હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો.

શું NRI ભારતમાં રહેતા તેમના માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે?

ઓનસાઇટ નોકરીની તકોની વધતી સંખ્યા સાથે લોકો તેમની કારકિર્દી બનાવવા માટે તેમના કુટુંબથી હજારો માઇલ દૂર જઈ રહ્યાં છે. જો અને તો વગરનો આ નફાકારક વિકલ્પ લાગે છે પરંતુ બહાર જવાનો નિર્ણય લેતા પહેલાં દરેકની ચેકલિસ્ટમાં કેટલાક મુદ્દાઓ હોય છે; માતા-પિતા ચિંતાઓમાંની મુખ્ય એક છે. તાજેતરના કોવિડ-19 રોગચાળાએ NRIsની તેમના માતા-પિતાના સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની આ ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે. 

કૌટુંબિક સ્વાસ્થ્ય તરફ લેવાયેલા મુખ્ય પગલાઓમાંનું એક હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવું છે અને તે NRI માટે પણ એટલું જ જરુરી અને મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં વારંવાર ઉદ્ભવતો સૌથી સામાન્ય પ્રશ્ન છે કે, "શું NRI ભારતમાં રહેતા તેમના માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે?" આ પ્રશ્નનો જવાબ આપતા IRDAના નિયમ અનુસાર હા, NRIs ચોક્કસપણે ભારતમાં રહેતા તેમના માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે.

ભારતમાં માતા-પિતા માટે હેલ્થ પોલિસી ખરીદવાના ફાયદા

  • ઉચ્ચ મેડિકલ ખર્ચ: છેલ્લા કેટલાક દાયકાઓમાં અપેક્ષિત આયુષ્યમાં વધારો તેની એક બીજી બાજુ પણ છે. મેડિકલ ખર્ચ આસમાનને આંબી ગયો છે અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની ઘટનાઓમાં મોંઘી મેડિકલ સહાયની આવશ્યકતા રહેશે. આવી પરિસ્થિતિઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ તમારી બચતને રક્ષણ અને તક આપે છે.

  • ખુશીના દિવસો માટે પેન્શન બચાવો: તમારા માતા-પિતા પેન્શનર હોય તો પણ તેમના અંગત ખર્ચ માટે પેન્શન સુરક્ષિત રાખો. તમારી બચતનો મોટો હિસ્સો ખઈ જતા મેડિકલ કટોકટી માટે હેલ્થ ઈન્શ્યુરન્સ લેવો હંમેશા માટે યોગ્ય નિર્ણય છે. 

  • તમારા માતા-પિતાને અણધાર્યા સમય માટે આત્મનિર્ભર બનાવો: ભારતીય વસ્તીના મોટા ભાગને પેન્શન પણ મળતું નથી. આવા કિસ્સાઓમાં માતા-પિતા મોટાભાગે તેમના કમાતા બાળકો અથવા તેમની જીવનભરની બચત પર નિર્ભર હોય છે. કોઈપણ કિસ્સામાં હેલ્થ ઈન્શ્યુરન્સ મેડિકલ આવશ્યકતાઓના સમયે બચતને ફટકો પડવાથી બચાવી શકે છે. ઉપરાંત કેશલેસ ઈન્શ્યુરન્સ સાથે જો આપણે માતા-પિતા સાથે હાજર ન હોઈએ તો પણ તેઓ મુશ્કેલી વગર અને સરળ હેલ્થકેર મેળવી શકે છે. 

  • બચતનું રક્ષણ:મેડિકલ બિલની ચૂકવણી આજકાલ દરેક વ્યક્તિને ખૂબ જ ભારે પડી શકે છે અને અન્ય કોઈ આયોજિત હેતુ માટે કરેલ જીવનભરની બચત ખાલી કરી શકે છે. તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખીને બેઠા હોવ ત્યારે જ આ હેલ્થ જરૂરિયાતો સામે આવી ઉભી રહે છે. આ સમય માટે હેલ્થ ઈન્શ્યુરન્સ લો જેથી તમારા પ્લાનિંગ અને સુખી સમયને કોઈ નુકસાન ન થાય. 

  • કર બચત હંમેશા આવકાર્ય: ભારતમાં હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતું પ્રીમિયમ પણ ભારતીય આવકવેરા કાયદા મુજબ કર મુક્તિ હેઠળ આવે છે. આમાં પોતાના, પત્ની, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા માટે ચૂકવવામાં આવેલ કોઈપણ પ્રીમિયમનો સમાવેશ થાય છે. તેથી, NRIs કલમ 80D હેઠળ તેમની ભારતીય આવક પર રિબેટનો ક્લેમ કરી શકે છે. 

     

કર લાભો વિશે વધુ જાણો: 

ભારતમાં માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો

વય/ઉંમર મર્યાદા

પોલિસીમાં વય મર્યાદા તપાસો. આ વરિષ્ઠ નાગરિકો માટેની પોલિસી હોવાથી પ્રવેશ વય મોટે ભાગે 60 વર્ષ છે. મોટા ભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ 80 વર્ષની વય સુધી કવરેજ પ્રદાન કરે છે, જ્યારે અમુક ફક્ત 65 વર્ષ સુધી જ કવર આપે છે. કેટલીક કંપનીઓ જીવનભરની નવીનીકરણ (lifetime renewability) ની ખાતરી આપે છે.

