જો તમે સસ્તા, સ્ટાઇલિશ અને ટેક્નિકલ રીતે શાનદાર વાહનની શોધમાં છો, તો ટોયોટા ગ્લાન્ઝા તમારી બધી આવશ્યકતાઓને પરિપૂર્ણ કરશે. તે એક પાવરફુલ 1197cc એન્જિન સાથે આવે છે, જે તેની ટોચના પરફોર્મન્સ પર 113Nm ટોર્ક અને 90PS જનરેટ કરવામાં સક્ષમ છે.
વધુમાં, તે એક કરકસરયુક્ત ફ્યુઅલ ઈકોનોમી ધરાવતું વાહન હોવાથી આદર્શ મુસાફરી વાહન તરીકેની જરૂરિયાતપણ પુરી કરે છે. આ હેચબેક કારને ખરીદનાર માલિકો વિવિધ વેરિઅન્ટને આધારે 20થી 23 kmplની વચ્ચેની માઈલેજની અપેક્ષા રાખી શકે છે.
હવે, જો તમે નક્કી કર્યું છે કે આ તમારી જરૂરિયાતો અનુસારની યોગ્ય કાર છે, તો તમારે ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી પણ શોધવાનું શરૂ કરવું જોઈએ. ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સની વાત આવે છે, ત્યારે તમે બે પ્રાથમિક વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો એટલે કે, થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને કોમ્પ્રિહેન્સિવ પોલિસીઓ.
ઉપરોક્તમાંથી પ્રથમ પોલિસી, તમારી કાર સાથે અકસ્માતને કારણે નુકસાનીના કિસ્સામાં થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા વાહન પ્રત્યેની તમારી નાણાકીય જવાબદારીને આવરી લે છે.
જોકે, તમે આવી પોલિસીમાં પોતાના નુકસાનના ખર્ચ માટે ક્લેમ કરી શકતા નથી. તેના માટે તમારે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે. તે હેઠળ, તમે તમારી ઇન્સ્યોરન્સવાળી કાર સાથેના અકસ્માતમાં નુકસાન પામેલા થર્ડ પાર્ટી પક્ષકારો માટે કવરેજની સાથે પોતાના અંગત નુકસાનીના કિસ્સામાં પણ વળતર લાભો મેળવી શકો છો.
ભારતમાં, 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદા દ્વારા થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી ફરજિયાત છે. જો તમે આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશો તો તમારે રૂ. 2000 (પુનરાવર્તિત અપરાધીઓ માટે રૂ.4000)નો દંડ ભરવો પડશે. તેથી, ટોયોટા ગ્લાન્ઝા કાર ઇન્સ્યોરન્સ પોલિસી માત્ર ફાયદાકારક નથી, પરંતુ તે માલિકો માટે કાયદેસર રીતે ફરજિયાત પણ છે.
જોકે, તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરવાનું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે બજારમાં ઘણા બધા વિકલ્પો હોય. આ સંદર્ભમાં, ડિજિટે કાર ઇન્સ્યોરન્સ ઉદ્યોગમાં ગ્રાહકોની જરૂરિયાતોને આધારે જરૂરી વધારા-ઘટાડા કરીને હરણફાળ ઘણી પ્રગતિ કરી છે, જે અન્ય પ્રદાતાઓ આપતા નથી.
ખાતરી નથી થતી? વધુ જાણવા માટે આગળ વાંચતા રહો!