ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ભારતમાંથી જાપાન ટૂરિસ્ટ વિઝા

ભારતીયો માટે જાપાન ટૂરિસ્ટ વિઝા વિશે જાણવા જેવું બધું

જાપાન એશિયા ખંડનો એક મહત્વનો અને તેની વિશિષ્ટ સંસ્કૃતિ અને પરંપરાઓની વાત આવે છે ત્યારે તે ખૂબ જ અનન્ય છે. તે એક અલગ ટાપુ-રાષ્ટ્ર પર સ્થિત દેશ છે, જે કદાચ તેને બાકીના વિશ્વના દેશો કરતાં અલગ બનાવે છે. જાપાન તેના વિશિષ્ટ ચેરી બ્લોસમ બગીચાઓ, શિલ્પો અને કવિતાઓ માટે પ્રખ્યાત છે. તે દસથી વધુ લોકપ્રિય પર્યટન સ્થળોનું હોમટાઉન છે, જેમાં માઉન્ટ ફુજી સૌથી મહત્વનું ટોચનું આકર્ષણો છે. 

તેના અન્ય કેટલાક પ્રખ્યાત આકર્ષણોમાં હિરોશિમા પીસ મેમોરિયલ પાર્ક, ઓસાકા કેસલ અને ધ આઇલેન્ડ શ્રાઇન ઓફ ઇત્સુકુશિમાનો સમાવેશ થાય છે. જાપાનની મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો છે.

શું ભારતીયોને જાપાન માટે વિઝાની જરૂર છે?

હા, તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે જાપાન જવા માટે વિઝા મેળવવો ફરજિયાત છે.

શું ભારતીય નાગરિકો માટે જાપાનમાં વિઝા ઓન અરાઈવલ છે?

ના, કમનસીબે જાપાનની મુસાફરી કરતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે કોઈ વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ નથી. ધ્યાને રાખો કે, તમે તમારા જાપાન વિઝા માટે અરજી કરો ત્યારથી લઈને તમારી પ્રસ્થાનની આયોજિત તારીખો સુધી તમારી પાસે લગભગ 60-90 દિવસનો સમય હોવો જોઈએ.

જાપાનના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી દસ્તાવેજો

તાજેતરમાં, જાપાન ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું છે. અગાઉ, જાપાન માટે ટૂરિસ્ટ વિઝા મેળવવું બહુ સરળ નહોતું. પરંતુ ત્યાર બાદ જાપાની દૂતાવાસે વિઝા માટેના નિયમોમાં થોડી છૂટછાટ આપી હતી. તમે જાપાન માટે ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરો તે પહેલાં તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે.

  • જાપાનમાં આગમનની તારીખથી 6 મહિનાની માન્યતા સાથેનો ઓરિજનલ પાસપોર્ટ.
  • મેટ ફિનિશ વ્હાઈટ બેકગ્રાઉન્ડ સાથેના બે રંગીન ફોટા.
  • કન્ફર્મ એર ટિકિટ.
  • યોગ્ય સાચી ડિટેલ્સ સાથે વિઝા એપ્લિકેશન સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ.
  • તમારી મુસાફરીનો કાર્યક્રમ
  • જો ઉમેદવાર નોકરી કરતો હોય તો છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ.
  • જો ઉમેદવાર નોકરી કરતો હોય તો રોજગાર પ્રમાણપત્ર.
  • બેંક સત્તાધીશો દ્વારા છેલ્લા 6 મહિનાના ઓરીજનલ બેંક સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર અને સ્ટેમ્પ્ડ.
  • છેલ્લા 3 વર્ષથી ફાઈલ કરેલ ફોર્મ 16 અથવા ITR.
  • શાળા/કોલેજ/ઓફિસનો રજાનો ઓરીજનલ લેટર.
  • જો અરજદાર વિદ્યાર્થી છે, તો તમારૂં કોલેજ/શાળા ID.
  • જો અરજદાર નિવૃત્ત વ્યાવસાયિક હોય તો પેન્શન પાસબુક.
  • ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી.

ભારતીય નાગરિકો માટે જાપાન વિઝા ફી

ભારતીય નાગરિકોએ એપ્લિકેશન ફી પેટે સિંગલ એન્ટ્રી માટે એમ્બેસીને 3000 યેન અને ડબલ તેમજ મલ્ટીપલ એન્ટ્રી માટે 6000 યેન ચૂકવવાની જરૂર છે. વધુમાં, ટૂરિસ્ટ વિઝા માટે 700 યેન ચૂકવવાના રહેશે.

