બજાજે ટોક્યો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને બાઇક ડિઝાઇનર, ગ્લિન કેર સાથે સહયોગ કરીને પલ્સરના વિકાસ સાથે સંપૂર્ણ રીતે આગળ વધ્યું.
પલ્સર બજારમાં લોન્ચ થાય તેની પહેલાં, ભારતમાં બાઇકનું બજાર મોટે ભાગે ઇંધણ-કાર્યક્ષમતા પર કેન્દ્રિત હતું. આનાથી નાની ક્ષમતાની મોટરસાયકલોનો ઉદય થયો.
- બજાજ પલ્સર મોડલ્સે પરવડે તેવા ભાવે 150સીસી અને 180સીસીના વાહનોની ઓફર કરીને બજારમાં ક્રાંતિ લાવી છે. ત્યારથી, ભારતમાં ટુ-વ્હીલર ગ્રાહકોએ બજેટ-ફ્રેંડલી પ્રાઇસ ટેગ સાથે હાઇ-પાવર બાઇકની અપેક્ષા રાખવાનું શરૂ કર્યું.
- પલ્સર 200NS જેવા નવા પલ્સર મોડલ્સે અસંખ્ય પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે. હકીકતમાં, તે ભારતમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર બાઇક તરીકે જાણીતી છે. તેમાં એનડીટીવીના કાર અને બાઇક એવોર્ડમાં બાઇક ઓફ ધી યર એવોર્ડ અને ઇકોનોમિક ટાઇમ્સ ઝિગવ્હીલ્સ બાઇક ઓફ ધી યર એવોર્ડ સામેલ છે.
- બજાજે જાહેરાત કરી કે, તે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારની પહેલને અનુરૂપ, ટૂંક સમયમાં BS-VI કોમપ્લાયન્ટ પલ્સર મોડલ્સની રેન્જ લોન્ચ કરશે.
આ તમામ વિશેષતાઓ અને ઘણુ બુધ બજાજ પલ્સરને ભારતમાં સૌથી લોકપ્રિય બાઈક તરીકેનો દરજ્જો આપે છે. તેથી જ, એકલા ડિસેમ્બર 2019 માં, બજાજે વિવિધ પલ્સર મોડલ વેરિઅન્ટના 50,000 થી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. (1)
પલ્સર જેવી મોટી બાઈક હાઇ સ્પીડ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે ઘણીવાર રાઈડર્સ માટે રોમાંચના સ્ત્રોતના રૂપમાં કાર્ય કરે છે.
જો કે, સ્પીડમાં બાઇક ચલાવવી તમારા જીવન તેમજ તમારી બાઇકને જોખમમાં મૂકતા વિનાશક એક્સિડન્ટ તરફ દોરી શકે છે. અલબત્ત, ઇન્સ્યોરન્સ એક્સિડન્ટની ઘટનાને અટકાવી શકતો નથી, તે આવી ઘટનાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો કે, આવી પરિસ્થિતિઓમાં તમે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે, તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા બજાજ પલ્સર માટે પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કોમ્પ્રિહેન્સિવ કવર મેળવો છો.
આ સંબંધમાં ડિજિટ તમને કેવી રીતે મદદ કરી શકે છે તેના પર એક નજર નાંખો!