તમે કાં તો કેશલેસ ફેસિલિટી અથવા રિઈમ્બર્સમેન્ટ મેળવી શકો છો.
  • થર્ડ-પાર્ટીની કાનૂની જવાબદારીમાં મદદરૂપ: તમે થર્ડ પાર્ટીના શરીરને ઇજા પહોંચાડો છો અથવા તેમની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો છો, તો પછી તમે નુકસાન માટે ચૂકવણી કરવા માટે જવાબદાર છો. તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમારા વતી આ ચૂકવણી કરશે.
  • એડ-ઓન કવર્સ સાથે ઇન્સ્યોરન્સને મજબૂત કરો: કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ હેઠળ આગ, ચોરી, કુદરતી આફત અથવા અકસ્માત સિવાયનું નુકસાન ચૂકવવાપાત્ર નથી પરંતુ કેટલીકવાર તમારા નિસાનને અન્ય દુર્ઘટનાઓ વચ્ચે ટાયર ફાટવું, એન્જિન ખરાબ થવા જેવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારના નુકસાનને આવરી લેવામાં આવતું નથી અને તેથી તમારે એડ-ઓન કવરની જરૂર પડશે. આ એડ-ઓન કવર માટે વધારાનું પ્રીમિયમ ચૂકવીને કવરેજને વિસ્તૃત કરી શકો છો.

નિસાન કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

વિવિધ કારણોસર પ્રીમિયમ અલગ-અલગ હશે.

  • કારનું IDV: તમારી કારની ઇંશ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) પ્રીમિયમને અસર કરશે. ઉચ્ચ IDV માટે, પ્રીમિયમ વધારે હશે અને ઊલટું કે નીચા IDV સાથે પ્રીમિયમ ઘટશે.
  • એડ-ઓન કવર: તમને કવરેજ વધારવા માટે વિકલ્પરૂપે મળતા કોઈપણ એડ-ઓન કવર વધારાના પ્રીમિયમ ચુકવણી સાથે ખરીદી શકો છો. દરેક એડ-ઓન કવરનો અલગ-અલગ દર હોય છે. એડ-ઓનની સંખ્યા સાથે પ્રીમિયમ વધશે.
  • નો ક્લેઈમ બોનસ (NCB): જો તમે એક આખા વર્ષ માટે એક પણ ક્લેમ દાખલ નહીં કરો તો તમને આગામી રિન્યુઅલ માટે NCB મળશે. દરેક અનુગામી વર્ષ માટે કે જેના માટે તમે ક્લેમ દાખલ કર્યો નથી, બોનસની ટકાવારી પણ વધે છે.
  • ભૌગોલિક સ્થાન: મેટ્રોપોલિટન શહેરોમાં કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે કારણકે આ સ્થાનોએ અસંખ્ય વાહનો અને ભારે ટ્રાફિકને કારણે અકસ્માતની સંભાવના વધારે છે.
  • વધારાની CNG કિટ: જો તમે તમારી કારમાં CNG કિટ ઇન્સ્ટોલ કરવાનું પસંદ કરો છો, તો પ્રીમિયમ પર અસર થશે કારણકે CNG કિટને પણ વધારાની સુરક્ષાની જરૂર છે. કારમાં CNG કિટ ઉમેરવાના કિસ્સામાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં કેટલીક ન્યૂનતમ રકમ ઉમેરવામાં આવશે.
  • કારની ઉંમર: કારની ઉંમર કારના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. નવી કાર માટે, પ્રીમિયમ વધુ હશે પરંતુ ઇન્સ્યોરન્સ કંપની તમને ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. ઘણી જૂની કાર માટે નીચા IDV મૂલ્ય અને ઘણા એડ-ઓન ખરીદવા માટે અયોગ્યતાને કારણે વસૂલવામાં આવતું પ્રીમિયમ તુલનાત્મક રીતે ઓછું હશે.
  • ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રકાર: કોમ્પ્રિહેન્સિવ પેકેજ પોલિસી હેઠળ પ્રીમિયમ વધારે છે. તે પોતાના નુકસાન અને થર્ડ પાર્ટી લાયાબિલિટી કવરના કોમ્પોનેન્ટને કારણે છે પરંતુ સ્ટેન્ડઅલોન થર્ડ-પાર્ટીમાં પ્રીમિયમ ઓછું અને નિશ્ચિત હોય છે.
  • એન્જિન ક્ષમતા: કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અમુક અંશે કારની એન્જિન ક્ષમતા પર આધાર રાખે છે. પ્રીમિયમનો થર્ડ-પાર્ટી કોમ્પોનેન્ટ એન્જિનની ક્યુબિક ક્ષમતા પર આધારિત છે. એન્જિનનું CC જેટલું વધારે હશે, પ્રીમિયમ તેટલું જ વધારે હશે.
  • સ્વૈચ્છિક ડિડક્ટિબલ/કપાતપાત્ર: તમે ક્લેમની રકમમાં યોગદાન આપવાનું નક્કી કરો છો, તો તેને સ્વૈચ્છિક કપાતપાત્ર એટલેકે વોલ્યુન્ટરી ડિડક્ટિબલ પસંદ કરવાનું કહેવાય છે. સ્વૈચ્છિક કપાતપાત્ર જેટલું ઉચ્ચ એટલે પ્રીમિયમ ઓછું.

