મારુતિ સુઝુકી મેન્યુફેક્ચર્સ તેના ગ્રાહકો માટે પરવડે તેવા કોમ્યુટર વાહનોની શ્રેણી ઓફર કરે છે. જોકે તેમાંથી કોઈ પણ મારુતિ સુઝુકી અલ્ટો K10 જેટલું લોકપ્રિય કે ડ્રાઇવરોને પસંદ આવેલ મોડલ નથી.
હાલમાં ભારતમાં સૌથી વધુ વ્યાજબી કારોમાંની એક, અલ્ટો K10નું મારુતિએ ડિસેમ્બર 2019ના એકમાત્ર મહિનામાં લગભગ 15500 એકમોનું વેચાણ કર્યું હતું (1). આ વાહનની પરવડે તેવી પ્રકૃતિ ઉપરાંત, પ્રભાવશાળી બિલ્ડઅપ ક્વોલિટી અને ડ્રાઇવ કમ્ફર્ટ, અલ્ટો K10ની પસંદના વધારાના કારણો છે.
જો તમે આ મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે યોગ્ય અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી લેવા વિશે પણ વિચારવાનું શરૂ કરવું જોઈએ. આવી પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે ઉદ્ભવતા અણધાર્યા ખર્ચને રોકવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. આ સંદર્ભમાં, તમે થર્ડ-પાર્ટી જવાબદારી અથવા કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી પસંદ કરી શકો છો.
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ભારતીય માર્ગો પર ચાલતા તમામ મોટર વાહનો માટે થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ પોલિસી ફરજિયાત છે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતા રૂ. 2000 (પુનરાવર્તિત ગુનાઓ માટે રૂ. 4000)નો ભારે દંડ લાવી શકે છે.
આ થર્ડ-પાર્ટીની લાયબિલિટી કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે થર્ડ-પાર્ટી વાહન, પ્રોપર્ટી અથવા વ્યક્તિના નુકસાનને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને આવરી લે છે. જોકે, આ પોલિસી દુર્ઘટનામાં તમારા પોતાના વાહન દ્વારા થતા નુકસાનને સમારકામ કરવા માટે કોઈ નાણાકીય રાહત આપતી નથી.
આથી જ કામ્પ્રીહેન્સિવ અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી હંમેશા સારો વિકલ્પ છે. અહીં, તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી સાથે, પોતાના નુકસાનનો ક્લેમ કરી શકો છો અને તમારા વાહનો માટે વધુ સારી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરી શકો છો.
જો કે, ઈન્શ્યુરન્સ ખરીદી સાથે આગળ વધતા પહેલા, તમારે નક્કી કરવું આવશ્યક છે કે તમારી જરૂરિયાતો માટે કયો પ્રદાતા યોગ્ય છે. ચાલો એક નજર કરીએ!