મારુતિ સુઝુકીની સૌપ્રથમ વખત 2014માં લોન્ચ કરવામાં આવેલ લોકપ્રિય કાર સિયાઝ, એક સબકોમ્પેક્ટ સેડાન છે. હાલમાં, તે જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક દ્વારા ઉત્પાદિત સૌથી મોટી સેડાન કાર છે.
તેના લોન્ચથી સપ્ટેમ્બર, 2019 સુધી ભારતમાં 2.7 લાખથી વધુ સિયાઝ યુનિટ્સ વેચાયા હતા. આ આંકડો ખાતરી આપે છે કે આ કારની એન્ટ્રી પછી બી-સેગમેન્ટ સેડાન માર્કેટની માંગમાં વધારો થયો છે.
શરૂઆતમાં, મોડેલ બે એન્જિન ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હતું. તે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ચાઇલ્ડ સેફ્ટી લૉક્સ, એરબેગ્સ વગેરે જેવી કેટલાક સેફ્ટી ફિચર્સ સાથે પણ આવે છે. વધુમાં, આ 5-સીટર સેડાન 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
જો તમે આ કાર ચલાવો છો અથવા તેનું કોઈપણ વેરિયન્ટ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો, તમારે સંબંધિત કાર ઇન્સ્યોરન્સ પ્લાનના ફાયદાઓથી વાકેફ હોવું પડશે. સારી ઓલરાઉન્ડ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય અને કાનૂની જવાબદારીઓને અસરકારક રીતે ઘટાડવામાં મદદ કરે છે.
આ સંદર્ભમાં, તમે ડિજિટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો.
તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા તરીકે ડિજિટને પસંદ કરવાના કારણો વિશે વધુ જાણવા માટે આગળ વાંચતા રહો.