ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતના નાગરિકો માટે શ્રીલંકા ટોઉંરીસ્ટ વિઝા

ભારતના નાગરિકો માટે શ્રીલંકા વિઝા વિશે તમામ જાણકારી

શ્રીલંકા એક એવો દેશ છે જેના પ્રેમમાં તમે સરળતાથી પડી શકો છો. પ્રકૃતિ અને પ્રાણીપ્રેમીઓ માટે આ જગ્યા પૃથ્વી પરના એક સ્વર્ગથી ઓછી નથી. લોકપ્રિય માન્યતાથી વિપરીત, શ્રીલંકા તેના ભવ્ય દરિયાકિનારાથી ઘણું વધારે ધરાવતો દેશ છે. વાઇલ્ડલાઇફ સફારી, ઉંચા પર્વતો, ચાના અનેક બગીચાઓ, વિશ્વની સૌથી મનોહર ટ્રેનની સવારી અને વિવિધ હાઇકિંગ ટ્રેઇલ્સ ધરાવતો શ્રીલંકા એવો દેશ છે જે એડવેન્ચર જંકી, યુવા હનીમૂન કપલ્સ કે પરિવારની રજા યાત્રા માટેની યાદીમાં ટોચ પર રહે છે. તમે આગળ વધો અને તમારી ટ્રીપનો પ્લાન બનાવો તે પહેલાં, ચાલો તમને તમારા ટ્રાવેલ માટે જરૂરી કેટલીક બાબતો વિશે માર્ગદર્શન આપીએ- માન્ય વિઝા અને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ!

શું ભારતમાંથી શ્રીલંકા માટે વિઝા જરૂરી છે?

હા, ભારતીયોને શ્રીલંકા જવા માટે વિઝાની જરૂર છે.

શું ભારતીય નાગરિકો માટે શ્રીલંકામાં વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે?

હા, શ્રીલંકાની મુસાફરી કરતા ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની પરવાનગી છે, પરંતુ તમારે ફક્ત ખાતરી કરવાની જરૂર છે કે તમને શ્રીલંકાનો ETA અગાઉથી મળી ગયો છે અને તમારો પાસપોર્ટ તમારી પ્રસ્થાનની તારીખથી ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય છે.

ભારતીય નાગરિકો માટે શ્રીલંકા વિઝા ફી

શ્રીલંકાના વિઝા માટેની ટૂરિસ્ટ વિઝા માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ 20 ડોલર છે, જે દેશમાં ડબલ એન્ટ્રી માટે 30-દિવસના રોકાણની મંજૂરી આપે છે. ટૂરિસ્ટ વિઝા તમને શ્રીલંકામાં મહત્તમ બે પ્રવેશની મંજૂરી આપે છે. બહુવિધ પ્રવેશ માટેના બિઝનેસ વિઝા માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ 30 ડોલર છે.

શ્રીલંકા ETA માટે કેવી રીતે અરજી કરવી?

પ્રવાસન, પરિવહન, બિઝનેસ સહિતના હેતુઓ માટે શ્રીલંકાની મુસાફરી કરતા ભારતીયો પાસે દેશમાં અને તેની અંદર મુસાફરી કરવા માટે ETA (ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન) હોવું જરૂરી છે.

ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન

અરજદારો www.eta.gov.lk અથવા વિદેશન મિશન એબ્રોડ પર ઉપલબ્ધ ETA ઓનલાઇન એપ્લિકેશનને પૂર્ણ કરીને શ્રીલંકા માટે માન્ય ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન મેળવી શકે છે. ઓનલાઇન શ્રીલંકા ETA એપ્લિકેશન સરળ છે. શ્રીલંકા માટે માન્ય ETA પ્રાપ્ત કરવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું જરૂરી છે.

ETA પ્રક્રિયા

  • અધિકૃત વેબસાઇટ દ્વારા એપ્લિકેશન સબમિટ કરો અને સ્વીકૃતિ મેળવો.

  • એપ્લિકેશનમાં તમારા દ્વારા આપવામાં આવેલ ઇ-મેઇલમાં ETA મંજૂરી મેળવો.

  • ઈ-મેલમાં મળેલી મંજૂરીની પ્રિન્ટ આઉટ લો અને જ્યારે જરૂર પડે ત્યારે એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓને સબમિટ કરો.

  • ETA મંજૂરી પ્રમાણપત્ર જારી કર્યા પછી 180 દિવસની અંદર ઉપયોગમાં લેવાનું રહેશે.

શ્રીલંકા ટ્રાવેલ વિઝા પ્રોસેસિંગ ટાઈમ

એકવાર ફોર્મ ભર્યા બાદ ETA તમને 3 દિવસની અંદર ઇ-મેઇલ કરવામાં આવશે.

શું મારે શ્રીલંકા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

શ્રીલંકામાં મેડિકલ ખર્ચાઓ ભારત સમકક્ષ જ છે, પરંતુ વિદેશમાં મુસાફરી કરતી વખતે તેને આવરી લેવું હંમેશા સલાહભર્યું છે, સાચું કે નહિ? છેવટે, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માત્ર મેડિકલ કટોકટીને જ આવરી નથી લેતી, અન્ય કપરા સંજોગો સામે પણ રક્ષણ આપે છે. આમાંના કેટલાક સંજોગોમાં ફ્લાઇટમાં વિલંબ, ચેક-ઇન સામાનમાં વિલંબ, નાણાંકીય ખોટ, પાસપોર્ટ ખોવાઈ જવા, એડવેન્ચર રમતો, ચોરી, પર્સનલ લાયબિલિટી બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

શ્રીલંકા માટેનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને આવી બધી પરિસ્થિતિઓમાં સુરક્ષા આપશે:

ભારતીય નાગરિકો દ્વારા શ્રીલંકા વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું શ્રીલંકા ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલ આપે છે?

હા, વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. તમારે ટ્રીપની વિગતો અગાઉથી આપવી પડશે. ઉપરાંત, તમારો પાસપોર્ટ તમારા પ્રસ્થાનની અપેક્ષિત તારીખ પછી ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.

શું શ્રીલંકાની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સની જરૂર છે?

ના, પરંતુ શ્રીલંકાની મુસાફરી સમયે તમારા સુરક્ષા કવચ તરીકે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ લેવો તે સલાહભરી વાત છે.

દેશમાં આવતા કોઈપણ સગીર માટે કોણે સહી કરવી પડશે ?

સગીરના કાનૂની વાલી અથવા માતા-પિતાએ નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર આપવું પડશે. આ ઉપરાંત, વાલીઓએ પણ દસ્તાવેજો પર સહી કરવી આવશ્યક છે.

વિઝા માટે જરૂરી સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ ટાઈમ શું છે?

શ્રીલંકાના કાયદાઓ અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 3 દિવસનો સમયગાળો આપવામાં આવે છે.

શું મારે મુલાકાત પહેલાં નાણાકીય વિગતો પ્રદાન કરવાની જરૂર છે?

તમે વિઝા માટે અરજી કરો ત્યારે તમારે છેલ્લા 3 મહિનાના તમારા બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરવાની જરૂર પડશે. સત્તાધીશો તે રેકોર્ડના આધારે તમારી નાણાકીય સ્થિતિ નક્કી કરશે.