સુઝુકીની ભારતીય પેટાકંપની, મારુતિ સુઝુકીએ ભારતીય મોટરચાલકોની માંગને ધ્યાનમાં લઈને 2000માં નાની સિટી કાર અલ્ટો લોન્ચ કરી હતી. તેના એડવાન્સ ફીચર્સને લીધે, આ કાર ઝડપથી ભારતમાં સૌથી વધુ વેચાતી હેચબેક બની ગઈ.
ફેબ્રુઆરી 2008માં તેણે 1 મિલિયન ઉત્પાદનનો આંકડો વટાવ્યો, જે મિલિયનનો આંકડો પાર કરનાર ત્રીજું મારુતિ મોડલ બન્યું. વધુમાં, સમગ્ર ભારતમાં એપ્રિલ 2021માં મારુતિ સુઝુકી અલ્ટોના 17 હજારથી વધુ યુનિટ્સ વેચાયા હતા.
જો તમે આ કારના 8 વેરિયન્ટ્સમાંથી કોઈપણ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ વિશે અગાઉથી જ બધું જાણી લેવું જોઈએ. સારી રીતે આવરી લેતી કાર ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતોના પરિણામે થતા નુકસાનના રિપેર ખર્ચને આવરી લે છે. આવા દુર્ઘટનાના સંજોગોથી બચવું શક્ય ન હોવાથી, તમારી મારુતિ કાર માટે યોગ્ય ઇન્સ્યોરન્સ લેવો પ્રેક્ટીકલ બાબત છે.
આ સંદર્ભે, તમે ડિજીટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પર વિશ્વાસ કરી શકો છો, જેઓ સ્પર્ધાત્મક પોલિસી પ્રિમીયમ સાથે અઢળક લાભો આપે છે.
તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તરીકે ડિજીટને પસંદ કરવાના ફાયદા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.