એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સની કિંમત સિવાય, કાર માલિકે ઇન્સ્યોરન્સ પ્રદાતા પસંદ કરતા પહેલા ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે, ડિજિટ ઇન્સ્યોરન્સમાં સંખ્યાબંધ ફાયદાઓ મળે છે, જે તેને મારુતિ કારના માલિકો માટે ઇચ્છનીય અને પ્રથમ પસંદગીનો વિકલ્પ બનાવે છે:
- ઓનલાઈન ક્લેમ પ્રક્રિયા - ડ્રાઈવરો ડિજિટમાંથી તેમના એસ-પ્રેસો ઇન્સ્યોરન્સનો ક્લેમ કરી શકે છે અને સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રક્રિયા સાથે, વ્યક્તિ ક્લેમનું સેટલમેન્ટ કરવા માટે અન્ય ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી ભૌતિક તપાસને પણ ટાળી શકે છે.
- IDV કસ્ટમાઇઝેશન - ડિજિટની કાર ઇન્સ્યોરન્સ પોલિસી એસ-પ્રેસો જેવી મારુતિ કારના IDVને કસ્ટમાઇઝેશનને સક્ષમ કરે છે, જે ડ્રાઇવરને કારના સંપૂર્ણ નુકશાન એટલેકે રિપેર ન થઈ શકે તેવા નુકશાન અથવા ચોરીના કિસ્સામાં મહત્તમ વળતર મેળવવામાં મદદ કરે છે.
- એડ-ઓન પોલિસી - ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતા કેટલાક એડ-ઓનમાં બ્રેકડાઉન આસિસ્ટન્સ, ઝીરો ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર, કન્ઝયુમેબલ કવર અને વધુનો સમાવેશ થાય છે.
- શ્રેષ્ઠ કસ્ટમર કેર સર્વસિસ - ડિજિટની ચોવીસ કલાક કસ્ટમર કેર સર્વિસ ડ્રાઇવરો, કાર માલિકોને તેમની મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ અંગે 24*7 સહાય પૂરી પાડે છે.
- ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ - ડિજિટની સર્વિસ સાથે, વ્યક્તિએ તેમના ક્લેમની સેટલમેન્ટ માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. ડિજિટ તેની ત્વરિત સર્વિસ એટલેકે ઝડપી સેટલમેન્ટ અને મહત્તમ ક્લેમ સ્વીકૃતિ માટે જાણીતી છે.
- ગેરેજનું વિશાળ નેટવર્ક - સમગ્ર ભારતમાં ડિજિટના 5800+ નેટવર્ક ગેરેજમાંથી ડ્રાઈવરો તેમની મારુતિ કાર માટે કેશલેસ રિપેરનો લાભ લઈ શકે છે તેથી, ગેરેજની વિશાળ શ્રેણીને કારણે ગ્રાહકોએ એસ-પ્રેસો ઇન્સ્યોરન્સ કિંમતો અને ઉપલબ્ધ સર્વિસ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
- પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી - જો ડ્રાઇવરો રોડ વક્ચે અકસ્માત નડે છે, તો ડિજિટના નેટવર્ક ગેરેજ રિપેર માટે પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી પ્રદાન કરે છે.
ઉપરોક્ત લાભો પરથી સ્પષ્ટ થાય છે કે ડિજિટ મારુતિની એસ-પ્રેસો સહિતની તમામ કાર માટે કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્સશન પ્રદાન કરે છે.
વધુમાં, ડ્રાઇવરો મારુતિ સુઝુકી એસ-પ્રેસો કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટે થોડી ટિપ્સ અનુસરી શકે છે, જેમાં વધુ કપાતપાત્ર પસંદગી કરી શકાય છે, નાના ક્લેમ ટાળી શકાય છે અને પ્રીમિયમની રકમની તુલના કરી શકાય છે.
જોકે, ઓછા પ્રીમિયમ માટે કવરેજમાં બાંધછોડ કે મળતા લાભો સાથે સમાધાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. આથી, આ પાસા અંગે સ્પષ્ટતા મેળવવા માટે ડિજિટ જેવા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓનો સંપર્ક કરો.