ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતમાંથી સ્પેન વિઝા

ભારતમાંથી સ્પેન ટૂરિસ્ટ વિઝા વિશે બધું

મુસાફરી આપણા જીવનની સૌથી યાદગાર ક્ષણોનુંં સર્જન કરે છે અને જીવનભર આપણી સાથે રહે છે. આ ક્ષણ મનોરંજક અનુભવ આપતી હોય કે લાઈફનો મહત્વપૂર્ણ પાઠ સમજાવતી હોય- તમારા માટે ગમે તે હોય, નવી જગ્યાઓનું અન્વેષણ હંમેશા આપણને પ્રકૃતિની નજીક લાવે છે અને કદાચ આપણી જાતને પણ આપણી નજીક લાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુસાફરી દરેકને પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર જવાની અને આપણે જે વિશાળ વિશ્વમાં રહીએ છીએ તેની ક્ષિતિજને વિસ્તૃત કરવાની મંજૂરી આપે છે. તેમાં પણ જ્યારે સ્પેનની વાત આવે છે, ત્યારે હંમેશા તમારા અને દરેકના મગજમાં આવે તે બાબતો છે - દરિયાકિનારો (બીચ), સાંગરિયા અને સ્પેનનો ખોરાક. ઘણા લોકોની દ્રષ્ટિએ સ્પેનની ઓળખ તેનું લાજવાબ જમવાનું ચેહ જ્યારે કેટલાક તેના બીચ, કલા, ઇતિહાસ અને હા, પાર્ટીઓ દ્વારા ઓળખ આપતા હોય છે!

તમે પણ સ્પેનની તમારી ઇચ્છિત સફર પર મંત્રમુગ્ધ થાઓ તે પહેલાં એક નાનું નોટપેડ લો અને આ જાદુઈ દુનિયાની સફર માટે પ્રવેશ ટિકિટથી શરૂ કરીને તમારા વિઝા અને તમારી જાતને સુરક્ષિત રાખવા એક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે તમારા પ્લાનિંગનું મેપિંગ કરવાનું શરૂ કરો.

શું ભારતીયોને સ્પેન માટે વિઝાની જરૂર છે?

હા, બધા ભારતીયોને સ્પેન માટે માન્ય શેંગેન વિઝાની જરૂર છે. તેના માટેનો ટૂરિસ્ટ વિઝા 90 દિવસ સુધીના રોકાણ માટે માન્ય છે અને તે લગભગ એકથી બે મહિના અગાઉથી લાગુ થવો જોઈએ કારણ કે પ્રોસેસમાં સમય લાગી શકે છે અને તમે કોઈ છેલ્લી ઘડીના સરપ્રાઈઝ ઇચ્છતા નથી!

શું ભારતીય નાગરિકો માટે સ્પેનમાં વિઝા ઓન અરાઈવલ છે?

ના, કમનસીબે ભારતીય પાસપોર્ટ ધારકો સ્પેનમાં વિઝા ઓન અરાઈવલ માટે લાયક નથી.

ભારતીય નાગરિકો માટે સ્પેન વિઝાની આવશ્યકતાઓ

તમે તમારી વિઝા અરજી સીધી નવી દિલ્હીમાં સ્પેનની એમ્બેસીમાં અથવા તમારા નજીકના વિઝા આઉટસોર્સિંગ સેન્ટર અથવા એજન્ટને સબમિટ કરો તે પહેલાં તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે.

  • ઓછામાં ઓછા 2 ખાલી પેજ સાથેનો પાસપોર્ટ. તમારો પાસપોર્ટ સ્પેનમાં તમારા આગમન પછી ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોવો જોઈએ. 
  • છેલ્લા 6 મહિનામાં ક્લિક કરવામાં આવેલા 4.5cms X 3.5cms સાઈઝના 2 ફોટોગ્રાફ. ફોટામાં સફેદ બેકગ્રાઉન્ડ આવશ્યક છે.
  • એક કવર લેટર, જેમાં મુલાકાતનો સ્પષ્ટ હેતુ અને તારીખ જણાવવાની રહેશે.
  • સ્પેન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ. (સ્પેન માટે 7 દિવસનો 1 પુખ્ત વયના વ્યક્તિ માટેનો ઇન્શ્યુરન્સ ₹225ના નજીવા પ્રીમિયમથી શરૂ થાય છે.)
  • પ્રવાસનો કાર્યક્રમ અને કન્ફર્મ રિટર્ન ટિકિટ.
  • તમારી સેલેરી સ્લિપ સાથે છેલ્લા 3 મહિનાના બેંક સ્ટેટમેન્ટ.