નિસાન કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ જ કેમ પસંદ કરો?

  • નિર્વિવાદપણે ઉચ્ચ ક્વોલિટી સર્વિસ: ડિજિટ ઇન્સ્યોરન્સે તમારા માટે બધું જ સરળ બનાવ્યું છે - પોલિસી ખરીદવાથી લઈને ક્લેમ કરવા સુધી, બધું જ ઑનલાઇન છે. તમારી સાથે રહેવા 24*7 કસ્ટમર કેર સર્વિસ અને ગમે ત્યાં હરહંમેશ મદદ માટે રિપેર ગેરેજનું વિશાળ નેટવર્ક બનાવ્યું છે.
  • ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી: ડિજિટ બે પ્રકારની પોલિસી ઑફર કરે છે. એક કોમ્પ્રિહેન્સિવ પેકેજ પોલિસી છે, જે તમને તમારા વાહનને થતા નુકસાન અને થર્ડ-પાર્ટીની કાનૂની જવાબદારી માટે ચૂકવણી કરે છે. બીજો વિકલ્પ સ્ટેન્ડઅલોન થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ છે. તે થર્ડ પાર્ટીને શારીરિક નુકસાન અથવા પ્રોપર્ટીના નુકસાનને કારણે તમને થતા નુકસાન માટે ચૂકવણી કરશે.
  • કસ્ટમાઈઝેબલ IDV: ડિજિટ ઇન્સ્યોરન્સ તમને તમારી કાર માટે IDV પસંદ કરવાની મંજૂરી આપે છે. ઉચ્ચ IDV પસંદ કરવાથી વધુ પ્રીમિયમ ભરવાપાત્ર થશે અને વ્યાપક સુરક્ષા કવર મળશે.
  • એડ-ઓન સાથે વિસ્તૃત કવર: ડિજિટ ઇન્સ્યોરન્સ ઝીરો ડેપ્રિસિયેશન, રિટર્ન-ટુ-ઈનવોઈસ કવર, કન્ઝ્યુમેબલ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્સ કવર, પેસેન્જર કવર, ટાયર પ્રોટેક્શન કવર અને એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર જેવા એડ-ઓન કવર ઓફર કરે છે. નિસાન માટે, જ્યારે તમારું એન્જિન અકસ્માત સહિત કોઈપણ સ્થિતિમાં નિષ્ફળ જાય ત્યારે ખર્ચને રોકવા માટે તમે એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન ખરીદી શકો છો. જ્યારે ક્લેમ કરવામાં આવે ત્યારે સ્પેરપાર્ટ્સ પર લાગુ થતી ડેપ્રિસિયેશનને રોકવા માટે તમે ઝીરો ડેપ્રિસિયેશન કવર પણ પસંદ કરી શકો છો.
  • હાઈ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો: ક્લેઈમ સેટલમેન્ટના સંદર્ભમાં ડિજિટ ઇન્સ્યોરન્સની સર્વિસ શ્રેષ્ઠ છે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઊંચો છે. ક્લેમ પર ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે અને સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પર આધારિત છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું કોમ્પ્રિહેન્સિવ નિસાન કાર ઇન્સ્યોરન્સ પોલિસી આગને કારણે થતા નુકસાન સામે કવરેજ પ્રદાન કરશે?

હા, જો તમારી નિસાન કારને આગ અથવા અન્ય કોઈપણ કુદરતી અથવા કૃત્રિમ આપત્તિથી નુકસાન થાય છે, તો તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ રિપેરના ખર્ચને આવરી શકો છો.

શું હું મારા સ્ટાન્ડર્ડ નિસાન કાર ઇન્સ્યોરન્સ હેઠળ એન્જિન રિપેર ખર્ચ માટે કવરેજ મેળવી શકું?

ના, સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં એન્જિનના રિપેરના ખર્ચનો સમાવેશ થતો નથી. જોકે, તમે વધારાના ચાર્જિસ સામે એન્જિન પ્રોટેક્શન માટે એડ-ઓન કવર મેળવી શકો છો.

શું હું મારી હાલની થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ હેઠળ મારી નિસાન કારના IDVને કસ્ટમાઇઝ કરી શકું?

થર્ડ-પાર્ટી નિસાન કાર ઇન્સ્યોરન્સના પોલિસીધારકો માત્ર થર્ડ-પાર્ટી નુકસાન સામે કવરેજ લાભો મેળવી શકે છે. તેઓ આ પ્લાન હેઠળ IDV કસ્ટમાઇઝેશન વિકલ્પનો લાભ લઈ શકતા નથી.