જાપાન વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

ભારતના મોટા શહેરોમાં લગભગ 16 વિઝા એપ્લિકેશન સેન્ટરો છે. જાપાનીઝ ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ છે.

  • જાપાન દૂતાવાસની વેબસાઈટ પરથી વિઝા એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને કાળજીપૂર્વક ભરો.
  • વિઝા એપ્લિકેશન સેન્ટર અથવા એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ લો.
  • ઉપર ઉલ્લેખિત વિઝા ફી ચૂકવો.
  • તમે શેડ્યૂલ કરેલ તારીખે ઇન્ટરવ્યુમાં હાજરી આપો.
  • તમામ માહિતી, બાયોમેટ્રિક અને ફિંગર પ્રિન્ટ સબમિટ કરો.
  • પ્રતિનિધિઓના પ્રતિભાવની રાહ જુઓ.
  • તમારો પાસપોર્ટ એકત્રિત કરો અને વિઝાની મંજૂરી/અસ્વીકાર મેળવો.

જાપાન ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગ ટાઈમ

જાપાનની એમ્બેસી વિઝા પ્રોસેસિંગમાં 5 કાર્યકારી દિવસો થશે. તમે જે દિવસે અરજી જમા કરશો તે દિવસને તેમાં બાકાત રાખવામાં આવશે.

શું મારે જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

જાપાન માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે. જો ઇન્શુર્ડને વિદેશમાં મેડિકલ સારવાર અથવા હોસ્પિટલાઈઝેશનની જરૂર હોય તો ઇન્શ્યુરન્સ થકી મેડિકલ ખર્ચને રોકવામાં મદદ મળશે. તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ દ્વારા તમે અન્ય લાભો મેળવી શકો છો:

  • મેડિકલ ઇમરજન્સીઓ: જો તમને તમારી ટ્રિપ દરમિયાન કોઈ મેડિકલ સહાયની જરૂર હોય તો મેડિકલ પ્રેક્ટિશનરને તમારી ઇન્શ્યુરન્સ પોલિસી બતાવવી આવશ્યક છે. આવા કિસ્સાઓમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ રાખવાથી તમે તમારા પૂર્વનિર્ધારિત ટ્રાવેલ બજેટથી વધુ ખર્ચ કરતા અટકાવી શકો છો.
  • ઇવેક્યુએશન કવરેજ: ઇમરજન્સીના કિસ્સામાં જ્યારે તમને ભારતમાં તમારા વતનમાં મેડિકલ સ્થળાંતરની જરૂર હોય, ત્યારે ખર્ચ ઘણો મોટો હોઈ શકે છે! તમે જ્યારે વિદેશમાં હોવ ત્યારે તમારી ઇન્શ્યુરન્સ પોલિસી તમને આવા અણધાર્યા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરી શકે છે.
  • સામાન ચોરાવો કે ખોવાવવો: ચોરીનું કૃત્ય ક્યારે પણ થઈ શકે છે, તે વિશે આપણે જાણતા નથી. પરંતુ જ્યારે આપણે ટ્રાવેલ કરીએ છીએ ત્યારે આપણે સૌથી ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવાનું મન બનાવવું જોઈએ. તમારી ઇન્શ્યુરન્સ પોલિસી તમને નાણાં ગુમાવવાના કિસ્સામાં, તમારા ચેક-ઇન કરેલા સામાન અથવા સૌથી ખરાબ- તમારો પાસપોર્ટ ચોરાઈ જવાના કિસ્સા માટે પણ આવરી લેશે!
  • પાસપોર્ટ ગુમાવવો: જો તમે જાપાનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને શક્ય તેટલી વહેલી તકે નવો પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે. 
  • સ્પોર્ટ્સ એક્ટિવિટી કવરેજ: જો તમે જાપાનમાં હોવ તો સ્કીઇંગ, રોક ક્લાઇમ્બિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, સ્કુબા ડાઇવિંગ વગેરે જેવી એડવેન્ચર સ્પોર્ટ્સ અજમાવવાનું પ્લાનિંગ કરતા હોવ છો. કેટલીકવાર ટ્રાવેલર્સ આમાંની કોઈપણ રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય ત્યારે નુકસાન શક્ય છે. તમારી ઇન્શ્યુરન્સ પોલિસી તમને આવી આકસ્મિક ઇજાઓ માટે આવરી લે છે.

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પસંદ કરતી વખતે, તમારી ટ્રાવેલ પોલિસી તમને જોઈતી દરેક વસ્તુ માટે આવરી લે છે કે નહિ તેની ખાતરી કરવા માટે તમારા તમામ કવર અને લાભો પર એક નજર ચોક્કસથી કરો.