ઇન્શ્યુર્ડ-રકમ

તમારા માતા-પિતાની જરૂરિયાતોને સમજો અને તે મુજબની ઇન્શ્યુર્ડ-રકમ નક્કી કરી શ્રેષ્ઠ હેલ્થ પોલિસી ખરીદો.

સમાવેશ અને બાકાત

સૌથી મહત્વનો મુદ્દો. પોલિસીમાં સમાવિષ્ટ સમાવેશ અને બાકાતને કાળજીપૂર્વક તપાસો. જો તે ગંભીર બીમારીની પોલિસી હોય તો આવરી લેવામાં આવેલી ગંભીર બીમારીઓની યાદી તપાસો, અન્ય કવર જેમ કે આયુષ, કોવિડ કવર, ડે કેર પ્રક્રિયાઓ, હોમ ટ્રીટમેન્ટ વગેરે પણ તપાસો.

કેશલેસ સારવાર

નેટવર્ક હોસ્પિટલ કવરેજ પણ તપાસો જેથી જ્યારે જરૂરી હોય અને જો તમે દેશમાં ન હોવ તો માતા-પિતાને રોકડની કોઈપણ જરૂરિયાત વગર જ હેલ્થકેર સુવિધાઓ સરળતાથી મળી શકે.

પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો માટે રાહ સમય

પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારી માટે રાહ જોવાનો સમયગાળો 24 મહિનાથી 48 મહિના સુધીનો હોય છે. આ રાહ જોવાનો સમયગાળો પૂરો થયા પછી જ તમે પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારી માટે ક્લેમ કરી શકો છો. તેથી, લઘુત્તમ રાહ સમય સાથે આવતી પોલિસી પસંદ કરો.

ઝંઝટમુક્ત અને ઝડપી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા

માતા-પિતાએ તેમના બાળકો આસપાસ ન હોય ત્યારે અહિયાં-ત્યાં ભટકવું ન પડે તે માટે ઝંઝટમુક્ત અને ઝડપી સેટલમેન્ટ પ્રક્રિયા જરૂરી છે.

ડિજિટની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીમાં શું સારું છે?

સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ- હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવાથી લઈને ક્લેમ કરવા સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને ઝંઝટ-મુક્ત છે! કોઈ હાર્ડ કોપીની જરૂર નથી, ક્લેમ માટે પણ નહિ!

કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત સહ-ચુકવણી નથી- અમારો હેલ્થ ઈન્શ્યુરન્સ કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ સાથે આવતો નથી. એટલે કે હેલ્થ ઈન્શ્યુરન્સના ક્લેમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નહિ- અમે સમજીએ છીએ કે દરેકની અલગ-અલગ પસંદગીઓ હોય છે. તેથી જ અમારા તરફથી રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નથી તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરી શકો છો.

એસઆઈ વોલેટ બેનિફિટ - જો તમે પોલિસી સમયગાળા દરમિયાન તમારી ઇન્શ્યુર્ડ-રકમ ખતમ કરો છો તો અમે તમારા આ રકમ રિફિલ કરીએ છીએ.

કોઈપણ હોસ્પિટલમાં સારવાર- ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી કોઈપણ પસંદ કરી કેશલેસ સારવાર અથવા ભરપાઈનો વિકલ્પ પસંદ કરો.

વેલનેસ લાભ- ટોપ-રેટેડ હેલ્થ અને વેલનેસ પાર્ટનર્સ સાથે મળીને ડિજિટ એપ પર એક્સક્લુઝિવ વેલનેસ બેનિફિટ્સ મેળવો.

ડિજિટ દ્વારા હેલ્થ ઈન્શ્યુરન્સના મુખ્ય લાભ

સહ-ચુકવણી ના
રૂમ ભાડા પર મર્યાદા ના
કેશલેસ હોસ્પિટલો સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો
ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર હા
વેલનેસ લાભ 10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ
શહેર આધારિત ડિસ્કાઉન્ટ 10% સુધી ડિસ્કાઉન્ટ
વિશ્વવ્યાપી કવરેજ હા*
સારી હેલ્થ પરનું ડિસ્કાઉન્ટ 5% સુધી ડિસ્કાઉન્ટ
ઉપભોક્તા કવર એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

*ફક્ત વિશ્વવ્યાપી સારવાર યોજના

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું NRI ભારતમાં તેમના કુટુંબ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે?

હા, NRI ચોક્કસપણે ભારતમાં તેમના કુટુંબ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે. તેઓ પોતાના જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા માટે વીમો લઈ શકે છે.

શું હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓ બિન-નિવાસી ભારતીયોને આવરી લે છે?

હા. હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓ બિન-નિવાસી ભારતીયોને ભારતમાં થતા તેમના મેડિકલ ખર્ચ માટે આવરી લે છે. જોકે તાજેતરમાં, કેટલાક ઈન્શ્યુરન્સ પ્રદાતાઓએ નિયમો અને શરતો સાથે અન્ય દેશોમાં પણ મેડિકલ ખર્ચને આવરી લેવાનું શરૂ કર્યું છે.

શું NRI હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર કર કપાતનો ક્લેમ કરી શકે છે?

હા, ભારતમાં કોઈપણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ કલમ 80D હેઠળ આવે છે અને તેમની ભારતીય આવકમાં કર કપાત માટે ક્લેમ કરી શકાય છે. 

તમારા માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ અને સિનિયર સિટિઝન હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવા વિશે વધુ વાંચો