ભારતીય નાગરિકો માટે સ્પેન વિઝા ફી

ઉંમર ફી INRમાં
12 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ₹6883
6 વર્ષથી 12 વર્ષની વયના બાળકો ₹3441

ભારતમાંથી સ્પેન ટૂરિસ્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી

સ્પેન ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા થોડી પણ જટિલ નથી પરંતુ તેમાં થોડો સમય લાગે છે. તમારે ફક્ત આ કરવાની જરૂર છે:

સ્પેન ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગ ટાઈમ

સ્પેનના દૂતાવાસ દ્વારા પુષ્ટિ કરાયેલ વિઝાનો ન્યૂનતમ પ્રોસેસિંગ ટાઈમ 15 દિવસ છે.

શું મારે સ્પેન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

સ્પેન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો ફરજિયાત છે.

ફ્રાન્સ બાદ સ્પેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. બીચ, તેની સંસ્કૃતિથી શરૂ કરીને આ દેશમાં તેના અદ્યતન ખોરાક અને અલબત્ત તેની કલા અને ઇતિહાસ સહિત ઘણું બધુ અન્વેષણ કરવા માટે છે. કોઈ પણ વ્યક્તિ વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે તેની પાછળ પ્રવાસના કાર્યક્રમથી લઈને નાણાકીય બાબતો સુધી ઘણાં બધાં પ્લાનિંગ હોય છે.

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખાતરી કરે છે કે તમારે કોઈપણ બાબતે આશ્ચર્ય ન પામવું પડે, ખાસ કરીને નાણાકીય રીતે! તદુપરાંત, આપણે બધાએ ભલે ગમે તેટલી મુસાફરી કરી હોય પણ ઘરથી દૂર કોઈ જગ્યાએ હોઈએ ત્યારે હંમેશા થોડા સંવેદનશીલ હોઈએ છીએ.

આ જ કારણ છે કે કેમ અને ક્યારે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારા પીઠબળ સમાન હશે! સ્પેન માટે ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ નીચે આપેલા કેટલાક લાભો ઓફર કરી શકે છે:

ભારતીય નાગરિકો માટે સ્પેન ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ભારતીય પાસપોર્ટ ધારકો સ્પેનમાં વિઝા ઓન અરાઈવલને પાત્ર છે?

ના, ભારતીય પાસપોર્ટ ધારકોએ સ્ટાન્ડર્ડ વિઝા માટે અરજી કરવી પડશે કારણ કે હાલમાં અન્ય કોઈ જોગવાઈઓ નથી.

શું સ્પેન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે?

ટ્રિપનું પ્લાનિંગ કરવામાં આવે તે પહેલાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીઓ ખરીદવી આવશ્યક છે કારણ કે અરજી પ્રક્રિયા દરમિયાન તેની વિગતોની જરૂર પડશે.

શું મારે મારો પ્રવાસ કાર્યક્રમ અને પ્લાન્ડ સ્ટોપ પણ બતાવવાની જરૂર છે?

આ પ્રકારની વિનંતી અત્યંત અસામાન્ય છે તેથી ભલામણ કરવામાં આવે છે કે તમે આ વિગતોની એક નકલ હાથમાં રાખો.

શું સગીર સ્પેન માટે વિઝા મેળવી શકે છે?

હા, જો માતાપિતા અથવા કાનૂની વાલી તરફથી સંમતિનો લેખિત પત્ર હોય તો મેળવી શકે છે. જરૂરી પરવાનગીઓ વિના, તેઓ અયોગ્ય ગણવામાં આવશે.

શું બેંક સ્ટેટમેન્ટની નકલો પણ જરૂરી છે?

હા, પ્રક્રિયા માટે તમારે તમારી નાણાકીય અને હેલ્થ સ્ટેબિલિટીનો પુરાવો સબમિટ કરવાની જરૂર છે. આવા સંજોગોમાં બેંક સ્ટેટમેન્ટ જરૂરી છે.